લખાણ પર જાઓ

પારુલ પરમાર

વિકિપીડિયામાંથી
પારૂલ દલસુખભાઈ પરમાર
રાષ્ટ્રપતિ, શ્રીમતી પ્રતિભા પાટીલ, પારૂલ પરમારને ૨૦૦૯માં રાષ્ટ્રપતિ ભવન, નવી દીલ્હી ખાતે ૨૯ ઑગસ્ટ ૨૦૦૯ના દિવસે બેડમિન્ટન (પેરા સ્પોર્ટ્સ)નો અર્જુન એવોર્ડ એનાયત કરી રહ્યા છે.
Personal information
Countryભારત
Born (1973-03-20) 20 March 1973 (ઉંમર 52)[]
ગાંધીનગર, ગુજરાત, ભારત

પારુલ દલસુખભાઈ પરમાર ગુજરાતના પેરા-બેડમિન્ટન ખેલાડી છે. તેઓ પેરા-બેડમિન્ટન મહિલા સિંગલ્સ SL3 માં વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી રહ્યા હતા.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૦ માર્ચ ૧૯૭૩ના દિવસે ગુજરાતના ગાંધીનગરમાં થયો હતો.[] તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે તેમને પોલિઓમાઇલાઇટિસનું નિદાન થયું હતું [] અને તે જ વર્ષે તે રમતી વખતે તેઓ હીંચકા પરથી પડી ગયા હતા, પરિણામે તેમના ખભાનું હાડકું અને જમણા પગનું હાડકું ભાંગી ગયું હતું. આ અસ્થિભંગ સાજા થવામાં ઘણો સમય લાગ્યો. તેમના પિતા રાજ્યકક્ષાના બેડમિન્ટન ખેલાડી હતા અને પ્રેક્ટિસ કરવા માટે સ્થાનિક બેડમિન્ટન ક્લબમાં જતા હતા. તેમણે તેમના પિતા સાથે ક્લબમાં જવાનું શરૂ કર્યું અને રમતમાં રસ કેળવવાનું શરૂ કર્યું. તેમણે પડોશી બાળકો સાથે બેડમિન્ટન રમવાનું પણ શરૂ કર્યું. સ્થાનિક કોચ સુરેન્દ્ર પારેખે રમતમાં તેમની પ્રતિભા જોઈ અને તેમને વધુ ગંભીરતાથી રમવા માટે પ્રોત્સાહિત કર્યા.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

તેણે ૨૦૧૭ BWF પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ અને ડબલ્સમાં સુવર્ણ પદક જીત્યો હતો. તેમણે સિંગલ્સની ફાઇનલમાં થાઇલેન્ડની વાન્નાફત્ડી કામ્તમને હરાવી હતી. જાપાનની અકીકો સુગિનોની સાથે તેમણે ડબલ્સની ફાઇનલમાં ચીનની ચેંગ હેફાંગ અને મા હુઇહુઇને હરાવી હતી.[] [] []

તેઓ ૨૦૧૪ અને ૨૦૧૮ એશિયન પેરા ગેમ્સમાં મહિલા સિંગલ SL3 માં સુવર્ણ પદક જીત્યા છે.[] તેમણે ૨૦૧૮ થાઇલેન્ડ પેરા-બેડમિન્ટન ઇન્ટરનેશનલ ખાતે મહિલા સિંગલ્સ SL3 કેટેગરીમાં પણ સુવર્ણ પદક જીત્યો હતો.[] [] તેમણે આ અગાઉ ૨૦૧૪ એશિયન પેરા ગેમ્સમાં રજત પદક અને ૨૦૧૦ એશિયન પેરા ગેમ્સમાં કાંસ્ય પદક જીત્યો હતો.[] તેમણે ૨૦૧૫ BWF પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રાજ કુમાર સાથે SL3-SU5 કેટેગરીમાં મિશ્ર ડબલ્સમાં પણ સુવર્ણ પદક જીત્યો હતો.[૧૦]

તેઓ ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન છે અને તેમણે ૨૦૧૪ માં દક્ષિણ કોરિયાના ઈંચિયોનમાં એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણ પદક અને રજત પદક જીત્યા હતા. તે પદક જીતવા માટે થાઈલેન્ડની રહેવાસી વાન્નાફત્ડી કામ્તમ અને પાન્યાચેમ પરમી સામે રમ્યા હતા.[૧૧] તેમણે સિંગલ્સ ફાઇનલમાં થાઇ ખેલાડી વાન્નાફત્ડી કામ્તમને હરાવીને મહિલા એકલ અને દ્વીગુણી મુકાબલામાં બે સુવર્ણ પદક જીત્યા હતા અને પેરા બેડમિન્ટન વર્લ્ડમાં ચેંગ હેફાંગ અને મા હુહુઇની ચીની જોડીને હરાવવા તેણે ડબલ્સમાં જાપાનની અકીકો સુગિનો સાથે જોડી બનાવી હતી. આ મુકાબલો, ૨૦૧૯ માં કોરિયાના ઉલ્સન ખાતે યોજાયો હતો.[૧૨]

તેઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કોચ તરીકે કામ કરે છે અને ગુજરાતના ગાંધીનગરમાં રહે છે.[][]

પુરસ્કારો

[ફેરફાર કરો]

તેમનેને ભારત સરકાર દ્વારા ૨૦૦૯ માં અર્જુન એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ એનાયત કરાયો હતો.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Project Name". મૂળ માંથી 2021-09-14 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-14. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "Thailand Para-Badminton International 2018: Parul Parmar wins title; Pramod Bhagat beats Manoj Sarkar in final". www.sportskeeda.com (અંગ્રેજીમાં). 2018-07-29. મેળવેલ 2019-02-03. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "पारुल परमार: शारीरिक अक्षमताओं को हराकर बनीं वर्ल्ड पैरा बैडमिंटन की क्वीन". BBC News हिंदी (હિન્દીમાં). મેળવેલ 2021-02-17. {{cite news}}: Check date values in: |access-date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Parul Parmar's efforts does country proud - Times of India". The Times of India. મેળવેલ 2019-01-02. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  5. "Parul Parmar wins two gold in Para World Championships - Times of India". The Times of India. મેળવેલ 2019-01-02. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  6. chitralekha. "વર્લ્ડ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ જીતી પારૂલ પરમારે ઈતિહાસ સર્જ્યો". chitralekha. મેળવેલ 2019-01-02. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  7. "Asian Para Games: India strike gold in chess and badminton, Deepa Malik wins bronze". India Today (અંગ્રેજીમાં). Ist. 2018-10-12. મેળવેલ 2019-01-02. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  8. ૮.૦ ૮.૧ "Asian gold for Gujarat shuttler Parul Parmar". Ahmedabad Mirror. 2018-10-13. મેળવેલ 2019-01-02. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  9. Mehta, Ojas (2015-05-08). "Lame excuse". Ahmedabad Mirror. મેળવેલ 2019-01-02. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  10. "Para Badminton Champ Denied Arjuna Award, Delhi HC Calls Panel's Decision 'Unsustainable'". News18. 19 August 2017. મેળવેલ 2019-01-02. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  11. "Parul Parmar's efforts does country proud - Times of India". The Times of India. મેળવેલ 2019-10-19. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  12. "Parul Parmar wins two gold in Para World Championships - Times of India". The Times of India. મેળવેલ 2019-10-19. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)