નાયકી દેવી

વિકિપીડિયામાંથી
નાયકી દેવી
જીવનસાથીઅજયપાળ
વંશજમૂળરાજ
વંશચાંદેલ (જન્મે), સોલંકી (લગ્ન દ્વારા)
પિતાપર્માંડી
માતામલ્હાર પ્રતિહાર
ધર્મહિંદુ

નાયકી દેવી સોલંકી વંશના મહારાણી હતા, જેમણે વર્ષ ૧૧૭૮માં મહોમ્મદ ઘોરીને પરાજીત કર્યો હતો.

જીવન[ફેરફાર કરો]

નાયકી દેવી કદંબ રાજ્ય (હાલનું ગોવા)ના મહામંડલેશ્વર, પર્માંડીના પુત્રી હતા. તેમનો વિવાહ ગુજરાત ના મહારાજા અજયપાળ સાથે થયો હતો. મહારાજા અજયપાળ સિદ્ધરાજ જયસિંહના પૌત્ર તથા કુમારપાળના પુત્ર હતા. એક અંગરક્ષક દ્વારા વર્ષ ૧૧૭૬માં અજયપાલની હત્યા પછી રાજ્યની સત્તાની કમાન નાયકી દેવીના હાથમાં આવી ગઈ હતી, કારણ કે તે સમયે તેઓનો પુત્ર મૂળરાજ બાળક હતો.

યુદ્ધ[ફેરફાર કરો]

મહોમ્મદ ઘોરીને જયારે ખબર પડી કે ગુજરાત પર એક વિધવા રાણીનું શાસન છે, ત્યારે તેણે ગુજરાત પર ચઢાઈ કરી દીધી. આ આક્રમણની પહલેથી મળેલ માહિતીના આધારે નાયકી દેવી ની સેનાએ ગુજરાતની રાજધાની પાટણથી દુર આબુ પર્વતની તળેટીમાં કયાદરા નજીક પહોંચી ઘોરી સાથે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં ઘોરી ખરાબ રીતે ઘાયલ થયો તથા તેણે પ્રાણ બચાવવા માટે પલાયન કરવું પડ્યું. આ ઘટના પછી ઘોરી એ કદી ગુજરાત ઉપર નજર ન નાખી.