લખાણ પર જાઓ

નાઉરુનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
નાઉરુ
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યો૩૧ જાન્યુઆરી ૧૯૬૮
રચનાભૂરો પશ્ચાદભૂમાં મધ્યમાં સોનેરી રંગનો આડો પટ્ટો અને નીચેના ભાગમાં સફેદ ૧૨ ખૂણાવાળો સિતારો

નાઉરુનો ધ્વજ દેશને આઝાદી મળી તે દિવસે સ્વીકારવામાં આવ્યો. તે એક સ્થાનિક સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવ્યો. તે નાઉરુની ભૌગોલિક સ્થાન સૂચવે છે. તેમાંની સોનેરી આડી પટ્ટી વિષુવવૃત્તનું સૂચક છે જે દેશની એકદમ નજીકથી પસાર થાય છે. ભૂરો રંગ પ્રશાંત મહાસાગરનો સૂચક છે. નાઉરુ પોતાનું પ્રતિનિધિત્વ ૧૨ ખૂણાવાળો સિતારો કરે છે. તે દેશના ૧૨ સ્થાનિક આદિવાસી જૂથો દર્શાવે છે.

પ્રતિકાત્મક

[ફેરફાર કરો]

ધ્વજમાં સોનેરી પટ્ટીનો પહોળાઈ ધ્વજની કુલ પહોળાઈની ૧/૨૪મા ભાગની હોય છે. ધ્વજને બે સરખા ભાગ બે ખડક જેમાંથી શરૂઆતના માનવો જન્મ્યા હતા તેના સૂચક છે. સિતારાનો સફેદ રંગ ફોસ્ફેટ સૂચવે છે જેના દ્વારા ટાપુના રહેવાશીઓએ સંપત્તિ મેળવી છે.

સર્જન અને સ્વીકાર

[ફેરફાર કરો]

ધ્વજને ટાપુના જ એક રહેવાશીએ બનાવ્યો હતો જે એક ઓસ્ટ્રેલિયાની કંપનીમાં નોકરી કરતો હતો. તે સત્તાવાર રીતે ૩૧ જાન્યુઆરી ૧૯૬૮ના રોજ અપનાવાયો. આ ધ્વજ માટે પ્રશાંત મહાસાગરના અન્ય દેશો જેમ કે ટુવાલુનો રાષ્ટ્રધ્વજના પ્રમાણમા નગણ્ય વિવાદ થયો છે.