દોહા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દોહા શહેર

દોહા(الدوحة)કતાર દેશની રાજધાની અને સૌથી મોટું શહેર છે. આ શહેર દેશની પૂર્વમાં ફારસી ખાડીના કિનારે વસેલું છે. તે કતારનું સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું શહેર છે. દોહા શહેર લગભગ ૧૩૫,૦૦૦ જેટલી વસ્તી ધરાવે છે,[૧] દેશની ૫૦ ટકાથી પણ વધુ વસ્તી દોહા અને તેના ઉપનગરોમાં રહે છે, અને તે દેશનું આર્થિક કેન્દ્ર પણ છે.

દોહાની ૧૮૨૦ના દાયકામાં અલ બિદા શહેરની શાખા તરીકે સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૭૧માં કતારને બ્રિટિશ રક્ષિત રાજ્ય બનવાની સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યારે દોહાને દેશની રાજધાની જાહેર કરવામાં આવી. કતારની આર્થિક રાજધાની અને મધ્ય પૂર્વના ઊભરતાં નાણાકીય કેન્દ્રો પૈકીના દોહાને વિશ્વ શહેર ગણવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Doha municipality accounts for 40% of Qatar population". Gulf Times. 20 October 2015. Retrieved 23 October 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)