દેવરિયા તાલ

વિકિપીડિયામાંથી
દેવરિયા તાલ, Deoria Tal, देवरिया ताल
દેવરિયા તાલ ખાતે ચૌખંભા શિખરનું પ્રતિબિંબ
શિખર માહિતી
ઉંચાઇ2,438 m (7,999 ft)
ભૂગોળ
સ્થાનઉત્તરાખંડ, ભારત
પિતૃ પર્વતમાળાગઢવાલ, હિમાલય

દેવરિયા તાલ (અંગ્રેજી ભાષામાં 'Devaria' અથવા 'Deoriya' પણ લખાય છે.) એક પર્વતીય તળાવ છે, જ્યાં ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં ઉખીમઠ-ચોપતા રોડ પરથી લગભગ 3 કિમી જેટલા અંતર પર ઢાળ ચઢી પગપાળા જઈ શકાય છે. મસ્તુરા અને સારી ગામોમાંથી આ સ્થળે જવાય છે. આ સ્થળની ઊંચાઈ ૨૪૩૮ મીટર જેટલી છે, તે ગાઢ અને લીલાછમ જંગલમાં આવેલ છે અને આસપાસ બરફ આચ્છાદિત પર્વતો પૃષ્ઠભૂમિમાં જોવા મળે છે (ચૌખંભા શિખર તેમાંથી એક છે).

ઍક્સેસ[ફેરફાર કરો]

દેવરિયા તાલના માર્ગમાં નાનું મંદિર  

ઉખીમઠથી સારી ગામ સુધી પહોંચવા જીપો ઉપલબ્ધ હોય છે, જ્યાં નજીકના ગામ મસ્તુરા મારફતે પહોંચી શકાય છે. દેવરિયા તાલ પહોંચી પરત ફરવા માટે મસ્તુરા સુધી પગપાળા આવી વળતો પ્રવાસ જીપ દ્વારા કરી શકાય છે.[૧]

વૈકલ્પિક રીતે ઉખીમઠથી દેવરિયા તાલ સુધી પગપાળા યાત્રા કરી શકો છો. આ એકદમ આરામદાયક ૭ કિ. મી અંતરનો ટ્રેક છે. ત્યાં રાત્રીરોકાણ માટે કેમ્પ, જંગલ ટ્રેક વગેરે છે. રસ્તામાં ઘણી જગ્યા પર દુકાનો છે, જ્યાં ચા અને નાસ્તો મળે છે, પરંતુ આ દુકાનો સુર્યાસ્ત પછી બંધ થઈ જાય છે. પદયાત્રીઓ સામાન્ય રીતે આ યાત્રા સાથે નજીકની તુંગનાથ (શિખર પર બિરાજેલ શિવજી) અને ચંદ્રશિલા યાત્રા કરવાનું પણ આયોજન કરતા હોય છે, જેઓ ચોપતાથી શરૂઆત કરે છે. [૨]

વિશાળ દૃશ્ય[ફેરફાર કરો]

ChaukhambaJanhukutMandaniSumeruKharchakundKedar domeKedarnathBhartekunta
Kedarnath ,Chaukhamaba and others Himalayan peak from Deoria Tal. Clicking on a peak in the picture causes the browser to load the existing article about that peak.

આ તળાવ તેના વિશાળ 300° પેનોરમા દૃશ્ય માટે જાણીતું છે . પર્વતો જેવા કે ચૌખંભા, નિલકંઠ, બંદરપુંછ, કેદાર પર્વતશૃખંલા, કાલાનાગ, વગેરે અહીંથી જોઈ શકાય છે. આ સ્થળે અન્ય માર્ગ પરથી દેવરિયા તાલ જવા માટે તુંગનાથ છે, જે મુખ્યત્વે રાત્રી પડાવ, જંગલ ટ્રેકિંગ વગેરેના શોખીનો પસંદ કરે છે.

હિન્દૂ પૌરાણિક કથાઓ[ફેરફાર કરો]

હિન્દૂ પૌરાણિક કથાઓ જણાવે છે કે આ તળાવ ખાતે દેવો નાહવા માટે આવતા હોવાથી આ તળાવનું નામ દેવરિયા તાલ છે. આ તળાવને "ઇન્દ્ર સરોવર" પણ હોવાનું માનવામાં આવે છે. જેનો ઉલ્લેખ પુરાણોમાં દ્વારા ભટકતા હિંદુ સાધુઓ દ્વારા કરવામાં આવેલ છે. એવું પણ માનવામાં આવે છે કે આ એ જગ્યા હતી જ્યાં શકિતશાળી પાંડવોને યક્ષ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સ્થાનિક વાયકા અનુસાર આ તળાવ પાંડવોને તરસ લાગતાં, યુધિષ્ઠિરના પોતાનું તળાવ બાંધવાના સૂચન મુજબ શક્તિશાળી ભીમ દ્વારા બાંધવામાં આવ્યું હતું.[૩][૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Deoria Tal - Travelling and Trekking". મૂળ માંથી 2017-01-10 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૭.
  2. "Chopta travel guide with latest information on chopta trek, Uttrakhand". ૨૬ ડિસેમ્બર ૨૦૧૩. મૂળ માંથી 2017-01-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૭.
  3. "Deoria Tal Kedarnath". મૂળ માંથી 3 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 January 2017.
  4. "6 days of winter in Himalayas - Solo 2015 - Part 5 - Deoria Tal trek - BudgetYatri". મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]