દરિયાઈ ઓટર

વિકિપીડિયામાંથી

દરિયાઈ ઓટર

Sea otter

કેલિફોર્નિયામાં મોરોના દરિયાકિનારે દરિયાઈ ઓટર
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Subphylum: Vertebrata
Class: Mammalia
Order: Carnivora
Family: Mustelidae
Genus: ''Enhydra''
દ્વિનામી નામ
Enhydra lutris
(Carl Linnaeus, 1758)

દરિયાઈ ઓટર અથવા સી ઓટર એ એક દરિયાઈ સસ્તન ચોપગું પ્રાણી છે. તે સમુદ્રી પ્રાણીઓમાં સૌથી નાના કદનું પ્રાણી છે[૧]. તેના શરીર પર ભરચક વાળ હોય છે. તેને તરવા માટે પાંખો નથી હોતી પણ પાછલા પગની ચામડી જોડાયેલ આંગળીઓ હલેસાં જેવું કાર્ય કરે છે. તેનો ચહેરો ગોળાકાર, આંખો ઝીણી અને કાન ગોળાકાર હોય છે. તે ચાર ફૂટ લંબાઈ અને એક ફૂટ લાંબી પુંછડી ધરાવે છે. તે કાળા અથવા બદામી રંગના હોય છે. તેના વાળ સુંવાળા અને પાતળા હોય છે.

કેલિફોર્નિયા, કેનેડા તેમ જ ઉત્તર પેસેફિકના ટાપુઓ પર જોવા મળતું આ પ્રાણી રમતિયાળ હોય છે. તે પાણીમાં નૃત્ય પણ કરે છે અને વિવિધ પ્રકારના અવાજ પણ કાઢી શકે છે. તે ઊંડે સુધી ડૂબકી મારી શકે છે તેમ જ માછલીનો શિકાર કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Southern Sea Otter". Aquarium of the Pacific. મેળવેલ ૨૦ ઓક્ટોબર ૨૦૧૬.