દલપત પઢિયાર
દલપતસિંહ નારણસિંહ પઢિયાર (જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૫૦) ગુજરાતી કવિ છે. 'ભોંય બદલો' (૧૯૮૨) અને 'સામે કાંઠે તેડાં' (૨૦૧૦) તેમના કાવ્યસંગ્રહો છે.[૧]
જીવન
[ફેરફાર કરો]દલપત પઢિયારનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૫૦ના રોજ થયો હતો. તેઓ આણંદ જિલ્લાના કહાનવાડી ગામના વતની છે. વતનમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેઓએ વલ્લભ વિદ્યાલય, બોચાસણ ખાતે અગિયાર ધોરણ સુધી ભણ્યા. તેમણે સ્નાતક, અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી મેળવ્યું. ગુજરાત વિદ્યાપિઠ ખાતેથી જ તેમણે મોહનભાઈ શં. પટેલના માર્ગદર્શન હેઠળ 'ગાંધીયુગનું ગદ્ય' વિષય પર પીએચ.ડી કર્યું. શરૂઆતમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ખંડ સમય અધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર, રાંધેજામાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા. ૧૯૮૪થી ભાવનગરમાં વહીવટી સેવામાં નાયબ માહિતી નિયામક તથા ગાંધીનગર અધિક માહિતી નિયામક પદે સેવાઓ આપ્યા બાદ ૨૦૦૮માં તેઓ નિવૃત્ત થયા.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ પારેખ, યોગેન્દ્ર (૨૦૨૦). પ્રથમ વર્ષ બી.એ., પેપર–૨ (મુખ્ય તથા ગૌણ), ગુજરાતી પદ્ય (GUJJM 102/GUJS 102) ભાગ–૨. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. પૃષ્ઠ ૬૯. ISBN 978-93-89456-38-7.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |