મૂળરાજ દ્વિતીય

વિકિપીડિયામાંથી
મૂળરાજ
ગુર્જર પ્રદેશના રાજા
શાસનઈ.સ. ૧૧૭૫ – ૧૧૭૮
પુરોગામીઅજયપાળ
અનુગામીભીમદેવ દ્વિતીય
વંશસોલંકી વંશ
પિતાઅજયપાળ
માતાનાયકી દેવી

મૂળરાજ (દ્વિતીય) અથવા બાળ મૂળરાજ રાજપૂતોના સોલંકી વંશના ભારતીય રાજા હતા. તેમણે વર્તમાન ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો પર રાજ કર્યું હતું. અણહિલવાડ પાટણ (આધુનિક પાટણ) તેમના રાજ્યની રાજધાની હતી. તેઓ બાળપણમાં જ સિંહાસન પર આરૂઢ થયા હતા અને તેમની માતા નાયકી દેવીએ તેમના ટૂંકા શાસનકાળ દરમિયાન તેમના સંરક્ષક તરીકે કામ કર્યું હતું. સોલંકીઓએ પોતાના શાસનકાળ દરમિયાન ઘોરી આક્રમણનો પ્રતિકાર કર્યો હતો. પરમારરાજા વિંધ્યવર્મને પોતાના શાસનકાળ દરમિયાન સોલંકીઓને માળવામાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને મૂળરાજ દ્વિતીયના જીવનકાળ દરમિયાન અથવા તેમના મૃત્યુ પછી તરત જ માળવા પરનો કબજો મેળવવામાં સફળ રહ્યા હતા.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

નકશો
મૂળરાજ દ્વિતીયના શાસનનો એક શિલાલેખ બ્રાહ્મણવાડા ખાતે મળી આવ્યો છે.[૧] સિરોહી જિલ્લામાં આધુનિક ક્યારાનું સ્થાન પણ દર્શાવવામાં આવ્યું છે.).

મૂળરાજ દ્વિતીય તેમના પિતા અજયપાળના સ્થાને સોલંકી વંશના સિંહાસન પર આવ્યા હતા.[૨]

તેમની માતા નાયકાદેવી પરમારદિનના પુત્રી હતા. એક સિદ્ધાંત મુજબ, આ પરમારદિન ગોવાના કદમ્બા રાજા શિવચિત્ત પરમાદિદેવ (ઈ.સ. ૧૧૪૮-૧૧૭૯) હતા. અન્ય એક સિદ્ધાંત તેમને ચંદેલા રાજા પરમારદિન તરીકે ઓળખાવે છે.[૨]

પિતાના મૃત્યુ બાદ બાળ મૂળરાજે સોલંકી શાસન સંભાળ્યું. તેમની માતા નાયકાદેવીએ તેમના ટૂંકા શાસનકાળ દરમિયાન તેમના સંરક્ષક તરીકે કામ કર્યું હતું.[૩]

માળવામાં બળવો[ફેરફાર કરો]

પરમાર રાજ્ય માળવા મૂળરાજના પુરોગામીઓના શાસનકાળ દરમિયાન સોલંકીઓના નિયંત્રણ હેઠળ આવ્યું હતું. મૂળરાજના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હતો. તેનો લાભ લઈને પરમાર રાજા વિંધ્યવર્મને માળવા પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો.[૪]

સોલંકી સેનાપતિ કુમાર વિંધ્યવર્મન વિરુદ્ધની સૈન્ય કામગીરીના પ્રભારી હતા. કુમારના પુત્ર સોમેશ્વરે કૃત સુરતોત્સવ મુજબ કુમારે વિંધ્યવર્મનને હરાવ્યો હતો. વિજય બાદ કુમારે વિંધ્યવર્મનના નગર ગોગસ્થાનનો નાશ કર્યો અને માળવાને લૂંટી લીધુ હતું.[૪]

વિંધ્યવર્મન આખરે માળવા પર કાબૂ મેળવવામાં સફળ રહ્યો. ઇતિહાસકાર આર. સી. મજુમદારના જણાવ્યા અનુસાર, વિધ્યવર્મને મૂળરાજના શાસનકાળ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી.[૫] જોકે, એ. કે. મજુમદારના મતે મૂળરાજ (દ્વિતીય)ના શાસનકાળ દરમિયાન માળવા સોલંકી રાજ્યના નિયંત્રણ હેઠળ રહ્યું હતુ.[૪]

અવસાન[ફેરફાર કરો]

મૂળરાજ ઈ.સ. ૧૧૭૮માં ખૂબ જ નાની વયે અવસાન પામ્યા તથા તેમના સ્થાને તેમના ભાઈ ભીમદેવ દ્વિતીય રાજા બન્યા.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • Asoke Kumar Majumdar (1956). Chaulukyas of Gujarat. Bharatiya Vidya Bhavan. OCLC 4413150.CS1 maint: ref=harv (link)
  • R. C. Majumdar (1977). Ancient India. Motilal Banarsidass. ISBN 9788120804364.CS1 maint: ref=harv (link)
  • Tripat Sharma (1987). Women in Ancient India, from 320 A.D. to C. 1200 A.D. Ess Ess. ISBN 978-81-7000-028-0.CS1 maint: ref=harv (link)