લખાણ પર જાઓ

ધ કેરલા સ્ટોરી

વિકિપીડિયામાંથી
ધ કેરલા સ્ટોરી
દિગ્દર્શકસુદિપ્તો સેન
નિર્માતાવિપુલ અમ્રુતલાલ શાહ
કલાકારોઅદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદના

ધ કેરલા સ્ટોરી ઇ.સ. ૨૦૨૩નું ભારતીય ચલચિત્ર છે જેના દિગ્દર્શક સુદિપ્તો સેન અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ છે.[] ચલચિત્રની વાર્તા કેરળની એવી મહિલાઓની વાત કરે છે જેમણે ઇસ્લામમાં ધર્મપરિવર્તન કર્યું હતું અને 'ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સીરિયા' (ISIS)માં જોડાઇ હતી.

આ ચલચિત્રમાં અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદનાનીએ અભિનય કર્યો છે.[] તે ૫ મે ૨૦૨૩ના રોજ પ્રદર્શિત થઈ હતી. ચિત્રપટે પહેલાના ચાર દિવસમાં વિશ્વભરમાં ૪૫ કરોડ રૂપિયાનો વકરો કર્યો અને ૨૦૨૩ની પાંચમી સૌથી વધુ કમાણી વાળું હિન્દી ચલચિત્ર બન્યું હતું.

  • શાલિની ઉન્નીકૃષ્ણન / ફાતિમા બા તરીકે અદા શર્મા
  • નિમહ તરીકે યોગિતા બિહાની
  • આસિફા તરીકે સોનિયા બાલાની
  • ગીતાંજલિ તરીકે સિદ્ધિ ઇદનાની
  • શાલિનીની માતા તરીકે દેવદર્શિની
  • વિજય કૃષ્ણ
  • પ્રણય પચૌરી
  • પ્રણવ મિશ્રા
ક્રમશીર્ષકગીતગાયક/ગાયિકાઅવધિ
1."પાગલ પરિન્દે"ઓઝિલ દલાલસુનિધિ ચૌહાણ, બૈશાખ જ્યોતિ૨:૦૪
2."આંબો અંબમ્બો"વિરેશ શ્રીવાલસાઅતુલ નારુકારા૧:૫૨
3."અથિરા રવિલ"વિરેશ શ્રીવાલસાકે.એસ. ચિત્રા૨:૦૭
4."તુ મિલા"ઓઝિલ દલાલકે.એસ. ચિત્રા૨:૦૭

પ્રતિસાદ

[ફેરફાર કરો]

તેના પ્રથમ દિવસે, ચલચિત્રે ભારતમાં ₹8.03 કરોડનો વકરો કર્યો હતો, જેથી તે ૨૦૨૩માં ભારતમાં પાંચમા સૌથી મોટી આવક ધરાવતું ચલચિત્ર બન્યું હતું.[] ધ કેરલા સ્ટોરીને IMDBમાં ૮ કરતાં વધુ રેટિંગ મળેલ છે.[]

કેરળના બે મુખ્ય રાજકીય પક્ષો - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) દ્વારા આ ચલચિત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમણે આ ચલચિત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવારનું સમર્થન કરે છે એવો આરોપ લગાવ્યો હતો.[][][] તેના જવાબમાં નિર્માતા વિપુલ શાહે કહ્યું હતું કે આ ચલચિત્ર પુરાવાઓ પર આધારિત છે અને તેમણે તેના માટે ૪ વર્ષોનું સંશોધન કર્યું છે.[]

કેરળ હાઇકોર્ટે ચલચિત્ર પર પ્રતિબંધ મૂકવાની ના પાડી હતી અને જણાવ્યું હતું કે ચલચિત્ર ISIS વિશે છે, નહી કે ચોક્કસ ધર્મ વિશે. આવી જ અરજી અગાઉ સુપ્રિમ કોર્ટ અને મદ્રાસ હાઇકોર્ટ દ્વારા નકારવામાં આવી હતી.[] નિર્માતાઓએ ૩૨,૦૦૦ મહિલાઓ ISISમાં જોડાઇ એવું દર્શાવતું ટ્રેલર પાછું ખેંચ્યું હતું.[૧૦][]

તમિલનાડુમાં ચલચિત્રનો વિરોધ થયો હતો અને સંખ્યાબંધ થિએટરના માલિકોએ ચલચિત્ર પાછું ઠેલ્યું હતું.[૧૧][૧૨][૧૩]

૯ મે ૨૦૨૩ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચલચિત્ર પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના પ્રતિસાદમાં નિર્માતાઓએ કાયદાકીય પગલા લેશે તેમ જણાવ્યું હતું.[૧૪][૧૫][૧૩]

બીજી બાજુ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ રાજ્યોએ ચલચિત્રને કરમુક્ત જાહેર કર્યું હતું.[૧૬]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. gujarati.abplive.com (2023-05-09). "આ અહેવાલ વાંચવા અહી ક્લિક કરો". gujarati.abplive.com. મેળવેલ 2023-05-09.
  2. "Sonia Balani Bio: 'ધ કેરલા સ્ટોરી'ની વિલન 'આસિફા' ઉર્ફે સોનિયા કોણ છે? ફી સાંભળીને તમે ચોંકી જશો". News18 Gujarati. મેળવેલ 2023-05-09.
  3. "THE KERALA STORY ફિલ્મે આ મામલે શાહરુખ સલમાન અને રણબીરની ફિલ્મોને પણ પાછળ છોડી, 2023માં નંબર વન". News18 Gujarati. મેળવેલ 2023-05-09.
  4. "The Kerala Story" (અંગ્રેજીમાં). 2023-05-09. મેળવેલ 2023-05-09.[હંમેશ માટે મૃત કડી]
  5. "The Kerala Story: Film on India women in Islamic State sparks row". BBC News. 10 November 2022. મૂળ સંગ્રહિત માંથી 10 November 2022 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2022.
  6. "'The Kerala Story' in the dock". Deccan Herald (અંગ્રેજીમાં). 2022-11-09. મૂળ સંગ્રહિત માંથી 10 November 2022 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2022.
  7. "Cong, DYFI, IUML youth wing demand ban on screening of 'The Kerala Story'". The Indian Express (અંગ્રેજીમાં). 2023-04-28. મૂળ સંગ્રહિત માંથી 29 April 2023 પર સંગ્રહિત. મેળવેલ 2023-04-29.
  8. "Vipul Shah on The Kerala Story criticism: 'We are making a film on a big tragedy, nothing will be without evidence'". Hindustan Times (અંગ્રેજીમાં). 2022-12-26. મૂળ સંગ્રહિત માંથી 26 April 2023 પર સંગ્રહિત. મેળવેલ 2023-04-26.
  9. ૯.૦ ૯.૧ ""There are umpteen movies depicting Hindu sanyasis as rapists": Kerala High Court refuses to stay release of The Kerala Story".
  10. "The Kerala Story producer agrees to remove '32,000 women converted' from teaser". India Today (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 5 May 2023 પર સંગ્રહિત. મેળવેલ 2023-05-05.
  11. Bureau, The Hindu (7 May 2023). "The Kerala Story pulled out of multiplexes in Tamil Nadu". The Hindu. ISSN 0971-751X. મેળવેલ 2023-05-09 – www.thehindu.com વડે.
  12. "The Kerala Story pulled down from theatres in Tamil Nadu". Hindustan Times. 7 May 2023. મેળવેલ 2023-05-09.
  13. ૧૩.૦ ૧૩.૧ Sasikumar, Meenakshy (8 May 2023). "Why Is 'The Kerala Story' Facing Pushback in Kerala, Tamil Nadu, & West Bengal?". TheQuint. મેળવેલ 2023-05-09.
  14. "West Bengal bans The Kerala Story to 'maintain peace'". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-08.
  15. "Mamata Banerjee announces ban on The Kerala Story in West Bengal, film producer reacts". Hindustan Times (અંગ્રેજીમાં). 2023-05-08. મેળવેલ 2023-05-08.
  16. Webdunia. "'The Kerala Story' ટેક્સ ફ્રી- પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ બાદ યુપીએ 'ધ કેરળ સ્ટોરી'ને 'ટેક્સ ફ્રી' જાહેર કરી". gujarati.webdunia.com. મેળવેલ 2023-05-09.