નારાયણ હેમચંદ્ર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નારાયણ હેમચંદ્ર દીવેચા (૧૮૫૫–૧૯૦૪) જેઓ નારાયણ હેમચંદ્ર તરીકે વધુ જાણીતા છે, એક ગુજરાતી લેખક, અનુવાદક અને કવિ હતાં. તેમના જીવન પર ગાંધીજીનો પ્રભાવ હતો. ગાંધીજી તેમને ઇંગ્લેન્ડમાં મળ્યા હતાં અને તેમને વિચિત્ર દેખાવ અને વિચિત્ર પોષાક ધારણ કરનાર તરીકે વર્ણવ્યા હતાં અને તેમના મતે તે અણગમતી શારીરિક ગંધ પણ ધરાવતા હતા, પણ તેઓને પોતાના દેખાવ, વસ્ત્રો કે નબળી અંગ્રેજીનો આદિનો કોઈ છોછ ન હતો. ગાંધીજીએ તેમના પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં નારાયણ હેમચંદ્રની અન્ય સંસ્કૃતિનો અભ્યાસ અને ભાષા શીખવાના તેમના ઉત્સાહની વાત વર્ણવી છે.

સર્જન[ફેરફાર કરો]

નાના-મોટાં એમ બધાં મળીને આશરે બસો જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે. તેમણે રવિન્દ્રનાથ ટાગોરના લેખનોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે અને પયગંબર મુહમ્મદની જીવન કથા પણ લખી છે.[૧][૨]

જૂન ૧૮૯૩માં ગુજરાત વર્નાક્યૂલર સોસાયટી દ્વારા તેમના દ્વારા લખાયેલ "ધાર્મિક પુરુષો" નામના પુસ્તકનું પ્રકાશન થયું હતું. આ પુસ્તક ચૈતન્ય, ગુરુ નાનકસંત કબીર અને રામકૃષ્ણ પરમહંસ જેવા સંતોનું ચરિત્ર ધરાવે છે.[૩]

તેમના દ્વારા લખાયેલ હું પોતે (૧૯૦૦)એ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલ પ્રથમ આત્મકથા હતી, અલબત્ સૌ પ્રથમ નવલકથા લખવાનો શ્રેય નર્મદને જાય છે ‍(પ્રકાશન ૧૯૩૩).[૪][lower-alpha ૧]

ટૂંકી વાર્તા[ફેરફાર કરો]

 • પાંચ વાર્તા (૧૯૦૩)
 • ફૂલદાની અને બીજી વાર્તાઓ (૧૯૦૩)

નવલકથા[ફેરફાર કરો]

 • વૈદ્યકન્યા (૧૮૯૫)
 • સ્નેહકુટિર (૧૮૯૬)
 • રૂપનગરની રાજકુંવરી (૧૯૦૪)

વિવેચન[ફેરફાર કરો]

 • જીવનચરિત્ર વિશે ચર્ચા (૧૮૯૫)
 • સાહિત્યચર્ચા (૧૮૯૬)
 • કાલિદાસ અને શૅક્સપિયર (૧૯૦૦)

અનુવાદ[ફેરફાર કરો]

 • ડૉકટર સામ્યુઅલ જોનસનનું જીવનચરિત્ર (૧૮૩૯)
 • માલતીમાધવ (૧૮૯૩)
 • પ્રિયદર્શિકા
 • સંન્યાસી

નોંધ[ફેરફાર કરો]

 1. નર્મદે તેમની આત્મકથા ૧૮૬૬માં લખી હતી પણ તેનું પ્રકાશન તેમના મરણોપરાંત થાય એવી તેમની ઈચ્છા હતી. આ આત્મકથા ૧૯૩૩માં તેમના જન્મ જયંતિ સમયે પ્રકાશિત થઈ. આ પહેલા ગુજરાતી ભાષામાં બે આત્મકથાઓ પ્રગટ થઈ હતી, હું પોતે (૧૯૦૦): નારાયણ હેમચંદ્ર અને સત્યના પ્રયોગો: (૧૯૨૫-૧૯૨૯) મહાત્મા ગાંધી.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Gandhi, M.K., LETTER TO JAMNADAS GANDHI (Aug28,1911) 
 2. Sisir Kumar Das (૨૦૦૦). History of Indian Literature. Sahitya Akademi. p. ૨૩૦. ISBN 978-81-7201-006-5. 
 3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 145: attempt to compare nil with number.
 4. ૪.૦ ૪.૧ Pandya, Kusum H (૩૧ ડિસેમ્બર ૧૯૮૬). Gujarati Atmakatha Tena Swarupagat Prashno. Thesis. Department of Gujarati, Sardar Patel University. Shodhganga web. pp. 200–220. Retrieved ૨૮ ઓક્ટોબર ૨૦૧૬. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]