પાતળો કૃમિ (સર્પ)
પાતળો કૃમિ સર્પ | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | પ્રાણી |
Phylum: | મેરૂદંડી |
Class: | સરિસૃપ |
Order: | સ્કુઆમાટા |
Family: | ટાઈફ્લોપીડેઈ |
Species: | Stoliczka’s Worm Snake |
દ્વિનામી નામ | |
Indotyphlops porrectus |
પાતળો કૃમિ કે પાતળો આંધળો સર્પ કે સ્ટોલીકઝાનો અંધ સર્પ કે સાપનો કણો ( અંગ્રેજી: Stoliczka’s Worm Snake; દ્વિપદ-નામ:Indotyphlops porrectus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.
ઓળખ
[ફેરફાર કરો]બંબોઈ કરતા લંબાઈ અને શરીર પરના ભીંગડાઓના ફરકને લીધે આ સર્પને અલગ કુટુંબમાં મુકવામાં આવ્યો છે.[૨]. આ સર્પ બંભોઈ કરતા લંભાઈમાં થોડો લાંબો હોય છે. આ સર્પ દુનિયામાં જ્યાં જ્યાં સર્પોનો વસવાટ છે ત્યાં બધે જ જોવા મળે છે. આ સર્પનું શરીર ઉપરના ભાગે કાળાશ પડતું કથ્થાઈ હોય છે અને નિચેના ભાગે આ જ રંગ સફેદ હોય છે. મોં અને પુછડી પાસે ધોળાશ પડતા રંગનો હોય છે. મોટાબાગે નિશાચર બિનચર્યા ધરાવે છે. આ સર્પની સરેરાશ લંબાઇ ૧૩ સેન્ટીમીટર જેટલી અને મહત્તમ લંબાઈ ૩૦ સેન્ટીમીટર જેટલી નોંધાઈ છે[૨]. ગુજરાતમાં બંબોઈ જેટલો સામાન્ય નથી. દુર્લભ ગણાય છે[૨].
આહાર
[ફેરફાર કરો]ઢાંલીયા ન હોય એવા જીવડાં, અળસિયા, ઉધઈ, કીડી-મંકોડા અને એમના ઇંડા - આ બધુ આ સર્પનું મુખ્ય ભોજન છે[૨].
પ્રજનન
[ફેરફાર કરો]પ્રજનન દરમ્યાન બાફેલા ચોખાના દાણાના કદનાં ૩ થી ૮ ઇંડા મુકે છે. ઈંડામાંથી બહાર નિકળવાના સમયે 3 સેન્ટીમીટર જેટલી હોય છે[૨].
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪૩.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |