ત્રિકમલાલ મિસ્ત્રી

વિકિપીડિયામાંથી

ત્રિકમલાલ જીવણલાલ મિસ્ત્રી (જન્મ ૧ ઑગસ્ટ ૧૯૩૯) ગુજરાતના કાષ્ઠશિલ્પી છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ત્રિકમલાલ મિસ્ત્રીનો જન્મ ૧ ઑગસ્ટ ૧૯૩૯ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ખાતે સુથારી કામના કસબી પરિવારમાં થયો હતો. તેમના પિતા ઘોડાસર રાજ્યનું રાચરચીલું બનાવતા હતા. આથી પિતાનો વારસો ત્રિકમલાલને ગળથૂથીમાંથી મળેલો હતો. કલાની તાલીમ માટે તેમના પિતાએ તેમને વડોદરામાં સોમનાથભાઈ મેવાડાને ત્યાં મોકલ્યા. ત્યારબાદ તેઓ પંચમહાલ જિલાના તાલીમકેન્દ્રમાં જોડાયા અને પછીથી અમદાવદમાં સ્ટેટ ડિઝાઇન સેન્ટર નામના તાલીમકેન્દ્રમાં જોડાયા.[૧]

તેમની એક વર્કશૉપ તેમના વતન બારેજડી (મહેમદાવાદ)માં આવેલી છે, જ્યાં તેમની કાષ્ટકલાકૃતિઓ જળવાયેલી છે.[૧]

પુરસ્કારો[ફેરફાર કરો]

તેમના એક કાષ્ઠઝુમ્મરને ૧૯૭૨માં નૅશનલ ક્રાફ્ટસમૅનનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. અને એના બીજા વર્ષે તેમને રાષ્ટ્રિય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 'ધર્મરથ' નામની તેમની એક કૃતિને તત્કાલીન વડાપ્રધાનના હસ્તે તામ્રપત્ર તથા રૂ. ૨૫૦૦નું પારિતોષિક મળ્યું હતું. ૧૯૭૮માં મૉસ્કો ખાતે યોજાયેલ ટ્રેડ ફેરમાં ઑલ ઇન્ડિયા હૅન્ડિક્રાફ્ટ બૉર્ડ તરફથી મોકલાયેલ પ્રતિનિધિમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાં તેમના ૨ મહિનાના રોકાણ દરમિયાન તેમના કૌશલ્યનું સક્રિય પ્રદર્શન કરાયું હતું. ત્યાંના કલાકારોના સહવાસમાં આવવાથિ અને તેમણે એક કાષ્ઠશિલ્પ રચ્યું હતું હે ભારત-રસિયાના મૈત્રીના પ્રતિકરૂઓએ સોવિયેત વડાપ્રધાન કૉસિજિનને ભેટ આપવામાં આવ્યું હતું.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ કનીજિયા, બળદેવભાઈ (૨૦૦૨). "મિસ્ત્રી, ત્રિકમલાલ જીવણલાલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૬ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૨૯–૧૩૦. OCLC 163322996.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]