શ્વેતા નંદા

વિકિપીડિયામાંથી
શ્વેતા નંદા
અભ્યાસ સંસ્થા
  • Boston University Edit this on Wikidata
વ્યવસાયપત્રકાર, મોડલ Edit this on Wikidata
બાળકોNavya Naveli Nanda Edit this on Wikidata

શ્વેતા બચ્ચન - નંદા (જન્મ:સત્તરમી માર્ચ ૧૯૭૪) એ ભારતીય ચલચિત્ર ઉદ્યોગના ખ્યાતનામ અભિનેતા અમિતાભ બચ્ચન અને ખ્યાતનામ અભિનેત્રી જયા બચ્ચનની પુત્રી તેમજ અભિનેતા અભિષેક બચ્ચનની બહેન છે.

અંગત જીવન[ફેરફાર કરો]

શ્વેતા બચ્ચન - નંદાના લગ્ન એસ્કોર્ટ જુથના ઉદ્યોગપતિ નિખિલ નંદા, કે જે ખ્યાતનામ હિંદી ચલચિત્ર નિર્માતા અને અભિનેતા રાજ કપૂરનાં પુત્રી રીતુ નંદા (રીતુ કપૂર=નંદા), તથા રાજન નંદાના પુત્ર છે, તેની સાથે સોળમી ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ તેણીના માતાપિતાના ઘર (પિયર) 'પ્રતિક્ષા' ખાતે થયાં હતાં. તેણી હાલમાં દેશના પાટનગર દિલ્હી શહેર ખાતે પોતાના પતિ સાથે નિવાસ કરે છે. શ્વેતા અને નિખિલને બે સંતાનો છે, જેમનાં નામ નવ્ય નવેલી (જન્મ: ડિસેમ્બર ૧૯૯૭) અને અગસ્ત્ય (જન્મ: ત્રેવીસમી નવેમ્બર, ૨૦૦૦) છે.

વ્યવસાયિક જીવન[ફેરફાર કરો]

શ્વેતા નંદા ભારતીય સમાચાર માટેની ટી. વી. ચેનલ સીએનએન આઇબીએન (CNN IBN) માટે પત્રકાર છે.[૧].

ઇ. સ. ૨૦૦૭માં શ્વેતા નંદા નેક્સ્ટ જન નામના પ્રસિદ્ધ કાર્યક્રમ - શ્રેણીના સુત્રધાર બન્યા હતા અને આ શ્રેણી દરમિયાન એનડી ટીવી પ્રોફીટ ટી.વી. ચેનલ પર વિવિધ વ્યક્તિઓ સાથેની મુલાકાત પ્રસારિત કરવામાં આવી હતી.[૨]

એપ્રિલ ૨૦૦૭માં તે જયા બચ્ચન સાથે 'કોફી વિથ કરણ' નામના ચૅટ શોમાં આવી હતી જેમાં હેમા માલિની અને તેની પુત્રી એશા દેઓલ પણ તેમની સાથે હતાં.

શ્વેતાએ સપ્ટેમ્બર ૨૦૦૬માં પ્રથમ વખત 'લ'ઓફિશિયલ ઇન્ડિયા' (L'Officiel India) નામના સામયિક માટે મોડેલિંગ કર્યું હતું. તે ફરી એક વખત આ જ સામયિકના સાતમા વાર્ષિક અંક, જુન ૨૦૦૯માં પણ તેના ભાઈ અભિષેક બચ્ચન સાથે ચમકી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]