સમોસા

વિકિપીડિયામાંથી
સમોસા
ભારતના રાયપુરમાં ચટણી સાથે પીરસાયેલા સમોસા
અન્ય નામોસમ્સા, સોમ્સા, સમ્બોસાક, સમ્બુસા
વિસ્તાર અથવા રાજ્યભારત, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા, આફ્રિકાની ભૂશિર અને ઉત્તર આફ્રિકા
મુખ્ય સામગ્રીમેંદો, બટેટા, કાંદા, મસાલા, લીલાં મરચાં, ચીઝ, માંસ
વિવિધ રૂપોચૅમુકા (Chamuça)

સમોસા એ એક મસાલો ભરેલું ફરસાણ છે. તે દક્ષિણ એશિયા, અગ્નિ એશિયા, મધ્ય એશિયા, the અરેબિયન પઠાર, સંપૂર્ણ ભૂમધ્ય પ્રદેશ (ગ્રીસ), વાયવ્ય એશિયા, આફ્રિકાની ભૂશિર અને ઉત્તર આફ્રિકામાં પ્રખ્યાત છે. ત્રિકોણાકાર, ગોળાકાર કે ચતુર્ભુજાકાર આકારના પોલાણમાં મસાલો ભરીને સમોસા બનાવવામાં આવે છે. આ સાંજો મસાલેદાર બટેટા, કાંદા, વટાણા, કોથમીર, અને તુવેરનો બનેલો હોય છે. સમોસાના આકાર અને કદ સ્થળે સ્થળે બદલાય છે અને તેના ઘણાં રૂપ હોય છે. મોટા ભાગે લોકો આમલીની ચટણી કે દહીં સાથે સમોસા ખાતા હોય છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સમોસા શબ્દનું મૂળ પર્શિયનભાષાના "સંબોસાગ"માં છે.[૧] અન્ય દેશોમાં આ વાનગીના નામોનું મૂળ પણ આજ શબ્દમાં છે, જેમકે આરબ દેશોના અર્ધ ચંદ્રાકાર સંબુસાક કે સંબુસાજ, સમ્બોસા અફઘાનિસ્તાનમાં, "સમોસા" ભારતમાં, "સમ્બુસા" તાજીકીસ્તાનમાં, સમ્સા તુર્કી ભાષી રાષ્ટ્રોમાં, સમ્બુસા ઈરાનના અમુક ભાગોમાં અને ચૅમુકા ગોવામાં, મોઝામ્બિક અને પોર્ટુગલમાં[૧]. આધુનિક અરેબીક ભાષામાં તે સમ્બુસાક તરીકે પ્રચલિત છે, પણ મધ્ય યુગીન અરેબિક પાક પુસ્તકોમાં તે સમ્બુસાજતરીકે લખાતા.[૨]

ક્ષેત્રીય વિવિધતા[ફેરફાર કરો]

જુદા જુદા ક્ષેત્રોએ આ વાનગી બનાવવાની જુદી જુદે પદ્ધતિઓ વિકસીત કરી છે.

મધ્ય એશિયા[ફેરફાર કરો]

સાંજો ભરીને કરાકોલમાઁ પકવવા તૈયાર સમોસા, કીરગીઝસ્તાન.

કઝાકિસ્તાન અને કીરગીઝસ્તાનમાં, સમ્સા (સમોસા) હમેંશા શેકીને (બેક કરીને) ખવાય છે નહીં કે તળીને. તેનું પડ સામાન્ય પાંઉના લોટનું કે ખારી જેવું પતરીવાળું હોઈ શકે. અહીં સમ્સાનો પારંપારિક સાંજો ઘેટાનું માંસ (લૅમ્બ) અને કાંદાનો બનેલ હોય છે, પણ ગાયનું માંસ (બીફ), ચીકન, અને ચીઝના સમ્સા પણ રેંકડી વાળા પાસે સામાન્ય રીતે મળી જાય છે અન્ય સાંજા જેમકે બટાકા અને કોળું વિગેરે પણ બને છે જે, જે તે શાકની ઋતુમાં બનાવાય છે.

મધ્ય એશિયામાં મોટે ભાગે તેને ગલીના ગરમ નાસ્તા તરીકે ખવાય છે. સમ્સાને તે જ્યાં બનાવાય છે તે નાનકડી હાટડીઓમાં કે ફાસ્ટ ફૂડ જેવાકે હેમ્બર્ગર આદિ પીરસતી જગ્યાઓ પર જ વેચાય છે.પણ અમુક દુકાન દારો પણ તેને વેચે છે.

દક્ષિણ એશિયા[ફેરફાર કરો]

રસ્તા પરની રેંકડીએ પર તળાતા સમોસા ભારત.
વારાણસીમાં તળાતા સમોસા.

ઉત્તર ભારતીય અને પાકિસ્તાની સમોસા મેંદાનું પડ ધરાવે છે અને તેમાં બટેટા, કાંદા, લીલા વટાણા, લીલા મરચાં આદિનો બનેલો સાંજો ભરાય છે. આમ તૈયાર કરેલા કાચામ્ સમોસાને સોનેરી રંગના થાય ત્યાં સુધી તેલમાં તળવામાં આવે છે. આને ગરમા ગરમ પીરસાય છે અને મોટે ભાગે ફુદીનાની ચટણી, કોથમીરની ચટણી કે ખજૂર આમલીની ચટણી સાથે પીરસાય છે. તીખા સમોસાની સાથે એક પ્રકારના મીઠા સમોસા પણ બનાવાય છે. સમોસાનો ઉપયોગ કરીને સમોસા ચાટ પણ બનાવાય છે જેમાં સમોસા પર દહીં, ચટણીઓ, સમારેલા કાંદા, કોથમીર , ચાટ મસાલો આદિ છાંટીને ખવાય છે.

દક્ષિણ ભારતમાં સમોસા થોડા અલગ પ્રકારના હોય છે. તેમને થોડી અન્ય પ્રકારે વાળવામાં આવે છે તે ગોવાના ચૅમુકાને મળતાં આવે છે. તેમાં ભરાતો સાંજો પણ થોડો જુદો હોય છે તેમાં ભરપુર સાંતળેલા કાંદા, વટાણા, ગાજર, કોબી અને લીલા મરચાં હોય છે. આમાં બટેટાનો સંપૂર્ણ અભાવ હોય છે.આને આને ચટની વગર ખવાય છે.

પાકિસ્તાનમાં ફૈસલાબાદી સમોસા ઘણાં પ્રખ્યાત છે. આનો આકાર ઘણો મોટો હોય છે તેની ટોચ પર મસાલેદાર સફેદ અને લાલ ચટણી હોય છે ન્ અને બાજુએ કાંદાનું કચુંબર અપાય છે. આનો સાંજો સામાન્ય રીતે મિશ્ર શાકનો બનેલો હોય છે પણ આમીષ સાંજો પણ બને છે.

સમોસાને બર્મી ભાષામાં સમુસા કહે છે તે બર્મા માં અત્યંત લોકપ્રિય છે.

ભારતના હૈદરાબાદમાં લુખમી નામના નાનકડા સમોસા બને છે આના પડ જાડું હોય છે અને તેમાં આમીષ સાંજો ભરેલો હોય છે. આ સિવાય કાંદાનો સાંજો ભરેલ કાંદા સમોસા પ્રચલિત છે.

આફ્રીકાની ભૂશિર[ફેરફાર કરો]

ઈથીયોપીયાના સમ્બુસા, અમેરિકાના એક રેસ્ટૉરઁટમાં.

આફ્રીકાનું શિંગડુની તરીકે ઓળખાતા પ્રદેશમાં ખાસ કરીને સોમાલિયા અને ઈથીયોપીયામાં સમોસા એક આ એક રોજિંદો આહાર છે. ત્યાં આને સમ્બુસા કહે છે. સમોસાને આમતો આખા વર્ષ દરમ્યાન ખવાય છે પણ રમજાન, [[નાતાલ કે મેસ્કેલ દરમ્યાન ખવાય છે

પૂર્વી ક્ષેત્ર[ફેરફાર કરો]

પૂર્વી ક્ષેત્રના સમ્બુસાક ન્ મોટેભાગે વર્તુળાકાર રોટલી વણી તેને સાંજા પર વાળીને બનાવાય છે. તે અર્ધ વર્તુળા કાર કે ત્રિકોણા કાર અને ચપટાં હોય છે તેને તેલમાં શેકીને કે બેક કરીને ખવાય છે.

પારંપારિક સાંજા:

 1. છીણેલું આમીષ અને કાંદા અને ક્યારેક વાટેલાં વટાણાં
 2. પાલક થોડાં કાંદાના ટુકડા અને મસાલા તરીકે સુમેક;
 3. વટાણા (ગારબેન્ઝો બીન્સ), કાંદા અને મરી;
 4. ચીઝ (મોટેભાગે [[ફેટા] અથવા હાલૌમી).

In ઈઝરાયેલમાં, સમ્બુસાકમાં સાંજો મોટે ભાગે વટાણાનો સાંજો ભરેલો હોય છે.[૩] આનો સબંધ શેફર્ડીક જ્યૂઈશ ખોરાક(યહૂદી ગોવાળી ખાણું) સાથે છે અને આને ઈરાકી વાનગી મનાય છે. આને હ્યુમુસ અને મેઝ્ઝા (ભોજન પહેલા ખવાતી એક વાનગી) સાથે ખવાય છે.

લ્યુસોફોન વિશ્વ[ફેરફાર કરો]

ગોવાનાચૅમુકા.

ગોવા અને પોર્ટુગલમાં, સમોસાને ચૅમુકા કહે છે, આને મોટે ભાગે ચીકન, બીફ કે શાકભાજીના સાંજાથી ભરાય છે,તે ખાવામાં તીખા તમતમતા હોય છે. તે ગોવા અને પોર્ટુગીઝ રસોઈનો અવિભાજ્ય અંગ છે.

ચૅમુકા પ્રાચીન પોર્ટુ ગીઝી વસાહતોના ક્ષેત્રોમાં પણ પ્રખ્યાત છે જેમ કે આફ્રીકામાં, કેપ વર્ડે, ગીની-બીસાઊ, સાઓ ટોમે અને પ્રીન્સીપલ, અંગોલા અને મોઝામ્બીક.

એંગ્લોફોન વિશ્વ[ફેરફાર કરો]

સમોસા યુનાયટેડ કિંગડમ, દક્ષિણ આફ્રીકા, કેન્યા અને કેનેડા[૪][૫] અને યુનયટેડ સ્ટેટ્સ માં લોકપ્રિય બન્યાય છે. તેમને "સમ્બુસા" કે "સમ્બુસાક" પણ કહેવાય છે, અને દક્ષિણ અફ્રીકામાં પ્રાય: તેને "સમુસા" કહેવાય છે.[૬] હવે વધુ ને વધુ સ્ટોરમાં થીજેલા (ફ્રોઝન) સમોસા મળે છે જેને તળીને ખાઈ શકાય છે.

પારંપાતિક રીતે સમોસા તળેલી વાનગી છે પરંતુ પશ્ચિમના લોકો તેને શેકીને (બેક કરીને) ખાય છે કેમકે તે વધુ સગવડ ભર્યું અને સ્વાસ્થ્ય વર્ધક છે. ત્યાં ફાયલો[૭] કે ટોર્ટીલાનો લોટ વાપરીને વિવિધ રૂપે તેને બનાવાય છે.[૮]

ઇતિહાસ[ફેરફાર કરો]

ગલીની હાટડી પર તૈયાર થતાં સમોસા-પાકિસ્તાન.

દક્ષિણ એશિયાના દેશોમાં સમોસા એ એક લોકપ્રિય વાનગી છે. એક મત એમ માને છે કે મધ્ય એશિયામાં ૧૦મી સદી પહેલાં સમોસાનું ઉદ્ગમ થયું જ્યાં તેને સમ્સા કહે છે. [૯]) prior to the 10th century.[૧૦] અબુલફઝ બેહકી (૯૯૫-૧૦૭૭), નામના ઈરાની ઇતિહાસકારે તેની રચના તારીક-એ- બેહકીમાં આનો ઉલ્લેખ કર્યો છે, p. 132.</ref> ભારતીય ઉપ મહા દ્વીપમાં આ વાનગી પ્રવાસે વેપારીઓ દ્વારા ૧૩મી કે ૧૪મી શતાબ્દીમાં લાવવામાં આવી.[૧]


અમીર ખુસરો (૧૨૫૩-૧૩૨૫),નામના દિલ્હી સલતનત ના વિદ્વાન અને રાજ કવી એ ૧૩૦૦માં લખ્યું હતું કે રાજાઓ અને અન્ય રાજવી ઓ માંદસ, ઘી કાંદા આદિ પદાર્થોમાંથી બનતા બનતા સમોસાને ખૂબ પસંદ કરતાં. [૧૧][૧૨]

ઈબ્ન બતુતા, the 14th century traveller and explorer, describes a meal at the court of Muhammad bin Tughluq where the samushak or sambusak, a small pie stuffed with minced meat, almonds, pistachio, walnuts and spices, was served before the third course, of pulao.[૧૨][૧૩] ઇબ્ન બતુતા, નામના ૧૪મી સદીના એક પ્રવાસી અને સાહસિકે મોહમ્મદ બિન તુઘલક ના દરબારમાઁ પીરસાયેલા ભોજનનું વર્ણન માં સમુશાક કે સમ્બુસાક નો ઉલ્લેખ કર્યો છે, તે એક નાનકડી વાનગી ચે જેમામ માંસૢ બદામૢ પિસ્તાૢ અખરોટ અને અન્ય મસાલાઓનો સાંજો ભરેલો હોય છે અને તેને ભોજન ત્રીજા ટપ્પામાં પીરસાતા પુલાવ પહેલા ખાવા અપાય છે..[૧૨][૧૪]

The આઇન-એ-અકબરી, નામના ૧૬મી સદીના મોગલ દસ્તાવેજમાં, એક કુતબ જેને હિન્દુસ્તાની લોકો સંભુશાહ કહે છે એવી વાનગીનું વર્ણન આવે છે.[૧૫]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ Lovely triangles સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૮ ના રોજ વેબેક મશિન "Hindustan Times", August 23, 2008.
 2. Rodinson, Maxime, Arthur Arberry, and Charles Perry. Medieval Arab cookery. Prospect Books (UK), 2001. p. 72.
 3. "Gems in Israel: Sabich - The Alternate Israeli Fast Food". મૂળ માંથી 2013-11-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-24.
 4. "Lineups threaten to stall Fredericton's hot samosa market". CBC.ca. January 30, 2007. મૂળ સંગ્રહિત માંથી 2 ફેબ્રુઆરી 2007 પર સંગ્રહિત. મેળવેલ 25 May 2010.
 5. Fox, Chris (Wednesday July 29th, 2009). "Patel couldn't give her samosas away". The Daily Gleaner. dailygleaner.com. પૃષ્ઠ A1. મેળવેલ 25 May 2010. Check date values in: |date= (મદદ)
 6. South African English is lekker! સંગ્રહિત ૨૦૧૨-૦૩-૧૮ ના રોજ વેબેક મશિન. Retrieved June 13, 2007.
 7. Fennel-Scented Spinach and Potato Samosas સંગ્રહિત ૨૦૦૮-૦૧-૩૦ ના રોજ વેબેક મશિન Retrieved February 6, 2008.
 8. Potato Samosas Retrieved February 6, 2008.
 9. Uzbek samsa સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૭ ના રોજ વેબેક મશિન Consulate General of Uzbekistan in New York City. Retrieved March 13, 2008.
 10. Davidson, Alan (1999). The Oxford Companion to Food. Oxford University Press. ISBN 0-19-211579-0.
 11. Savoury temptations The Tribune , September 5, 2005.
 12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ "Origin of the Samosa". The Samosa Connection. samosa-connection.com. sambusak: "minced meat cooked with almonds, pistachios, onions and spices placed inside a thin envelop of wheat and deep-fried in ghee".
 13. Regal Repasts સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન Jiggs Kalra and Dr Pushpesh Pant, India Today Plus, March, 1999.
 14. Regal Repasts સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન Jiggs Kalra and Dr Pushpesh Pant, India Today Plus, March, 1999.
 15. Recipes for Dishes સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૭ ના રોજ વેબેક મશિન Ain-i-Akbari, by Abu'l-Fazl ibn Mubarak. English tr. by H. Blochmann and Colonel H. S. Jarrett, 1873 – 1907. The Asiatic Society of Bengal, Calcutta, Volume I, Chapt, 24, page 59. “10. Qu?áb, which the people of Hindústán call sanbúsah. This is made several ways. 10 s. meat; 4 s. flour; 2 s. g'hí; 1 s. onions; ¼ s. fresh ginger; ½ s. salt; 2 d. pepper and coriander seed; cardamum, cuminseed, cloves, 1 d. of each; ¼ s. of summáq. This can be cooked in twenty different ways, and gives four full dishes.”

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]