નંદિની
Appearance
નંદિની કામધેનુ ગાયની પુત્રી હતી જે વસિષ્ઠ ઋષિ પાસે હતી. દિલીપ રાજાએ તેને વનમાં ચરતી વખતે સિંહથી બચાવી હતી અને તેની આરાધનાથી તેણે રઘુ નામે પુત્ર મેળવ્યો હતો.
કથા
[ફેરફાર કરો]મહાભારતમાં પ્રમાણે દ્યો નામનો વસુ પોતાની સ્ત્રીના કહેવાથી નંદિનીને વસિષ્ઠના આશ્રમમાંથી ચોરી લાવ્યો હતો, જેથી વસિષ્ઠના શાપથી તેણે ભીષ્મ બની આ પૃથ્વી ઉપર લેવો પડ્યો હતો. જ્યારે વિશ્વામિત્ર ઘણા લોકોને પોતાની સાથે લઈને એક વાર વસિષ્ઠને ત્યાં ગયા, ત્યારે વસિષ્ઠે આ ગાયથી બધું મેળવીને બધા લોકોનો સત્કાર કર્યો હતો. આ જોઈને વિશ્વામિત્રે વસિષ્ઠ પાસે આ ગાય માગી, પણ જ્યારે વસિષ્ઠે તે ન આપી, ત્યારે વિશ્વામિત્ર જબરજસ્તીથી તેને લઈ ચાલ્યા. રસ્તામાં તેને ચલાવવાથી તેના શરીરનાં જુદાં જુદાં અંગોમાંથી મ્લેચ્છો અને યવનોની મોટી સેના નીકળી પડી, જેણે વિશ્વામિત્રને હરાવી તેની પાસેથી ગાયને છોડાવી.[૧]