ધ હૂ
The Who | |
---|---|
![]() The Who following a performance in 1975. Left to right: Roger Daltrey, John Entwistle, Keith Moon, Pete Townshend | |
પાર્શ્વ માહિતી | |
મૂળ | Shepherd's Bush, London, England |
શૈલી | Rock, hard rock, pop rock, art rock |
સક્રિય વર્ષો | 1964–1982 1989 1996–present |
રેકોર્ડ લેબલ | UK: Brunswick, Reaction, Polydor USA: Decca, MCA, Warner Brothers, Universal |
સંબંધિત કાર્યો | Plastic Ono Band, Thunderclap Newman, The Small Faces, The Faces, Deep End, Ringo Starr and His All-Starr Band, The RD Crusaders |
વેબસાઇટ | www.thewho.com |
સભ્યો | Roger Daltrey Pete Townshend |
ભૂતપૂર્વ સભ્યો | John Entwistle Keith Moon Kenney Jones Doug Sandom |
ધ હૂ એક ઇંગ્લિશ રૉક બેન્ડ છે જેની રચના 1964માં કરવામાં આવી હતી. તેમાં ગાયક રોજર ડાલ્ટ્રે, ગિટારવાદક પીટ ટાઉનશેંડ, બાસવાદક જોન એન્ટવિસલ અને ડ્રમવાદક કિથ મૂન સામેલ હતા. તેઓ પોતાના ઉર્જાથી છલકાતા જીવંત પર્ફોર્મન્સના કારણે જાણીતા બન્યા હતા જેમાં ઘણી વાર વાદ્યો તૂટી જવાનાબનાવો બનતા હતા.[૧][૨] ધ હૂએ 100 મિલિયન રેકૉર્ડનું વેચાણ નોંધાવ્યું છે અને યુનાઇટેડ કિંગ્ડ્મમાં ટોચના ચાલીસ સિંગલ્સમાં તેનાં 27 આલ્બમો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ટોચના દસ આલ્બમમાં તેનાં 17 આલ્બમો[૩]એ સ્થાન મેળવ્યું હતું, જેમાં 18 સુવર્ણ, 12 પ્લેટિનમ અને 5 મલ્ટિ-પ્લેટિનમ આલ્બમ એવોર્ડ્સ એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં સામેલ હતા.)[૪]
શ્રેણીબદ્ધ ટોપ ટેન હિટ સિંગલ આપ્યા બાદ ધ હૂને યુકેમાં લોકપ્રિયતા મળી હતી જેમાં રેડિયો કેરોલિન જેવા પાઇરેટ રેડિયો સ્ટેશન્સના કારણે વેગ મળ્યો હતો તેની શરૂઆત જાન્યુઆરી 1965માં “આઇ કાન્ટ એક્સપ્લેઇન”થી થઇ હતી. ત્યાર બાદ માય જનરેશન (1965), એ ક્વિક વન (1966) અને ધ હૂ સેલ આઉટ (1967) આવ્યા હતા જેમાંથી પ્રથમ બે યુકે ટોપ ફાઇવમાં પહોંચ્યા હતા. તેમણે "હેપી જેક" સાથે યુએસ ટોપ 40માં પ્રવેશ કર્યો હતો અને તે વર્ષમાં "આઇ કેન સી ફોર માઇલ્સ" દ્વારા ટોપ ટેનમાં પ્રવેશ કર્યો હતો. મોન્ટેરી પોપ અને વુડસ્ટોક સંગીત સમારોહમાં યાદગાર પર્ફોર્મન્સથી[૫] તેમની ખ્યાતિમાં વધારો થયો.[૬] 1969માં ટોમી રિલિઝ થયું જે યુએસમાં તેમની ટોપ ટેન આલ્બમની શ્રેણીમાં પ્રથમ હતું ત્યાર બાદ લાઇવ એટ લીડ્સ (1970), હુઝ નેક્સ્ટ (1971), ક્વાડ્રોફેનિયા (1973), ધ હૂ બાય નંબર્સ (1975), હુ આર યુ (1978) અને ધ કિડ્સ આર ઓલરાઇટ (1979) રજૂ થયા હતા.
1978માં 32 વર્ષની વયે મૂનનું અવસાન થયું હતું, ત્યાર બાદ વિખેરાતાં પહેલાં બેન્ડે ડ્રમવાદક કિની જોન્સ સાથે બે સ્ટુડિયો આલ્બમ, ધ યુકે અને યુએસ ટોપ ફાઇવમાં સ્થાન પામનાર ફેસ ડાન્સિસ (1981) અને યુએસ ટોપ ટેનમાં સ્થાન પામનાર ઇટ્સ હાર્ડ (1982) રજૂ કર્યા હતાં. તેઓ લાઇવ એઇડ જેવા કાર્યક્રમ તથા 25મી વર્ષગાંઠની ટુર (1989) અને 1996 તથા 1997ની ક્વાર્ડોફેનિયા ટુર જેવા પુનર્મિલન પ્રસંગોએ ફરીથી એકસાથે જોડાયા હતા. 2000માં ત્રણ જીવિત સ્થાપક સભ્યોએ નવી સામગ્રી સાથે એક આલ્બમના રેકૉર્ડિંગ કરવા અંગે ચર્ચા કરી હતી પરંતુ 2002માં એન્ટવિસલનું 57 વર્ષની વયે અવસાન થવાથી તેમની યોજના તત્પુરતી સ્થગિત થઇ ગઇ હતી. ટાઉનશેંડ અને ડાલ્ટ્રેએ ધ હૂ તરીકે પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું અને 2006માં તેમણે સ્ટુડિયો આલ્બમ એન્ડલેસ વાયર રજૂ કર્યું જે યુકે અને યુએસ ટોપ ટેનમાં પહોંચ્યું હતું.
તેની પાત્રતાના પ્રથમ વર્ષ 1990માં ધ હૂને રૉક એન્ડ રોલ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યું હતું.[૬][૭] ત્યાં તેમના પ્રદર્શનથી "અનેક લોકોના મનમાં, તેઓ વિશ્વના સૌથી મહાનતમ રૉક બેન્ડ માટેના પ્રમુખ દાવેદારો" તરીકે વસી ગયા હતા.[૮] 1979માં ટાઇમ મેગેઝિને લખ્યું કે “અન્ય કોઇ પણ બેન્ડ રૉકને આટલી દૂર સુધી નથી લઇ આવ્યું અને ન તો તેમણે તેમાંથી આટલું મેળવવા ચાહ્યું છે.”[૯] રોલિંગ સ્ટોન મેગેઝિને લખ્યું: “ધ બિટલ્સ અને ધ રોલિંગ સ્ટોન્સ સાથે હવે ધ હૂનો ઉમેરો થવાથી, બ્રિટિશ રૉકની પવિત્ર ત્રિપુટી પૂર્ણ થઇ છે.”[૧૦] તેમને બ્રિટિશ ફોનોગ્રાફિક ઉદ્યોગ તરફથી 1988માં અને ગ્રેમી ફાઉન્ડેશન તરફથી 2001માં લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. રેકૉર્ડિંગના ક્ષેત્રમાં મહત્ત્વનાં કલામય ઉત્કૃષ્ટ યોગદાનો આપવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.[૧૧][૧૨] 2008માં, 31મા વાર્ષિક કેનેડી સેન્ટર ઓનર્સ ખાતે, બૅન્ડના જીવિત સદસ્યો, ટાઉનશેંડ અને ડાલ્ટ્રેનું બહુમાન કરવામાં આવ્યું હતું.[૧૩]
ઇતિહાસ
[ફેરફાર કરો]1960નો દાયકો
[ફેરફાર કરો]પ્રારંભિક દિવસો
[ફેરફાર કરો]1960ના દાયકાની શરૂઆતમાં ટાઉનશેંડ અને એન્ટવિસલે ધ કન્ફેડરેટ્સ તરીકે ઓળખાતું ટ્રેડ જાઝ બેન્ડ શરૂ કર્યું હતું. ટાઉનશેંડએ બેન્જો વગાડ્યો અને એન્ટવિસલે ફ્રેન્ચહોર્ન વગાડ્યું હતું જેઓ તેઓ શાળાના બેન્ડમાં વગાડતા શીખ્યા હતા. ડાલ્ટ્રે શેરીમાં પોતાના ખભે બાસ ગિટાલ લટકાવીને જઇ રહેલા એન્ટવિસલને મળ્યા હતા અને તેમને તેમના બેન્ડ ધ ડીટુર્સ માં જોડાવા વિશે પૂછ્યું હતું જેની રચના તેમણે એક વર્ષ અગાઉ કરી હતી. કેટલાક સપ્તાહો પછી એન્ટવિસલે ટાઉનશેંડનું સૂચન એક વધારાના ગિટારિસ્ટ તરીકે કર્યું હતું. પ્રારંભમાં બેન્ડે પબ અને હોલ માટે માફક આવે તેવું કેટલુંક સંગીત વગાડ્યું હતું જ્યાં તેઓ પર્ફોમ કરતા હતા. ત્યાર બાદ તેઓ અમેરિકન બ્લુઝ અને કન્ટ્રી મ્યુઝિકથી પ્રભાવિત થયા હતા જેઓ મુખ્યત્વે રિધમ અને બ્લુ વગાડતા હતા. લાઇન અપ પ્રમાણે લીડ ગિટાર પર ડાલ્ટ્રે હતા, રિધમ ગિટાર પર ટાઉનશેંડ, બાસ પર એન્ટવિસલ, ડ્રમ પર ડોગ સેન્ડમ અને ગાયક તરીકે કોલિન ડોસન હતા. ડોસનની વિદાય બાદ ડાલ્ટ્રેએ ગાવાનું શરૂ કર્યું અને ટાઉનશેંડ એકમાત્ર ગિટારિસ્ટ બન્યા. 1964માં સેન્ડમે ગ્રૂપ છોડ્યું. એક કામચલાઉ ડ્રમવાદકના પરફોર્મન્સ દરમિયાન કિથ મૂન ગ્રૂપ પાસે ગયા અને તેમાં બેસવા અંગે વાત કરી. રાતના અંત સુધીમાં મૂનને કાયમી ડ્રમર બનવા માટે જણાવાયું હતું.
ધ ડીટુરએ 1964માં તેનું નામ બદલીને ધ હૂ રાખ્યું હતું અને તે વર્ષે મૂનના આગમન સાથે લાઇન અપ પૂરી થઇ હતી. જોકે 1964માં ટૂંકા ગાળા માટે મોડ પીટર મેડનના વ્યવસ્થાપન હેઠળ તેમણે પોતાનું નામ બદલીને ધ હાઇ નંબર્સ રાખ્યું હતું અને “ઝૂટ સ્યુટ/આઇ એમ ધ ફેસ” રિલિઝ કર્યું હતું જે મોડના ચાહકોને આકર્ષવાના એકમાત્ર ઉદ્દેશ સાથે હતું. આ ગીતને ચાર્ટ પર નિષ્ફળતા મળી ત્યારે બેન્ડે ધ હૂ નામ પાછું અપનાવ્યું હતું. મેડનને મેનેજર તરીકે હટાવીને તેની જગ્યાએ કિમ લેમ્બર્ટ અને ક્રિસ સ્ટેમ્પની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી જેમણે બેન્ડને રેલવે ટેવર્ન ખાતે વગાડતા જોયું હતું અને તેમના સંચાલનની ઓફર કરી હતી અને મેડનને દૂર હટાવ્યો હતો. તેઓ બ્રિટિશ મોડમાં વધુ લોકપ્રિય બન્યા હતા જે 1960ના દાયકાની પેટા સંસ્કૃતિ હતી જેમાં આધુનિક ફેશન, સ્કૂટર્સ, સંગીતના પ્રકાર જેમ કે રિધમ અને બ્લુ, સોલ અને બીટ મ્યુઝિકનો સમાવેશ થતો હતો.[૧૪] પોતાની નાવીન્યતાભરી સંગીત શૈલીનો પ્રચાર કરવા માટે બેન્ડે “મેક્સિમમ આર એન્ડ બી ” નારો અપનાવ્યો હતો.[૧૫][૧૬]
સપ્ટેમ્બર 1964માં હેરોમાં રેલવે ટેવર્ન અને વીલ્ડસ્ટોન, લંડન ખાતે ટાઉનશેંડે આકસ્મિક રીતે ગિટારને છત સાથે અથડાવીને તોડી નાખ્યું હતું. દર્શકોને હસવું આવતા ગુસ્સે ભરાઇને તેણે સ્ટેજ પર ગિટાર તોડી નાખ્યું હતું. તેણે બીજું ગિટાર ઉઠાવ્યું અને શો ચાલુ રાખ્યો હતો. ત્યાર પછીના સંગીત જલસામાં મોટી સંખ્યામાં દર્શકો હાજર હતા, પરંતુ ટાઉનશેંડએ બીજું ગિટાર તોડવાનો ઇનકાર કર્યો. તેના બદલે મૂને તેની ડ્રમ કિટ તોડી નાખી.[૧૭][૧૮] ત્યાર બાદ શો દરમિયાન સાધનો તોડી નાખવા એ ધ હૂના શોની ખાસિયત બની ગઇ. રેલવે ટેવર્ન ખાતે બનેલી આ ઘટના રોલિંગ સ્ટોન મેગેઝિનના “રૉક એન રોલનો ઇતિહાસ બદલી નાખનારી 50 ઘટનાઓ”માં સામેલ છે.[૧૯]
મુખ્ય ગીતકાર અને સર્જનાત્મક બળ તરીકે બેન્ડ ટાઉનશેંડ પર વધારે કેન્દ્રીત હતું. એન્ટવિસલએ પણ ગીત લખવામાં યોગદાન આપ્યું હતું, અને મૂન અને ડાલ્ટ્રેએ 60 અને 70ના દાયકામાં પ્રસંગોપાત ગીતો લખ્યા હતા.
પ્રારંભિક ગીતો અને માય જનરેશન
[ફેરફાર કરો]ધ હૂનું પ્રથમ રિલિઝ અને પ્રથમ હિટ જાન્યુઆરી 1965માં આવેલું “આઇ કાન્ટ એક્સપ્લેઇન” હતું જે કિન્ક્સ દ્વારા પ્રભાવિત રેકૉર્ડ હતું જેમાં તેમની સાથે અમેરિકન નિર્માતા શેલ ટેલ્મીની હિસ્સેદારી હતી. આ ગીત યુએસના કેટલાક બજારોમાંજ વગાડવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે ડી જે પીટર કેવેનોગ દ્વારા ફ્લિન્ટ, મિશિગન ખાતે ડબલ્યુટીએસી એએમ 600 સામેલ છે.[૨૦] “આઇ કાન્ટ એક્સપ્લેઇન” યુકેમાં ટોપ 10 હિટમાં સામેલ હતું ત્યાર બાદ “એનીવે એનીહાઉ, એનીવ્હેર”નો વારો આવતો હતો જેની ક્રેડિટ ટાઉનશેંડ અને ડાલ્ટ્રેને જાય છે.
પ્રથમ આલ્બમ માય જનરેશન (અમેરિકામાં ધ હૂ સિંગ્સ માય જનરેશન ) તે વર્ષે જ રજુ કરવામાં આવ્યું હતું. તેમાં “ધ કિડ્સ આર ઓલરાઇટ” અને ટાઇટલ ટ્રેક “માય જનરેશન” સામેલ હતા. ત્યાર પછીના હિટ જેમ કે 1966ના ગીતો “સબટાઇટલ્સ”, જેમાં છેતરપિંડી કરવાનું પસંદ કરતા એક યુવાનની વાત છે, “આઇ એમ એ બોય”, જેમાં છોકરી જેવા કપડાં પહેરતા છોકરાની વાત છે અને “હેપી જેક” જેમાં માનસિક રીતે અસ્થિર એક યુવાનની વાત છે વગેરેમાં ટાઉનશેંડે જાતિય તણાવ અને ટીનેજ ગુસ્સા જેવી થિમ્સનો ઉપયોગ કર્યો.
એ ક્વિક વન અને ધ હૂ સેલ આઉટ
[ફેરફાર કરો]સિંગલ્સ બેન્ડ તરીકે સફળ થવા છતાં ટાઉનશેંડ ગીતોના સંગ્રહના બદલે સંયુક્ત આલ્બમ ઇચ્છતા હતા. ટાઉનશેંડે પ્રારંભિક રજૂઆત ધરાવતા રૉક ઓપેરામાંથી “આઇ એમ એ બોય”ને દૂર કર્યું જેના પ્રથમ સંકેત 1966ના આલ્બમ એ ક્વિક વન માં મળી ગયા હતા જેમાં સ્ટોરીટેલિંગ મેડલી “એ ક્વિક વન વાઇલ હી ઇઝ” અવે સામેલ હતું જેનો ઉલ્લેખ તેઓ મિની-ઓપેરા તરીકે કરતા હતા. આ ગીતના સૌથી લોકપ્રિય જીવંત પરફોર્મન્સ ધ રોલિંગ સ્ટોન્સ રૉક એન્ડ રોલ સર્કસ માં જોવા મળે છે જેમાં “નબળા” ગીતના કારણે તેમના પર સડેલા ટમેટાં ફેંકવામાં આવ્યા હતા જોકે તેમને જોરદાર સફળતા પણ મળી હતી જે દર્શકોની તાળીઓ પરથી પૂરવાર થાય છે.
એ ક્વિક વન પછી 1967માં “પિક્ચર ઓફ લિલી” અને ધ હૂ સેલ આઉટ આવ્યું હતું જે સમુદ્રપારના રેડિયો સ્ટેશન જેવું કોન્સેપ્ટ આલ્બમ હતું જેમાં રમૂજી જોડકણા અને જાહેરખબરો હતી. તેમાં “રેઇલ” નામે મિની રૉક ઓપેરા (જેની ક્લોઝિંગ થિમ ટોમી સાથે સમાપ્ત થતી હતી) અને ધ હૂના સૌથી મોટા અમેરિકન સિંગલ “આઇ કાન્ટ સી ફોર માઇલ્સ”નો સમાવેશ થતો હતો. તે વર્ષે મોન્ટેરી પોપ ફેસ્ટિવલ ખાતે ધ હૂએ સંગીતના સાધનો તોડી નાખ્યા અને ધ સ્મુધર્સ બ્રધર્સ કોમેડી અવર માં પણ તેનું પુનરાવર્તન કર્યું જેના વિસ્ફોટક પરિણામો આવ્યા જેમાં મૂને તેની ડ્રમ કિટને વિસ્ફોટથી ઉડાવી દીધી. તે વર્ષે ધ કિડ્સ આર ઓલરાઇટ ના ફિલ્માંકન વખતે ટાઉનશેંડે દાવો કર્યો કે તે કાર્યક્રમ તેમના ટિનીટસ (કાનમાં દુખાવો)નો પ્રારંભ હતો. મૂને સ્ટેજના એક સહાયકને લાંચ આપ્યા બાદ ડ્રમ કિટ પર વધારે પ્રમાણમાં વિસ્ફોટકો ભરવામાં આવ્યા હતા. તેનાથી જે ધડાકો થયો તે મૂન સહિત કોઇની પણ ધારણા કરતા વધુ શક્તિશાળી હતો. મ્યુઝિક ચેનલ વીએચ1 દ્વારા આ કાર્યક્રમને ટેલિવિઝન પર 100 સૌથી મહાન રૉક એન રોલ ક્ષણોમાં 10મું સ્થાન અપાયું હતું.
ટોમી
[ફેરફાર કરો]1968માં ધ હૂએ પ્રથમ સ્કાયેફર મ્યુઝિક ફેસ્ટિવલનું ન્યુ યોર્ક શહેરના સેન્ટ્રલ પાર્કમાં આયોજન કર્યું હતું અને “મેજિક બસ” ગીત રિલિઝ કર્યું હતું. ડિસેમ્બરમાં તેમણે ધ રોલિંગ સ્ટોન્સ રૉક એન્ડ રોલ સર્કસ માં ભાગ લીધો અને પોતાનું મિની-ઓપેરા “એ ક્વિક વન વ્હાઇલ હી ઇઝ અવે” રજુ કર્યું હતું. તે વર્ષે જ ટાઉનશેંડનો પ્રથમ રોલિંગ સ્ટોન ઇન્ટર્વ્યૂ લેવાયો હતો. ટાઉનશેંડે જણાવ્યું હતું કે તે પૂર્ણ લંબાઇના રૉક ઓપેરા પર કામ કરે છે.[૨૧] આ હતું ટોમી જે રૉક ઓપેરા તરીકે રજુ થયેલું પ્રથમ કાર્ય હતું અને આધુનિક સંગીતમાં ઘણી મોટી ઘટના ગણાય છે.
આ ગાળામાં ટાઉનશેંડનાગીત લેખન પર ભારતના મેહેર બાબાની શીખનો પ્રભાવ રહ્યો હતો. ટોમી પર બાબાને “અવતાર” તરીકે ક્રેડિટ આપવામાં આવે છે. વ્યાપારી સફળતા ઉપરાંત ટોમી વિવેચનની દૃષ્ટિએ પણ હિટ સાબિત થયું. લાઇફ એ લખ્યું કે, “… અસાધારણ શક્તિ, શોધ અને પરફોર્મન્સની તેજસ્વીતાના કારણે ટોમી રેકૉર્ડિંગ સ્ટુડિયોની બાબતમાં બધાને પાછળ રાખી દે છે.”[૨૨] અને મેડલી મેકરે કહ્યું હતું “ચોક્કસપણે ધ હૂ અત્યારે એવું બેન્ડ છે જેના સાપેક્ષમાં બીજા બધાની તુલના થવાની છે.”[૧૩]
ધ હૂએ તે વર્ષે વૂડસ્ટોક મ્યુઝિક એન્ડ આર્ટ ફેસ્ટિવલ ખાતે ટોમી ના મોટા ભાગના ગીતો રજુ કર્યા હતા. તે અને ત્યાર પછીની ફિલ્મે અમેરિકામાં ધ હૂની લોકપ્રિયતા વધારી દીધી. આ ફેસ્ટીવલ મફત હતો છતાં ધ હૂએ રજૂઆત અગાઉ નાણાં ચૂકવવાની માંગણી કરી હતી જ્યારે રવિવારની સવારના 2-3 વાગ્યા હોવાથી બેન્કો અને રસ્તા બંધ હતા. તેઓ ત્યારે જ વગાડવા માટે સહમત થયા જ્યારે પ્રમોટર્સ પૈકીના એક જોએલ રોઝનમેને 11,200 ડોલરનો ચેક આપ્યો (હાલના માપદંડ પ્રમાણે ડોલરError when using &#૧૨૩;&#૧૨૩;Inflation&#૧૨૫;&#૧૨૫;: &#૧૨૪;index&#૬૧;US
(parameter ૧) not a recognized index.)[૨૩][૨૪]
વૂડસ્ટોક ખાતે ધ હૂના પરફોર્મન્સ વખતે સંગીત કાર્યક્રમની એક દુર્ઘટના બની હતી. હુના સેટ પર યિપી લિડર એબી હોફમેન કોન્સર્ટના આયોજક માઇકલ લેન્ગ સાથે સ્ટેજ પર બેઠા હતા. ફેસ્ટિવલ શરૂ થયો ત્યારથી હોફમેન મેડિકલ ટેન્ટ પર કામ કરતા હતા અને એલએસડીની અસર હેઠળ હતા. જોન સિન્કલેરનો કેસ પ્રસિદ્ધ કરાવવા માટે હોફમેન કટિબદ્ધ હતા જેને એક છુપા વેશમાં નાર્કોટિક્સ ઓફિસરને બે મારિજુઆના સિગારેટ અપાવવા બદલ 10 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. ધ હૂના ટોમી પરફોર્મન્સ વચ્ચે ટૂંકા ગાળા માટે સંગીત બંધ થયું ત્યારે હોફમેન ઉભા થયા અને માઇક્રોફોન પકડીને કહ્યું, “મને લાગે છે કે આ બધું ગંદુ છે જ્યારે જોન સિનક્લેર જેલમાં સડી રહ્યો છે.” ટાઉનશેંડે કહ્યું “નીચે ઉતર, મારા સ્ટેજ પરથી નીચે ઉતર” અને હોફમેનને પોતાનું ગિટાર માર્યું. હોફમેને સ્ટેજ પરથી કુદકો માર્યો અને દર્શકોની ભીડમાં ગાયબ થઇ ગયા.[૨૫]
1970નો દાયકો
[ફેરફાર કરો]ગ્રૂપે બીબીસીના સાઠના દાયકાના મ્યુઝિક સિન પોપ ગો ધ સિક્સ્ટીઝ ના બીબીસીના ઉચ્ચ રેટ ધરાવતા રિવ્યુમાં સ્થાન મેળવ્યું. 1 જાન્યુઆરી 1970ના રોજ બીબીસી1 પર પ્રસારિત “આઇ કેન સી ફોર માઇલ્સ” માટે પરફોર્મન્સ આપ્યું.
લીડ્સ ખાતે જીવંત કાર્યક્રમ
[ફેરફાર કરો]ફેબ્રુઆરી 1970માં ધ હૂએ લાઇવ એટ લીડ્સ નું રેકૉર્ડિંગ કર્યું ઘણા વિવેચકોના મતે તે અત્યાર સુધીનું શ્રેષ્ઠ લાઇવ રૉક આલ્બમ હતું.[૨૬][૨૭][૨૮][૨૯][૩૦][૩૧][૩૨] આ આલ્બમમાં મોટા ભાગે આ શોના હાર્ડ રૉક ગીતો હતા જેને વિસ્તરૂત અને રિમાસ્ટર્ડ વર્ઝનમાં ફરીથી રિલિઝ કરવામાં આવ્યા હતા. અસલમાં જે તકનીકી સમસ્યા હતી તેનો નિકાલ આ વર્ઝનમાં કરવામાં આવ્યો હતો અને ટોમી ના પરફોર્મન્સનો ભાગ ઉમેરીને તથા અગાઉના સિંગલ્સ અને સ્ટેજ બેન્ટર દ્વારા તેનું વિસ્તરણ કરાયું હતું. ટોમી ના સમગ્ર પરફોર્મન્સને સમાવતું એક ડબલ ડિસ્ક વર્ઝન છે. લીડ્સ યુનિવર્સિટીનો શો ટોમી ટુરનો હિસ્સો હતું જેમાં યુરોપિયન ઓપેરા હાઉસના જ શોનો સમાવેશ કરાયો ન હતો, પરંતુ ન્યુ યોર્ક સિટીમાં મેટ્રોપોલિટન ઓપેરા હાઉસમાં પ્રથમ રૉક એક્ટ બન્યું હતું. માર્ચમાં ધ હૂએ યુકે ટોપ ટ્વેન્ટી હિટ ધ સિકર રિલિઝ કર્યું હતું.
લાઇફહાઉસ અને હુ’ઝ નેક્સ્ટ
[ફેરફાર કરો]માર્ચ 1971માં બેન્ડે ન્યુ યોર્કમાં કિટ લેમ્બર્ટ સાથે પ્રાપ્ય લાઇફહાઉસ સામગ્રીનું રેકૉર્ડિંગ શરૂ કર્યું હતું, જે ટાઉનશેંડ દ્વારા લખાયેલું રૉક ઓપેરા હતું અને ત્યાર બાદ એપ્રિલમાં ગ્લિન જોન્સ સાથે સેશન શરૂ કર્યું હતું. સામગ્રીમાંથી પસંદગી, જેમાં એક એન્ટવિસલનું ગીત પણ હતું, પરંપરાગત સ્ટુડિયો આલ્બમ હુ’ઝ નેક્સ્ટ તરીકે રજુ કરાયું હતું. વિવેચકો અને ચાહકોમાં તે તેમનું સૌથી સફળ આલ્બમ બન્યું હતું પરંતુ તેમણે લાઇફહાઉસ પ્રોજેક્ટ પડતો મુક્યો. યુએસ પોપ ચાર્ટમાં હુ’ઝ નેક્સ્ટ #4 પર પહોંચ્યું અને યુકેમાં #1 પર હતું. આલ્બના બે ગીતો “બાબા ઓ’રિલી” અને “વોન્ટ ગેટ ફુલ્ડ અગેન”ને રૉક સંગીતમાં સિન્થેસાઇઝરના ઉપયોગના અગ્રણી ઉદાહરણ ગણવામાં આવે છે. બંને ગીતમાં કીબોર્ડનું સાઉન્ડ લોરે ઓર્ગન દ્વારા રિયલ ટાઇમમાં પેદા થાય છે[૩૩] (જોકે “વોન્ટ ગેટ ફુલ્ડ અગેન”માં ઓર્ગનને વીસીએસ3 સિન્થેસાઇઝર દ્વારા પ્રોસેસ કરવામાં આવ્યું હતું.) સિન્થેસાઇઝર્સ આલ્બમમાં અન્ય જગ્યાએ પણ “બાર્ગેઇન”, “ગોઇંગ મોબાઇલ” અને “ધ સોંગ ઇઝ ઓવર”માં સાંભળી શકાય છે. ઓક્ટોબરમાં ધ હૂએ યુકે ટોપ ટ્વેન્ટીનું હિટ “લેટ્સ સી એક્શન” રિલિઝ કર્યું હતું. 4 નવેમ્બર 1971ના રોજ ધ હૂએ લંડનમાં રેઇનબો થિયેટર શરૂ કર્યું અને ત્રણ રાત સુધી વગાડ્યું હતું. તેમણે લંડનના યંગ વિક ખાતે પણ લાઇફહાઉસ સેટ વગાડ્યો હતો. હાલમાં તે “હુ’ઝ નેક્સ્ટ”ની ડિલક્સ એડિશનની ડિસ્ક 2 પર ઉપલબ્ધ છે. 1972માં તેમણે યુકે ટોપ ટેન અને યુએસ ટોપ ટ્વેન્ટી સિંગલ “જોઇન ટુગેધર” તથા યુકે અને યુએસ ટોપ ફોર્ટી “ધ રિલે” રિલિઝ કર્યું હતું.
ક્વાડ્રોફેનિયા અને બાય નંબર્સ
[ફેરફાર કરો]હુ'ઝ નેક્સ્ટ પછી ક્વાડ્રોફેનિયા (1973) આવ્યું હતું જે હુનું બીજું પૂર્ણ કરાયેલું ડબલ આલ્બમ રૉક ઓપેરા હતું. તેમાં જીમી નામના એક છોકરાની કહાની છે જે પોતાના પરિવાર અને અન્ય સાથે પોતાના સન્માન માટે લડે છે અને માનસિક રીતે બીમાર છે.[૩૪] આ વાર્તા 1960ના દાયકાની શરૂઆતમાં યુકેમાં અને ખાસ કરીને બ્રાઇટન ખાતે મોડ્સ અને રૉકર્સ વચ્ચેના સંઘર્ષ પર આધારિત છે. આ આલ્બમ ચાર્ટ પર સૌથી ઊંચું સ્થાન ધરાવતું ક્રોસ-એટલાન્ટિક સફળતા પામ્યું હતું, યુકે અને યુએસમાં બીજા ક્રમે પહોંચ્યું હતું. 20 નવેમ્બર 1973ના રોજ સાનફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા કાઉ પેલેસમાં ડેલી સિટીમાં તેની યુએસ ટુરનો પ્રારંભ થયો હતો જ્યારે મૂન “વોન્ટ ગેટ ફુલ્ડ અગેન” વખતે અને બેક સ્ટેજ આરામ કર્યા બાદ “મેજિક બસ” વખતે ફરી થાકી ગયા હતા. ટાઉનશેંડે ઓડિયન્સને પૂછ્યું “કોઇ ડ્રમ વગાડી શકે છે? મારું કહેવું છે કોઇ સારું વગાડી શકે છે?” ઓડિયન્સના એક સભ્ય સ્કોટ હેલ્પિનએ બાકીના શો દરમિયાન ડ્રમ વગાડ્યું તેમાં “સ્મોકસ્ટેક લાઇટનિંગ”, “સ્પૂનફુલ” અને “નેકેડ આઇ” સામેલ હતા.[૩૫]

1974માં ધ હૂએ આઉટટેક્સ આલ્બમ ઓડ્સ એન્ડ સોડ્સ રજુ કર્યું જેમાં પડતા મૂકાયેલા લાઇફહાઉસ પ્રોજેક્ટના કેટલાક ગીતો હતા. પોતાના 1975ના આલ્બમ ધ હૂ બાય નંબર્સ માં આત્મનિરીક્ષણ કરતા ગીતો હતા જેને “સ્ક્વીઝ બોક્સ” દ્વારા હળવા બનાવાયા હતા જે અન્ય એક હિટ ગીત હતું. કેટલાક વિવેચકોના મતે બાય નંબર્સ ટાઉનશેંડની “આત્મઘાતી નોટ” હતી.[૩૬] તે વર્ષે ટોમી નું ફિલ્મ રૂપાંતરણ રિલિઝ થયું હતું જેનું નિર્દેશન કેન રસેલએ કર્યું હતું અને તેમાં ડાલ્ટ્રેએ ભૂમિકા ભજવી હતી. તેમાં ટાઉનશેંડને બેસ્ટ ઓરિઝિનલ સ્કોર માટે એકેડેમી એવોર્ડ નોમિનેશન મળ્યું હતું. 6 ડિસેમ્બર, 1975ના રોજ ધ હૂએ પોન્ટિયેક સિલ્વરડોમ ખાતે સૌથી મોટા ઇન્ડોર કોન્સર્ટનો રેકૉર્ડ સ્થાપ્યો હતો જેમાં 75,962 લોકો હાજર હતા.[૩૭] 31 મે, 1976ના રોજ ધ હૂએ ધ વેલી ખાતે કાર્યક્રમ આપ્યો હતો અને વિશ્વના સૌથી વધુ અવાજ પેદા કરનારા કોન્સર્ટ તરીકે એક દાયકા સુધી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.[૨૨]
હુ આર યુ અને મૂનનું અવસાન
[ફેરફાર કરો]
18 ઓગસ્ટ 1978ના રોજ બેન્ડે હુ આર યુ રિલિઝ કર્યું. ત્યાર સુધીનું તે સૌથી મોટું અને સૌથી ઝડપથી વેચાતું આલ્બમ હતું જે અમેરિકામાં ચાર્ટમાં બીજા ક્રમે પહોંચ્યું અને 20 સપ્ટેમ્બરે અમેરિકામાં પ્લેટિનમ તરીકે પ્રમાણિત હતું. પોલ મેકકાર્ટની દ્વારા યોજાયેલી એક પાર્ટી બાદ થોડા કલાકો પછી 7 સપ્ટેમ્બરે કિથ મૂનનું ઉંઘમાં જ અવસાન થયું જેમણે હેમિનેવરિનનો ઓવરડોઝ લીધો હતો. આલ્કોહોલની લત છોડાવવા માટે તેને આ દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી હતી.[૩૮] છેલ્લા આલ્બમના કવરમાં મૂનને ખુરશીમાં બેસેલો દર્શાવાયો છે જેની સાથે શબ્દો છે “નોટ ટુ બી ટેકન અવે.” “મ્યુઝિક મસ્ટ ચેન્જ” ગીતમાં કોઇ ડ્રમ ટ્રેક નથી. મૂનની જગ્યાએ સ્મોલ ફેસિસ અને ધ ફેસિસના કેની જોન્સએ લીધું.
2 મે 1979ના રોજ ધ હૂએ લંડનના રેઇનબો થિયેટર ખાતે સારો પ્રતિસાદ મેળવનાર કોન્સર્ટ સાથે પુનરાગમન કર્યું ત્યાર બાદ ફ્રાન્સમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં, સ્કોટલેન્ડમાં, લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં, પશ્ચિમ જર્મનીમાં, ન્યુ જર્સીમાં પેસિયાક ખાતે કેપિટલ થિયેટરમાં અને ન્યુ યોર્ક સિટીમાં મેડિસન સ્કવેર ગાર્ડન ખાતે પાંચ ડેટમાં સ્પ્રિંગ અને સમર પરફોર્મન્સ આપ્યું હતું.
આ ઉપરાંત 1979માં ધ હૂએ ધ કિડ્સ આર ઓલરાઇટ નામે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ અને ક્વાડ્રોફેનિયા નું ફિલ્મ વર્ઝન રજુ કર્યું હતું. ક્વાડ્રોફેનિયા યુકેમાં બોક્સ ઓફિસ પર હિટ હતું જ્યારે ધ કિડ્સ આર ઓલરાઇટમાં સ્ટેજ પર બેન્ડની ઘણી યાદગાર પળોને સમાવી લેવાઇ હતી જેમાં કિથ મૂનનું છેલ્લું પરફોર્મન્સ પણ સામેલ હતું. ડિસેમ્બરમાં બિટલ્સ અને ધ બેન્ડ પછી ધ હૂ ત્રીજું એવું બેન્ડ બન્યું હતું જેને ટાઇમ મેગેઝિનના કવર પર સ્થાન મળ્યું હતું. જે કોક દ્વારા લખાયેલા આર્ટિકલમાં જણાવાયું હતું કે ધ હૂએ પોતાના સમકાલિન રૉક બેન્ડને “પાછળ રાખી દીધા, તેમનાથી વધુ ટક્યા અને તેમનાથી સારો દેખાવ કર્યો હતો.”[૯]
સિનસિનાટી કરૂણાંતિકા
[ફેરફાર કરો]યુનાઇટેડ સ્ટેટ્સની એક નાની ટુર દરમિયાન દુર્ઘટના ઘટી હતી. 3 ડિસેમ્બર 1979ના રોજ સિનસિનાટી, ઓહિયો ખાતે રિવરફ્રન્ટ કોલિસિયમ ખાતે દર્શકોના ધસારામાં 11 ચાહકોના મોત નિપજ્યા અને બીજા ઘણાને ઇજા થઇ હતી. તેના માટે આંશિક રીતે ફેસ્ટીવલ સિટીંગ જવાબદાર હતી જે એવી બેઠક વ્યવસ્થા છે જેમાં ભોંયતળિયા પર બેસવાની ચોક્કસ જગ્યા ફાળવાતી નથી તેથી જેઓ સ્થળ પર વહેલા પહોંચે તેમને શ્રેષ્ઠ જગ્યા મળે છે. આ ઉપરાંત બેન્ડે સાઉન્ડ ચેક કર્યું ત્યારે બહાર ઉભેલા ચાહકોએ કાર્યક્રમ શરૂ થયો હોવાનું માની લીધું અને બળપૂર્વક તેમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો. એરિનાનો પ્રવેશ દ્વારા સહેજ ખુલ્યો ત્યારે બોટલનેકની સ્થિતિ સર્જાઇ. હજારો લોકો પ્રવેશ મેળવવા માટે આતુર હોવાથી ધસારો જીવલેણ સાબિત થયો હતો.
શો સમાપ્ત થઇ ગયો ત્યાં સુધી બેન્ડને આ વિશે જણાવાયું ન હતું કારણ કે સ્થાનિક સત્તાવાળાઓને બીક હતી કે સંગીત કાર્યક્રમ રદ કરવામાં આવશે તો ટોળું મુશ્કેલી પેદા કરશે.[૩૯] આ ઘટનાની જાણ થતા બેન્ડ વ્યથિત થયું હતું અને ત્યાર પછીના સંગીત કાર્યક્રમો માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા કરવા માટે સહાયની વિનંતી કરી હતી. ત્યાર પછી બફેલો, ન્યુ યોર્કમાં ડાલ્ટ્રેએ દર્શકોને જણાવ્યું હતું કે “ગઇ રાત્રીએ બેન્ડે ઘણા બધા પરિવારજનો ગુમાવ્યા છે અને આ શો તેમના માટે છે.”
1980નો દાયકો
[ફેરફાર કરો]ફેરફાર અને વિચ્છેદ
[ફેરફાર કરો]જોન્સને ડ્રમર તરીકે રાખીને બેન્ડે બે સ્ટુડિયો આલ્બમ ફેસ ડાન્સીસ (1981) અને ઇટ્સ હાર્ડ (1982) બહાર પાડ્યા. ફેસ ડાન્સીસ યુએસ ટોપ ટ્વેન્ટી અને યુકે ટોપ ટેનમાં સામેલ થયું જેમાં યુ બેટર યુ બેટ સિંગલ તથા કેટલાક એમટીવી અને એઓઆર હીટ સામેલ હતા જેમ કે “અનધર ટ્રીકી ડે”. ઓગસ્ટ 1981માં આ આલ્બમ રજુ થયું ત્યારે તેના ત્રણ વિડીયો એમટીવી પર રજુ થયા હતા. બંને આલ્બમનું સારું એવું વેચાણ થયું હતું અને ઇટ્સ હાર્ડ ને રોલિંગ સ્ટોન માં ફાઇવ સ્ટાર રિવ્યૂ મળ્યા હતા ત્યારે કેટલાક ચાહકોને નવા સાઉન્ડથી સંતોષ થયો ન હતો. “એથેના” યુએસ ટોપ થર્ટી હિટ હતું અને “એમિનન્સ ફ્રન્ટ” પણ ચાર્ટમાં સામેલ હતું તથા લોકપ્રિય બન્યું હતું. પરંતુ ટાઉનશેંડના જીવનમાં ઉથલપાથલ ચાલતી હતી. તેની શરાબ પીવાની આદતના કારણે લગ્નજીવન ભાંગી પડ્યું હતું અને તે હેરોઇનનો ઉપયોગ કરવા લાગ્યો હતો. તેણે અગાઉ કેફી દ્રવ્યો વિરોધી વલણ અપનાવ્યું હોવાથી તેના મિત્રોને આઘાત લાગ્યો હતો. તેણે 1982માં સમસ્યાઓમાંથી છુટકારો મેળવ્યો, પરંતુ ડાલ્ટ્રેએ તેને જણાવ્યું કે ટાઉનશેંડને જ જીવીત રાખવાનો અર્થ હોય તો તે ટુરમાં જવાનું બંધ કરી દેશે. ઇટ્સ હાર્ડ બાદ ટાઉનશેંડે કહ્યું કે ધ હૂને સ્ટુડિયો બેન્ડમાં રૂપાંતરિત કરતા અગાઉ તે વધુ એક ટુર કરવા માંગે છે, ત્યાર બાદ ધ હૂની ફેરવેલ ટુર શરૂ થઇ. તે વર્ષમાં તે ટુરને સૌથી વધુ નાણાં મળ્યા ઉત્તર અમેરિકામાં દરેક સ્ટેડિયમમાં બધી ટિકીટ વેચાઇ ગઇ હતી.[૪૦]
ટાઉન્સે 1983માં અમુક સમય સુધી સ્ટુડિયો આલ્બમ માટે સામગ્રી લખવામાં સમય ગાળ્યો હતો જેની માલિકી 1980માં થયેલા કરાર પ્રમાણે વોર્નર બ્રધર્સ રેકૉર્ડસની હતી. 1983ના અંત સુધીમાં ટાઉનશેંડે ધ હૂ માટે યોગ્ય સામગ્રી સર્જવામાં પોતાને અસમર્થ જાહેર કર્યો અને ડિસેમ્બરમાં બેન્ડમાંથી નીકળી જવાની જાહેરાત કરી. ડાલ્ટ્રે, એન્ટવિસલ અને જોન્સ તેના વગર બેન્ડ ચલાવવા માંગતા હોય તો તેમને તેણે શુભકામનાઓ પાઠવી. ત્યાર બાદ તેણે સોલો પ્રોજેક્ટ્સWhite City: A Novel જેમ કે ધ આયર્ન મેન (જેમાં ડાલ્ટ્રે અને એન્ટવિસલને રજુ કરાયા હતા અને આલ્બમના બે ગીતે માટે ધ હૂને ક્રેડિટ અપાઇ હતી.) અને સાઇકોડેરેલિક્ટ રજુ કર્યું હતું જે રેડિયોવર્ક લાઇફહાઉસ માં અગ્ર સ્થાને હતું.
પુનઃજોડાણ
[ફેરફાર કરો]કિની જોન્સ સાથે ધ હૂએ વેમ્બલી ખાતે બોલ ગેલ્ડોફના લાઇવ એઇડ કાર્યક્રમ માટે એક વાર પુનઃગઠન કર્યું હતું. “માય જનરેશન”ની શરૂઆતમાં બીબીસી ટ્રાન્સમિશન ટ્રકે એક ફ્યુઝ ઉડાવી દીધું તેથી ચિત્ર સંપૂર્ણપણે જતું રહ્યું હતું, પરંતુ બેન્ડે વગાડવાનું ચાલુ રાખ્યું. તેના કારણે બાકીની દુનિયાને “માય જનરેશન”નો મોટા ભાગનો વિડિયો અને “પિનબોલ વિઝાર્ડ”નો સમગ્ર વિડિયો જોવા મળ્યો ન હતો, પરંતુ “વિઝાર્ડ” અને બાકીના ગીતોનો ઓડિયો રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. “લવ રેઇન ઓવર મી” અને “વોન્ટ ગેટ ફુલ્ડ અગેન” સાથે ટ્રાન્સમિશન ફરી શરૂ થયું હતું.
ફેબ્રુઆરી 1988માં બેન્ડને બ્રિટિશ ફોનોગ્રાફિક ઉદ્યોગના લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. બેન્ડે સમારોહ દરમિયાન થોડા સમય માટે સંગીત વગાડ્યું હતું. (ધ હૂ સાથે જોન્સે કામ કર્યું હોય તેવો છેલ્લો પ્રસંગ) 1989માં તેમણે 25મી વર્ષગાંઠ પર ધ કિડ્સ આર ઓલરાઇટ રિયુનિયન ટુર કરી જેમાં ટોમી ના ગીતો પર ભાર મૂકાયો હતો. સિમોન ફિલિપ્સએ ડ્રમ વગાડ્યું અને સ્ટીવ બોલ્ટ્ઝ બોલ્ટનએ લીડ ગિટાર વગાડ્યું હતું. ટાઉનશેંડે પોતાના શ્રવણને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે એકાઉસ્ટિક ગિટાર અને કેટલુંક ઇલેક્ટ્રિક રિધમ ગિટાર વગાડ્યું હતું. અવાજની ગુણવત્તા જળવાઇ રહે તે માટે હોર્ન સેક્સન અને સહ-ગાયકો પણ ઉમેરવામાં આવ્યા હતા અને અગાઉની ટુરની સરખામણીમાં સ્ટેજ વોલ્યુમ ઘણું નીચું રાખવામાં આવ્યું હતું. ન્યુઝવિક એ જણાવ્યું હતું કે, “ધ હૂની ટુર સ્પેશિયલ છે કારણ કે બીટલ્સ અને સ્ટોન્સ પછી તેમણે કમાલ કરી છે.” ઉત્તર અમેરિકામાં બધી ટિકીટ વેચાઇ ગઇ હતી જેમાં જાયન્ટ્સ સ્ટેડિયમ ખાતે ચાર નાઇટનો સ્ટેન્ડ સામેલ છે.[૪૧] એકંદરે કુલ વીસ લાખથી વધુ ટિકીટોનું વેચાણ થયું હતું. આ ટુરમાં ન્યુયોર્કમાં રેડિયો સિટી મ્યુઝિક હોલ અને લોસ એન્જલસમાં યુનિવર્સલ એમ્ફિથિયેટર ખાતે ટોમી નો સમાવેશ થયો હતો અને ત્યાર પછીના પરફોર્મન્સમાં કેટલાક ગેસ્ટ સ્ટાર્સ હાજર હતા. 2-સીડી જીવંત આલ્બમ જોઇન ટુગેધર 1990માં રિલિઝ થયું હતું જે યુએસમાં 188મા ક્રમે હતું. યુનિવર્સલ એમ્ફિથિયેટર માટેનો એક વિડિયો પણ રિલિઝ કરવામાં આવ્યો હતો અને યુએસમાં તે પ્લેટિનમ બન્યું હતું.
1990નો દાયકો
[ફેરફાર કરો]આંશિક પુનઃમિલન
[ફેરફાર કરો]1990માં તેમની પાત્રતાના પ્રથમ વર્ષમાં ધ હૂનો સમાવેશ યુ2 દ્વારા રૉક એન્ડ રોલ હોલ ઓફ ફેમમાં કરવામાં આવ્યો હતો, બોનોએ કહ્યું હતું, “કોઇ પણ બેન્ડ કરતા ધ હૂ અમારા માટે વધુ રોલ મોડલ છે.” રૉક હોલ ખાતે ધ હૂના પ્રદર્શનમાં તેમને “વિશ્વના સૌથી મહાન રૉક બેન્ડ”ના ટાઇટલ માટે પ્રમુખ દાવેદાર ગણવામાં આવે છે. રૉક હોલ ખાતે આવા વખાણ માત્ર બિટલ્સ અને રોલિંગ સ્ટોન્સને મળ્યા છે.
1991માં ધ હૂએ એલ્ટન જ્હોનના “સેટરડે નાઇટ્સ ઓલરાઇટ ફોર ફાઇટિંગ”ને સલામ કરવા માટેના આલ્બમના કવરનું રેકૉર્ડિંગ કર્યું. એન્ટવિસલ સાથે તેમણે કોઇ સ્ટુડિયો વર્ક રિલિઝ કર્યું હોય તેવું આ છેલ્લી વખત થયું હતું. 1994માં ડાલ્ટ્રે 50 વર્ષના થયા અને કાર્નેગી હોલ ખાતે બે સમારોહની ઉજવણી કરી. તેમાં એન્ટવિસલ અને ટાઉનશેંડની મહેમાન ભૂમિકા હાજર હતી. ધ હૂના તમામ ત્રણ ચાલુ અસલ સભ્યોએ હાજરી આપી હતી, પરંતુ તેઓ અન્ય મહેમાનો સાથે અંતિમ પરફોર્મન્સ જોઇન ટુગેધર સિવાય સ્ટેજ પર એક સાથે ઉપસ્થિત રહ્યા ન હતા. ડાલ્ટ્રેએ તે વર્ષે એન્ટવિસલ સાથે ટુર કરી અને કીબોર્ડ પર જોન “રેબિટ” બન્ડ્રીક, ડ્રમ પર ઝાક સ્ટારકી સાથે ટુર કરી હતી જેમાં સાઇમોન ટાઉનશેંડ તેના ભાઈની જગ્યાએ હાજર હતા. પીટ ટાઉનશેંડે ડાલ્ટ્રેને આ બેન્ડને ધ હૂ તરીકે ઓળખાવાની છુટ આપી પરંતુ ડાલ્ટ્રેએ ઇનકાર કર્યો. આ સમારોહ દરમિયાન રેકૉર્ડ કરવામાં આવેલું લાઇવ આલ્બમ ડાલ્ટ્રે સિંગ્સ ટાઉનશેંડ વ્યાપારી સફળતા મેળવી શક્યું ન હતું. 1994માં ધ હૂએ બોક્સ સેટ થર્ટી યર્સ ઓફ મેક્સિમમ આર એન્ડ બી રિલિઝ કર્યું હતું.
ક્વાડ્રોફેનિયા ને પુનઃજીવન
[ફેરફાર કરો]1996માં ટાઉનશેંડ, એન્ટવિસલ અને ડાલ્ટ્રેએ હાઇડ પાર્ક ખાતે એક સમારોહમાં મહેમાન કલાકારો સાથે ક્વાડ્રોફેનિયા રજુ કર્યું. સ્ટાર્કી તેમાં ડ્રમર હતો. આ પરફોર્મન્સનું વર્ણન ફિલ ડેનિયલ્સએ કર્યું હતું જેણે ફિલ્મમાં જિમી ધ મોડની ભૂમિકા ભજવી હતી. તકનીકી મુશ્કેલીઓ છતાં આ શો સફળ રહ્યો અને મેડિસન સ્કવેર ગાર્ડન ખાતે છ રાતનું રૉકાણ કરવામાં આવ્યું હતું. ટાઉનશેંડે વિશેષપણે એકાઉસ્ટિક ગિટાર વગાડ્યું. આ શોને ધ હૂ તરીકે રજુ કરવામાં આવ્યું ન હતું. ક્વાડ્રોફેનિયા શોની સફળતાના કારણે 1996 અને 1997માં યુએસ અને યુરોપિયન ટુરની શરૂઆત થઇ હતી. ટાઉનશેંડે મોટા ભાગે એકાઉસ્ટિગ ગિટાર વગાડ્યું હતું પરંતુ કેટલાક ગીતોમાં ઇલેક્ટ્રિક ગિટાર પણ વગાડ્યું. 1998માં વીએચ1 એ 100 ગ્રેટેસ્ટ આર્ટીસ્ટ ઓફ રૉક એન રોલ માં ધ હૂને નવમું સ્થાન આપ્યું હતું.
1999ના અંતમાં ધ હૂએ 1985 પછી પ્રથમ વાર કોન્સર્ટમાં પાંચ સભ્ય તરીકે પ્રદર્શન કર્યું જેમાં બંડરિક કીબોર્ડ પર અને સ્ટાર્કી ડ્રમ પર હતા. 29 ઓક્ટોબર 1999ના રોજ લાસ વેગાસમાં એમજીએમ ગ્રાન્ડ ગાર્ડન ખાતે પ્રથમ શો યોજાયો હતો. ત્યારબાદ તેમણે 30 અને 31 ઓક્ટોબરે માઉન્ટ વ્યુ, કેલિફોર્નિયા ખાતે શોરલાઇન એમ્ફીથિયેટરમાં નીલ યંગ બ્રિજ સ્કુલ બેનિફીટ માટે એકાઉસ્ટીક શોમાં પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ તેમણે 12 અને 13 નવેમ્બરે શિકાગોમાં હાઉસ ઓફ બ્લુઝ ખાતે મેરીવિલે એકેડેમીના લાભાર્થે કાર્યક્રમ આપ્યો. અંતે 22 અને 23 ડિસેમ્બરે બે ક્રિસમસ ચેરિટી શો લંડનમાં શેફર્ડ્સ બુશ એમ્પાયર ખાતે યોજાયા. આ પ્રથમ પૂર્ણલંબાઇના સમારોહ હતા જેમાં ટાઉનશેંડે 1982થી સમગ્ર શો માટે ઇલેક્ટ્રિક ગિટાર વગાડ્યું હતું. 29 ઓક્ટોબરનો લાસ વેગાસનો શો આંશિક રીતે ટીવી તેમજ ઇન્ટરનેટ પર હતો અને અંતે ધ વેગાસ જોબ તરીકે ડીવીડી પર આવ્યો હતો. આ શોની સમીક્ષા સારી હતી.
2000નો દાયકો
[ફેરફાર કરો]ચેરિટી શો અને એન્ટવિસલનું અવસાન
[ફેરફાર કરો]1999ની સફળતાના કારણે 2000માં યુએસ ટુર અને નવેમ્બરમાં યુકે ટુરનો પ્રારંભ થયો. આ ટુર 6 જૂનના રોજ જેકોબ કે. જેવિટ્સ કન્વેન્શન સેન્ટર, ન્યુયોર્ક ખાતે શરૂ થઇ હતી જે રોબિન હુડ ફાઉન્ડેશનના લાભ માટે હતી અને 27 નવેમ્બરે રોયલ આલ્બર્ટ હોલ ખાતે ટીનેજ કેન્સર ટ્રસ્ટના કાર્યક્રમ સાથે તે સમાપ્ત થઇ હતી. તેની સારા રિવ્યુ મળ્યા બાદ ધ હૂના તમામ ત્રણ સભ્યોએ નવા આલ્બમની ચર્ચા કરી હતી.[૪૨] તે જ વર્ષે વીએચ1એ ધ હૂને 100 ગ્રેટેસ્ટ આર્ટીસ્ટ્સ ઓફ હાર્ડ રૉકમાં આઠમું સ્થાન આપ્યું હતું. ઝેક સ્ટાર્કી ડ્રમ વગાડતા હોય તે સાથે બેન્ડે 20 ઓક્ટોબર 2001ના રોજ ધ કોન્સર્ટ ફોર ન્યુ યોર્ક સિટી કાર્યક્રમ આપ્યો હતો જે દરમિયાન તેમણે ન્યુ યોર્ક સિટીના ફાયર અને પોલિસ વિભાગ માટે “હુ આર યુ”, “બાબા ઓ’રિલી”, “બિહાઇન્ડ બ્લુ આઇઝ” અને “વોન્ટ ગેટ ફુલ્ડ અગેન” રજુ કર્યા હતા. ધ હૂને તે વર્ષે ગ્રેમી લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યું હતું.[૪૩]
ધ હૂએ ઇંગ્લેન્ડમાં 2002માં પાંચ શો રજુ કર્યા હતા, 27 અને 28 જાન્યુઆરીએ પોર્ટ્સમાઉથમાં અને 31 જાન્યુઆરીએ વોટફોર્ડમાં આલ્બર્ટ હોલ ખાતે ટીનેજ કેન્સર ટ્રસ્ટ બેનિફીટ માટે બે શોની તૈયારીરૂપે જે 7 અને 8 ફેબ્રુઆરીએ યોજાયા હતા. ધ હૂ સાથે એન્ટવિસલના આ છેલ્લા શો હતા. 27 જૂને યુએસ ટુર શરૂ થવાની હતી તેનાથી અગાઉ એન્ટવિસલ લાસ વેગાસની હાર્ડ રૉક હોટલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આ મૃત્યુ માટે હાર્ટ એટેક કારણભૂત હતું જેમાં કોકેનએ પણ ભૂમિકા ભજવી હતી.[૪૪] થોડા વિલંબ બાદ બંનેએ કાર્યક્રમ રદ કર્યો હતો. એન્ટવિસલની જગ્યાએ પિનો પેલાડિનોને બાસિસ્ટ (બિન-કાયમી) તરીકે લેવાયા બાદ હોલિવુડ બોલ ખાતે ટુર શરૂ થઇ હતી. ટુરના મોટા ભાગના શો એન્કોર સિરિઝ 2002 તરીકે સીડી પર સત્તાવાર રીતે રિલિઝ થયા હતા. સપ્ટેમ્બરમાં ''ક્યુ'' મેગેઝિનએ ધ હૂને “50 બેન્ડ્સ ટુ સી બિફોર યુ ડાઇ” પૈકી એક તરીકે નામ આપ્યું હતું. નવેમ્બર 2003માં રોલિંગ સ્ટોન મેગેઝિને ધ 500 ગ્રેટેસ્ટ આલ્બમ્સ ઓફ ઓલ ટાઇમમાં ધ હૂના સાત આલ્બમ સમાવ્યા હતા. બિટલ્સ, ધ રોલિંગ સ્ટોન્સ, બોબ ડાઇલોન અને બ્રુસ સ્પ્રિંગસ્ટીનને બાદ કરતા કોઇ પણ આર્ટીસ્ટના આ સૌથી વધુ આલ્બમ હતા.
2004 ધ હૂએ “ઓલ્ડ રેડ વાઇન” અને “રિયલ ગુડ લુકિંગ બોય” (બાસ ગિટાર પર અનુક્રમે પિનો પેલાડિનો અને ગ્રેગ લેક સાથે) સિંગલ્સ એન્થોલોજીના ભાગ તરીકે રિલિઝ કર્યા હતાThe Who: Then and Now અને જાપાન, ધ યુકે અને ધ યુએસની 18 ડેટ ટુર પર રવાના થયા. તમામ શો એન્કોર સિરિઝ 2004 ના ભાગરૂપે સીડી પર રિલિઝ કરવામાં આવ્યા હતા. બેન્ડે આઇઝલ ઓફ વિટ ફેસ્ટીવલમાં આગેવાની લીધી હતી.[૪૫] તે વર્ષે રોલિંગ સ્ટોન એ તે વર્ષે ધ હૂનો સમાવેશ 100 ગ્રેટેસ્ટ આર્ટિસ્ટ ઓફ ઓલ ટાઇમમાં બીજા ક્રમે કર્યો હતો.[૪૬]
એન્ડલેસ વાયર
[ફેરફાર કરો]ધ હૂએ જાહેરાત કરી કે 2005ની વસંતમાં તેઓ 23 વર્ષમાં પ્રથમ સ્ટુડિયો આલ્બમ રજુ કરશે (કામચલાઉ રીતે WHO2 નામ અપાયું). ટાઉનશેંડે આલ્બમ પર કામ ચાલુ રાખ્યું અને પોતાના બ્લોગ પર ધ બોય હુ હર્ડ મ્યુઝિક તરીકે એક ટૂંકી વાર્તા પોસ્ટ કરી. તેના કારણે વાયર એન્ડ ગ્લાસ જેવું મિની-ઓપેરા રચાયું જેનાથી નવા હુ આલ્બમ માટે મૂળ આધાર રચાયો અને ત્યાર બાદ પૂર્ણ ઓપેરા બન્યું જેને ટાઉનશેંડે વાસાર કોલેજ ખાતે રજુ કર્યું.
ધ હૂએ જુલાઇ 2005માં લંડન સ્ટેજ ઓફ ધ લાઇવ ૮ કોન્સર્ટમાં પરફોર્મન્સ કર્યું હતું. ધ હૂને તે વર્ષે યુકે મ્યુઝિક હોલ ઓફ ફેમમાં પણ સામેલ કરાયું હતું. 2006માં ઘ હુને પ્રથમ વખત વોડાફોન મ્યુઝિક એવોર્ડ્સ ખાતે લાઇવ મ્યુઝિકમાં ફ્રેડી મર્ક્યુરી લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો.[૨]
એન્ડલેસ વાયર 30 ઓક્ટોબર 2006ના રોજ (અમેરિકામાં 31 ઓક્ટોબરે) રિલિઝ કરવામાં આવ્યું હતું. 1982ના ઇટ્સ હાર્ડ પછી નવી સામગ્રીનું તે પ્રથમ ફુલ સ્ટુડિયો આલ્બમ હતું અને 1967ના ધ હૂ સેલ આઉટ પરના “રેઇલ” પછી બેન્ડના પ્રથમ મિની-ઓપેરાનો સમાવેશ થતો હતો. એન્ડલેસ વાયર બિલબોર્ડ પર #7 ક્રમે અને યુકે આલ્બમ્સ ચાર્ટ પર #9 ક્રમે હતું. તેના રિલિઝની પૂર્વસંધ્યાએ (29 ઓક્ટોબર) ધ હૂએ મિની-ઓપેરાનો હિસ્સો તથા નવા આલ્બમના કેટલાક ગીતો લંડનના રાઉન્ડહાઉસ ખાતે બીબીસી ઇલેક્ટ્રીક પ્રોમના ક્લોઝિંગ એક્ટ રજુ કર્યા હતા.
આલ્બમની અગાઉ અને તેને ટેકો આપવા માટે ધ હૂએ 2006-2007 ટુર કરી હતી. એનકોર સિરિઝ 2006 ના હિસ્સા તરીકે સીડી અને ડીવીડી પર શો રજુ થયા હતા. સ્ટાર્કીને એપ્રિલ 2006માં ઓએસિસમાં જોડાવા માટે અને ધ હૂને નવેમ્બર 2006માં આમંત્રણ અપાયું હતું પરંતુ તેમણે ઇનકાર કર્યો અને આ વખતે તેને બે ભાગમાં વિભાજિત કરવાનું પસંદ કર્યું. 24 જૂન 2007ના રોજ ધ ગ્લાસ્ટોનબરી ફેસ્ટીવલ ખાતે ધ હૂ બિલમાં ટોચ પર હતું.
અમેઝિંગ જર્ની
[ફેરફાર કરો]
નવેમ્બર 2007માં ડોક્યુમેન્ટરીAmazing Journey: The Story of The Who રજુ કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીમાં એવા ફુટેજ હતા જે અગાઉની ડોક્યુમેન્ટરીમાં ન હતા જેમાં 1970માં લીડ્સ યુનિવર્સિટી ખાતે તેમના પ્રદર્શન અને 1964માં રેલવે હોટેલના પ્રદર્શનનો સમાવેશ થાય છે જ્યાં તેઓ ધ હાઇ નંબર્સ હતા. અમેઝિંગ જર્ની ને 2009માં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી.
ધ હૂને લોસ એન્જલસમાં 2008 ''વીએચ1 રૉક ઓનર્સ'' ખાતે સન્માન મળ્યું હતું. 12 જુલાઇના રોજ શોનું ટેપિંગ થયું હતું[૪૭] ત્યાર બાદ 17 જુલાઇએ નેટવર્ક પ્રસારણ થયું હતું. તે સપ્તાહમાં જ 12 ગીતોની બેસ્ટ-ઓફ-કલેક્શન મ્યુઝિક વિડિયો ગેમ રૉક બેન્ડ માટે રિલિઝ થયું હતું. ધ હૂએ રૉક બેન્ડ પાર્ટી ખાતે ઓર્ફેયમ થિયેટર પર 2008 ઇથ્રી મિડિયા એન્ડ બિઝનેસ સમિટ માટે પરફોર્મન્સ આપ્યું હતું. ઓક્ટોબર 2008માં ધ હૂએ ચાર જાપાનીઝ શહેરો અને ઉત્તર અમેરિકાના નવ શહેરોની ટુર શરૂ કરી હતી. ડિસેમ્બરમાં ધ હૂને કેનેડી સેન્ટર ઓનર્સ ખાતે સન્માન મળ્યું હતું. અન્ય સંગીત હસ્તીઓએ તેમનું સંગીત વગાડ્યા બાદ છેલ્લે આશ્ચર્યજનક રીતે પોલીસ અને બચાવદળના લોકો પણ સમુહગાન કરવા લાગ્યા હતા જેઓ 9-11ના આઘાત બાદ ધ કોન્સર્ટ ફોર ન્યુયોર્ક સિટી ખાતે ધ હૂના પરફોર્મન્સથી પ્રભાવિત થયા હતા.[૪૮]
ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝિલેન્ડની ટૂર 2009માં સમાપ્ત થઇ હતી. ઓગસ્ટમાં ટાઉનશેંડે ધ હૂની વેબસાઇટ પર જણાવ્યું હતું કે તેઓ ફ્લોસ નામના નવા મ્યુઝિકલ પર કામ કરી રહ્યા છે જેમાં “વોલ્કર” નામના એક વૃદ્ધ રૉકરની વાર્તા છે. કેટલાક ગીતો 2010 અથવા 2011માં આવનારા ધ હૂના નવા આલ્બમમાં સામેલ કરાશે.[૪૯]
2010નો દાયકો
[ફેરફાર કરો]ધ હૂએ 7 ફેબ્રુઆરી 2010ના રોજ મિયામી ગાર્ડન્સ, ફ્લોરિડાના સનલાઇફ સ્ટેડિયમ ખાતે સુપર બોલ એક્સએલઆઇવી (XLIV)ના હાફટાઇમ શો દરમિયાન પરફોર્મન્સ આપ્યું હતું.[૫૦] તેમણે “પિનબોલ વિઝાર્ડ”, “બાબા ઓ'રિલી”, “હુ આર યુ”, “સી મી, ફિલ મી”, અને “વોન્ટ ગેટ ફુલ્ડ અગેન”નું મિશ્રણ વગાડ્યું હતું.[૫૧]
ધ હૂએ 30 માર્ચ 2010ના રોજ રોયલ આલ્બર્ટ હોલ ખાતે ટીનેજ કેન્સર ટ્રસ્ટ સિરીઝના 10 શોના ભાગરૂપે ક્વાડ્રોફેનિયા રજુ કર્યું હતું. રૉક ઓપેરાના આ કાર્યક્રમમાં પર્લ જામના લીડ સિંગર એડી વેડર અને કસાબિયનના લીડ સિંગર ટોમ મેઇગન જેવા મહેમાન હાજર હતા.[૫૨]
ટાઉનશેંડે રોલિંગ સ્ટોન મેગેઝિનને જણાવ્યું હતું કે બેન્ડે 2010ના પ્રારંભમાં ચાર ટુરનું આયોજન કર્યું હતું. ટાઉનશેંડે ત્યારથી કહ્યું છે કે આમ થવું મુશ્કેલ છે કારણ કે તેમને ફરી ટિનિટસ (કાનનો દુખાવો) ઉપડ્યો છે. તેઓ નવા ઇન-ઇયર મોનિટરિંગ સિસ્ટમનો પ્રયોગ કરી રહ્યા છે જેના માટે તેમના સાથી રૉકર નીલ યંગ અને તેના ઓડિયોલોજિસ્ટે ભલામણ કરી છે.[૫૩] ઇન-ઇયર મોનિટરિંગ સિસ્ટમ પર 30 માર્ચના રોજ રોયલ આલ્બર્ટ હોલ ખાતે ક્વાડ્રોફેનિયા સંગીત સમારોહમાં ટેસ્ટીંગ થવાનું હતું.[૫૪] ટાઉનશેંડ માટે આ સિસ્ટમ કામ કરે તો 2010ના અંતમાં ટુર શક્ય છે. તાજેતરમાં એક શો વખતે રોજર ડેલ્ટ્રીએ તેના સંકેત આપ્યા હતા જે એરિક ક્લેમ્પટનના ટેકામાં હતા. જોકે એક ઇન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું હતું કે આલ્બર્ટ હોલ ખાતે તાજેતરના કાર્યક્રમ તેના પોતાના અવાજના પડકાર અને ઉમરને લગતી સમસ્યા યાદ આવી હતી. તાજેતરમાં ડાલ્ટ્રેએ જણાવ્યું હતું કે તેમણે નવા ઉપકરણો ઇયરપિસીસ અને બીજા સાધનો વસાવ્યા છે અને ટાઉનશેંડ પરફોર્મ કરી શકે તે માટે તેઓ અને તેમનું બેન્ડ તેનો ઉપયોગ શીખી રહ્યું છે. રોજરે તાજેતરમાં જણાવ્યું હતું કે બધું આયોજન પ્રમાણે થશે તો ધ હૂ ક્વાડારેફેનિયા ટુર કરશે. [૫૫]
રોજર ડાલ્ટ્રેના જણાવ્યા પ્રમાણે ધ હૂ 2011માં “નવા શો” સાથે અથવા ગ્રૂપના 1973ના રૉક ઓપેરા “ક્વાડ્રોફેનિયા”ના સ્ટેજ પ્રેઝન્ટેશન દ્વારા પુનરાગમન કરવા માંગે છે. [૫૬]
વારસો અને પ્રભાવ
[ફેરફાર કરો]ધ હૂ 1960ના અને 70ના દાયકાના સૌથી પ્રભાવશાળી રૉક ગ્રૂપ પૈકી એક છે.[૬] તેમણે ગ્રીન ડે,[૫૭] ધ જામ[૫૮], લેડ ઝેપેલિન,[૧૩] જુડાસ પ્રિસ્ટ,[૫૯] બ્લેક સબાથ,[૬૦] ક્વીન,[૬૧] વેન હેલન,[૬૨] સ્વીટ,[૬૩] એરોસ્મિથ,[૬૪] કિસ,[૬૫] એસી/ડીસી,[૬૬] ડીપ પર્પલ,[૬૭] લિનાઇર્ડ સ્કાઇનાઇર્ડ,[૬૮] સ્ટાઇક્સ,[૬૯] આયર્ન મેડન,[૭૦] રશ,[૭૧] નિર્વાણ,[૭૨] ધ ક્લેશ,[૭૩] યુ2[૭૪] (બોનોએ યુ2ને ધ હૂના વારસદાર ગણાવ્યા હતા)[૭૫] અને [[પર્લ જામ{/0{21/}} જેવા બેન્ડ પર પ્રભાવ પાડ્યો હતો (એડી વેડરએ જણાવ્યું હતું કે "મને એ બાબત સૌથી ખરાબ લાગે છે કે રૉક એન રોલમાં ધ હૂએ લગભગ દરેક જગ્યાએ સફળતા મેળવી હતી અને આપણા જેવા બાકીના માટે કંઇ કરવા ખાસ બાકી રાખ્યું ન હતુ.")[૭૬]]]
ધ હૂના મોડ વારસાએ 1990ના દાયકામાં બ્રિટપોપ બેન્ડ્સને પ્રોત્સાહિત કર્યા હતા જેમ કે બ્લર,[૭૭] ઓએસિસ[૭૮] અને એશ.[૭૯] આ બેન્ડને રૉક પ્રત્યેના ઘોંઘાટીયા, આક્રમક વલણ અને “માય જનરેશન” જેવા ગીતથી વ્યક્ત થતા વલણના કારણે “ધ ગોડફાધર્સ ઓફ પંક”[૮૦] તરીકે પણ ઓળખવામાં આવે છે. [૮૧]ધ સ્ટુજીસ,[૮૨] એમસી5,[૮૩] રેમોન્સ,[૮૪] સેક્સ પિસ્ટોલ્સ, ધ ક્લેશ,[૮૫] ગ્રીન ડે[૮૬] અને બીજા ઘણા પંક રૉક અને પ્રોટોપંક રેક બેન્ડ પર ધ હૂનો પ્રભાવ પડ્યો હતો.
આ ગ્રૂપને “રૉક ઓપેરા”ના સર્જક ગણવામાં આવે છે અને તેણે પ્રથમ નોંધપાત્ર કોન્સેપ્ટ આલ્બમ પૈકી એક બનાવ્યું હતું. ટોમી બાદ ડેવિડ બોવીનું ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ઝિગી સ્ટારડસ્ટ એન્ડ ધ સ્પાઇડર્સ ફ્રોમ માર્સ જિનેસિસ દ્વારા ધ લેમ્બ ડાઇઝ ડાઉન ઓન બ્રોડવે અને 1970માં પિંક ફ્લોઇડના ધ વોલ નું આગમન થયું હતું. ત્યાર બાદ રૉક ઓપેરામાં થયેલા પ્રયોગોમાં માય કેમિકલ રોમાન્સના ધ બ્લેક પરેડ અને ગ્રીન ડેઝના અમેરિકન ઇડિયટ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી બ્રેકડાઉન રિલિઝ સામેલ હતા.
1967માં ટાઉનશેંડે ધ હૂના સાઠના દાયકાના સિંગલ્સને વર્ણવવા માટે “પાવર પોપ” શબ્દ વહેતો કર્યો હતો.[૮૭] રાસ્પબેરીઝના ચીપ ટ્રીકથી શરૂ થયેલી સિત્તેરના દાયકાની પાવર પોપ ચળવળની માર્ગદર્શક રોશનીને ધ હૂમાં પરથી પ્રેરણા મળી હતી.[૮૮] ધ હૂના પ્રભાવને સિન્થેસાઇઝર્સના પ્રારંભિક સમાવેશમાં પણ જોઇ શકાય છે[૮૯] જેમાં હુ'ઝ નેક્સ્ટ આ સાધનની પ્રબળ રજૂઆત કરે છે.
ધ હૂના બચી ગયેલા સભ્યો પીટ ટાઉનશેંડ અને રોજર ડાલ્ટ્રેને લોકપ્રિય સંસ્કૃતિ પર તેમના અમીટ પ્રભાવ બદલ કેનેડી સેન્ટર ઓનર્સ આપવામાં આવ્યું હતું.[૧૩] રૉક આઇકોનોગ્રાફીમાં તેમના યોગદાનમાં વિન્ડમિલ સ્ટ્રમ, માર્શલ સ્ટેક અને ગિટાર સ્મેશનો સમાવાશ થાય છે. શરૂઆતના દિવસોથી જ ફેશન પર તેમનો પ્રભાવ હતો જેમાં તેમણે પોપ કળા અપનાવી હતી અને પહેરવા માટે યુનિયન જેકનો તેમનો ઉપયોગ અસાધારણ હતો.[૯૦]
ટ્રિબ્યુટ બેન્ડ દ્વારા ધ હૂનું સંગીત આજે પણ વગાડવામાં આવે છે જેમાં બાર્ગેન, માય જનરેશન, ધ ઓહ્મ, ધ રિલે, ધ સબટાઇટલ્સ (ઓસ્ટ્રેલિયા),[૯૧] જાપાનમાં ટાઉનઝેન, ધ હૂડલમ્સ (યુકે), ધ હૂલીગન્સ, ધ હૂ શો, હુ-ડનઇટ, હુઝ નેક્સ્ટ યુએસ, હુઝ નેક્સ્ટ યુકે, હુઝ હુ યુકેનો સમાવેશ થાય છે.
અમેરિકન ફોરેન્સિક ડ્રામા સીએસઆઇ CSI: Crime Scene Investigation CSI: Miami CSI: NY ના ત્રણેય વર્ઝન (અને) હુ દ્વારા લખાયેલા અને પરફોર્મ કરાયેલા થિમ સોંગ્સ અનુક્રમે “હુ આર યુ”, “વોન્ટ ગેટ ફુલ્ડ અગેન” અને “બાબા ઓ’રિલે”નો ઉપયોગ થયો હતો. સીબીએસ સિટકોમ ટુ એન્ડ એ હાફ મેન માં એક વખત સ્ટીફ્સ તરીકે ઓળખાતું સીએસઆઇ ની મજાક ઉડાવવામાં આવી હતી જેમાં થિમ સોંગ તરીકે “સ્ક્વીઝ બોક્સ” હતું. ફોક્સ ડ્રામા હાઉસ હ્યુજ લોરીને “બાબા ઓ’રિલે” માટે એર પિયાનો અને એર ડ્રમ વગાડતા જોઇ શકાય છે.
એવોર્ડ્સ અને સન્માન
[ફેરફાર કરો]
ધ હૂને 1990માં રૉક એન્ડ રોલ હોલ ઓફ ફેમમાં,[૯૨] 2005માં ધ યુકે મ્યુઝિક હોલ ઓફ ફેમમાં સામેલ કરાયું[૯૩] અને 2006માં લાઇવ મ્યુઝિક એવોર્ડમાં પ્રથમ વાર્ષિક ફ્રેડી મર્ક્યુરી લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યા હતા.[૨] રેકૉર્ડિંગના ક્ષેત્રમાં અસામાન્ય આર્ટિસ્ટીક યોગદાન બદલ તેમને બ્રિટિશ ફોનોગ્રાફિક ઉદ્યોગ તરફથી 1988માં[૧૧] અને ગ્રેમી ફાઉન્ડેશન તરફથી 2001માં લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો.[૧૨]
ટોમી ને 1998માં ગ્રેમી હોલ ઓફ ફેમમાં, “માય જનરેશન”ને 1999માં અને હુ’ઝ નેક્સ્ટ ને 2007માં સામેલ કરવામાં આવ્યા.[૯૪] 7 ડિસેમ્બર 2008ના રોજ યોજાયેલા 31મા વાર્ષિક એવોર્ડ્સ સમારોહમાં ટાઉનશેંડ અને ડેલ્ટ્રીને કેનેડી સેન્ટર ઓનર્સ મળ્યું હતું.[૪૮] આ સન્માન મેળવનાર તે પ્રથમ રૉક બેન્ડ હતું. માય જનરેશન ને 2009માં યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ રેકૉર્ડિંગ રજિસ્ટ્રીમાં જાળવવા માટે પસંદ કરવામાં આવ્યું હતું.[૯૫] વીએચ1 રૉક ઓનર્સ 2008એ ધ હૂને શ્રદ્ધાંજલિ આપવા પર્લ જામ, ફુ ફાઇટર્સ, ફ્લેમિંગ લિપ્સ, ઇન્ક્યુબસ અને ટેનેસિયસ ડીના કાર્યક્રમ યોજયા હતા.
ધ હૂને એબાઉટ ડોટ કોમ ના “ટોપ 50 ક્લાસિક રૉક બેન્ડ્સ”માં ત્રીજો ક્રમ મળ્યો હતો.[૯૬] રોલિંગ સ્ટોન્સના 500 ગ્રેટેસ્ટ આલ્બમ્સ ઓફ ઓલ ટાઇમ માં ધ હૂના સાત આલ્બમ છે.
બૅન્ડના સદસ્યો
[ફેરફાર કરો]વર્તમાન સભ્યો
[ફેરફાર કરો]- રોજર ડાલ્ટ્રે- લીડ વોકલ્સ, રિધમ ગિટાર અને હાર્મોનિકા (1962-વર્તમાન)
- પીટ ટાઉનશેંડ –લીડ ગિટાર, કીબોર્ડ, સિન્થેસાઇઝર્સ, વોકલ્સ (1962-વર્તમાન)
ભૂતપૂર્વ સદસ્યો
[ફેરફાર કરો]- જોન એન્ટવિસલ- બાસ, બ્રાસ, વોકલ્સ (1962–2002)†
- કિથ મૂન- ડ્રમ્સ, પર્ક્યુસન (1964–1978)†
- કિની જોન્સ- ડ્રમ્સ, પર્ક્યુસન (1979–1988)
ટુર પરના વર્તમાન સભ્યો
[ફેરફાર કરો]- જોન “રેબિટ” બન્ડરિક-કીબોર્ડ્સ, વોકલ્સના સાથીદાર (1979–1981, 1985–વર્તમાન)
- ઝેક સ્ટારકી – ડ્રમ્સ, પર્ક્યુસન (1966- વર્તમાન)
- સાઇમન ટાઉનશેંડ – રિધમ ગિટાર, વોકલ્સના સાથીદાર (1996–1997, 2002–વર્તમાન)
- પિનો પેલેડિનો – બાસ (2002 –વર્તમાન)
ડિસ્કોગ્રાફી
[ફેરફાર કરો]સ્ટુડિયો આલ્બમ્સ
[ફેરફાર કરો]- માય જનરેશન (1965)
- એ ક્વિક વન (1966)
- ધ હૂ સેલ આઉટ (1967)
- ટોમી (1969)
- હુ’ઝ નેક્સ્ટ (1971)
- ક્વાડ્રોફેનિયા (1973)
- ધ હૂ બાય નંબર્સ (1975)
- હુ આર યુ (1978)
- ફેસ ડાન્સીસ (1981)
- ઇટ્સ હાર્ડ (1982)
- એન્ડલેસ વાયર (2006)
આ પણ જુઓ
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]- ↑ Vedder, Eddie (15 April 2004). "The Greatest Artists of All Time: The Who". Rolling Stone. મૂળ માંથી 17 એપ્રિલ 2008 પર સંગ્રહિત. મેળવેલ 16 May 2008.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "2006 Vodafone Live Music Awards". Vodafone. મૂળ માંથી 16 જૂન 2008 પર સંગ્રહિત. મેળવેલ 16 May 2008.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ટુ રૉક લિજેન્ડ્સ, બાસ્કીંગ ઇન ધી વીએચ1 સ્પોટલાઇટ.. nytimes.com. 17 ઓક્ટોબર 2008ના રોજ પ્રાપ્ત કરેલ.
- ↑ "RIAA.com". મૂળ માંથી 2013-07-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ મોન્ટીરે પોપ ફેસ્ટીવલ, બ્રિટાનિકા ઓનલાઇન એન્સાયક્લોપિડીયા
- ↑ ૬.૦ ૬.૧ ૬.૨ "The Who". Britannica Online Encyclopedia. મેળવેલ 16 May 2008.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "The Who". The Rock And Roll Hall of Fame and Museum, Inc. મેળવેલ 16 May 2008.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "એમટીવી". મૂળ માંથી 2010-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ૯.૦ ૯.૧ "ટાઇમ મેગેઝિન- રૉક્સ આઉટર લિમિટ્સ". મૂળ માંથી 2007-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "ધ હૂ બાયો એટ રોલિંગ સ્ટોન". મૂળ માંથી 2013-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ૧૧.૦ ૧૧.૧ બ્રિટ એવોર્ડ્સ
- ↑ ૧૨.૦ ૧૨.૧ "ગ્રેમી લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ્સ". મૂળ માંથી 2010-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ ૧૩.૩ "ધ હૂ કેનેડી સેન્ટર ઓનર્સ". મૂળ માંથી 2008-12-29 પર સંગ્રહિત. મેળવેલ 2025-06-13.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ બીબીસી
- ↑ રિચાર્ડ્સ બાર્ન્સ ધ હૂ –મેક્સિમમ આર એન્ડ બી , પ્લેક્સસ પબ્લિશિંગ, લંડન 1996, 169 પાના આઇએસબીએ 085965351X
- ↑ ક્રિસ્ટીઝઃ ઓરિઝિનલ 1964 પોસ્ટર ધ હૂ- મેક્સિમમ આર એન્ડ બી, ટ્યુઝડેઝ એટ ધ માર્કી સુધારો 26 જૂન 2009.
- ↑ "રૉક એન્ડ રોલઃ એ સોશિયલ હિસ્ટ્રી". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "ધ માર્કી ક્લબ". મૂળ માંથી 2007-10-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "50 મોમેન્ટ્સ ધેટ ચેન્જ્ડ ધ હિસ્ટ્રી ઓફ રૉક 'એન' રોલ". મૂળ માંથી 2007-01-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "લોકલ ડીજે- એ રૉક એન રોલ હિસ્ટ્રી". મૂળ માંથી 2011-02-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "ધ રોલિંગ સ્ટોન ઇન્ટરવ્યૂઃ પીટ ટાઉનશેંડ". મૂળ માંથી 2009-04-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ૨૨.૦ ૨૨.૧ ધ હૂ સંગ્રહિત ૨૦૦૬-૦૪-૦૫ ના રોજ વેબેક મશિન. સેન્ક્ચ્યુરી ગ્રૂપ, આર્ટિસ્ટ મેનેજમેન્ટ 3 જાન્યુઆરી 2007માં મેળવવામાં આવ્યું.
- ↑ સ્પિટ્ઝ, બોબ (1979). બેરફુટ ઇન બેબીલોનઃ ધ ક્રિયેશન ઓફ ધ વુડસ્ટોક મ્યુઝિક ફેસ્ટીવલ. ડબલ્યુ. ડબલ્યુ. નોર્ટન એન્ડ કંપની. પેજ 462 આઇએસબીએન 0-393-30644-5.
- ↑ "1969 વુડસ્ટોક ફેસ્ટીવલ કોન્સર્ટ-હાઉ વુડસ્ટોક હેપન્ડ –પીટી. 5". મૂળ માંથી 2006-12-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "ધ હૂ સિમેન્ટ ધેર પ્લેસ ઇન રૉક હિસ્ટ્રી". મૂળ માંથી 2009-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "હોપ આઇ ડોન્ટ હેવ અ હાર્ટ એટેક” સંગ્રહિત ૨૦૦૮-૦૪-૩૦ ના રોજ વેબેક મશિન ટેલિગ્રાફ.કો.યુકે (22 જૂન 2006). 3 જાન્યુઆરી 2007માં મેળવવામાં આવ્યું.
- ↑ Popmatters.com, ધ હૂઃ લાઇવ એટ લીડ્સ
- ↑ લાઇવ એટ લીડ્સઃ હુ’ઝ ધ બેસ્ટ...[હંમેશ માટે મૃત કડી] ધ ઇન્ડીપેન્ડન્ટ (7 જૂન 2006). 3 જાન્યુઆરી ૨૦૦7માં મેળવવામાં આવ્યું.
- ↑ હેડન, સ્ટીવન. PopMatters.com (29 જાન્યુઆરી 2003)
- ↑ "170 લાઇવ એટ લીડ્સ". મૂળ માંથી 2010-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ધ હૂઃ લાઇવ એટ લીડ્સ. બીબીસી- લીડ્સ- એન્ટરટેનમેન્ટ (18 ઓગસ્ટ2006). 3 જાન્યુઆરી 2007માં મેળવવામાં આવ્યું.
- ↑ રોલિંગ સ્ટોન મેગેઝિન (1 નવેમ્બર 2003). ૩ જાન્યુઆરી 2007માં મેળવવામાં આવ્યું.
- ↑ "પીટ્સ ઇક્વિપમેન્ટ | લોરી બર્કશાયર ડીલક્સ ટીબીઓ-1 | હુટેબ્સ | પીટ હાઉન્સહેન્ડ". મૂળ માંથી 2008-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ક્વાડ્રોફેનિયા ડોટ નેટ
- ↑ Whiting, Sam (17 October 1996). "WHO'S DRUMMER? Teen got his 15 minutes of fame". San Francisco Examiner. મૂળ માંથી 20 ફેબ્રુઆરી 2008 પર સંગ્રહિત. મેળવેલ 22 February 2008.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "ધ હૂ બાય નંબર્સ લાઇનર નોટ્સ" (PDF). મૂળ (PDF) માંથી 2008-05-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "પોન્ટીયેક સિલ્વરડોમ". મૂળ માંથી 2013-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ કિથ મૂન બાયો
- ↑ ક્રાઉડસેફ ડોટ કોમ સંગ્રહિત ૨૦૧૩-૦૫-૨૩ ના રોજ વેબેક મશિન. ધ હૂ કોન્સર્ટ ટ્રેજેડી ટાસ્ક ફોર્સ રિપોર્ટ
- ↑ "ધ હૂ કોન્સર્ટ્સ ગાઇડ 1982". મૂળ માંથી 2011-07-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-25.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "ધ હૂ કોન્સર્ટ્સ ગાઇડ 1989". મૂળ માંથી 2011-07-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-25.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "ધ હૂ કોન્સર્ટ્સ ગાઇડ ન્યુઝપેપર રિવ્યુ". મૂળ માંથી 2011-07-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-25.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "ગ્રેમી લાઇફટાઇમ એવોર્ડ્સ અને તે જે વર્ષે અપાયા તેની યાદી". મૂળ માંથી 2010-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ કોકેન “કિલ્ડ ધ હૂ સ્ટાર” બીબીસી ન્યુઝ
- ↑ Wolfson, Richard (14 June 2004). "Sheer genius". Telegraph.co.uk. મૂળ માંથી 23 જૂન 2008 પર સંગ્રહિત. મેળવેલ 7 January 2007.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "The Immortals: The First Fifty". Rolling Stone Issue 946. Rolling Stone Magazine. 24 March 2004. મૂળ માંથી 11 એપ્રિલ 2010 પર સંગ્રહિત. મેળવેલ 3 January 2007.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ ફોક્સન્યુઝ ડોટ કોમઃ ધ હૂ ગેટ્સ ‘રૉક ઓનર્સ’ ઇન લોસ એન્જલસ
- ↑ ૪૮.૦ ૪૮.૧ "ડેવ ગ્રોહલ, ક્રિસ કોર્નવેલ પે ટ્રિબ્યુટ ટુ ધ હૂ એટ કેનેડી સેન્ટર". મૂળ માંથી 2009-05-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "પીટ ટાઉનશેંડ રાઇટિંગ ન્યુ મ્યુઝિકલ, સોંગ્સ હેડેડ ફોર હુ એલપી". મૂળ માંથી 2009-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Long live rock: The Who set to play Super Bowl XLIV halftime". મેળવેલ 26 November 2009.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "The Who Rock Super Bowl XLIV With Explosive Medley of Big Hits". 7 February 2010. મૂળ માંથી 9 ફેબ્રુઆરી 2010 પર સંગ્રહિત. મેળવેલ 9 February 2010.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "QUADROPHENIA AT THE ALBERT". Thewho.com. 2010-04-06. મેળવેલ 2010-07-07.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "The Who's Future Uncertain as Townshend's Tinnitus Returns". Rolling Stone. 18 February 2010. મૂળ માંથી 21 ફેબ્રુઆરી 2010 પર સંગ્રહિત. મેળવેલ 18 February 2010.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "TCT 2010". Royal Albert Hall. 2010-02-01. મેળવેલ 2010-07-07.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "ROGER DALTREY ANSWERS THE MILLION DOLLAR QUESTION". Thewho.com. 2010-06-25. મેળવેલ 2010-07-07.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ graff, Gary (2010-07-06). "The Who Eyeing Spring 2011 'Quadrophenia' Tour". Billboard.com. મેળવેલ 2010-07-07.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "ગ્રીન ડે એટ ઓલમ્યુઝિક". મૂળ માંથી 2002-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "રોલિંગસ્ટોન ડોટ કોમ". મૂળ માંથી 2009-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ જુડાસ પ્રિસ્ટ એટ ઓલમ્યુઝિક
- ↑ "બ્લેક સબાથ એટ ઓલમ્યુઝિક". મૂળ માંથી 2002-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "રોલિંગસ્ટોન ડોટ કોમ". મૂળ માંથી 2010-03-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "વાન હેલન એટ ઓલમ્યુઝિક". મૂળ માંથી 2002-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ સ્વીટ એટ ઓલમ્યુઝિક
- ↑ "એરોસ્મિથ એટ ઓલમ્યુઝિક". મૂળ માંથી 2002-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ કિસ એટ ઓલમ્યુઝિક
- ↑ "રોલિંગસ્ટોન ડોટ કોમ". મૂળ માંથી 2010-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "રોલિંગસ્ટોન ડોટ કોમ". મૂળ માંથી 2010-02-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "લાઇનિર્ડ સ્કાઇનિર્ડ એટ ઓલમ્યુઝિક". મૂળ માંથી 2002-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "સ્ટીક્સ એટ ઓલમ્યુઝિક". મૂળ માંથી 2010-10-03 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-27.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "આયર્ન મેડન એટ ઓલમ્યુઝિક". મૂળ માંથી 2005-01-30 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-27.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ રશ એટ ઓલમ્યુઝિક
- ↑ સ્પીન મેગેઝિન્સ 50 ગ્રેટેસ્ટ બેન્ડ્સ
- ↑ મિક જોન્સ રેપસોડી ઇન્ટર્વ્યુ
- ↑ મેકકોર્મિક (2006), યુ2 બાય યુ2 પેજ 113
- ↑ મેકકોર્મિક (2006), યુ2 બાય યુ2 પેજ 147
- ↑ સબસ્ટીટ્યુટઃ ધ સોંગ્સ ઓફ ધ હૂ સીડી લાઇનર નોટ્સ
- ↑ ધ ગાર્ડિયન
- ↑ ઓએસિસ એટ ઓલમ્યુઝિક
- ↑ બ્રિટપોપ રુટ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સીસ
- ↑ "ધ ન્યુ રોલિંગ સ્ટોન એન્સાયક્લોપિડિટા ઓફ રૉક એન્ડ રોલ". મૂળ માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ધ સેક્સ પિસ્ટોલ્સ પ્રથમ ઇન્ટર્વ્યૂ
- ↑ ધ સ્ટુજિસ એટ ઓલમ્યુઝિક
- ↑ એમસી5 એટ ઓલમ્યુઝિક
- ↑ એન્ટરટેન્મેન્ટ વીકલી માટે જોય રેમોન ઇન્ટર્વ્યૂ સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૬ ના રોજ વેબેક મશિન
- ↑ ધ ક્લેશ એટ ઓલમ્યુઝિક
- ↑ "ગ્રીન ડે ટોક્સ ટુ સ્પીન". મૂળ માંથી 2009-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ રૉક્સબેકપેજસલાઇબ્રેરી
- ↑ "એરિક કાર્મેન સાથે પોપમેટર્સની મુલાકાત". મૂળ માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ એકાઉસ્ટીક સાઉન્ડ ઇન્ક
- ↑ "સ્ટેટ ઓફ ધ યુનિયન- દેશના લોકપ્રિય સંગીત અને ફેશન ઉદ્યોગમાં બ્રિટીશ ધ્વજનો ઉપયોગ". મૂળ સંગ્રહિત માંથી 2012-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2012-07-08.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ધ સબટાઇટલ્સ
- ↑ રૉક એન્ડ રોલ હોલ ઓફ ફેમ
- ↑ યુકે મ્યુઝિક હોલ ઓફ ફેમ
- ↑ "ગ્રેમી હોલ ઓફ ફેમ". મૂળ માંથી 2009-04-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ઇટા જેમ્સ, ધ હૂ મેક નેશનલ રેકૉર્ડિંગ રજિસ્ટ્રી
- ↑ ડેવ વ્હાઇટ. ટોપ 50 ક્લાસિક રૉક બેન્ડસ સંગ્રહિત ૨૦૦૫-૧૦-૧૮ ના રોજ વેબેક મશિન એબાઉટ ડોટ કોમ . પુન:પ્રાપ્તિ: 6 એપ્રિલ 2008
સંદર્ભો
[ફેરફાર કરો]- માર્શ, ડેવ (1983). બિફોર આઇ ગેટ ઓલ્ડઃ ધ સ્ટોરી ઓફ ધ હૂ. . સેન્ટ માર્ટિન્સ પ્રેસ. આઇએસબીએન 0-7407-5029-1

બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- The Who.com સત્તાવાર સાઇટ
- રોલિંગ સ્ટોન દ્વારા ધ હૂ બાયોગ્રાફી સંગ્રહિત ૨૦૦૮-૦૯-૨૩ ના રોજ વેબેક મશિન
- ઢાંચો:Allmusicguide
- 17 ડિસેમ્બર 1979 વોશિંગ્ટન ડીસી બહાર સમારોહ સંગ્રહિત ૨૦૧૩-૦૯-૦૫ ના રોજ વેબેક મશિન
- Pages using Template:Infobox musical artist with unknown parameters
- Pages with errors in inflation template
- ધ હૂ
- 1960નાં સંગીત જૂથો
- 1970નાં સંગીત જૂથો
- 1980નાં સંગીત જૂથો
- 1990નાં સંગીત જૂથો
- 2000નાં સંગીત જૂથો
- બીટ ગ્રૂપ્સ
- બ્રિટિશ ઇન્વેઝન કલાકારો
- ઇન્ગલિશ રૉક સંગીત જૂથ
- બીઆરઆઇટી એવોર્ડ વિજેતાઓ
- ગ્રેમી લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ વિજેતાઓ
- 1969માં સ્થાપાયેલાં સંગીત જૂથો
- લંડનના સંગીત ગ્રૂપ્સ
- પ્રિ-પંક ગ્રૂપ્સ
- રૉક ઍન્ડ રોલ હૉલ ઓફ ફેમમાં પ્રવેશ પામનારા
- ડેક્કા રેકૉર્ડ્સ કલાકારો
- ચાર વ્યક્તિના સંગીત ગ્રૂપ્સ