લખાણ પર જાઓ

હું પોતે

વિકિપીડિયામાંથી
હું પોતે
લેખકનારાયણ હેમચંદ્ર
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારઆત્મકથા
પ્રકાશન તારીખ
૧૯૦૦

હું પોતે નારાયણ હેમચંદ્રે લખેલી અને ગુજરાતીમાં પ્રકાશિત થયેલી પહેલી આત્મકથા છે, જેનું પ્રકાશન ઈ.સ. ૧૯૦૦માં થયું હતું.[૧]

અવલોકન[ફેરફાર કરો]

નારાયણ હેમચંદ્ર મુંબઈમાં રહેતા ગુજરાતી ભાષાના લેખક, વિવેચક અને અનુવાદક હતા. હું પોતે (૧૯૦૦) ગુજરાતીમાં પ્રકાશિત થયેલી સૌપ્રથમ આત્મકથા છે, જો કે પ્રથમ આત્મકથા નર્મદે ૧૮૬૬માં લખી હતી પણ તેનું પ્રકાશન ૧૯૩૩માં થયું હતું.[૧]

આ આત્મકથામાં તેઓ પોતાના જીવનનો સળંગ ચોત્રીસ વર્ષનો "અહેવાલ" રજૂ કરે છે.[૧] આત્મકથામાં તેમણે તેમના જન્મથી લઈને ઈ.સ. ૧૮૮૯માં ઇંગ્લૅન્ડની યાત્રા કરી ત્યાં સુધીની માહિતી આપી છે. સાથે જ તેમણે પૂર્વજો, કેળવણી, અલગ અલગ જગ્યાએ કરેલી નોકરીઓ, તેમના જીવન પર પ્રભાવો વગેરેની વાત કરી છે. કુસુમ પંડ્યાના કહેવા મુજબ "એમણે ઉત્તરાર્ધ લખવા માંડ્યો હતો, પરંતુ મુંબઈમાં ફાટી નીકળેલા પ્લેગથી થયેલા અવસાનને કારણે તે કાર્ય અપૂર્ણ રહ્યું હોય તેમ લાગે છે."[૧]

વિવેચન[ફેરફાર કરો]

રસીલા કડીઆના મતાનુસાર નારાયણ હેમચંદ્ર તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વને આલખે છે પણ આત્મકથા સંદર્ભે આ કૃતિ આકર્ષક બનતી નથી.[૨] તેઓ વધુમાં નોંધે છે કે "જીવનની આકૃતિમાંથી આત્મકથાની આકૃતિ નીપજાવવાનો કસબ લેખકને કારગત થયો નથી, એ આ કૃતિની સૌથી મોટી મર્યાદા છે."[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Pandya, Kusum H (31 December 1986). Gujarati Atmakatha Tena Swarupagat Prashno. Thesis. Department of Gujarati, Sardar Patel University (in Gujarati). pp. 200–220. hdl:10603/98617.
  2. ૨.૦ ૨.૧ કડીઆ, રસીલા (૨૦૧૫). આત્મકથા: સ્વરૂપ અને વિકાસ. અમદાવાદ:પાર્શ્વ પ્રકાશન. પૃ:૧૫૩–૧૫૬. ISBN 978-93-5108-381-8.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]