નવસાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નવસાર, એક અકાર્બનિક સંયોજન (રાસાયણિક નામ: એમોનીયમ ક્લોરાઈડ, રાસાયણિક સુત્ર: NH4Cl), સફેદ સ્ફટિકમય ક્ષાર છે, જે પાણીમાં સહેલાઈથી ઓગળી શકે છે. કેટલાંક પ્રકારની જેઠીમધ (liquorice) વનસ્પતિમાં તે સ્વાદવર્ધક માધ્યમ તરીકે વપરાય છે. તે મીઠાના તેજાબ (હાઈડ્રોક્લોરિક એસીડ) અને એમોનિયા વાયુની પ્રક્રિયાથી ઉત્પન્ન થતી પેદાશ છે. હિંદીમાં તેને નૌસાદર કહેવાય છે અને સમોસા તથા જલેબી જેવી વાનગીઓને કરકરી બનાવવામાં વપરાય છે.