નાચણ
Appearance
નાચણ પક્ષી પંખા તથા ચકદિલ ના નામે પણ ઓળખાય છે.
અંગ્રેજી નામ= White-throated Fantail
શાસ્ત્રીય નામ= Rhipidura albicollis
નાચણ | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Rhipiduridae |
Genus: | 'Rhipidura' |
Species: | ''R. albicollis'' |
દ્વિનામી નામ | |
Rhipidura albicollis (Vieillot, 1818)
|
કદ અને દેખાવ
[ફેરફાર કરો]કદમાં ચકલીને મળતું આવતું આ પક્ષી પોતાની પૂંછડીને પંખા આકારમાં ફેલાવે છે,તેના ટપકાંવાળા ધોળા નેણ કપાળથી શરૂથઇ ઓડ સુધી આવે છે.તેની પીઠ કાળાશ પડતી અને પાંખપર સફેદ ટપકાં દેખાય છે.તેની પૂંછડીના વચલા બે પીંછા કાળા અને બીજાં પીંછા લાંબે સૂધી જતી ધોળી લાગતી પૂંછડીમાં હોય છે.નર-માદા સરખા રંગના હોય છે.આંખ,ચાંચ અને પગ કાળા રંગના હોય છે.
રહેઠાણ
[ફેરફાર કરો]નાચણ ઝાડ પર બનાવેલા કપ આકારના માળામાં ત્રણ ઇંડા મૂકે છે.
ખોરાક
[ફેરફાર કરો]મચ્છર, માખી, જીવાત તથા જમીન પરની જીવાત પણ ખાય છે.
અવાજ
[ફેરફાર કરો]જરા કર્કશ 'ચક-ચક',ક્યારેક મધુર સીટીઓ પણ વગાડે છે.
ફોટો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- Birds of India by Grimmett, Inskipp and Inskipp, ISBN 0-691-04910-6