લખાણ પર જાઓ

નલિનીકાંત બાગચી

વિકિપીડિયામાંથી
નલિનીકાંત બાગચી
নলিনীকান্ত বাগচী
ક્રાંતિકારી નલિનીકાંત બાગચી
જન્મની વિગત૧૮૯૭
મુર્શિદાબાદ
મૃત્યુ૧૬ જૂન ૧૯૧૮
મીટફોર્ડ હોસ્પિટલ, ઢાકા
શિક્ષણ સંસ્થાકૃષ્ણનાથ કૉલેજ, બાંકીપુર કૉલેજ, ભાગલપુર કૉલેજ
રાજકીય પક્ષયુગાન્તર
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ
માતા-પિતા
  • ભુવનમોહન બાગચી (પિતા)

નલિનીકાંત બાગચી (૧૮૯૬ – ૧૬ જૂન ૧૯૧૮) એક ક્રાંતિકારી હતા જેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. બાગચીનું મૂળ ઘર નદિયા જિલ્લાના શિકારપુરમાં હતું.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

મુર્શિદાબાદના કંચનતલા ખાતે જન્મેલા તેમના પિતાનું નામ ભુવનમોહન બાગચી હતું. તેમણે બહરામપુરની કૃષ્ણનાથ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે પટનાની બાંકીપુર કોલેજ અને ભાગલપુર કોલેજમાં અભ્યાસ કર્યો. બહરામપુરની કૃષ્ણનાથ કૉલેજમાં અભ્યાસ કરતી વખતે તેઓ ક્રાંતિકારી પક્ષ યુગાન્તરમાં જોડાયા હતા. પોલીસ દ્વારા ધરપકડ ન થાય તે માટે તેઓ પટનાની બાંકીપુર કોલેજ અને ભાગલપુર કોલેજમાં ગયા હતા. તેમણે દીનાપુર છાવણીના સૈનિકોમાં સ્વાતંત્ર્ય સંગ્રામના વિચારોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. તેમણે પાર્ટીના નિર્દેશમાં ગુવાહાટીના અઠગાંવમાં આશ્રય લીધો હતો. ૧૨ જાન્યુઆરી ૧૯૧૮ ના રોજ પોલીસ સાથે સશસ્ત્ર લડાઇ બાદ તેઓ અને સતીશચંદ્ર પક્ષાશી પોલીસનો ઘેરો ઓળંગીને જંગલમાં ભાગી છૂટ્યા હતા. તેમણે નવગ્રહ ટેકરી પરના બીજા હુમલાને પણ નિષ્ફળ બનાવ્યો. મુસ્લિમના વેશમાં, સાત દિવસ ભૂખમરો અને અનિદ્રા પછી તેઓ પગપાળા લુમડિંગ જંકશન રેલ્વે સ્ટેશને પહોંચ્યા. બાદમાં તેઓ શીતળાની બિમારી સાથે કલકત્તા આવ્યા હતા જ્યાં તેમના એક સાથીએ તેમને જમીન પર પડેલા જોયા અને તેમની સંભાળ લીધી.

મૂઠભેડ અને મૃત્યુ

[ફેરફાર કરો]

ત્યાર બાદ તેઓ ઢાકા ગયા પરંતુ ૧૫ જૂન ૧૯૧૭ના રોજ ઢાકાના કાલતાબજારમાં તેમને ફરીથી પોલીસે ઘેરી લીધા હતા. નલિની અને પોલીસ વચ્ચે સશસ્ત્ર લડાઈ શરૂ થઈ. સામસામા ગોળીબારમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે રહેલા તેમના સાથી તારિણીપ્રસન્ના મજુમદારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નલિનીનું તે જ દિવસે ઢાકાની મિટફોર્ડ હોસ્પિટલમાં અવસાન થયું હતું. આ લડાઈમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા. તેમના આશ્રયદાતા ચૈતન્ય ડેને દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.[૧][૨]

મુર્શિદાબાદના બેરહામપોર શહેરમાં એક માર્ગ અને બેરહામપોર-જલાંગી રાજ્ય માર્ગ પરના પુલને તેમની યાદમાં નામ આપવામાં આવ્યું છે.[૩]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Cakrabartī, Trailokya Nātha (1963). জেলে ত্রিশ বছর [Thirty years in prison] (Bengaliમાં). Calcutta: Alpha-Beta Publications. OCLC 7969453.
  2. Saṃsada Bāṅāli caritābhidhāna. Prathama khaṇḍa : prāẏa cāra sahasrādhika jībanī-saṃbalita ākara grantha (Bengaliમાં). Añjali Basu, S. C. Sen Gupta, অঞ্জলি বসু, এস. সি., ১৯০৩-১৯৯৮ সেন গুপ্ত (Saṃśodhita paṅcama saṃskaraṇa Volume I આવૃત્તિ). Kalakātā (પ્રકાશિત November 2013). 2010. પૃષ્ઠ 346. ISBN 978-81-7955-135-6. OCLC 972910133.CS1 maint: others (link)
  3. The Roll of Honour Anecdotes of Indian Martyrs. Calcutta: Vidhya Bharathi. 1960. OCLC 53070870.