નિકોટિન
ઢાંચો:Drugbox નિકોટિન એ ભોંયરીંગણી પરિવારના ઝોડ (સોલાનસેઇ )માં મળતું અલ્કલી ઝેર છે જે સૂકી તમાકુનું 0.6–3.0% વજન ધરાવે છે,[૧][૨] જેનું જૈવ સંયોજન છોડના મૂળમાં ઉદ્ભવે છે અને ભરાવો પાંદડાંમાં થાય છે. તે જીવજંતુઓ સાથે શાકાહારવિરોધી રસાયણ તરીકે ખાસ ચોક્સાઇથી કાર્ય કરે છે. તેથી જ ભૂતકાળમાં નિકોટિન જંતુનાશક દ્વવ્ય તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું હતું,[૩][૪] અને વર્તમાન સમયમાં ઇમિડેક્લોપ્રિડ જેવા નિકોટિનના પર્યાયો વ્યાપક પ્રમાણમાં વપરાય છે. સોલાનસેઇ પરિવારના અન્ય કેટલાક સભ્યોમાં પણ નિકોટિન મળી આવે છે. રીંગણીના છોડ અને ટામેટા જેવી જાતોમાં પણ તે નાના પ્રમાણમાં હાજર હોય છે.
ઓછા કેન્દ્રીકરણ (સરેરાશ સિગારેટ આશરે એક મિલિગ્રામ જેટલું એકરસ નિકોટિન પેદા કરે છે)માં આ પદાર્થ સસ્તન જીવોમાં ઉત્તેજક તરીકેનું કાર્ય કરે છે અને તે તમાકુ ધુમ્રપાનના ગુલામ-બનાવતા ગુણધર્મો લાવવા માટેનું મુખ્ય પરિબળ છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના મત મુજબ, નિકોટિનનું વ્યસન અત્યાર સુધી ન તોડી શકાય તેવા સખત વ્યસનોમાંથી એક રહ્યું છે. તમાકુ તેમજ હેરોઇન અને કોકેઇન જેવા ડ્રગ્સના વ્યસનો નક્કી કરતાં ઔષધ વિજ્ઞાન અને વર્તન અંગેના લક્ષણો સરખાં જ જોવા મળે છે.[૫] છેલ્લા કેટલાક વર્ષોના ગાળામાં સિગારેટોમાં નિકોટિનનું પ્રમાણ ધીરેધીરે વધ્યું છે, અને એક અભ્યાસ મુજબ 1998થી 2005ના વર્ષો વચ્ચે આ પ્રમાણમાં પ્રતિવર્ષ 1.6%નો સરેરાશ વધારો થયો હતો. બજારમાં મળતી તમામ જાતની સિગારેટોને આ વાત લાગુ પડતી હતી. [૬]
ઇતિહાસ અને નામ
[ફેરફાર કરો]પોર્ટુગલ દેશમાં ફ્રેન્ચ દૂત જેન નિકોટ દ વિલ્લેમેઇનના નામ પરથી પડેલાં નિકોટિઆના ટેબકમ નામના તમાકુના છોડ પરથી નિકોટિનનું નામ પાડવામાં આવ્યું છે. 1560માં નિકોટે તમાકુ અને તેનું બિયારણ બ્રાઝિલથી પેરિસ મોકલીને તેના ઔષધીય ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું. જર્મન રસાયણશાસ્ત્રીઓ પોસ્સેલ્ટ અને રેઇમન્ન દ્વારા 1828માં સૌપ્રથમ તમાકુના છોડમાંથી નિકોટિનને અલગ પાડવામાં આવ્યું.[૭] મેલ્સેન્સ દ્વારા 1843માં તેનું રાસાયણિક અનુભવ આધારિત સૂત્ર વર્ણવવામાં આવ્યું, [૮]
ગેરી પિન્નર દ્વારા 1893માં તેનું માળખું શોધવામાં આવ્યું તેમજ 1904માં એ.પેક્ટેટ અને ક્રેપ્યુક્ષ દ્વારા તેનું પ્રથમ વખત કુત્રિમ રીતે સેન્દ્રિયકરણ થયું.[૯]
રસાયણશાસ્ત્ર
[ફેરફાર કરો]નિકોટિન એ ભેજનું શોષણ કરનારું, તૈલી પ્રવાહી છે જે પાણી સાથે તેના મૂળ સ્વરૂપે ભળી શકે તેવું હોય છે. નાઇટ્રોનવાળાં મૂળ તરીકે નિકોટિન એસિડ સાથે મીઠું બનાવે છે જે સામાન્ય રીતે સખત અને પાણીમાં ઓગળી શકે તેવાં હોય છે. નિકોટિન સરળતાંથી ચામડીમાં ઘૂસી જાય છે. ભૌતિક આંકડાંમાં દર્શાવ્યા પ્રમાણે, અલ્કલી ઝેર આધારિત કુદરતી પ્રોડક્ટ નિકોટિન તેના ઉત્કલન બિંદુ કરતાં નીચેના તાપમાને સળગી જાય છે, અને વરાળનું દબાણ નીચું હોવા છતાં તેના ધુમાડાં હવામાં ઝટ સળગી જાય છે308 K (35 °C; 95 °F). આ કારણસર, જ્યારે સિગારેટ પીવામાં આવે છે ત્યારે મોટાભાગનું નિકોટિન બળી જાય છે; જોકે, ઇચ્છિત અસરો પૂરી પાડવા માટે તેનું પૂરતું પ્રમાણ શ્વાસમાં લેવું પડે છે. તમાકુના ધુમ્રપાન દ્વારા શ્વાસમાં લેવામાં આવતું નિકોટિનનું પ્રમાણ એ તમાકુના પાંદડામાં હાજર નિકોટિનનો માત્ર એક હિસ્સો જ હોય છે.[સંદર્ભ આપો]
પ્રકાશશાસ્ત્રીય પ્રવૃતિ
[ફેરફાર કરો]નિકોટિન એ પ્રકાશશાસ્ત્રીય રીતે સક્રિય છે અને તેને દર્પણ પ્રતિબિંબ ધરાવતાં બે સ્વરૂપો છે. નિકોટિનનું કુદરતી રીતે ઉદ્ભવતું સ્વરૂપ [α]D = –166.4° સાથે લીવોરોટેટરી હોય છે. તેનું ડેક્ષ્ટ્રોરોટેટરી સ્વરૂપ (+)-નિકોટિન અન્ય (–)-નિકોટિનથી માત્ર અડધી જ શારીરિક પ્રવૃતિ કરે છે. માટે તે એટલું નબળું હોય છે કે તેની સરખી અસર મેળવવા માટે તેનો ઊંચો ડોઝ લેવો પડે. [૧૦] (+)-નિકોટિનના ક્ષારો સામાન્ય રીતે ડેક્ષ્ટ્રોરોટેટરી હોય છે.
ઔષધવિજ્ઞાન
[ફેરફાર કરો]ફાર્માકોકાઇનેટિક્સ
[ફેરફાર કરો]નિકોટિન જેવું શરીરમાં દાખલ થાય છે, તે ખૂબ જ ઝડપથી લોહીના પ્રવાહમાં ભળી જાય છે અને તેથી તે લોહી-મગજના અવરોધને વટાવી શકે છે. શ્વાસમાં લીધા બાદ આ પદાર્થને મગજ સુધી પહોંચવામાં સરેરાશ આશરે સાત સેકન્ડ લાગે છે.[સંદર્ભ આપો] શરીરમાં નિકોટિનની હાફ લાઇફ (કીરણોત્સારી ગુણ ઘટીને અડધો થતાં લાગતો સમય) બે કલાકની આસપાસ છે. [૧૧]
ધુમ્રપાનથી શરીર દ્વારા ગ્રહણ કરવામાં આવતાં નિકોટિનના પ્રમાણનો આધાર ઘણા પરિબળો પર નભે છે. જેમાં તમાકુનો પ્રકાર, ધુમાડો શ્વાસમાં લેવાય છે કે નહીં, ફીલ્ટરનો ઉપયોગ થયો છે કે નહીં વગેરે જેવા પરિબળોનો સમાવેશ થાય છે. મોંઢામાં હોઠ અને પેઢાં વચ્ચે ભરાવાતી અથવા તો નાક દ્વારા લેવાતી વિવિધ ચાવવાની તમાકુ, ઝબોળવાની તમાકુ, સ્નસ (તમાકુની એક પ્રોડક્ટ) અને છીંકણી વગેરેનું શરીરમાં છૂટતું પ્રમાણ ધુમ્રપાન કરતાં અનેકગણું રહે છે. નિકોટિનની યકૃતમાં થતી ચયાપચયની ક્રિયા સાયટોક્રોમ P450 ઉત્સેચકો દ્વારા થાય છે (મોટેભાગે CYP2A6 દ્રારા અને CYP2B6 દ્વારા પણ). કોટિનાઇન એ અતિમહત્વનું મેટાબોલાઇટ (ચયાપચયની ક્રિયા કરનાર) છે. અન્ય પ્રાથમિક મેટાબોલાઇટોમાં નિકોટિન એન-ઓક્સાઇડ, નોર્નિકોટિન, નિકોટિન આઇસોમેથોનિયમ આઇઓન, 2-હાઇડ્રોક્સીનિકોટિન અને નિકોટિન ગ્લુકુરોનાઇડનો સમાવેશ થાય છે.[૧૨] નિકોટિનથી કોટિનાઇન સુધીની ગ્લુકુરોનિડેશન અને ઑક્સીકરણ કરેલી ચયાપચયની ક્રિયા બંને મેન્થોલ દ્વારા અંકુશિત થાય છે, અને એ રીતે તે નિકોટિનની ઇન વિવો હાફ લાઇફ વધારે છે. મેન્થોલ ધરાવતી સિગારેટોમાં મેન્થોલ એક ઉમેરણ હોય છે.[૧૩]
વપરાશની શોધ
[ફેરફાર કરો]ઝેરીઅસર કે તબીબી-કાનૂની મૃત્યુની તપાસના નિદાનની ખરાઇ કરવાના હેતુસર લોહી, જીવનરસ કે મૂત્રમાં નિકોટિનનું પ્રમાણ જાણવું પડે છે. નોકરી પહેલાંનાં અને આરોગ્ય વીમાની તબીબી તપાસ કાર્યક્રમોના હેતુસર મૂત્ર કે લાળને લગતું કોટિનાઇન કેન્દ્રીકરણ હંમેશા માપવામાં આવે છે. પરિણામોનું કાળજીપૂર્વકનું અર્થઘટન ખૂબ જ મહત્વનું છે, કારણ કે સિગારેટના ધુમાડાનું પરોક્ષ રીતે સેવન નિકોટિનના નોંધનીય ભરાવામાં પરિણમે છે, અને બાદમાં તેના મેટાબોલાઇટો શરીરના વિવિધ સ્ત્રાવોમાં દ્રશ્યમાન થાય છે.[૧૪][૧૫] રસપ્રદ વાત એ છે કે, સ્પર્ધાત્મક રમતોના કાર્યક્રમોમાં નિકોટિન પર કોઇ નિયંત્રણો હોતા નથી, છતાં આ કેફી પદાર્થ વ્યાયામને લગતાં પ્રદર્શનમાં નોંધપાત્ર લાભકર્તા અસર ધરાવે છે તેમ દર્શાવવામાં આવે છે.[૧૬]
ફાર્માકોડાયનેમિક્સ
[ફેરફાર કરો]નિકોટિન એસેટીલ્કોલાઇન રીસેપ્ટર્સ પર કામ કરે છે, ખાસ કરીને ગેન્ગ્લિઅન પ્રકારના નિકોટિન રીસેપ્ટર અને એક સીએનએસ (CNS) નિકોટિન રીસેપ્ટર પર તે કામ કરે છે. આ બંનેમાંથી પહેલા પ્રકારનું નિકોટિન મૂત્રપિંડ પાસેની અસ્થિમજ્જા અને અન્ય જગ્યાએ હાજર હોય છે, જ્યારે બીજા પ્રકારનનું નિકોટિન કેન્દ્રીય જ્ઞાનતંતુ ચક્ર (સીએનએસ)માં હાજર હોય છે. નાના ભરાવાઓ દ્વારા નિકોટિન આ રીસેપ્ટરોની પ્રવૃતિ વધારે છે. ઓછી સીધી કાર્યપદ્ધતિ દ્વારા નિકોટિનની વિવિધ અન્ય ન્યુરોટ્રાન્સમિટર્સ પર પણ અસરો હોય છે.
સીએનએસ (CNS)માં
[ફેરફાર કરો]નિકોટિનિક એસેટીલ્કોલાઇન રીસેપ્ટર્સ સાથે બંધાઇને નિકોટિન કેટલાક ન્યુરોટ્રાન્સમિટર્સના સ્તરોમાં વધારો કરે છે - આમ કરીને તે એક પ્રકારના અવાજ નિયંત્રક તરીકે કાર્ય કરે છે. એવું વિચારવામાં આવે છે કે મગજની રીવોર્ડ સર્કીટમાં ડોપામાઇનના વધેલા સ્તરો સુખબોધ , રાહત અને નિકોટિનથી થતાં અંતિમ વ્યસન માટે જવાબદાર હોય છે. નિકોટિનને હાડપિંજરના સ્નાયુઓ કરતાં મગજના એસેટીલ્કોલાઇન રીસેપ્ટર્સ માટે વધુ આકર્ષણ હોય છે, જોકે ઝેરી ડોઝ વખતે તે સંકોચનો અને શ્વાચ્છોશ્વાસને લગતો લકવો પેદા કરી શકે છે.[૧૯] ચોક્કસ એમિનો એસિડના આ રીસેપ્ટર પેટાપ્રકારો પર તફાવતોને કારણે જ નિકોટિનની પસંદગી થતી હોવાનું માનવામાં આવે છે.[૨૦]
તમાકુનો ધુમાડો મોનોએમાઇન ઓક્સીડેસ ઇનહિબિટર્સ હર્માન, નોરહર્માન,[૨૧] એનાબેસાઇન, એનટેબાઇન અને નોર્નિકોટાઇન ધરાવે છે. આ સંયોજનો ધુમ્રપાન કરનારાઓની એમએઓ (MAO )પ્રવૃતિમાં અસરકારક રીતે ઘટાડો કરે છે. [૨૧][૨૨] MAO પાચકરસો ડોપામાઇન, નોરેપિનેફ્રાઇન અને સેરોટોનિન જેવા મોનોએમિનર્જિક ન્યુરોટ્રાન્સમિટર્સને ભાંગી પાડે છે.
તમાકુના ધુમ્રપાન દ્વારા લેવામાં આવતું હઠીલું નિકોટિન નાના મગજ અને મગજના મધ્યભાગ વિસ્તારમાં[૨૩][૨૪] આલ્ફા4બીટા2* nAChRને અપ-રેગ્યુલેટ (વધે એ રીતે નિયંત્રિત) કરે છે પરંતુ હેબીન્યુલોપેડુન્ક્યુલર માળખાઓમાં કોઇ ફેરાફાર કરતું નથી. [૨૫] વેન્ટ્રલ ટેગ્મેન્ટલ એરિયા(મગજના ભાગમાં મજ્જાતંતુ કોશિકાનું જૂથ)માં હાજર આલ્ફા4બીટા2 અને આલ્ફા6બીટા2 રીસેપ્ટર્સ, નિકોટિનની વધારાની અસરોમાં મધ્યસ્થી બનવા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. [૨૬]
એસએનએસ (SNS)માં
[ફેરફાર કરો]સ્પ્લેન્ચનિક નસોથી મૂત્રપિંડ પાસેની અસ્થિમજ્જા સુધી કાર્ય કરીને નિકોટિન સીમ્પેથેટિક નર્વસ સીસ્ટમને પણ સક્રિય કરે છે,[૨૭] એપિનેફ્રાઇનની મુક્તિનું ઉદ્દીપન પણ કરે છે. પ્રી-ગેન્ગ્લિઓનિક સીમ્પેથેટિક રેસાઓ દ્વારા આ નસોનું મુક્ત થયેલું એસેટીલ્કોલાઇન, નિકોટિનિક એસેટીલ્કોલાઇન રીસેપ્ટર્સ પર કાર્ય કરે છે, જેના ભાગરૂપે એપિનેફ્રાઇન (અને નોરેપિફ્રાઇન) લોહીના પ્રવાહમાં મુક્ત થાય છે. મેલાનિન સમન્વયના પૂર્વવર્તી કાર્ય અથવા તો મેલાનિન અને નિકોટિનના અફર બંધનને કારણે નિકોટિનને મેલાનિન-ધરાવતાં કોષમંડળો પ્રત્યે પણ આકર્ષણ હોય છે. શ્યામવર્ણની વ્યક્તિઓમાં વધતી જતી નિકોટિનની ગુલામી અને ઘટતાં ધુમ્રપાન નિષ્ક્રિયતાના દરના મૂળમાં પણ આ વાત હોવાનું જ કહેવામાં આવ્યું છે.[૨૮]
મૂત્રપિંડ પાસેની અસ્થિમજ્જામાં
[ફેરફાર કરો]મૂત્રપિંડ પાસેની અસ્થિમજ્જામાં ગેન્ગ્લિઅન પ્રકારના નિકોટિન રીસેપ્ટર્સને બાંધીને નિકોટિન એડ્રેનાલિન (એપિનેફ્રાઇન)નો પ્રવાહ વધારે છે, જે ઉદ્દીપન કરતું હોર્મોન અને ન્યુરોટ્રાન્સ્મિટર છે. રીસેપ્ટર્સ સાથે બાંધવાથી તે કોશિકા વિધ્રુવીકરણ પેદા કરે છે અને સાથે વોલ્ટેજ-ગેટેડ કેલ્સિયમ ચેનલમાંથી કેલ્સિયમનો અંતરપ્રવાહ પણ વહે છે. કેલ્સિયમ ક્રોમાફિન સુક્ષ્મ કણોનું એક્ઝોસીટોસિસ ઉત્પન્ન કરે છે અને તે રીતે લોહીના પ્રવાહમાં એપિનેફ્રાઇન (અને નોરેપિનેફ્રાઇન)ને મુક્ત કરે છે. એપિનેફ્રાઇન (એડ્રેનાલિન)ની મુક્તિને લીધે હૃદયના ધબકારા, લોહીના દબાણ અને શ્વાચ્છોશ્વાસમાં વધારો થાય છે, અને સાથે સાથે લોહીની શર્કરાના સ્તરોમાં પણ વધારો થાય છે. [૨૯]
નિકોટિન 1થી 2 કલાકની હાફ-લાઇફ ધરાવતી તમાકુની કુદરતી પ્રોટક્ટ છે. બીજી બાજુ, નિકોટિનનું મેટાબોલાઇટ કોટિનાઇન લોહીમાં 18થી 20 કલાક સુધી રહે છે, જેનાથી તે વધુ સ્થિર સંયોજન બને છે અને તેની લાંબી હાફ-લાઇફને કારણે વધુ ઇચ્છિત અને સરળ અવલોકન કરી શકાય છે.[૩૧]
મનોસક્રિય અસરો
[ફેરફાર કરો]નિકોટિનની મિજાજ-બદલતી અસરો જુદીજુદી છે: ચોક્કસ રીતે જોવા જઇએ તો તે ઉદ્દીપક અને મુક્તિદાતા બંને છે.[૩૨] પહેલા તે શર્કરાને યકૃતમાંથી અને એપિનેફ્રાઇન (એડ્રેનાલિન)ને મૂત્રપિંડ પાસેની અસ્થિમજ્જા માંથી મુક્ત કરાવે છે, બાદમાં તે ઉદ્દીપન માટે નિમિત્ત બને છે. તેના વપરાશકારો રાહત, હોશિયારી, પ્રશાંતિ અને ચપળતાની લાગણીઓ વ્યક્ત કરતાં હોય છે. [૩૩] ભૂખને ઘટાડવા અને ચયાપચયની ક્રિયાને વધારવાની અસરરૂપે કેટલાક ધુમ્રપાન વ્યસનીઓના વજનમાં ઘટાડો થઇ શકે છે. [૩૪][૩૫]
જ્યારે સિગારેટ પીવામાં આવે છે, ત્યારે નિકોટિન-સમૃદ્ધ લોહી ફેફસામાંથી પસાર થઇને મગજ સુધી સાત સેકન્ડમાં જ પહોંચે છે અને તરત જ એસેટીલ્કોલાઇન, નોરેપિનેફ્રાઇન, એપિનેફ્રાઇન, વેસોપ્રેસ્સિન, આર્જિનાઇન, ડોપામાઇન, ઓટોક્રાઇન એજન્ટ્સ અને બીટા-એન્ડ્રોર્ફિન જેવા ઘણા રસાયણિક સંદેશાવાહકો મુક્ત થાય તેનું ઉદ્દીપન કરે છે.[૩૬] ન્યુરોટ્રાન્સ્મિટરો અને હોર્મોન્સની આ મુક્તિ નિકોટિનની મોટાભાગની અસરો માટે જવાબદાર છે. એસેટીલ્કોલાઇનમાં વધારાના કારણે જ નિકોટિન એકાગ્રતા [૩૭]અને સ્મરણશક્તિમાં વધારો કરતું જણાય છે. એસેટીલ્કોલાઇન અને નોરેપિનેફ્રાઇનમાં વધારાના લીધે તે ચપળતામાં પણ વધારો કરે છે. નોરેપિનેફ્રાઇનમાં વધારાના લીધે જ ઉત્તેજના વધે છે. એસેટીલ્કોલાઇન અને બીટા-એન્ડ્રોર્ફિનમાં વધારાના કારણે દુખાવામાં રાહત થાય છે. બીટા-એન્ડ્રોર્ફિનના વધવાથી વ્યગ્રતામાં ઘટાડો થાય છે. નિકોટિન ડોપામાઇન[૩૮]ની હકારાત્મક અસરોના સમયના ગાળાને લંબાવે છે અને બ્રેઇન રીવોર્ડ સીસ્ટમમાં સંવેદનશીલતાને વધારે છે.[૩૯] મોટાભાગની સિગારેટો (શ્વાસમાં લેવાતા ધુમાડામાં) 1થી 3 મિલિગ્રામ નિકોટિન ધરાવતી હોય છે.[૪૦]
સંશોધનો સૂચવે છે કે, જ્યારે ધુમ્રપાન વ્યસનીઓ ઉત્તેજનાપૂર્ણ ઇચ્છા પ્રાપ્ત કરવા માંગતા હોય છે ત્યારે તેઓ ટૂંકા અને ઝડપી કસ મારે છે, જે લોહીમાં નિમ્નસ્તરીય નિકોટિન ઉત્પન કરે છે. [૪૧] આ ઘટના જ્ઞાનતંતુના પ્રેષણને ઉશ્કેરે છે. જ્યારે વ્યસનીઓ હળવા થવા માગતા હોય ત્યારે તેઓ ઊંડા કસ મારે છે, જેનાથી લોહીમાં નિકોટિનનું ઊંચુ પ્રમાણ પેદા થાય છે, જે નસોના આવેગના રસ્તાનું સંકોચન કરે છે. આમ થવાથી મંદ શામક અસર પેદા થાય છે. ઓછા ડોઝ લેવામાં આવે ત્યારે નિકોટિન જોરદાર રીતે મગજમાં નોરેપિનેફ્રાઇન અને ડોપામાઇનના કાર્યોને વધારી દે છે, જેનાથી સાયકોસ્ટિમ્યુલન્ટ્સ જેવી લાક્ષણિક કેફી અસર ઊભી થાય છે. ઊંચા ડોઝ લેવાથી નિકોટિન સેરોટોનિન અને ઓપિએટ (અફીણી) પ્રવૃતિની અસરો વધારી દે છે, જે પ્રશાંતિની, પીડા-હરનારી અસરો ઉત્પન્ન કરે છે. માત્રા અને વપરાશ વધવાના સંદર્ભે જોઇએ તો મોટાભાગના કેફી પદાર્થમાં નિકોટિન અલગ તરી આવે છે, કારણ કે તેનો મિજાજ ઉત્તેજકથી લઇને શાંત પાડનાર/પીડા હરનાર તરીકે બદલાતો રહે છે.
વૈધાનિક રીતે જોઇએ તો, નિકોટિન પણ મહત્વનું વ્યસન છે, કારણ કે માત્ર તેના નિયંત્રણ દ્વારા કોઇ ખાસ ચોક્કસ લક્ષણો પ્રાપ્ત થતા નથી. [૪૨] જોકે, તમાકુમાં મળી આવતા એમએઓઆઇ (MAOI) વગેરે સાથેના સહ-સંચાલન બાદ જ નિકોટિન યોગ્ય વર્તનવિષયક સંવેદન પેદા કરી શકે છે. જે વ્યસનની ક્ષમતા માટેનું માપદંડ છે. જે એમ્ફેટામાઇનની અસરની જેમ જ હોય છે. [૪૩]
સામાન્ય રીતે 2-મિલિગ્રામ અને 4-મિલિગ્રામના ડોઝમાં નિકોટિન ગમ અને નિકોટિનની પટ્ટીઓ ઉપલબ્ધ છે. સાથે સાથે ધુમાડાસહીતની તમાકુમાં હોય તે તમામ ઘટકો ન હોય તેવી ધુમાડારહીત તમાકુ પણ ઉપલબ્ધ છે. [સંદર્ભ આપો]
ગુલામી અને મુક્તિ
[ફેરફાર કરો]આધુનિક સંશોધનો દર્શાવે છે કે સંખ્યાબંધ અસરો પેદા કરવાના હેતુસર નિકોટિન મગજ પર કાર્ય કરે છે. ખાસ કરીને, તેના માદક સ્વભાવ માટે એવું જાણવા મળ્યું છે કે નિકોટિન પ્રતિભાવના રસ્તાઓ ખોલી દે છે. આનંદ અને સુખબોધની લાગણીઓને નિયંત્રિત કરતી મગજની પરિભ્રમણ કક્ષાને તે સક્રિય કરે છે. [૪૪]
ડોપામાઇન મગજની અંદર સમાવિષ્ટ સક્રિય ચાવીરૂપ ન્યુરોટ્રાન્સમિટર્સમાંથી એક છે. સંશોધન દર્શાવે છે કે મગજની રીવોર્ડ સર્કિટમાં ડોપામાઇમનનું પ્રમાણ વધારવાથી, નિકોટિન તીવ્ર માદક ગુણો ધરાવતા રસાયણ તરીકે કાર્ય કરે છે. ઘણાબધા અભ્યાસોમાં તો તેને કોકેઇન અને હેરોઇન કરતાં પણ વધુ માદક દર્શાવવામાં આવ્યું છે, જોકે અકસીર ઇલાજ ન હોય તેવી હઠીલી સારવારોમાં તેની અલગ જ અસર હોય છે. [સંદર્ભ આપો] અન્ય ભૌતિક કેફી પદાર્થોની જેમ, નિકોટિન પણ ડોપામાઇન અને અન્ય ઉત્તેજક ન્યુરોટ્રાન્સમિટર્સના ઉત્પાદનનું ડાઉન-રેગ્યુલેશન (ઘટાડો) કરે છે કારણ કે તે સમયે મગજ કૃત્રિમ ઉત્તેજનાથી થતાં નુકસાનના સમતોલન માટે પ્રયત્નશીલ હોય છે. વધુમાં, નિકોટિનિક એસેટીલ્કોલાઇન રીસેપ્ટર્સની સંવેદનશીલતા ત્યારે ઘટે છે. સમતોલન કરવાની આ વ્યવસ્થાને યોગ્ય રાખવા મગજ કેટલાક રીસેપ્ટર્સને અપરેગ્યુલેટ કરે(વધારે) છે.આમ કરીને તે તેની નિયંત્રિત અસરોને અન્ય સમતોલન વ્યવસ્થાઓની પ્રતિક્રિયાના ભાગરૂપે સમતોલન વ્યવસ્થાથી પરિવલિત કરે છે. આની ચોખ્ખી અસરરૂપે પ્રતિક્રિયાના રસ્તાની સંવેદનામાં વધારો થશે. જે પ્રતિક્રિયાના રસ્તાની સંવેદના ઘટાડતાં કોકેઇન અને હેરોઇનથી વિરૂદ્ધ કહી શકાય.[૩૯] મજ્જાતંતુની કોશિકાને લગતો મગજનો આ બદલાવ વ્યસનનું સંચાલન પૂરું થઇ ગયાના મહિનાઓ પછી પણ ચાલુ રહે છે. પ્રતિક્રિયાના રસ્તાની સંવેદનામાં વધારાના લીધે, નિકોટિનથી મુક્તિ એ દારૂ અથવા હેરોઇનની મુક્તિ કરતાં પ્રમાણમાં હળવી હોય છે. [સંદર્ભ આપો] નિકોટિનમાં માત્ર માનવો જ નહીં, પરંતુ પશુઓને પણ વ્યસનના ગુલામ બનાવવાની ક્ષમતા છે. ઉંદરોને નિકોટિન આપવામાં આવ્યા બાદ જ્યારે તેને આપવાનું બંધ કરી દેવામાં આવ્યું ત્યારે તેમાં મુક્તિની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. [સંદર્ભ આપો]
એક અભ્યાસ બાદ જાણવા મળ્યું હતું કે, કિશોર ઉંદરોમાં નિકોટિનના વપરાશથી તેમની ડોપામાઇન વ્યવસ્થાનો વિકાસ ખોરવાઇ જાય છે, આ અભ્યાસ પરથી કહી શકાય કે કિશોરાવસ્થામાં માટે આ પદાર્થના દુરૂપયોગનું જોખમ વધે છે. [૪૫]
રોગ-પ્રતિરક્ષાવિજ્ઞાન નિવારણ
[ફેરફાર કરો]ધુમ્રપાનની ઘાતક અસરો અને કેટલાક ભયંકર વ્યસનોની અસરોના કારણે રસીકરણ નિયમોનો ઘડવામાં આવ્યા છે. આ માટેનો સિદ્ધાંત એવી ધારણા હેઠળ છે કે જો નિકોટિન કણ સાથે કોઇ પ્રતિદ્વવ્ય જોડાય છે તો તેને રક્તવાહિનીઓમાંથી પસાર થઇને ફેલાતું અટકાવી દેવું, આમ કરવાથી તે નિકોટિનિક એસેટીલ્કોલાઇન રીસેપ્ટર્સ સાથે બંધાઇને મગજને અસર કરે તેવી શક્યતા નહિવત્ કરી દેવામાં આવે છે.
સક્રિય રોગ-પ્રતિરક્ષક પ્રતિક્રિયા બહાર લાવવા માટે નિકોટિન કણને કીહોલ લિમ્પેટ હેમોસાયએનિન જેવા હેપ્ટન (નાનો કણ) અથવા સુરક્ષિત સુધારેલા બેક્ટેરિયલ ઝેર સાથે જોડવાનો પણ આ મુદ્દામાં સમાવેશ થાય છે. હંમેશા તેને બૉવાઇન સીરમ એબ્યુમિન (ગૌવંશ લોહીનું પ્રોટીન) માં ઉમેરવામાં આવે છે.
વધુમાં, વિશિષ્ટ રોગપ્રતિકારક વ્યવસ્થા ધરાવતી વ્યક્તિઓ દ્વારા અંદરથી ઉત્પન થતાં હોર્મોન્સ અને સહેલાઇથી મળતી દવાઓની સામે પ્રતિદ્રવ્યો બનાવવા સામે પ્રશ્નો હોઇ, ટૂંકા સમયના રોગપ્રતિકારક રક્ષણ માટે મોનોક્લોનલ પ્રતિદ્રવ્યો વિકસાવવામાં આવ્યા છે. તેમની હાફ-લાઇફ કલાકોથી લઇને અઠવાડિયા સુધી વિસ્તરેલી હોય છે. તેમની હાફ-લાઇફ ઉપકલા કોષો દ્વારા પિનોસાયટોસિસથી થતાં પતનને ટાળવાની તેમની ક્ષમતા પર નભે છે. [૪૬]
વિષવિજ્ઞાન
[ફેરફાર કરો]નિકોટિનનું LD50 પ્રમાણ મોટા ઉંદરો માટે 50 મિલિગ્રામ/કિલો અને ઉંદર માટે 3 મિલિગ્રામ/કિલો થાય છે. 40–60 મિલિગ્રામ (0.5-1.0 મિલિગ્રામ/કિલો)નું પ્રમાણ પુખ્ત માનવો માટે પ્રાણઘાતક નીવડી શકે છે.[૪૭][૪૮] માટે જ કોકેઇન જેવા અન્ય ઘણા અલ્કલી ઝેરની સરખામણીએ નિકોટિનમાં ઘણી વધુ ઝેરી અસર હોય છે, જેને ઉંદરને ખવડાવવામાં આવ્યું ત્યારે તેમાં LD50નું પ્રમાણ 95.1 મિલિગ્રામ/કિલો હતું. માત્ર ધુમ્રપાનથી જ વ્યક્તિમાં નિકોટિનનો ઓવરડોઝ આવી જાય તેવું શક્ય નથી, તેમ છતાં ધુમ્રપાનને ઓછું કરવા માટે વપરાતી નિકોટિન પટ્ટીઓ, ગમ, નાકના સ્પ્રે અથવા મોઢાંના ઇનહેલરોના વધુ પડતાં ઉપયોગથી ઝેરી અસરો ઉત્પન થઇ શકે છે.[૪૯][૫૦] ચામડી પર નિકોટિનનું વધુ પ્રમાણ ફેલાવાથી ઝેરી અસર ઉત્પન થાય છે અથવા મૃત્યુ પણ થઇ શકે છે, કારણ કે નિકોટિન સીધું જ ચામડીના સંપર્ક દ્વારા લોહીના પ્રવાહમાંથી પસાર થાય છે. [૫૧]
તમાકુના ધુમાડાથી અલગ સ્વરૂપે નિકોટિનના ઉપયોગની કેન્સરજન્ય લાક્ષણિકતાઓનું આઇએઆરસી (IARC) દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી, અને આ પ્રકારની કામગીરી કેન્સરના પદાર્થની તપાસ કરતાં કોઇ સત્તાવાર જૂથને પણ સોંપવામાં આવી નથી. વર્તમાન સમયમાં ઉપલબ્ધ સાહિત્યમાં દર્શાવ્યા પ્રમાણે, નિકોટિન તેની જાતે જ તંદુરસ્ત કોષોમાં કેન્સરના વિકાસને ઉત્તેજન આપતું નથી અને પરિવર્તન લાવનારા કોઇ પણ લક્ષણો તેનામાં નથી. જોકે, નિકોટિન અને તેનાથી વધેલી કોલિનર્જિક પ્રવૃતિ એપોપ્ટોસિસમાં અવરોધ પેદા કરતાં હોવાનું જોવા મળ્યું છે, જે શરીર બિનજરૂરી કોષો (કોષનું આયોજનપૂર્વકનું મૃત્યુ)નો નાશ કરે છે તેવી પ્રક્રિયાઓમાંથી એક છે. એપોપ્ટોસિસ કેન્સરને જન્મ આપતાં પરિવર્તીત અથવા સડી ગયેલા કોષને દૂર કરવામાં મદદ કરતું હોવાથી, નિકોટિનના અવરોધક પગલા કેન્સરને વિકસવા માટેનું યોગ્ય વાતાવરણ ઊભું કરી શકે છે, જોકે આ બાબતને સાબિત કરવી પડે તેમ છે. [૫૨]
નિકોટિનના ટેરાટોજેનિક (અસમાન્ય શારીરિક વિકાસને લગતાં) લક્ષણો બાબતે હજુ સુધી પૂરતું સંશોધન થયું નથી. નિકોટિનથી થતી જન્મજાત ખોડખાપણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અથવા તો તેનાથી ખોડખાપણ થતી જ નથી તેવું માનવામાં આવે છે. તેમ છતાં નિકોટિન રીપ્લેસમેન્ટ પ્રોડક્ટો વેચતા ઉત્પાદકો સગર્ભાવસ્થા કે સારવાર દરમિયાન નિકોટિન પટ્ટી અથવા નિકોટિન ગમ જેવી પ્રોડક્ટો વાપરતાં પહેલા ડોક્ટરોની સલાહ લેવાની ભલામણ કરે છે.[૫૨]
ડેન્માર્કમાં 77,000 સગર્ભા સ્ત્રીઓના અભ્યાસ બાદ એવું બહાર આવ્યું હતું કે, સગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કા દરમિયાન જે સ્ત્રીઓ નિકોટિન ગમ અને પટ્ટીઓનો ઉપયોગ કરે છે તેમને ખોડખાપણ ધરાવતાં બાળકો પેદા થવાનું જોખમ વધુ હોય છે. ડેઇલી મેઇલમાં પ્રકાશિત એક અભ્યાસમાં એવું શોધી કાઢવામાં આવ્યું હતું કે, જે સ્ત્રીઓ સગર્ભાવસ્થાના પ્રથમ 12 મહિનામાં નિકોટિન-રીપ્લેસમેન્ટ થેરપીનો ઉપયોગ કરે છે તેને, ધુમ્રપાન ન કરતી મહિલાઓની સરખામણીએ ખોડખાપણ ધરાવતાં બાળકો પેદા થવાનું જોખમ 60 ટકા વધી જાય છે. શોધવામાં આવેલા આ તથ્યોને ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી નામની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતાં.
1 એપ્રિલ, 1990થી અમલી બને એ રીતે, કેલિફોર્નિયા એન્વાયરન્મેન્ટલ પ્રોટેક્શન એજન્સીની ઓફિસ ઓફ એન્વાયરન્મેન્ટલ હેલ્થ હેઝાર્ડ એસેસમેન્ટ (OEHHA) દ્વારા નિકોટિનને રાજ્યમાં વિકાસલક્ષી ઝેરી અસર પેદા કરવા માટે જાણીતાં રસાયણોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના કેન્દ્રમાં પ્રોપોઝિશન 65નો હેતુ હતો. [૫૩]
રુધિરાભિસરણના રોગો સાથે સબંધ
[ફેરફાર કરો]નિકોટિનને સમગ્ર શરીરની રક્તવાહિનીઓ પર ઘણી ઊંડી અસરો હોય છે. નિકોટિન એ ઉદ્દીપક છે, તે લોહીનું દબાણ વધારે છે, અને તે લોહીની નળીઓને સંકોચનારું હોવાથી હૃદય માટે સંકુચિત ધમનીઓમાંથી લોહીને પમ્પ કરવાનું અઘરું બનાવે છે. તે શરીરની અંદરના ચરબીના થર અને કોલેસ્ટરોલને લોહીની અંદર ભળવા માટે મજબૂર કરે છે. [સંદર્ભ આપો]
એવું માનવામાં આવે છે કે[કોણ?] નિકોટિન પ્લાસ્મિનોજીન એક્ટિવેટર ઇનહિબિટર-1ને વધારીને લોહી ગંઠાવાનું જોખમ વધારે છે, જોકે તે હજુ સાબિત થયું નથી. ધુમ્રપાન કરનારાઓમાં પ્લાસ્મા (જીવરસ) ફાઇબ્રિનોજીનના સ્તર ઊન્નત હોય છે અને ગંભીર સીઓપીડી (COPD) તીવ્રતાની વૃદ્ધિ દરમિયાન તે વધુ ઉન્નત બને છે. ફાઇબ્રિન (લોહીના અંદરના રેસામય દ્વવ્ય) ગંઠાવાની પ્રક્રિયાને સ્થિર કરતું પરિબળ તેરમું (Factor XIII) પણ ધુમ્રપાન કરનારામાં વધી જાય છે. પરંતુ આ બંને અસરોમાંથી એક પણ નિકોટિનના કારણે થઇ હોય તેવું ક્યાંય દર્શાવવામાં આવ્યું નથી[૧] as of 2009[update]. હાથપગ સુધી જતી ધમનીઓમાં થતું પરિઘીય પરિભ્રમણ નિકોટિનની લોહીની નળીઓના સંકોચનની અસરો તેમજ ગંઠાવા કે જામવાના જોખમો બાબતે ખૂબ જ શંકાસ્પદ હોય છે.[સંદર્ભ આપો]
રોગનિવારક ઉપયોગો
[ફેરફાર કરો]નિકોટિનનો પ્રાથમિક રોગનિવારક ઉપયોગ નિકોટિનની ગુલામીની સારવાર કરીને તંદુરસ્તીને નુકસાન કરનારા ધુમ્રપાનને ઘટાડવામાં થાય છે. નિકોટિનની ગુલામીને છોડાવવાના પ્રયત્નરૂપે દર્દીઓને ગમ, ચામડીની પટ્ટીઓ, મમળાવવાની ચોરસ ગોળીઓ, ઇલેક્ટ્રોનિક/વૈકલ્પિક સિગોરેટો અથવા નાકના સ્પ્રે આપવામાં આવે છે. જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં ધુમ્રપાન જ દર્દીઓ માટે દેખીતી રીતે રોગનિવારક મૂલ્ય ધરાવતું હોવાનું જોવા મળ્યું છે. જેને સામાન્ય રીતે "સ્મોકર્સ પેરાડોક્ષીસ" તરીકે સંબોધવામાં આવે છે.[૫૪]જોકે, મોટાભાગના કિસ્સામાં આ માટેની મૂળ રીતની નબળી સમજણ હોય છે અથવા તો સમજણ જ નથી હોતી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નિકોટિનનું સંચાલન જ મુખ્ય લાભકારી પગલું છે અને ધુમ્રપાન ન કરીને કરાતું નિકોટિનનું સંચાલન, ધુમ્રપાનની સાથેસાથે કરાતાં સંચાલન જેટલું જ લાભકર્તા હોય છે. સંચાલન તમાકુમાં મળી આવતાં ટાર કે અન્ય પદાર્થોથી આરોગ્યને થતાં ગંભીર જોખમને દૂર રાખે છે.
ઉદાહરણ તરીકે, તાજેતરના અભ્યાસો એવું સુચવે છે કે ધુમ્રપાન કરનારાઓને પર્ક્યુટેનીયસ કોરોનરી ઇન્ટર્વેન્શન(PCI) બાદ વારંવારનાં રીવાસ્ક્યુલરાઇઝેશનની જરૂરિયાત ખૂબ જ ઓછી રહે છે. [૫૪] જો નિયમિત ડોઝ નક્કી કરવામાં આવે તો ધુમ્રપાન કરનારામાં અલ્સરેટિવ કોલાઇટિસ (ચાંદું પડવાથી થતો મોટા આંતરડાનો સોજો)નું જોખમ હંમેશા ઘટતું જોવા મળ્યું છે. જો વ્યક્તિ ધુમ્રપાન કરવાનું છોડી દે તો આ અસર નાબૂદ જ થઇ જાય છે. [૫૫][૫૬]
કાપોસી સર્કોમાના વિકાસમાં પણ ધુમ્રપાન દખલ કરતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે, [૫૭]
જે અતિ જોખમી બીઆરસીએ (BRCA ) જીન ધરાવતી સ્ત્રીઓમાં થતું સ્તન કેન્સર છે.[૫૮]
આવી સ્ત્રીઓમાં પ્રીક્લેમ્પ્સિઆ જીન[૫૯]
અને એલર્જિક અસ્થમા જેવા એટોપિક ડીસઓર્ડર ધરાવતી સ્ત્રીઓનો સમાવેશ થાય છે. [૬૦]
નિકોટિનની વેસોકોન્સ્ટ્રિક્ટિવ અસરો હોવાને લીધે આવા કિસ્સાઓમાં નિકોટિન એકસોજા-વિરોધી પદાર્થતરીકે કાર્ય કરવું તેમજ સોજા-આધારિત રોગોની પ્રક્રિયામાં દખલ કરવી વગેરે સંભવિત પગલાં ભરતું હોય છે. [૬૧]
તમાકુંનો ધુમાડો એમએઓ (MAO)ને અવરોધવા માટે સક્ષમ સંયોજનો ધરાવતો હોય છે. માણસના મગજમાં ડોપામાઇનના અધઃપતન માટે મોનોએમાઇન ઓક્સીડેસ જવાબદાર છે. એમએઓ-બી (MAO-B ) દ્વારા જ્યારે ડોપામાઇનને તોડવામાં આવે છે ત્યારે ન્યુરોટોક્સિક-બાય-પ્રોડક્ટો આકાર લે છે, જે પાર્કિન્સન્સ અને અલ્ઝાઇમર્સ જેવા રોગો થવામાં ભાગ ભજવે છે. [૬૨]
અલ્ઝાઇમર્સ રોગ[૬૩]
અને પાર્કિન્સન રોગ[૬૪]ને
લગતાં આવા ઘણા લેખો પ્રકાશિત પણ થયા છે. તાજેતરના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ધુમ્રપાન અને અલ્ઝાઇમર્સ રોગ વચ્ચે કોઇ લાભકારી સબંધ નથી અને કેટલાક કિસ્સામાં તો આ સબંધ જ અલ્ઝાઇમર્સને ખૂબ જલદીથી નોતરે છે તેવું જાણવા મળ્યું છે. [૬૫][૬૬][૬૭][૬૮] જોકે, વાંદરા અને માનવોને સાંકળતા એક અભ્યાસમાં નિકોટિનને કારણે પાર્કિન્સનનો રોગ થોડો પાછો ઠેલાય છે તેમ દર્શાવવમાં આવ્યું છે. [૬૯][૭૦][૭૧]
ઓટોસોમલ ડોમિનન્ટ નોક્ચુર્નલ ફ્રન્ટલ લોબે એપિલપ્સીથી પીડાતા પુખ્તોને મદદ કરવા માટે નિકોટિનનો ઉપયોગ કરી શકાય છે તેવું તાજેતરના અભ્યાસો કહી રહ્યા છે. વાઇના તે સ્વરૂપમાં જ હુમલા માટે જવાબદાર વિસ્તારો નિકોટિનની મગજમાં થતી પ્રક્રિયા માટે જવાબદાર છે. [૭૨]
સ્કિઝોફ્રેનિયા (એક માનસિક બીમારી) તરીકે નિદાન થયેલા રોગ ધરાવતી મોટાભાગની વ્યક્તિ ધુમ્રપાન કરતી હોવાનું પણ નોંધાયું છે.[સંદર્ભ આપો] અંદાજો પ્રમાણે સ્કિઝોફ્રેનિકોમાંથી 75% થી 90% ધુમ્રપાન કરતાં હોય છે. તાજેતરમાં જ એક એવી દલીલ વહેતી થઇ છે કે નિકોટિનથી સ્વ-ઉપચારની ઇચ્છાને લીધે સ્કિઝોફ્રેનિયામાં ધુમ્રપાનનું પ્રમાણ વધી જાય છે.[૭૩][૭૪] સૌથી તાજા સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે નિકોટિન પર થોડો જ આધાર રાખતા લોકોને તેમાંથી થોડો લાભ મળે છે, પરંતુ મોટેભાગે તેના ગુલામ બની ગયેલા લોકોને તેમાંથી કશો લાભ થતો નથી. [૭૫] આ તમામ અભ્યાસો માત્ર નિરીક્ષણ આધારિત છે અને તેના માટે કોઇ રૂબરૂ (યાદચ્છિક) અભ્યાસો હાથ ધરવામાં આવ્યા નથી. ચામડી પરની પટ્ટી કે ગમ દ્વારા નિકોટિનના સંચાલનના સંશોધનો હાલ ચાલુ છે.
નિકોટિન એડીએચડી (ADHD) લક્ષણોમાં સુધારો લાવે છે તેવું જણાયું છે. કેટલાક અભ્યાસો એડીએચડી (ADHD) ધરાવતાં પુખ્તોમાં નિકોટિન થેરપીના ફાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. [૭૬]
નિકોટિન (ચ્યુઇંગ ગમ કે ચામડીની પટ્ટીના સ્વરૂપમાં)ની ઓસીડી (OCD) માટેની પ્રયોગાત્મક સારવાર તરીકેની શક્યતાઓ પણ તપાસાઇ રહી છે. અન્ય રીતે જટીલ-સારવારના કિસ્સાઓમાં પણ કેટલીક સફળતા મળી હોવાનું નાના અભ્યાસો દર્શાવે છે. [૭૭][૭૮][૭૯]
માનસિક વ્યાધિ વિરોધી તત્વ માટેની ક્ષમતાના આધાર તરીકેનું સંશોધન
[ફેરફાર કરો]નિકોટિનના મેટાબોલાઇટ્સને અલગ પાડીને જ્યારે તેની પહેલા તો સ્કિઝોફ્રેનિયા ધરાવતાં પ્રાણી મગજ પર અને બાદમાં માનવ મગજ પર પડતી અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો, ત્યારે તેમાં આ અસરો સ્કિઝોફ્રેનિયાના ચિંતનકારી અને નકારાત્મક લક્ષણોમાં મદદ કરતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. માટે જ, નિકોટિન ન ધરાવતાં પરંતુ મગજમાં તેની જેમ જ રીસેપ્ટર્સ પર કાર્ય કરતાં માનસિક વ્યાધિ વિરોધી નિકોટિનર્જિક તત્વો, સ્કિઝોફ્રેનિયા પરના એફડીએ (FDA) અભ્યાસમાં આશ્રિત માનસિક વ્યાધિ વિરોધી તત્વો તરીકે મજબૂત રીતે જોવા મળ્યાં હતાં.
પ્રીપલ્સ ઇનહિબિટિશન (મજ્જાતંતુશાસ્ત્રને લગતી ઘટના) (PPI) એવી ઘટના છે જેમાં નબળી ઉત્તેજના તેના પછીની તરતની જ ચોંકવાનારી ઉત્તેજનાના મળતા પ્રતિભાવને નબળો કરે છે. માટે જ, સ્કિઝોફ્રેનિયામાં પીપીઆઇ (PPI) વિક્ષેપ સંદર્ભે એવું કહેવાય છે કે પીપીઆઇ (PPI) પાસે ચહેરો, માળખું અને ભાવિસૂચક માન્યતાઓ છે, અને તેથી તેને આ પ્રકારના વિકારની ન્યુરોબાયોગ્રાફીના અને માનસિક વ્યાધિ દૂર કરવાના અભ્યાસ માટે એક મોડેલ તરીકે વ્યાપકપણે વાપરવામાં આવે છે.[૮૦] વધુમાં, અભ્યાસોમાં એમ પણ દર્શાવવામાં આવ્યું છે કે કેટલાક જીન એવા છે જે સ્કિઝોફ્રેનિક લોકોને પહેલેથી જ નિકોટિનના વપરાશ તરફ દોરી જાય છે.[૮૧] આમ આ તમામ પરિબળોને એકસાથે મૂકતાં સ્કિઝોફ્રેનિયાથી પીડાતાં લોકોમાં સિગારેટોનો મોટાપાયે વપરાશ અને અન્ય નિકોટિન સબંધિત પ્રોડક્ટોના વપરાશ વિશે સમજ કેળવી શકાશે. સાથેસાથે નવા વિકસેલા માનસિક વ્યાધિ દૂર કરતાં તત્વોની અસરો એક રીતે જોખમી નથી અને નિયંત્રણ કરી શકાય તેમ છે તેમજ સ્કિઝોફ્રેનિયા માટે તે સંશોધનનું અલગ જ કાર્યક્ષેત્ર પૂરું પાડે છે વગેરે બાબતોને સમજી શકાશે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Determination of the Nicotine Content of Various Edible Nightshades (Solanaceae) and Their Products and Estimation of the Associated Dietary Nicotine Intake". મૂળ માંથી 2013-06-27 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-05.
- ↑ "Smoking and Tobacco Control Monograph No. 9" (PDF).
- ↑ ધ કેમિકલ કોમ્પોનન્ટ્સ ઓફ ટોબેકો એન્ડ ટોબેકો સ્મોક
- ↑ "સમ પેસ્ટિસાઇડ્સ પર્મિટેડ ઇન ઓર્ગેનિક ગાર્ડનિંગ". મૂળ માંથી 2011-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
- ↑ નિકોટિન એડિક્શન, અમેરિકન હર્ટ એસોસિએશન.
- ↑ Connolly, G. N; Alpert, H. R; Wayne, G. F; Koh, H (2007). "Trends in nicotine yield in smoke and its relationship with design characteristics among popular US cigarette brands, 1997-2005". Tobacco Control. 16 (5): e5. doi:10.1136/tc.2006.019695. PMID 17897974.
- ↑ Henningfield, JE; Zeller, M (2006). ""Nicotine psychopharmacology", research contributions to United States and global tobacco regulation: A look back and a look forward" (PDF). Psychopharmacology. 184 (3–4): 286–291. doi:10.1007/s00213-006-0308-4. PMID 16463054. More than one of
|author1=
and|last1=
specified (મદદ); More than one of|author2=
and|last2=
specified (મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ Melsens (1844). "Über das Nicotin". Journal für Praktische Chemie. 32 (1): 372–377. doi:10.1002/prac.18440320155.
- ↑ http://medicolegal.tripod.com/toxicchemicals.htm Comptes rendus, 1903, 137, p 860
- ↑ Gause, G. F. (1941). Luyet, B. J. (સંપાદક). http://www.archive.org/stream/opticalactivityl00gauz/opticalactivityl00gauz_djvu.txt. No. 2 of a series of monographs on general physiology. Normandy, Missouri: Biodynamica. External link in
|title=
(મદદ) - ↑ Benowitz NL, Jacob P 3rd, Jones RT, Rosenberg J, NL; Jacob P, 3rd; Jones, RT; Rosenberg, J (1982). "Interindividual variability in the metabolism and cardiovascular effects of nicotine in man". J Pharmacol Exp Ther. 221 (2): 368–72. PMID 7077531.CS1 maint: multiple names: authors list (link)
- ↑ Hukkanen J, Jacob P 3rd, Benowitz NL., J; Jacob P, 3rd; Benowitz, NL (2005). "Metabolism and Disposition Kinetics of Nicotine". Pharmacol Rev. 57 (1): 79–115. doi:10.1124/pr.57.1.3. PMID 15734728. મૂળ માંથી 2009-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Benowitz NL, Herrera B, Jacob P 3rd., NL; Herrera, B; Jacob P, 3rd (2004). "Mentholated Cigarette Smoking Inhibits Nicotine Metabolism". J Pharmacol Exp Ther. 310 (3): 1208–15. doi:10.1124/jpet.104.066902. PMID 15084646.CS1 maint: multiple names: authors list (link)
- ↑ બેનોવિટ્ઝ NL, હક્કાનેન જે, જેકોબ પી. નિકોટિન કેમિસ્ટ્રી, મેટાબોલિઝમ, કાઇનેટિક્સ એન્ડ બાયોમાર્કર્સ. Handb. Exp. Pharmacol. 192: 29-60, 2009.
- ↑ આર. બેઝલ્ટ, ડિસ્પોઝિશન ઓફ ટોક્સિક ડ્રગ્સ એન્ડ કેમિકલ્સ ઇન મેન , 8મી એડિશન, બાયોમેડિકલ પબ્લિકેશન્સ, ફોસ્ટર સિટી, CA, 2008, pp. 1103-1107.
- ↑ મુન્ડેલ ટી, જોન્સ DA. ઇફેક્ટ ઓફ ટ્રાન્સડર્મલ નિકોટિન એડમિનિસ્ટ્રેશન ઓન એક્સર્સાઇઝ એન્ડ્યુરન્સ ઇન મેન. Exp. Physiol. 91: 705-713, 2006.
- ↑ [30]
- ↑ [31]
- ↑ કાટઝુન્ગ, બર્ટરામ જી. બેઝિક એન્ડ ક્લિનિકલ ફાર્માકોલોજી (બેઝિક એન્ડ ક્લિનિકલ ફાર્માકોલોજી). ન્યુયોર્ક: મેકગ્રો-હિલ મેડિકલ, 2006. પાના 99-105.
- ↑ ઝિનાન ઝિયુ, નાયસ્સા એલ. પુસ્કર, જય એ. પી. શાનતા, હેન્રી એ. લેસ્ટર એન્ડ ડેનિસ એ. ડફેર્ટી. (2009) "નિકોટિન બાઇન્ડિંગ ટુ બ્રેઇન રીસેપ્ટર્સ રીક્વાયર્સ અ સ્ટ્રોન્ગ કેશન - ઇન્ટરેક્શન". નેચર 458 :534-537 PMID 19252481
- ↑ ૨૧.૦ ૨૧.૧ Herraiz T, Chaparro C (2005). "Human monoamine oxidase is inhibited by tobacco smoke: beta-carboline alkaloids act as potent and reversible inhibitors". Biochem. Biophys. Res. Commun. 326 (2): 378–86. doi:10.1016/j.bbrc.2004.11.033. PMID 15582589.
- ↑ Fowler JS, Volkow ND, Wang GJ; et al. (1998). "Neuropharmacological actions of cigarette smoke: brain monoamine oxidase B (MAO B) inhibition". J Addict Dis. 17 (1): 23–34. doi:10.1300/J069v17n01_03. PMID 9549600. Explicit use of et al. in:
|author=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Wüllner U, Gündisch D, Herzog H; et al. (2008). "Smoking upregulates alpha4beta2* nicotinic acetylcholine receptors in the human brain". Neurosci. Lett. 430 (1): 34–7. doi:10.1016/j.neulet.2007.10.011. PMID 17997038. Explicit use of et al. in:
|author=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Walsh H, Govind AP, Mastro R; et al. (2008). "Up-regulation of nicotinic receptors by nicotine varies with receptor subtype". J. Biol. Chem. 283 (10): 6022–32. doi:10.1074/jbc.M703432200. PMID 18174175. Explicit use of et al. in:
|author=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Nguyen HN, Rasmussen BA, Perry DC (2003). "Subtype-selective up-regulation by chronic nicotine of high-affinity nicotinic receptors in rat brain demonstrated by receptor autoradiography". J. Pharmacol. Exp. Ther. 307 (3): 1090–7. doi:10.1124/jpet.103.056408. PMID 14560040.CS1 maint: multiple names: authors list (link)
- ↑ Pons S, Fattore L, Cossu G; et al. (2008). "Crucial role of alpha4 and alpha6 nicotinic acetylcholine receptor subunits from ventral tegmental area in systemic nicotine self-administration". J. Neurosci. 28 (47): 12318–27. doi:10.1523/JNEUROSCI.3918-08.2008. PMC 2819191. PMID 19020025. Unknown parameter
|month=
ignored (મદદ); Explicit use of et al. in:|author=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Yoshida T, Sakane N, Umekawa T, Kondo M (1994). "Effect of nicotine on sympathetic nervous system activity of mice subjected to immobilization stress". Physiol Behav. 55 (1): 53–7. doi:10.1016/0031-9384(94)90009-4. PMID 8140174. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ કિન્ગ જી, યર્જર વીબી, વ્હેમ્બોલુઆ જીએલ, બેન્ડેલ આરબી, કિટલ્સ આર, મૂલચન ઇટી. લિન્ક બીટ્વીન ફેક્યુલેટિવ મેલાનિન એન્ડ ટોબેકો યુઝ એમોન્ગ આફ્રિકન અમેરિકન્સ. (2009). ફાર્માકોલ બાયોકેમ બીહેવ. 92(4):589-96. doi:10.1016/j.pbb.2009.02.011 PMID 19268687
- ↑ Elaine N. Marieb and Katja Hoehn (2007). Human Anatomy & Physiology (7th Ed.). Pearson. પૃષ્ઠ ?. ISBN 0-805-35909-5.
- ↑ ઇમેજ ડિસ્ક્રિશન ઇન કોમન્સમાં સંદર્ભો અને ટીપ્પણીઓ મળ્યાં છે.
- ↑ ડિટેક્શન ઓફ કોટિનાઇન ઇન બ્લડ પ્લાઝમા બાય એચપીએલસી એમએસ/એમએસ (HPLC MS/MS) સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન, એમઆઇટી (MIT) અન્ડરગ્રેજ્યુએટ રીસર્ચ જર્નલ, વોલ્યુમ 8, સ્પ્રિન્ગ 2003, માસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી
- ↑ ઇફેક્ટિવ ક્લિનિકલ ટોબેકો ઇન્ટરવેન્શન , થેરપ્યુટિક્સ લેટર, ઇસ્યુ 21, સપ્ટેમ્બર-ઓક્ટોબર 1997, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા
- ↑ ગિલ્બર્ટ લેગ્રુ, ફ્રેન્કોઇસ લીબાર્જી, એન કોર્મિઅર, "ફ્રોમ નિકોટિન રીસેપ્ટર્સ ટુ સ્મોકિંગ ડીપેન્ડન્સ: થેરપ્યુટિક પ્રોસ્પેક્ટસ" Alcoologie et Addictologie Vol. : 23, N° : 2S, juin 2001, pages 39S - 42
- ↑ જેન-ક્લાઉડે ઓર્સિનિ, "ડીપેન્ડન્સ ઓન ટોબેકો સ્મોકિંગ એન્ડ બ્રેઇન સીસ્ટમ્સ કન્ટ્રોલિંગ ગ્લીસેમિઆ એન્ડ એપેટાઇટ" Alcoologie et Addictologie Vol. : 23, N° : 2S, juin 2001, pages 28S - 36S
- ↑ "સ્મોકર્સ લોસ ધેર એપેટાઇટ : મીડિયા રીલીઝીસ : ન્યુઝ : ધ યુનિવર્સિટી ઓફ મેલબોર્ન". મૂળ માંથી 2008-07-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
- ↑ કેમિકલી કરેક્ટ : નિકોટિન સંગ્રહિત ૨૦૦૯-૧૨-૦૧ ના રોજ વેબેક મશિન , એન્ડ્રૂ નોવિક
- ↑ Rusted, J (1994-05-05). "Does nicotine improve cognitive function?". Psychopharmacology. Springer-Verlag (115): 547–549. મેળવેલ 2008-11-15. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ http://chronicle.uchicago.edu/020328/nicotine.shtml
- ↑ ૩૯.૦ ૩૯.૧ Kenny PJ, Markou A (2006). "Nicotine self-administration acutely activates brain reward systems and induces a long-lasting increase in reward sensitivity". Neuropsychopharmacology. 31 (6): 1203–11. doi:10.1038/sj.npp.1300905. PMID 16192981. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑ ઇરોવિડ નિકોટિન વોલ્ટ : ડોસેજ
- ↑ Einstein, Stanley (1989). Drug and Alcohol Use: Issues and Factors. Springer. પૃષ્ઠ 101–118. ISBN 0306413787. CS1 maint: discouraged parameter (link)
- ↑ Guillem K, Vouillac C, Azar MR; et al. (2005). "Monoamine oxidase inhibition dramatically increases the motivation to self-administer nicotine in rats". J. Neurosci. 25 (38): 8593–600. doi:10.1523/JNEUROSCI.2139-05.2005. PMID 16177026. Unknown parameter
|month=
ignored (મદદ); Explicit use of et al. in:|author=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Villégier AS, Blanc G, Glowinski J, Tassin JP (2003). "Transient behavioral sensitization to nicotine becomes long-lasting with monoamine oxidases inhibitors". Pharmacol. Biochem. Behav. 76 (2): 267–74. doi:10.1016/S0091-3057(03)00223-5. PMID 14592678. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ એનઆઇડીએ (NIDA) - રીસર્ચ રીપોર્ટ સીરીઝ - ટોબેકો એડિક્શન - એક્ષ્ટેન્ટ, ઇમ્પેક્ટ, ડીલિવરી, એન્ડ એડિક્ટિવનેસ
- ↑ Nolley EP, Kelley BM (2007). "Adolescent reward system perseveration due to nicotine: studies with methylphenidate". Neurotoxicol Teratol. 29 (1): 47–56. doi:10.1016/j.ntt.2006.09.026. PMID 17129706.
- ↑ પીટર્સન, એરિક સી., એન્ડ માઇકલ ઓવેન્સ. "ડીઝાઇનિંગ ઇમ્યુનોથેરપીસ ટુ થ્વાર્ટ ડ્રગ એબ્યુઝ." મોલેક્યુલર ઇન્ટર્વેન્શન્સ જૂન 2009: 119-23. પ્રિન્ટ
- ↑ Okamoto M, Kita T, Okuda H, Tanaka T, Nakashima T (1994). "Effects of aging on acute toxicity of nicotine in rats". Pharmacol Toxicol. 75 (1): 1–6. doi:10.1111/j.1600-0773.1994.tb00316.x. PMID 7971729. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ આઇપીસીએસ ઇનકેમ (IPCS INCHEM)
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
- ↑ Lockhart LP (1933). "Nicotine poisoning". Br Med J. 1: 246–7. doi:10.1136/bmj.1.3762.246-c.
- ↑ ૫૨.૦ ૫૨.૧ "Toxicology". eBasedTreatment. મૂળ માંથી 2008-11-21 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-05.
- ↑ http://oehha.ca.gov/prop65/prop65_list/files/P65single121809.pdf
- ↑ ૫૪.૦ ૫૪.૧
Cohen, David J. (2001). "Impact of Smoking on Clinical and Angiographic Restenosis After Percutaneous Coronary Intervention". Circulation. 104 (7): 773. doi:10.1161/hc3201.094225. PMID 11502701. મેળવેલ 2006-11-06. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ લોન્ગોમોર, એમ. વિલ્કિન્સન, આઇ., ટોરોક, ઇ. ઓક્ષ્ફર્ડ હેન્ડબુક ઓફ ક્લિનિકલ મેડિસીન (ફિફ્થ એડિશન) પા.232
- ↑ Green JT, Richardson C, Marshall RW; et al. (2000). "Nitric oxide mediates a therapeutic effect of nicotine in ulcerative colitis". Aliment Pharmacol Ther. 14 (11): 1429–34. doi:10.1046/j.1365-2036.2000.00847.x. PMID 11069313. Unknown parameter
|month=
ignored (મદદ); Explicit use of et al. in:|author=
(મદદ)CS1 maint: multiple names: authors list (link)[હંમેશ માટે મૃત કડી] - ↑ "Smoking Cuts Risk of Rare Cancer". UPI. March 29, 2001. મૂળ માંથી 2008-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-06.
- ↑ Recer, Paul (May 19, 1998). "Cigarettes May Have an Up Side". AP. મૂળ માંથી 2020-10-03 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-06.
- ↑ Lain, Kristine Y. (1991). "Urinary cotinine concentration confirms the reduced risk of preeclampsia with tobacco exposure". American Journal of Obstetrics and Gynecology. 181 (5): 908–14. PMID 11422156. મૂળ માંથી 2008-08-07 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-06. Unknown parameter
|month=
ignored (મદદ); Unknown parameter|coauthors=
ignored (|author=
suggested) (મદદ); line feed character in|coauthors=
at position 79 (મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ Hjern, A (2001). "Does tobacco smoke prevent atopic disorders? A study of two generations of Swedish residents". Clin Exp Allergy. 31 (6): 908–14. doi:10.1046/j.1365-2222.2001.01096.x. PMID 11422156. મૂળ માંથી 2008-08-08 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-06. Unknown parameter
|month=
ignored (મદદ); Unknown parameter|coauthors=
ignored (|author=
suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ Lisa Melton (2006). "Body Blazes". Scientific American: 24. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑
Fratiglioni, L (2000). "Smoking and Parkinson's and Alzheimer's disease: review of the epidemiological studies". Behav Brain Res. 113 (1–2): 117–20. doi:10.1016/S0166-4328(00)00206-0. PMID 10942038. Unknown parameter
|month=
ignored (મદદ); Unknown parameter|coauthors=
ignored (|author=
suggested) (મદદ);|access-date=
requires|url=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ Thompson, Carol. "Alzheimer's disease is associated with non-smoking". મૂળ માંથી 2006-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-06.
- ↑ Thompson, Carol. "Parkinson's disease is associated with non-smoking". મૂળ માંથી 2006-10-19 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-06.
- ↑ "Alzheimer's Starts Earlier for Heavy Drinkers, Smokers". Reuters. 2008-04-17. મૂળ માંથી 2008-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-27.
- ↑ Peck, Peggy (2002-07-25). "Smoking Significantly Increases Risk of Alzheimer's Disease Among Those Who Have No Genetic Predisposition". મેળવેલ 2008-06-27.
- ↑
Aggarwal NT, Bienias JL, Bennett DA; et al. (2006). "The relation of cigarette smoking to incident Alzheimer's disease in a biracial urban community population". Neuroepidemiology. 26 (3): 140–6. doi:10.1159/000091654. PMID 16493200. Explicit use of et al. in:
|author=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Lerche Davis,, Jeanie (2004-03-22). "Smoking Speeds Dementia, Alzheimer's Disease". મેળવેલ 2008-06-27. CS1 maint: discouraged parameter (link) CS1 maint: extra punctuation (link)
- ↑ DeNoon, Daniel (2006-08-11). "Nicotine Slows Parkinson's Disease". મેળવેલ 2009-12-27.
- ↑ Peck, Peggy (2002-07-25). "Smoking Significantly Increases Risk of Alzheimer's Disease Among Those Who Have No Genetic Predisposition". મેળવેલ 2009-12-27.
- ↑ Fox, Maggie (2007-10-24). "Nicotine may ease Parkinson's symptoms: U.S. study". મેળવેલ 2009-12-27.
- ↑ "Nicotine as an antiepileptic agent in ADNFLE: An n-of-one study".
- ↑ de Leon J, Tracy J, McCann E, McGrory A, Diaz FJ (2002). "Schizophrenia and tobacco smoking: a replication study in another US psychiatric hospital". Schizophr Res. 56 (1–2): 55–65. doi:10.1016/S0920-9964(01)00192-X. PMID 12084420. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ de Leon J, Dadvand M, Canuso C, White AO, Stanilla JK, Simpson GM (1995). "Schizophrenia and smoking: an epidemiological survey in a state hospital". Am J Psychiatry. 152 (3): 453–5. PMID 7864277. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Aguilar MC, Gurpegui M, Diaz FJ, de Leon J (2005). "Nicotine dependence and symptoms in schizophrenia: naturalistic study of complex interactions". Br J Psychiatry. 186: 215–21. doi:10.1192/bjp.186.3.215. PMID 15738502. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ "Attention-Deficit Hyperactivity Disorder". મૂળ માંથી 18 ઑક્ટોબર 2009 પર સંગ્રહિત. મેળવેલ 21 September 2009. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Pasquini M, Garavini A, Biondi M (2005). "Nicotine augmentation for refractory obsessive-compulsive disorder. A case report". Prog. Neuropsychopharmacol. Biol. Psychiatry. 29 (1): 157–9. doi:10.1016/j.pnpbp.2004.08.011. PMID 15610960. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Lundberg S, Carlsson A, Norfeldt P, Carlsson ML (2004). "Nicotine treatment of obsessive-compulsive disorder". Prog. Neuropsychopharmacol. Biol. Psychiatry. 28 (7): 1195–9. doi:10.1016/j.pnpbp.2004.06.014. PMID 15610934. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Tizabi Y, Louis VA, Taylor CT, Waxman D, Culver KE, Szechtman H (2002). "Effect of nicotine on quinpirole-induced checking behavior in rats: implications for obsessive-compulsive disorder". Biol. Psychiatry. 51 (2): 164–71. PMID 11822995. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Suemaru K, Kohnomi S, Umeda K, Araki H., K; Kohnomi, S; Umeda, K; Araki, H (2008). "Alpha7 nicotinic receptor agonists have reported to reverse the PPI disruption". Nihon Shinkei Seishin Yakurigaku Zasshi (Japaneseમાં). 28 (3): 121–6. PMID 18646597.CS1 maint: multiple names: authors list (link) CS1 maint: unrecognized language (link)
- ↑ દ લ્યુકા વી, વોન્ગ એએચ, મુલર ડીજે, વોન્ગ જીડબલ્યુ, ટીન્ડલ આરએફ, કેનેડી જેએલ. (2004). "એવિડન્સ ઓફ એસોસિએશન બીટ્વીન સ્મોકિંગ એન્ડ આલ્ફા7 નિકોટિન રીસેપ્ટર સબયુનિટ જીન ઇન સ્ક્રિઝોફ્રેનિયા પેશન્ટ્સ". ન્યુરોસાયકોફાર્માકોલોજી 29 (8):1522-6. પીએમઆઇડી 12934669
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- નિકોટિન વ્યસનનું વર્ણન સંગ્રહિત ૨૦૦૮-૦૭-૨૪ ના રોજ વેબેક મશિન
- નિકોટિન રચનાનું વર્ણન
વધુ વાંચન
[ફેરફાર કરો]- Bilkei-Gorzo A, Rácz I, Michel K, Darvas M, Rafael Maldonado López, Zimmer A. (2008). "A common genetic predisposition to stress sensitivity and stress-induced nicotine craving". Biol. Psychiatry. 63 (2): 164–71. doi:10.1016/j.biopsych.2007.02.010. PMID 17570348.CS1 maint: multiple names: authors list (link)
- Willoughby JO, Pope KJ, Eaton V (2003). "Nicotine as an antiepileptic agent in ADNFLE: an N-of-one study". Epilepsia. 44 (9): 1238–40. doi:10.1046/j.1528-1157.2003.11903.x. PMID 12919397. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)[હંમેશ માટે મૃત કડી] - Minna JD (2003). "Nicotine exposure and bronchial epithelial cell nicotinic acetylcholine receptor expression in the pathogenesis of lung cancer". J Clin Invest. 111 (1): 31–3. doi:10.1172/JCI17492. PMC 151841. PMID 12511585. Unknown parameter
|month=
ignored (મદદ) - Fallon JH, Keator DB, Mbogori J, Taylor D, Potkin SG (2005). "Gender: a major determinant of brain response to nicotine". Int J Neuropsychopharmacol. 8 (1): 17–26. doi:10.1017/S1461145704004730. PMID 15579215. મૂળ માંથી 2011-06-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - West KA, Brognard J, Clark AS; et al. (2003). "Rapid Akt activation by nicotine and a tobacco carcinogen modulates the phenotype of normal human airway epithelial cells". J Clin Invest. 111 (1): 81–90. doi:10.1172/JCI16147. PMC 151834. PMID 12511591. Unknown parameter
|month=
ignored (મદદ); Explicit use of et al. in:|author=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - [http://www.nida.nih.gov/researchreports/nicotine/nicotine.html નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓન ડ્રગ
અબ્યુઝ]