લખાણ પર જાઓ

નિખિલ નંદા

વિકિપીડિયામાંથી
નિખિલ નંદા
જન્મની વિગત (1974-03-18) 18 March 1974 (ઉંમર 50)
શિક્ષણદુન સ્કુલ
શિક્ષણ સંસ્થાવ્હાર્ટન સ્કુલ, યુનિવર્સિટિ ઓફ પેન્સિલ્વેનિયા
વ્યવસાયઉદ્યોગપતિ
જીવનસાથી
સંતાનોનવ્યા નંદા,[] અગત્સ્ય નંદા[]
માતા-પિતા
  • ઋતુ નંદા (માતા)
સંબંધીઓ

નિખિલ નંદા (અંગ્રેજી ભાષા:Nikhil Nanda) (જન્મ: અઢારમી માર્ચ, ૧૯૭૪) એ ભારતીય કંપનીઓમાં અગ્રગણ્ય એવા એસ્કોર્ટ જુથના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે,[] કે જે કૃષિયંત્રો, બાંધકામ યંત્રો, રેલવેનાં ઉપકરણો, સામાન ખસેડવાનાં ઉપકરણો તથા વાહનોના વિવિધ ભાગો બનાવવામાં નિપૂણતા ધરાવે છે.

પૂર્વ જીવન અને શિક્ષણ

[ફેરફાર કરો]

તેઓ જાણીતા ઉદ્યોગપતિ રાજન નંદા, કે જેઓ એસ્કોર્ટ જુથના ચેરમેન છે અને ભારતના સૌથી મોટા વિમા એજન્ટ એવા ઋતુ કપૂરના પુત્ર છે. આ ઉપરાંત તેઓ ભારતીય ચલચિત્રના પ્રસિદ્ધ નિર્દેશક - અભિનેતા રાજ કપૂરનાં દોહિત્ર છે.[]

નિખિલે પોતાનું શાળાકીય શિક્ષણ ભારતની જાણિતી દુન સ્કુલ ખાતે લીધું હતું અને ત્યારબાદ તેમણે અમેરિકામાં આવેલા પેન્સિલ્વેનિયા ખાતે આવેલી વ્હાર્ટન સ્કૂલમાંથી આર્થિક અને વ્યવસ્થાપન (Finance and Management) શાખામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.

કારકિર્દી

[ફેરફાર કરો]

તેઓ ઇ. સ. ૨૦૦૨ના વર્ષમાં વિશ્વ અર્થશાસ્ત્ર ફોરમ દ્વારા આવતીકાલના ભારતીય આર્થિક વિકાસના આગેવાનો તરીકે પસંદ કરવામાં આવેલી પાંચ વ્યક્તિઓ પૈકી તેઓ એક હતા..[]

અંગત જીવન

[ફેરફાર કરો]

નિખિલ નંદાનાં લગ્ન ભારતીય ચલચિત્ર ઉદ્યોગના ખ્યાતનામ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચનની પુત્રી શ્વેતા સાથે ૧૬ ફેબ્રુઆરી ૧૯૯૭ના રોજ થયાં હતાં. નિખિલ-શ્વેતાને હાલમાં નવ્ય નવેલી અને અગસ્ત્ય નામનાં બે સંતાનો છે. નિખિલ ભારતીય ચલચિત્ર અભિનેતા અભિષપેક બચ્ચનના બનેવી (જીજાજી) થાય છે.

નિખિલ અને શ્વેતા તેમની શારીરિક ચુસ્તતા જાળવવા માટે તેમજ સ્વસુરક્ષાના ઉપાય શીખવા માટે આંતરરાષ્ટ્રીય ક્રાવ માગા ફેડરેશનના ભારતીય એકમના વડા વિકી કપૂરના માર્ગદર્શન હેઠળ એક ઇઝરાયલની પદ્ધતિનો ઉપયોગ કરે છે કે જેને ક્રાવ માગા કહેવામાં આવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. filmyposters.com (9 July 2023). "Navya Naveli Nanda Net Worth, Height, Age, Boyfriend, Family, Biography, and 1 best photo - filmyposters". filmyposters.com. મૂળ માંથી 9 જુલાઈ 2023 પર સંગ્રહિત. મેળવેલ 10 July 2023. Check date values in: |archive-date= (મદદ)
  2. filmyposters.com (9 July 2023). "Agstya Nanda Net worth, Age, Height, Girlfriend, Family, Wiki, Bio, and 1 best photo - filmyposters". filmyposters.com. મૂળ માંથી 9 જુલાઈ 2023 પર સંગ્રહિત. મેળવેલ 10 July 2023. Check date values in: |archive-date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ Singh, Sanghita (May 18, 2002). "Nikhil Nanda: The business of life". The Times of India.
  4. http://news.sawf.org/Bollywood/3379.aspx
  5. http://www.dnaindia.com/report.asp?NewsID=1032646 DNA - India - Capital too can learn to move it like J Lo - Daily News & Analysis

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]