નવી મુંબઈ

વિકિપીડિયામાંથી
નવી મુંબઈ
શહેર
નવી મુંબઈ
નવી મુંબઈ વિહંગાલોકન
નવી મુંબઈ
નવી મુંબઈ
નવી મુંબઈ
નવી મુંબઈ
નવી મુંબઈ
નવી મુંબઈ
નવી મુંબઈ
નવી મુંબઈ (મહારાષ્ટ્ર)
નવી મુંબઈ
નવી મુંબઈ
નવી મુંબઈ
નવી મુંબઈ (મુંબઈ)
અક્ષાંશ-રેખાંશ: 19°01′N 73°01′E / 19.02°N 73.02°E / 19.02; 73.02
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોથાણા જિલ્લો અને રાયગડ જિલ્લાના ભાગો
નગર આયોજન, વિકાસ અને માલિકીCIDCO
વસ્તી
 • કુલ૧૧,૧૯,૪૮૮[૧]

નવી મુંબઈ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય શહેર મુંબઈ શહેરથી પૂર્વ ભાગમાં પૂર્ણ રૂપથી સુનિયોજિત શહેર છે, જે મુંબઈ શહેરના જોડિયા શહેર તરીકે ઈ. સ. ૧૯૭૨ના વર્ષથી વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ મહાનગર લગભગ ૧૬૩ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે તથા નવી મુંબઈ મહાનગરપાલિકા નિગમના કાર્યક્ષેત્રમાં આવે છે.

નવી મુંબઈ થાણાની ખાડીના પૂર્વ ભાગમાં આવેલ છે. વાશી આ શહેરનું મુખ્ય ક્ષેત્ર ગણાય છે. નવી મુંબઈ એ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનું ઘર છે જેમાં એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, અને હોટલ મેનેજમેંટ સહિતના ઘણા પ્રવાહોના અભ્યાસક્રમો આપવામાં આવે છે. સિમેન્સ, મેકડોનાલ્ડ્સ, મોર્નિંગસ્ટાર ઇન્ક., બેકર હ્યુજીસ, બ્યુરો વેરિટાઝ, બિઝેરબા, રિલાયન્સ, એક્સેન્ચર, અને લાર્સન અને ટુબ્રોની વિવિધ મલ્ટીનેશનલ કોર્પોરેશનો શહેરમાં તેમની મુખ્ય કચેરીઓ/શાખાઓ ધરાવે છે, જે તેને એક સક્રિય વ્યવસાયનું કેન્દ્ર બનાવે છે.

નવી મુંબઈમાં વિવિધ મનોરંજક સુવિધાઓ પણ છે જેમ કે ખારઘરમાં ગોલ્ફ કોર્સ, સેન્ટ્રલ પાર્ક અને પાંડવકાડા વોટર ફૉલ્સ, સીબીડી બેલાપુર નજીક પાર્સિક હિલ, નેરૂલ અને સીવુડ્સમાં વંડર્સ પાર્ક અને નવી મુંબઈનો રત્ન, જુહુ નગરમાં મીની સીશૉર જુહુ ચોપાટી (જુહુ ગાઓન), વાશીમાં સાગર વિહાર, પીરવાડ, નાગવ અને ઉરણમાં માનકેશ્વર બીચ, સીબીડી બેલાપુરનો બેલાપુર કિલ્લો, પનવેલ નજીક કર્નાલા પક્ષી અભયારણ્ય, અને અન્ય ઘણા જાહેર સ્થળો જેવા કે બગીચા અને જોગિંગ ટ્રેક.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "CIDCO :: Population". Cidco.maharashtra.gov.in. મૂળ સંગ્રહિત માંથી 10 ઓગસ્ટ 2017 પર સંગ્રહિત. મેળવેલ 10 ઓગસ્ટ 2017.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]