લખાણ પર જાઓ

દાંડી દરિયાતટ (બીચ)

વિકિપીડિયામાંથી
દાંડી ખાતે આવેલ મહાત્મા ગાંધીનું એક સ્મારક

દાંડી દરિયા તટ (બીચ) (અંગ્રેજી: Dandi Beachભારત દેશના ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં દાંડી ગામ ખાતે આવેલ એક મહત્વનો બીચ છે.[] દાંડી દરિયાતટ અરબી સમુદ્રના દરિયાકિનારા પર આવેલ બીચ પૈકીનો એક સ્વચ્છ બીચ છે. દાંડી ગામ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જેમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મીઠાના સત્યાગ્રહ વખતે થી સાબરમતી આશ્રમ (અમદાવાદ) થી દાંડી સુધી પદયાત્રા કરી હતી અને આ સ્થળે મીઠું ઉપાડી અંગ્રેજ શાસનનો મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.

ગાંધી સ્મારક

[ફેરફાર કરો]

આ સ્થળે મહાત્મા ગાંધીજીનાં બે સ્મારકો બનાવવામાં આવેલ છે, જે ભારતની આઝાદીના ઈતિહાસમાં દાંડી દરિયાતટનું મહત્વ દર્શાવે છે. આમાંથી એક સ્મારક ઇન્ડિયા ગેટની પ્રતિકૃતિ છે, જે મહાત્મા ગાંધીજીની મીઠાનો કાયદો ભંગ કરવામાં મેળવેલ સફળતાની સ્મૃતિમાં બનાવવામાં આવેલ છે, જ્યારે બીજું સ્મારકમાં મહાત્મા ગાંધીનું દરિયાનો ખારો કાદવ હાથમાં પકડેલું પૂતળું બનાવવામાં આવેલ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Dandi Beach, Surat, Tourism Hubs, Gujarat, India". www.gujarattourism.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-09-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-25.
  2. "Dandi Beach (Navsari) - 2018 What to Know Before You Go (with Photos) - TripAdvisor". TripAdvisor (અંગ્રેજીમાં). મેળવેલ 2018-09-25.