લખાણ પર જાઓ

દાલ સરોવર

વિકિપીડિયામાંથી
દાલ સરોવરમાં શિકારા

દાલ સરોવર અથવા ડલ સરોવર શ્રીનગર, કાશ્મીર ખાતે આવેલું પ્રખ્યાત સરોવર છે. ૧૮ ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા આ સરોવરની ત્રણ દિશાઓ પહાડીઓથી ઘેરાયેલી છે.

જમ્મૂ-કશ્મીર રાજ્યમાં આવેલું બીજું સૌથી મોટું સરોવર છે. આમાં સ્ત્રોતો થી તો પાણી આવે છે. સાથે જ કશ્મીર ઘાટીના અનેક સરોવરો આવીને આમાં જોડાય છે. આના ચાર પ્રમુખ જળાશય છે: ગગરીબલ, લોકુટ ડલ, બોડ ડલ તથા નાગિન. લોકુટ ડલની મધ્યમાં રૂપલંક દ્વીપ સ્થિત છે તથા બોડ ડલ જલધારાની મધ્યમાં સોનાલંક દ્વીપ સ્થિત છે. ભારતના સૌથી સુંદર સરોવરમાં આનું નામ લેવાય છે. પાસે જ સ્થિત મુગલ વાટિકાથી દાલ સરોવરનું સૌંદર્ય અપ્રતિમ લાગે છે. પર્યટક જમ્મૂ-કશ્મીર આવે અને દાલ સરોવર જોવા ન જાય એવું ન થઈ શકે.[]

દાલ સરોવરનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે અહીંના શિકારા કે હાઉસબોટ. સહેલાણી આ હાઉસબોટોમાં રહી સરોવરનો આનંદ ઉઠાવી શકે છે. નેહરૂ પાર્ક, કાનુટુર ખાના, ચારચીનારી આદિ દ્વીપો તથા હજ઼રત બલની મુલાકાત પણ આ શિકારાઓમાં કરી શકાય છે. આની વધારાની દુકાનો પણ શિકારા પર જ લાગેલી હોય છે અને શિકારા પર સવાર થઈ વિભિન્ન પ્રકારની વસ્તુઓ પણ ખરીદી શકાય છે. વિવિધ પ્રકારની વનસ્પતિ દાલ સરોવરની સુંદરતાને વધુ નિખાર આપે છે. કમળના ફૂલ, પાણીમાં વહેતી કુમુદની, સરોવરની સુંદરતામાં ચાર ચાઁદ લગાવી દે છે. સહેલાણીઓ માટે વિભિન્ન પ્રકારના મનોરંજનના સાધન જેમકે કાયાકિંગ (એક પ્રકારનું નૌકા વિહાર), કેનોઇંગ (ડોંગી), પાણી પર સર્ફિંગ તથા માછલી પકડવાનું અહીં ઉપલબ્ધ છે. દાલ સરોવરમાં પર્યટન સિવાય મુખ્ય રૂપે માછલી પકડવાનું કામ થાય છે.

આવાગમન

[ફેરફાર કરો]

દાલ સરોવર પહોંચવા માટે હવાઇમાર્ગ દ્વારા શ્રીનગરથી ૨૫ કિમી દૂર બડગાંવ જિલ્લામાં આવેલા એરપોર્ટ પર પહોંચી શકાય છે. નજીકની રેલ સેવા જમ્મુ માં છે તથા ત્યાંનો નેશનલ હાઈવે રાષ્ટ્રીય રાજમાર્ગ 1A કાશ્મીર ઘાટીને દેશના અન્ય ભાગો સાથે જોડે છે. આ પહાડી સ્થળો સુધી પહોંચવામાં દસ થી બાર કલાક લાગે છે, આ યાત્રા દરમ્યાન પર્યટક અહીંના પ્રસિદ્ધ જવાહર બોગદાને નિહાળી શકે છે. દાલ સરોવરનું દુનિયાનું પ્રથમ સરોવર છે જ્યાં ઇંટરનેટની સુવિધા ઉપલબ્ધ છે.[][]

ચિત્ર ગેલેરી

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "કશ્મીર કા સૌંદર્ય : ડલ ઝીલ".
  2. "અબ ડલ ઝીલ મેં ભી ઇંટરનેટ કી સુવિધા".
  3. "ડલ ઝીલ મેં ઇંટરનેટ". મૂળ માંથી 2009-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-26.