પરમાર્થ નિકેતન
Appearance
પરમાર્થ નિકેતન | |
---|---|
પરમાર્થ નિકેતન | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | પૌડી |
સ્થાન | |
સ્થાન | ઋષિકેશ |
રાજ્ય | ઉત્તરાખંડ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 30°7′9.21″N 78°18′43.9554″E / 30.1192250°N 78.312209833°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | સંત સુકદેવાનંદજી મહારાજ |
ઊંચાઈ | 372 m (1,220 ft) |
વેબસાઈટ | |
પરમાર્થ ડૉટકોમ |
પરમાર્થ નિકેતન (અંગ્રેજી: Parmarth niketan) ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં ઋષિકેશ સ્થિત એક સંન્યાસાશ્રમ છે. તે હિમાલય પર્વતશૃંખલાની ગોદમાં ગંગા નદીને કિનારે આવેલ છે. તેની સ્થાપના વર્ષ ૧૯૪૨માં, સંત સુકદેવાનંદજી મહારાજ (૧૯૦૧-૧૯૬૫) દ્વારા કરવામાં આવી હતી.વર્ષ ૧૯૮૬થી સ્વામી ચિદાનંદ સરસ્વતી તેના પ્રમુખ અને આધ્યાત્મિક વડા છે[૧][૨].
પરમાર્થ આશ્રમ ઋષિકેશનો સૌથી મોટો આશ્રમ છે. તેમાં ૧૦૦૦ થી પણ વધુ રૂમ છે. આ આશ્રમમાં દરરોજ સવારેની પૂજા, યોગ અને ધ્યાન, સત્સંગ, વ્યાખ્યાન, કીર્તન, સૂર્યાસ્ત સમયે ગંગા આરતી વગેરે કરવામાં આવે છે. વધુમાં અહીં કુદરતી ઉપચાર, આયુર્વેદ ચિકિત્સા અને આયુર્વેદ તાલીમ વગેરે પણ આપવામાં આવે છે. આશ્રમમાં ભગવાન શિવની ૧૪ ફુટ ઊંચી પ્રતિમા સ્થાપિત છે. આશ્રમના આંગણામાં 'કલ્પવૃક્ષ' પણ છે, કે જેને 'હિમાલય વાહિની'ના વિજયપાલ બધેલે રોપાવેલ છે.
ચિત્રદર્શન
[ફેરફાર કરો]-
ગંગા નદી તરફથી પરમાર્થ નિકેતનનું દૃશ્ય
-
ગંગા તટ પર ધ્યાનમાં બેઠેલા શંકર ભગવાનની વિશાળ પ્રતિમા
-
ધ્યાનમાં બેઠેલા શંકર ભગવાન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ H.H.Pujya Swami Chidanand Saraswatiji સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૫ ના રોજ archive.today
- ↑ Swami Shukdevanand Trust સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૭ ના રોજ archive.today