નિર્મલા સીતારામન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નિર્મલા સીતારામન
Nirmala Sitharaman - 2018 (46166396231) (cropped).jpg
જન્મની વિગત૧૮ ઓગસ્ટ ૧૯૫૯ Edit this on Wikidata
મદુરાઇ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળજવાહરલાલ નહેરુ યુનિવર્સિટી Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી&Nbsp;edit this on wikidata
જીવનસાથીParakala Prabhakar Edit this on Wikidata

નિર્મલા સીતારામન (જન્મ ૧૮ ઓગસ્ટ ૧૯૫૯) ભારતીય રાજકારણી છે.[૧] જેઓ હાલમાં ભારતના રક્ષા મંત્રી છે.[૨] જે કર્ણાટકની રાજ્ય સભાના સભ્ય પણ છે.[૩]

નાણા મંત્રાલય હેઠળ સીતારામને અગાઉ નાણાં પ્રધાન અને કોર્પોરેટ બાબતોના રાજ્ય પ્રધાન તરીકે પણ સેવા આપી હતી. તે પહેલા, તેમણે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સેવા આપી હતી.[૪]

વ્યક્તિગત જીવન[ફેરફાર કરો]

નિર્મલાનો જન્મ મદુરાઈમાં થયો હતો. તેમના પિતાનું નામ નારાયણન સીતારામન છે અને માતાનું નામ સવિત્રી છે.

તેમના પિતા, નારાયણન સીતારામન, તમિલનાડુના મસરી, તિરુચિરાપલ્લી જિલ્લાના છે. અને તેમની માતાનુ પરિવાર તિરુવનકડુ અને સાલેમ જિલ્લામાંથી છે. તેમના પિતા ભારતીય રેલવેના કર્મચારી હતા અને તેથી કરીને તેમણે રાજ્યના વિવિધ ભાગોમાં બાળપણ વિતાવ્યું હતું. તેમનુ ભણતર મદ્રાસ અને તિરુચિરાપલ્લી ની શાળામાં થયુ હતું.[૫] તેમણે તિરુચિરાપલ્લી ખાતે આવેલી સીતલક્ષ્મી રામાસ્વામી કોલેજ માથી અર્થશાસ્ત્રમાં બી.એ. ની ડિગ્રી મેળવી હતી. અને દિલ્હીમા આવેલ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી માંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ની ડિગ્રી મેળવી હતી.[૬]

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભણતી વખતે તેઓ એમના પતિ પારકલા પ્રભાકરને મળ્યા હતા, જે નરસપુરમ ના છે. જ્યારે નિર્મલા ભાજપ તરફ ઝુકે છે, ત્યારે તેમના પતિ એક-તરફી કોંગ્રેસ પરિવાર માથી આવે છે. જે હાલમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સંચાર સલાહકાર છે.[૭]

રાજકીય કારકિર્દી[ફેરફાર કરો]

નિર્મલા સીતારામન ૨૦૦૮ માં ભાજપમાં જોડાયા હતા અને ત્યાં તેમણે પક્ષના પ્રવક્તા તરીકે સેવા આપી હતી. ૨૦૧૪ માં, તેમને એક કનિષ્ઠ પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.

૧૧ જુન ૨૦૧૬ ની રાજ્ય સભાની ચૂંટણી માટે, મે ૨૦૧૬ માં ભાજપે ૧૨ ઉમેદવારોની નિયુક્તી કરી હતી, જેમા એક નિર્મલા સીતારામન હતા. તેમણે સફળતાપૂર્વક કર્ણાટકમાંથી તેમની બેઠક લડી હતી.[૮] ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ, તેમને રક્ષા મંત્રી તરીકે ઉભા કરવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધી પછી, નિર્મલા સીતારામન માત્ર બીજી મહિલા છે, જે રક્ષા મંત્રીનુ પદ ધરાવે છે.[૯][૧૦]

બિન-રાજકીય કારકિર્દી[ફેરફાર કરો]

રાજકીય ક્ષેત્રની બહાર, સીતારામને યુ.કે.માં, કૃષિ ઇજનેર એસોસિએશનના એક અર્થશાસ્ત્રીને સહાયક તરીકે સેવા આપી છે. યુ.કે.માં તેમના રોકાણ દરમિયાન, તેમણે પ્રાઈઝ વોટરહાઉસ માટે સિનિયર મેનેજર (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) અને બીબીસી વર્લ્ડ સર્વિસમાં સંક્ષિપ્ત સેવા આપી છે.[૧૧] તેમણે નેશનલ કમિશન ફોર વિમેનના સભ્ય તરીકે પણ સેવા આપી છે.[૧૨] ૨૦૧૭ થી, તેઓ હૈદરાબાદના પ્રણવ સ્કૂલના સ્થાપક દિગ્દર્શકો પૈકી એક છે. [૧૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "BJP.org Rajya sabha members". Retrieved ૧૨ એપ્રિલ ૨૦૧૫. Check date values in: |access-date= (help)
  2. "Cabinet rejig: A nod for BJP's young champs". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૩ સપ્ટેમ્બર ૨૦૧૭. Retrieved ૩ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (help)
  3. "NDTV".
  4. "Deccan Chronicle: BJP leader Nirmala Sitharaman gets NJR Rajya Sabha seat". 4 June 2014.
  5. Phadnis, Aditi (4 September 2017). "The rise and rise of Nirmala Sitharaman: From spokesperson to defence minister". Business Standard. Retrieved 6 September 2017.
  6. Narayanan, Chitra; T.C.A., Srinivasa Raghavan (8 June 2011). "'Like water on a lotus leaf'". The Hindu. Retrieved 6 September 2017.
  7. "In Nirmala Sitharaman, India Gets Its Second Woman Defence Minister After Indira Gandhi". Huffington Post India (in અંગ્રેજી). 2017-09-03. Retrieved 2017-09-13.
  8. "Naidu, Naqvi, Goyal among 12 in BJP's RS list". ABP Live. 29 May 2016. Retrieved 30 May 2016.
  9. "Nirmala Sitharaman Joins Cabinet: GST and Start-Up Success Pays Dividend". News18. Retrieved 3 September 2017.
  10. "Modi Cabinet reshuffle: Full list of new council of ministers", The Times of India, 3 September 2017, http://m.timesofindia.com/india/modi-cabinet-reshuffle-full-list-of-pm-modis-council-of-ministers/articleshow/60348346.cms 
  11. Mohua Chatterjee, TNN (21 March 2010). "BJP gets a JNU product as its woman spokesparson". Indiatimes.com. Retrieved 29 June 2013.
  12. "Who is Nirmala Sitharaman, India's first full-time woman Defence Minister". Financial Express. 3 September 2017. Retrieved 20 September 2017.
  13. "Management | Pranava". Pranavatheschool.org. Retrieved 29 June 2013.