જલેબી
દક્ષિણ એશિયામાં પીરસાતી જલેબી | |
અન્ય નામો | જીલેબી, જીલાપી, ઝુલ્બીઆ (મધ્ય પૂર્વ), જેરી (નેપાળ) |
---|---|
વાનગી | મિષ્ટાન |
ઉદ્ભવ | મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રીકા |
વિસ્તાર અથવા રાજ્ય | દક્ષિણ એશિયા |
મુખ્ય સામગ્રી | મેંદો, કેસર, ઘી, સાકર |
વિવિધ રૂપો | જાંગીરી કે ઈમરતી |
ખાદ્ય શક્તિ (per serving) | ૧૩૦ પ્રતિ ખોરાક કિલોકેલરી |
|
ઈમરતી અને જલેબી એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોમાં જેવા કે ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં મિઠાઈ છે.
તેને ખીરાને તળી તેને સાકરની ચાસણીમાં બોળીને બનાવાય છે. આને ગરમ કે ઠંડી એમ બંને રીતે ખાઈ શકાય છે. આ અમુક હદે ચવાય એવી હોય છે જેની બહારની સપાટી પર સાકરની ચાસણી ઘનીભૂત થાય છે. આમાં સાકર અમુક હદે અથાય છે જે આ વાનગીને એક અનૂઠો સ્વાદ આપે છે. આને મળતી આવતી વાનગી ઈમરતી છે, જે લાલાશ પડતી હોય છે અને વધુ મીઠી હોય છે,જે ઉત્તર પ્રદેશમાં મળે છે. ઑડિશામાં મળતી છેના જલેબી તરીકે ઓળખાય છે.
ભારતમાં આ ઉત્સવોની મિઠાઈ તરીકે ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જેમ કે સ્વતંત્રતા દિવસ કે ગણતંત્ર દિવસ સરકારી કાર્યાલય અને સંરક્ષણ કે અન્ય કાર્યાલયમાં ખવાય છે. તે જ રીતે પાકિસ્તાનમાં પણ જલેબી એક લોકપ્રિય મિઠાઈ છે. આને ઘણી વખત જલીબી પણ કહે છે.[૧]
આ વાનગીનો પહેલો લીપીબદ્ધ ઉલ્લેખ ૧૩મી સદીમાં મુહમ્મદ બીન હસન અલ્-બગદાદી દ્વારા રચિત રાંધણ પુસ્તકમાં મળે છે (જોકે યહુદી લોકો તે પહેલાં પણ આ વાનગી ખાતા આવ્યાં છે). ઈરાનમાં આ ઝ્લેબિયા તરીકે ઓળખાય છે અને રમજાનના મહીનામાં ગરીબોને દાનમાં અપાય છે. આ વાનગી મોગલ શાસન કાળ દરમ્યાન થયેલા સાંસ્કૃતિક આદાનમાં ભારત આવી હોવાનું મનાય છે અને ઝ અક્ષર ભારતીય ભાષામાં જ એ લઈ લીધો. ભારતીય સાહિત્યમાં આનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૪૫૦માં જીનસુરા રચિત જૈન રચના - પ્રિયમકર્ણર્પપકથા માં મળી આવે છે. આ પુસ્તકનો ઉલ્લેખ - સંદર્ભ ત્યાર બાદના રાંધણ પુસ્તકોમાં મળી આવે છે. ૧૭મી સદીના રઘઘુનાથ દ્વારા રચિત પાકશાસ્ત્ર પુસ્તક ભોજન-કુતુહલ માં પણ ઉપરના સંદર્ભનો ઉલ્લેખ છે. આની ઉપરથી એમ પાકી રીતે કહી શકાય કે ઓછામાં આછાં છેલ્લાં ૫૦૦ વર્ષોથી જલેબી ભારતીય ઉપમહાદ્વીપમાં અસ્તિત્વ ધરાવે છે.[૨]
ભૌગોલિક વિતરણ
[ફેરફાર કરો]પર્શિયન ભાષામાં જલેબી માટે શબ્દ છે "ઝુલ્બીયા". ઈજીપ્ત, લેબેનાન અને સિરિયામાં આને ઝલાબીયા કહે છે.[૩] માલદીવ્સમાં આને "ઝીલેબી" કહે છે. નેપાળમાં આને જેરી કહે છે, જે જીંગરી અને મોગલ શાસક જાહાંગીર પરથી ઉતરી આવ્યો છે.[૪]
મોરોક્કો, અલ્જીરિયા અને ટ્યુનિશિયા માં આને ઝેલ્બીયા કે ઝ્લાબીયા કહે છે.
પૂરક વાચન
[ફેરફાર કરો]- Epicure's Delectable Desserts of the World By Asha Khatau ISBN 81-7991-119-5
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Festival Feasts". મૂળ માંથી 2012-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-28. સંગ્રહિત ૨૦૧૨-૦૨-૧૮ ના રોજ વેબેક મશિન
- ↑ Journey of the jalebi
- ↑ "Recipe for Zalabiya". મૂળ માંથી 2008-09-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-28. સંગ્રહિત ૨૦૦૮-૦૯-૦૬ ના રોજ વેબેક મશિન
- ↑ Jalebi khani
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- જલેબી સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૪ ના રોજ વેબેક મશિન
- જલેબીની બનાવટ- વિડિયો સંગ્રહિત ૨૦૨૧-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન
- ઈમરતીની બનાવટ- વિડિયો
- જલેબી અને અન્ય ભારતીય મિઠાઈઓની કૃતિ સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન
- જલેબી પાકવિધી સંગ્રહિત ૨૦૧૫-૦૭-૦૬ ના રોજ વેબેક મશિન