દેવકુંડ ધોધ
દેવકુંડ ધોધ | |
---|---|
દેવકુંડ ધોધ, ભીરા, રાયગડ જિલ્લો | |
સ્થાન | ભીરા, રોહા, રાયગડ, મહારાષ્ટ્ર, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 18°27′36″N 73°23′22″E / 18.4599°N 73.3895°ECoordinates: 18°27′36″N 73°23′22″E / 18.4599°N 73.3895°E |
પ્રકાર | સીધો કુદકો (પ્લંજ) |
દેવકુંડ ધોધ (Devkund Falls) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં ભીરા ગામ નજીક સ્થિત એક ધોધ છે. આ ધોધ અંગ્રેજી ભાષામાં 'પ્લંજ' પ્રકારનો ધોધ કહેવાય છે, જેમાં જળધારા મોટા પ્રમાણમાં ખડકાળ સપાટી પર થી સીધી જ નીચે ખાબકે છે. આ એક દિવસીય આનંદવિહાર (પિકનિક) માટેનું લોકપ્રિય સ્થળ છે.[૧][૨]
સ્થાન
[ફેરફાર કરો]દેવકુંડ ધોધ ચોખ્ખા પાણીનો અણબોટ્યા સ્થળ પર આવેલ છે. આ ધોધનું વહેણ ત્રણ ઝરણાંઓના સંગમ દ્વારા બને છે અને આ સ્થળને કુંડલિકા નદીનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે. અહીં પહોંચવા ભીરા ગામથી લગભગ ત્રણ કલાક જેટલું પગપાળા ચઢાણ કરી પહોંચવું પડે છે. આ માર્ગ કુંડલિકા નદી પરના બંધના જળાશયને કિનારે કિનારે ગાઢ જંગલમાંથી પસાર થઈ દેવકુંડ ધોધ ખાતે પહોંચે છે. આ પદઆરોહણ માર્ગ મુખ્યત્વે અર્ધ-સૂકા જંગલોમાંથી નદીને સમાંતર તેમ જ વાંકોચૂકો છે.[૩] આ સ્થળે જવા માટે માર્ગદર્શક (ગાઇડ) જરૂરી છે કારણ કે ત્યાં ગાઢ જંગલ આસપાસ છે.[૪]
અંતર
[ફેરફાર કરો]સૌથી નજીકનું હવાઈમથક
[ફેરફાર કરો]- પુણે: ઘરેલુ
- મુંબઈ: આંતરરાષ્ટ્રીય
નજીકનું રેલવે જંકશન
[ફેરફાર કરો]- માનગાંવ રેલવે સ્ટેશન, કોંકણ રેલવે, ૩૦ કિમી દૂર
- લોનાવાલા રેલવે સ્ટેશન, મધ્ય (સેન્ટ્રલ) રેલવે, ૮૨ કિમી દૂર
સ્નાન
[ફેરફાર કરો]દેવકુંડ ધોધ નહાવા માટે સારો છે, ધોધ હેઠળના કુંડમાં સ્નાન માણી શકાય છે. આ સ્થળ હંમેશાં પ્રવાસીઓને આકર્ષે છે.[૫]
સલામતી
[ફેરફાર કરો]ચોમાસા દરમિયાન વરસાદ અને પહાડી ઢોળાવને લીધે પાણીનું વહેણ ખૂબ જ વધુ તેમ જ ઝડપથી વહેતું હોવાને કારણે અહીં ધોધ જોવા માટે જવું અસુરક્ષિત છે. વર્ષ ૨૦૧૭માં, ચોમાસા દરમિયાન જુલાઈ થી ત્રણ મહિના માટે અકસ્માતો વધતાં પ્રવાસીઓ માટે દેવકુંડ ધોધ બંધ કરવામાં આવ્યો હતો.[૬] આ સ્થળે બે મુલાકાતીઓના અકસ્માત મૃત્યુ પછી, સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અહીં કલમ ૧૪૪ મુજબ નિષેધ ફરમાવવામાં આવેલ છે, જે મુજબ એક સાથે ચાર કરતાં વધુ લોકો આ વિસ્તારમાં સાથે ભેગા થઈ શકતા નથી.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Devkund waterfalls
- ↑ "The Secret Devkund Waterfalls On The Mumbai-Panvel-Goa Road Are Not So Secret Anymore". મૂળ માંથી 2019-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-01.
- ↑ Devkund
- ↑ "Devkund waterfall trek". મૂળ માંથી 2017-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-01.
- ↑ "Devkund waterfall Devkund waterfall closed to tourists for 3 months". મૂળ માંથી 2020-10-27 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-01.
- ↑ "Devkund waterfall closed to tourists for 3 months". The Indian Express (અંગ્રેજીમાં). 2017-07-15. મેળવેલ 2023-06-12.