પ્રજાસત્તાક દિન (ભારત)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
૨૦૦૪,ગણતંત્ર દિવસ પરેડમાં મદ્રાસ રેજીમેન્ટનાં સૈનિકો

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે, સન્ ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં;તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા,તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.

ભારતનાં બંધારણનાં અભ્યાસુ એવા ગ્રેનવિલ ઔસ્ટિન નાં મતાનુસાર,ડો.આંબેડકર દ્વારા તૈયાર થયેલ ભારતનાં બંધારણનો મુસદ્દો "પ્રથમ અને સર્વપ્રથમ સામાજીક દસ્તાવેજ" છે..."મોટાભાગનીં બંધારણની જોગવાઇઓ,કાં તો સીધા સામાજીક ક્રાંતિનાં ઉદ્દેશને આગળ ધપાવવા માટે અથવા આ ક્રાંતિનો ઉદ્દેશ બર લાવવા માટે જરૂરી પરિશ્થિતિઓનું નિર્માણ કરવા માટે કરાયેલ છે."

આ સંશોધન તંત્રને રજુ કરવાનાં સમયેજ બિરદાવતા ડો.આંબેડકરે જણાવ્યું કે: "આથી અમે ખાત્રી પૂર્વક કહી શકીયે છીએ કે,ભારતીય મહાસંઘ કઠોરતા કે વિધિપરાયણતાનાં દોષથી ગ્રસિત થશે નહીં. તેની વિશિષ્ટ વિશેષતા એ છે કે આ એક લચકદાર(flexible) સંઘ છે."(CAD VII : 36).

“સંસદ સાથે કાર્યાન્વીત ત્રિસ્તરીય પદ્ધતિએ ધારણાઓથી વિરુદ્ધ, રાજ્યોના હિતોનું ધ્યાન રાખવા સાથે બંધારણને વધુ લચીલું બનાવ્યું છે. બંધારણ આધારિત બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને રાજ્ય પદ્ધતિના સમન્વયે બીજા અન્ય કોઇપણ દેશમાં સુધારીત આવૃત્તિ કરતાં અહીં સારી રીતે સફળ રહી છે.” - - ગ્રેનવીલે ઑસ્ટીન,૧૯૬૬,૩૨૧.

ઉપરોક્ત રાજ્ય પધ્ધતિ સાથે સહમત થઇ યુનાઇટેડ કિંગ્ડમના તત્કાલીન પ્રધાનમંત્રી(એપ્રીલ 1955 થી જાન્યુઆરી ૧૯૫૭) સર એંથોની એડને પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યુકે "અત્યાર સુધીની તમામ રાજ્ય પધ્ધતિઓમાં કરવામાં આવેલ તમામ પ્રયોગોને ધ્યાને લેતા હુ માનુ છુ કે ભારતની સંસદીય લોક્શાહીનું સ્વરુપ સૌથી નિરાળુ છે. એક વિશાળ ઉપખંડ દશ હજાર વર્ષ ઉપરાંતની પધ્ધતિને મુક્ત લોક્શાહીમાં ફેરવી રહ્યો છે. આ એક હિમ્મતપૂર્વકનો નિણૅય છે. આ કોઇ આપણી નકલ નથી પરંતુ વિશાળ હ્રદયની તથા મુક્ત વિચારસરણીનો ઉત્તમ નમૂનો છે જે આપણા સ્વપ્નાઓમાં પણ આવી નથી. જો આ સફળ થાય છે તો સમગ્ર એશીયા માટે અસિમિત ફાયદો થશે. આ પ્રયોગનુ પરિણામ ગમે તે આવે આપણે સૌએ આ પ્રયોગ કરનાર તમામને બિરદાવવા જોઇએ."


Even more meaningful was the opinion expressed by an American Constitutional authority, Granville Austin, who wrote that what the Indian Constituent Assembly began was ‘perhaps the greatest political venture since that originated in Philadelphia in 1787.’

"During recent years, it has become fashionable among some citizens to disparage the founders and their document. These individuals disappointed by the developments in the country since 1950, have called for changing the constitution explaining that it has not 'worked'. Such thinking, in my view, is misguided. Constitutions do not 'work', they are inert, dependent upon being 'worked' by citizens and elected and appointed leaders" -Granville Austin

ઉજવણી[ફેરફાર કરો]

અગ્નિ-૨ પ્રક્ષેપાસ્ત્ર,૨૦૦૪ ની ગણતંત્ર દિવસની પરેડમાં.

આ દિવસનું મહત્ત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દીલ્હીમાં એક મહા સરઘસ (પરેડ)નું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલ રૈસિના ટેકરીથી થાય છે. રાજપથૢ ઇંડીયા ગેટ થઈ તે ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચે છે. પાયદળૢ વાયુસેના અને નૌસેનાની વિવિધ ટુકળીઓ તેમના સત્તાવાર ગણવેશમાં કવાયત કરતાં ચાલે છે. ભારતના રાષ્ટ્રપતિ જે ત્રણેય સેનાના પ્રમુખ છે, તેઓ સલામી ઝીલે છે. આ પરેડમાં ભારતના જુદાજુદા પ્રદેશની ઝાંકીઓને ફ્લોટ્સ (ખટારા અને ટ્રેલર પર બનાવેલ ધીમેથી સરકરતો મંચ) પર બતાવવામાં આવે છે. આ પરૅડનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદૂરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે. [૧]. પ્રાય: તેમને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવે છે. પ્રાદેશિક ઝાંકી (જુદા જુદા પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ આપતી ઝલક) સિવાય અન્ય દેખાવ પણ બતાવાય છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે. રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો રાજ્યપાલ અસ્વસ્થ હોય કે કોઇ કારણસર હાજર ના હોય તો રાજ્યના મુખ્યમંત્રીને ધ્વજ ફરકાવવાનું માન મળે છે.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારત દેશના ઇતીહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલંમા આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતન્ત્ર રાષ્ટ્ર્ બન્યું હતું. આ દિવસે ભારત સંપૂર્ણ લોક્તંત્ર બન્યુ. દેશે મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. ત્યારથી ૨૬ જન્યુઆરી એ રાષ્ટ્રીય રજા ગણાય છે અને ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આજે સમગ્ર દેશંમા ગણતંત્ર દીવસ ઉજવાય છે, ખાસ કરીને ભારતની રાજધાની દીલ્હીમાં આ ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્‌બોધનથી શરુ થાય છે. ભાષણની શરુઆત સ્વાતંત્ર સેનાનીઓ એ આપેલા બલિદાન તેમ જ શ્રધ્ધાંજલીથી થાય છે કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું તથા રાષ્ટ્રની સંહિતા માટે લડ્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરીવારજનોને જવાનોની યુધ્ધમાં દાખવેલ અજોડ બહાદુરી માટે ચન્દ્રકો એનાયત કરે છે. તથા ભારતના નાગરીકો કે જેમણે અસામાન્ય પરીસ્થિતિઓમાં બહાદુરીપુર્વકનું કાર્ય કર્યુ હોય એમને સન્માનિત કરી તેમને પુરસ્કારો એનાયત કરે છે.A description from tajonline:

"૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર' બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું. તેથી જ ૨૬ મી જાન્યુઆરી ને રાષ્ટીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના "પ્રજાસત્તાક દિવસ" તરીકે માનભેર ઉજવાય છે.

અાજે, અાખા દેશમાં પ્રજાસત્તાક દિન વધુ ઊત્સાહથી ઉજવવામાં આવે છે, ખાસ કરીને રાજધાની, નવી દિલ્હીમાં જ્યાં રાષ્ટ્રપતિનાં દેશને સંબોધનથી ઉજવણી શરૂ થાય છે. ઉજવણીની શરૂઆત હંમેશા દેશના સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહિદોને શ્રધ્ધાંજલી આપીને જ કરવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનોને તથા જેઓ પોતાની વિભિન્ન પરિસ્થિતિઓ છતાં વીરતાનાં અધિનિયમો દ્વારા વિશિષ્ટ છે તેઓને ઇનામ તથા પદક આપે છે.

આ અવસરનું મહત્વ દર્શાવવા દર વર્ષે એક ભવ્ય પરેડનું આયોજન રાજધાની દિલ્હીમાં, રાજઘાટથી વિજયપથ સુધીમાં થાય છે. આર્મી, નૌકાદળ અને વાયુસેનાની જુદી જુદી રેજીમેંટ પૂરા સજીધજીને અને એમના અધિકૃત પોશાકમાં પરેડ કરે છે. અરે, ઘોડેસવાર સેનાઓના ઘોડાઓને પણ અવસર અનુસાર આકર્ષક રીતે શણગારવઅમાં આવે છે. ભારત દેશના અલગ અલગ વિસ્તારમાંથી સારા એન.સી.સી કેડેટ ને પસંદ કરીને આ કાર્યક્રમમાં ભાગલેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. અને રાજધાનીમાં આવેલી શાળાઓં માંથી પણ પસંદ કરેલા બાળકો ને અહી આમંત્રણ આપવામાં આવે છે. They spend many days preparing for the event and no expense is spared to see that every detail is taken care of, from their practice for the drills, the essential props and their uniforms.

The parade is followed by a pageant of spectacular displays from the different states of the country. These moving exhibits depict scenes of activities of people in those states and the music and songs of that particular state accompany each display. Each display brings out the diversity and richness of the culture of India and the whole show lends a festive air to the occasion. The parade and the ensuing pageantry is telecast by the National Television and is watched by millions of viewers in every corner of the country.

The patriotic fervor of the people on this day brings the whole country together even in her essential diversity. Every part of the country is represented in occasion, which makes the Republic Day the most popular of all the national holidays of India."

મુખ્ય અતિથિ[ફેરફાર કરો]

આ દિવસે ભારત અન્ય દેશનાં વડાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રે છે.ભારત દ્વારા સંબંધના રૂપમાં કોઇપણ દેશનું વ્યુહાત્મક મહત્વ આ યાદીમાં જોવા મળે છે.

વર્ષ અતિથિ દેશ
૧૯૭૬ વડાપ્રધાન જેક્વિસ ચિરાક (Jacques Chirac) ફ્રાન્સ
૧૯૭૮ પ્રમુખ ડો.પેટ્રીક હિલેરિ (Dr.Patrick Hillery) આયર્લેન્ડ
૧૯૮૫ પ્રમુખ રાઉલ આલ્ફોન્સિન (Raul Alfonsin) આર્જેન્ટિના
૧૯૮૬ વડાપ્રધાન એન્ડ્રીસ પાપન્ડ્રોઉસ (Andreas Papandreou) ગ્રીસ
૧૯૮૭ પ્રમુખ એલન ગાર્સિયા (Alan Garcia) પેરૂ
૧૯૮૮ પ્રમુખ જુનિયસ જયવર્દને (Junius Jayewardene) શ્રીલંકા
૧૯૯૨ પ્રમુખ મારિયો સૌરેસ (Mário Soares) પોર્ટુગલ
૧૯૯૩ વડાપ્રધાન જોહન મેજર (John Major) યુ.કે.
૧૯૯૫ પ્રમુખ નેલ્સન મંડેલા (Nelson Mandela)[૨] દક્ષિણ આફ્રિકા
૧૯૯૬ પ્રમુખ ડો.ફર્નાન્દો હેન્રીક કાર્દોસો (Dr.Fernando Henrique Cardoso) બ્રાઝિલ
૧૯૯૭ વડાપ્રધાન બાસ્દો પાન્દય (Basdeo Panday) ટ્રિનિદાદ અને ટોબેગો
૧૯૯૮ વડાપ્રધાન જેક્વિસ ચિરાક (Jacques Chirac) ફ્રાન્સ
૧૯૯૯ રાજા વિરેન્દ્ર વિર વિક્રમશાહ દેવ (Birendra Bir Bikram Shah Dev) નેપાળ
૨૦૦૦ પ્રમુખ ઓલુસેગુન ઓબસાન્જો (Olusegun Obasanjo) નાઇજિરીયા
૨૦૦૧ પ્રમુખ અબ્દેલ અઝિઝ બૌટેફ્લીકા (Abdelaziz Bouteflika) અલ્જિરીયા
૨૦૦૨ પ્રમુખ કાસમ ઉતીમ (Cassam Uteem) મોરેશિયસ
૨૦૦૩ પ્રમુખ મોહમ્મદ ખતામી (Mohammed Khatami) ઈરાન
૨૦૦૪ પ્રમુખ લુઇઝ ઇનાશિયો લુલા દ સિલ્વા (Luiz Inacio Lula da Silva) બ્રાઝિલ
૨૦૦૫ રાજા જીગ્મે સિંગ્યે વાંગચુક (Jigme Singye Wangchuk) ભૂતાન
૨૦૦૬ રાજા અબદુલ્લાહ બિન અબદુલ્લઅઝીઝ અલ-સાઉદ (Abdullah bin Abdulaziz al-Saud) સાઉદી અરેબિયા
૨૦૦૭ રાષ્ટ્રપતિ વલાદિમિર પુટિન (Vladimir Putin) રશિયા
૨૦૦૮ પ્રમુખ નિકોલશ સર્કોઝી (Nicolas Sarkozy) ફ્રાન્સ
૨૦૦૯ પ્રમુખ નૂરસુલતાન નઝરબાયેવ (Nursultan Nazarbayev) કઝાખસ્તાન
૨૦૧૦ રાષ્ટ્રપતિ લી મ્યૂંગ બક (Lee Myung bak) કોરિયા ગણરાજ્ય
૨૦૧૧ પ્રમુખ સુસીલો બામબૅન્ગ યુધોયોનો (Susilo Bambang Yudhoyono)[૩] ઇન્ડોનેશિયા
૨૦૧૨ વડાપ્રધાન યિન્ગલક શિનાવાત્રા (Yingluck Shinawatra)[૪] થાઇલેન્ડ
૨૦૧૩ રાજવી જિગ્મે ખેસર નામ્ગ્યાલ વાન્ગચુક (Jigme Khesar Namgyel Wangchuck) ભૂતાન
૨૦૧૪ વડાપ્રધાન શિન્ઝો અબે (Prime Minister Shinzo Abe) Japan
૨૦૧૫ બરાક ઓબામા પ્રથમ વખત અમેરિકી પ્રમુખ (President Barack Obama) United States
૨૦૧૬ ફ્રાંસ નાં પ્રમુખ ફ્રાન્કોઇસ હોલ્લાંડે (President François Hollande) France

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર-૨૦૦૫ અખબારી યાદી, ભારત સરકાર.
  2. "General South African History timeline" sahistory.org.za Accessed on June 13, 2008.
  3. "Indonesian President next R-Day parade chief guest – Rediff.com India News". Rediff.com. Retrieved 25 January 2012. 
  4. New Delhi, 2 Dec (IANS) (20 January 2012). "Thai PM to be chief guest on India's Republic Day". Deccan Herald. Retrieved 25 January 2012.