પીડોફિલિયા (બાળ યૌનશોષણ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પીડોફિલિયા (અથવા પૅડોફિલિયા ) એ વયસ્કો અથવા મોટા કિશોરો(16 અને તેથી વધુ મોટી કિશોર વ્યક્તિઓ)માં જોવા મળતો એક માનસિક વિકાર છે, જેમાં તેઓ હજી કિશોરાવસ્થામાં ન પ્રવેશ્યા હોય તેવાં બાળકો તરફ મુખ્ય અથવા વિશેષ લૈંગિક રસ ધરાવે છે. [૧][૨][૩] ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર (DSM) અનુસાર, પીડોફિલિયા એ એક પ્રકારની અપકામુકતા છે જેમાં વ્યક્તિ જે બાળકો સાથે કૃત્ય કરે છે અથવા તેમ કરવા માટેની ઇચ્છા/લાગણી તેમના માટે માનસિક ત્રાસનું કે તેમના આંતરિક સંબંધોમાં તકલીફનું કારણ બને છે, તે બાળકો પ્રત્યે તીવ્ર અને વારંવાર જાતીય ભાવ અનુભવે છે અને તેની કલ્પનાઓમાં રાચે છે.[૪]

બાળ લૈંગિક દુર્વ્યવહાર કરનારા લોકોમાં આ મનોરોગ સામાન્ય જોવા મળે છે;[૫][૬][૭] જો કે, કેટલાક અપરાધીઓમાં પીડોફિલિયા માટેના નેદાનિક નિદાનોનાં ધોરણો સાથે મળતા આવતા નથી.[૮] માત્ર વર્તણૂકના સંદર્ભમાં, "પીડોફિલિયા" શબ્દને બાળ લૈંગિક અપરાધ સૂચવવા માટે વાપરવામાં આવે છે, અને તેને "પીડોફિલિક વર્તણૂક" પણ કહેવામાં આવે છે.[૬][૯][૧૦][૧૧][૧૨] કાયદાના અમલીકરણમાં, "પીડોફિલે" શબ્દપ્રયોગ ઢીલાશપૂર્વક વાપરવામાં આવે છે, કોઈ ઔપચારિક વ્યાખ્યા વિના, તેને બાળ લૈંગિક અપરાધ માટે દોષી ઠરેલાઓને વર્ણવવા માટે અથવા કિશોરવયથી નાનાં, કિશોર વયનાં કે તરૂણો એવા સગીર વયના બાળકના લૈંગિક શોષણ વર્ણવવા માટે વાપરવામાં આવે છે.[૧૩][૧૪] વિવિધ ફોરેન્સિક તાલીમ માર્ગદર્શિકાઓમાં આ પ્રકારના ઉપયોગનું ઉદાહરણ જોઈ શકાય છે. સંશોધકોના મતે આવો અચોક્કસ ઉપયોગ ટાળવો જોઈએ.[૧૩] પ્રચલિત ભાષામાં, આ શબ્દ નાનાં બાળકો પ્રત્યે લૈંગિક રીતે આકર્ષિત એવા કોઈ પણ વયસ્ક માટે[૧૫] અથવા કોઈ બાળક કે સગીર કિશોરનું લૈંગિક કે યૌન શોષણ કરનારા માટે વપરાય છે.[૧૨][૧૬]

પીડોફિલિયા થવાનાં કારણોની જાણકારી હજી સુધી મળી નથી; સંશોધન ચાલી રહ્યું છે.[૧૭] મહિલાઓ પણ પીડોફિલ હોય છે, પણ મોટા ભાગના પીડોફિલ પુરુષો છે.[૧૧][૧૮][૧૯] યુનાઈટેડ કિંગડમ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં હાથ ધરાયેલા અભ્યાસો સૂચવે છે કે લગભગ 5%થી 20% જેટલા બાળ લૈંગિક શોષણના અપરાધોમાં દોષિત વ્યક્તિ મહિલા હતી.[૨૦]

ફોરેન્સિક માનસશાસ્ત્ર અને કાયદા અમલીકરણમાં, વર્તણૂક અને ચાલકબળોના આધારે પીડોફિલોને વર્ગીકૃત કરવાનું સૂચવતી બહુવિધ પ્રતીકાત્મક વ્યાખ્યાઓ છે.[૧૪] પીડોફિલિયા માટે હજી સુધી કોઈ નોંધપાત્ર ઉપચાર સારવાર શોધાઈ નથી. અલબત્ત, અમુક એવી થેરાપીઓ જરૂર છે જે બાળ લૈંગિક શોષણમાં પરિણમતા પીડોફિલિક વર્તણૂકના બનાવોનું પ્રમાણ ઘટાડી શકે છે.[૬][૨૧]

વ્યુત્પત્તિ અને ઇતિહાસ[ફેરફાર કરો]

આ શબ્દ ગ્રીક: παιδοφιλία (પૈડોફિલિયા )માંથી આવે છેઃ παῖς (પાઈસ ), "બાળક" અને φιλία (ફિલિયા ), "મિત્રતા". ગ્રીક કવિઓએ કાં તો "પૈડેરાસ્ટિયા" (છોકરા સાથે ગુદામૈથુન)ના વિકલ્પરૂપે, અથવા તેનાથી ઊલટું, પૈડોફિલિયા શબ્દ વાપર્યો હતો.

1886માં વિયેનીઝ મનોચિકિત્સક રિચાર્ડ વોન ક્રાફ્ટ-ઈબિંગે પોતાના લખાણ સાયકોપાથિયા સેક્યુઅલીઝ માં પીડોફિલિયા ઈરોટિકા એમ નવો શબ્દપ્રયોગ કર્યો.[૨૨] આ શબ્દને "વાયોલેશન ઓફ ઈન્ડિવિજ્યુઅલ્સ અન્ડર એજ ઓફ ફોર્ટીન (ચૌદ વર્ષથી નીચેની વ્યક્તિઓનો બળાત્કાર)" શીર્ષક હેઠળના વિભાગમાં વાપરવામાં આવ્યો હતો, જે એકંદર બાળ લૈંગિક અપરાધીઓના ફોરેન્સિક માનસશાસ્ત્રના પાસા પર કેન્દ્રિત હતો. ક્રાફ્ટ-ઈબિંગ અપરાધીની કેટલીક પ્રતીકાત્મક વ્યાખ્યાઓ વર્ણવે છે, તેમને મનોવૈજ્ઞાનિક (સાયકોપેથોલૉજિકલ) અને બિન-મનોવૈજ્ઞાનિક (નોન-સાયકોપેથોલૉજિકલ) ઉદ્ગમોમાં વિભાગે છે, અને બાળકોનાં શોષણ તરફ દોરી જઈ શકે તેવાં કેટલાંક દેખીતાં કારણદર્શક પરિબળો અંગે પૂર્વધારણા રજૂ કરે છે.[૨૨]

જાતીય અપરાધીની કેટલીક પ્રતીકાત્મક વ્યાખ્યાઓ નોંધ્યા બાદ, ક્રાફ્ટ-ઈબિંગ એક અંતિમ પ્રતીકાત્મક વ્યાખ્યાની વાત કરે છે, જેને તેમણે "મનો-લૈંગિક વિકાર": પીડોફિલિયા ઈરોટિકા તરીકે વર્ણવી છે. પોતાની કારકિર્દીમાં તેમણે આવા ચાર જ કિસ્સાઓ જોયા હતા તેવું તેમણે નોંધ્યું છે અને તે દરેક કિસ્સાનું ટૂંકું વિવરણ આપીને તેમણે તે તમામ જે ત્રણ લાક્ષણિકતાઓ સામાન્ય જોવા મળી હતી તે નોંધી છેઃ

 1. તેમનું આકર્ષણ કાયમી રહે છે (ક્રાફ્ટ-ઈબિંગ આને "ખરડાવું અથવા વિકાર પામવું" કહે છે)
 2. વ્યક્તિના આકર્ષણનો વિષય વયસ્કોને બદલે, બાળકો છે.
 3. આ વ્યક્તિ જે કૃત્ય કરે છે તે લાક્ષણિક રૂપે સંભોગ હોતો નથી, પણ તેમાં અનુચિત સ્પર્શ અથવા બાળકને ફોસલાવીને તેને પોતાને એવો સ્પર્શ કરાવવાનું સામેલ હોય છે.

અહીં એ નોંધનીય છે કે આ પુસ્તકમાં (બીજા એક ડૉક્ટરે પૂરા પાડેલા) વયસ્ક મહિલાઓમાં જોવા મળેલા પીડોફિલિયાના અમુક કિસ્સાઓનો ઉલ્લેખ પણ છે, અને તેમાં સમલૈંગિક પુરુષો દ્વારા છોકરાઓના શોષણના કિસ્સાને ક્વચિત જ બનતા ગણાવવામાં આવ્યા છે. આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરતાં, તેઓ સૂચવ્યું હતું કે કોઈક તબીબી કે ચેતાકીય રોગ ધરાવતા વયસ્ક પુરુષે કોઈ છોકરાનું લૈંગિક શોષણ કર્યાના બનાવો તે ખરેખર પીડોફિલિયા નથી, તેમનાં નિરીક્ષણો અનુસાર આવા પુરુષોના શિકાર બનનારાઓ મોટી વયના અને તરુણાવસ્થામાં પ્રવેશી ચૂકેલા હોય છે. તેમણે "બનાવટી પીડોફિલિયા"ની પણ એક સંબંધિત સ્થિતિ તરીકે નોંધ લીધી છે, જેમાં "હસ્તમૈથુન થકી વયસ્કો પ્રત્યેની કામવાસના ગુમાવી ચૂકી હોય તેવી વ્યક્તિઓ સમય જતાં તેમની લૈંગિક ભૂખને સંતોષવા માટે બાળકો તરફ વળે છે", અને તેમણે આ ઘણું સામાન્યપણે બનતું હોવાનો દાવો કર્યો હતો.[૨૨]

1908માં, સ્વિસ ચેતા-શરીરરચનાવિદ્ અને મનોચિકિત્સક ઑગસ્ટે ફોરેલે આ ઘટના બાબતે લખ્યું, અને તેને "પેડેરોસિસ", એટલે કે "બાળકો માટેની લૈંગિક ભૂખ" તરીકે ઓળખવાનો પ્રસ્તાવ મૂક્યો. ક્રાફ્ટ-ઈબિંગના પુસ્તકની જેમ, ફ્લોરલે પણ માનસિક ક્ષતિ અને અન્ય જૈવિક મગજની સ્થિતિઓ ધરાવતી વ્યક્તિ દ્વારા પ્રસંગોપાત્ત થતા લૈંગિક શોષણ, અને બાળકો માટે ખરેખર વિશષ પસંદગી અને કેટલીક વખત માત્ર બાળકો માટેની જ લૈંગિક ઇચ્છા વચ્ચે ભેદ કર્યો છે. જો કે, આ બીજા પ્રકારની સ્થિતિ, એટલે કે માનસિક ક્ષતિ સિવાય બાળકોને પસંદ કરવાની સ્થિતિ મોટા ભાગે ખૂબ દૃઢ અને બદલી શકાય તેવી નથી હોતી તેવી ક્રાફ્ટ-ઈબિંગની વાત સાથે તેઓ અસહમત છે.[૨૩]

"પીડોફિલિયા" શબ્દ એકંદરે સ્વીકૃત બન્યો છે અને સ્ટેડમૅન્સની 5મી આવૃત્તિ જેવી અનેક લોકપ્રિય તબીબી શબ્દકોશોમાં તેને સ્થાન આપીને, 20મી સદીની શરૂઆતમાં તેને વ્યાપક માન્યતા પણ મળી હતી. 1952માં, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મૅન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સની પહેલી આવૃત્તિમાં તેને સમાવવામાં આવ્યો હતો.[૨૪] આ આવૃત્તિ અને તેના પછીની ડીએસએસ(DSM)-IIમાં આ વિકારને "લૈંગિક વિચલન"ના એક પેટા-પ્રકાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું, પણ નિદાન માટેના કોઈ માનદંડો પૂરા પાડવામાં આવ્યા નહોતા. 1980માં પ્રકાશિત, ડીએસએમ(DSM)-IIIમાં, આ વિકારનું સંપૂર્ણ વિવરણ આપવામાં આવ્યું હતું અને તેના નિદાન માટેની માર્ગદર્શિકાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.[૨૫] 1987માં ડીએસએસ-III-આર (DSM-III-R)ની સુધારેલી આવૃત્તિમાં, વિવરણને તો મહદ્ અંશે સરખું જ રાખવામાં આવ્યું હતું, પણ નિદાન માટેના માનદંડોને અદ્યતન અને વિસ્તારિત કરવામાં આવ્યા હતા.[૨૬]

નિદાન[ફેરફાર કરો]

આઈસીડી (ICD - ઈન્ટરનેશનલ સ્ટેટિસ્ટિકલ ક્લાસિફેકેશન ઓફ ડિસિસિઝ એન્ડ રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ્સ ) (F65.4) પીડોફિલિયાને "સામાન્ય રીતે કિશોરાવસ્થામાં ન પ્રવેશ્યાં હોય અથવા કૂમળી કિશોરાવસ્થામાં હોય તેવાં બાળકો, છોકરાઓ અથવા છોકરીઓ અથવા બંને, માટેની લૈંગિક પસંદગી" તરીકે વ્યાખ્યાયિત કરે છે.[૧] આ પ્રણાલીના માનદંડો અનુસાર, 16 કે તેથી વધુ વયની કોઈ પણ વ્યક્તિ જો તેનાથી કમસે કસ પાંચ વર્ષ નાનાં, કિશોરાવસ્થામાં ન પ્રવેશ્યાં હોય તેવાં બાળકો પ્રત્યે સતત અથવા પ્રધાન લૈંગિક ભાવ ધરાવતી હોય તો તે આ વ્યાખ્યા સાથે બંધ બેસે છે.[૨]

ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ ની ચોથી આવૃત્તિના સુધારેલા લખાણમાં (DSM-IV-TRમાં) આ વિકારના નિદાન માટે ઉપયોગમાં લઈ શકાય તેવા ચોક્કસ માનદંડોની રૂપરેખા આપવામાં આવી છે. તેમાં કિશોરાવસ્થામાં ન પ્રવેશેલા બાળક (પ્યૂબર્ટિની ઉંમર ફેરફારને પાત્ર છે છતાં 13 વર્ષ કે તેથી નાનું બાળક) સાથે, છ મહિના કે તેથી વધુ સમય સુધી, કોઈક પ્રકારની લૈંગિક પ્રવૃત્તિને સામેલ કરનારી લૈંગિક ઉન્માદ જગાવતી કલ્પનાઓ, વર્તણૂકો અથવા એવા તલસાટોની હાજરી, અને એ વ્યક્તિએ આ ઉત્તેજનાઓ અનુસાર વ્યવહાર કર્યો હોય અથવા એ લાગણીઓના પરિણામે માનસિક રીતે પીડાતા હોવાને સ્થાન આપવામાં આવ્યું છે. માનદંડ એવું પણ સૂચવે છે કે આ વિકાર ધરાવતી વ્યક્તિ 16 કે તેથી વધુ મોટી હોવી જોઈએ અને જે બાળક કે બાળકો વિશે તે કલ્પનામાં રાચતી હોય તે તેનાથી ઓછામાં ઓછા પાંચ વર્ષ નાનાં હોવાં જોઈએ, અલબત્ત 12-13 વર્ષનાં અને કિશોરાવસ્થાના ઉત્તરાર્ધમાં હોય તેવાં બાળકો વચ્ચેના લૈંગિક સંબંધોને આ ગણતરીમાંથી બાકાત રાખવાનું સલાહ આપવામાં આવે છે. વ્યક્તિ જે જાતિના બાળક પ્રત્યે આકર્ષણ અનુભવતી હોય, તેના આવેગો અથવા વ્યવહાર નિકટનાઓ પૂરતા મર્યાદિત છે કે કેમ, અને તેનું આકર્ષણ "માત્ર બાળકો માટેનું" છે કે "બાળકો સાથે અન્યો માટેનું" પણ છે તેના આધારે નિદાનને વધુ નિશ્ચિત કરવામાં આવે છે.[૪]

પીડોફિલિક ન હોય અને માત્ર બાળકો માટે આ પ્રકારનો ભાવ ન ધરાવતા હોય તેવા અપરાધીઓમાંથી "સાચા પીડોફિલ્સ"ને અલગ પાડવા માટે, અથવા પીડોફિલિક રુચિની તીવ્રતા અને માત્ર વિશેષરૂપે તેની જ ઝંખનાના સાતત્યકાળ, અને અપરાધ પાછળના ચાલકબળના આધારે અપરાધીઓને અલગ અલગ પ્રકારોમાં વહેંચવા માટે (બાળ લૈંગિક અપરાધીના પ્રકારો જોશો) અનેક શબ્દપ્રયોગો પ્રયોજાયા છે. માત્ર અને માત્ર બાળકોમાં જ રસ ધરાવનારા પીડોફિલોને ક્યારેક "સાચા પીડોફિલ" તરીકે ઓળખવામાં આવે છે. તેઓ માત્ર અને માત્ર બાળકો પ્રત્યે જ આકર્ષિત થતા હોય છે. તેમની પોતાની વયના વયસ્કોમાં તેઓ સહેજ પણ કામુક રસ દર્શાવતા નથી અને કેટલાક કિસ્સાઓમાં, માત્ર કિશોરાવસ્થામાં ન પ્રવેશ્યાં હોય તેવાં બાળકોની કલ્પનાઓથી જ અથવા તેમની હાજરીથી જ તેઓ ઉત્તેજના અનુભવી શકતા હોય છે. આ પ્રકારનો વિશિષ્ટ રસ ન ધરાવનારા પીડોફિલોને ઘણી વખત બિન-પીડોફિલક અપરાધીઓ ગણાવવામાં આવે છે, પણ આ બે શબ્દપ્રયોગો હંમેશાં પર્યાયવાચી હોવા જરૂરી નથી. માત્ર અને માત્ર બાળકો પ્રત્યે રસ ન ધરાવનારા- નોન-એક્લુઝિવ પીડોફિલો બાળકો અને વયસ્કો, એમ બંને પ્રત્યે આકર્ષણ અનુભવતા હોય છે, અને બંને માટે કામોત્તેજના અનુભવી શકે છે, છતાં આવા કિસ્સામાં એક કરતાં બીજા માટે વધુ લૈંગિક પસંદગીનો ભાવ હોવો શક્ય છે.

આઈસીડી (ICD) અને ડીએસએમ (DSM), બંનેમાંથી કોઈએ પણ કિશોરાવસ્થામાં પ્રવેશ્યા ન હોય તેવા બાળક સાથે ખરેખરા લૈંગિક સંબંધોને નિદાનના માનદંડોમાં આવશ્યક લેખાવ્યા નથી. તેથી કલ્પનાઓ ની અથવા લૈંગિક આવેગો ની હાજરીના આધારે નિદાન થઈ શકે છે, ભલે એ કલ્પનાઓ કે આવેગોને ક્યારેય વ્યવહારમાં ન મૂકાયા હોય તો પણ. બીજી તરફ, આ આવેગોને વશ થઈ વર્તન કરનારી અને છતાં તેમની કલ્પનાઓ કે લાલસાઓ માટે કોઈ રંજ ન અનુભતી વ્યક્તિ પણ નિદાનના માનદંડો સાથે મેળ ખાય છે. આ નિદાન માટે લૈંગિક લાલસાઓને વ્યવહારમાં મૂકવાના અર્થને માત્ર ઉઘાડી લૈંગિક ક્રિયાઓ પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો નથી, અને તેમાં કેટલીકવાર અરોચક અંગપ્રદર્શન, દૃશ્યરતિકતા અથવા ફ્રોટેયુરિસ્ટિક (frotteuristic) વર્તનને,[૪] અથવા બાળ પોર્નોગ્રાફિ જોઈને હસ્તમૈથુન કરવાને પણ સમાવિષ્ટ કરવામાં આવે છે. [૨૭] ઘણી વખત નિદાન કરતાં પહેલાં, આ વર્તણૂકોને ક્લિનિકલ જજમેન્ટના ઘટકના સંદર્ભમાં વિચારવું જરૂરી હોય છે. એ જ રીતે, જ્યારે દર્દી તેની કિશોરાવસ્થા પૂરી કરવાને આરે હોય ત્યારે, ઉંમરના તફાવતને જડપણે આંકડાઓમાં નિશ્ચિત કરવામાં નથી આવ્યો અને તેના બદલે ત્યારે પરિસ્થિતિને કાળજીપૂર્વક ધ્યાન પર લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.[૨૮]

નાનાં બાળકો અને શિશુઓ (સામાન્ય રીતે 0-3 વર્ષની ઉંમરના) માટેની લૈંગિક પસંદગીનો ઉલ્લેખ કરવા માટે નેપિઓફિલિયા , જેને ઈન્ફન્ટોફિલિયા પણ કહેવામાં આવે છે, શબ્દ વાપરવામાં આવે છે.[૨૯]

ઈગો-ડાયસ્ટોનિક સેક્સ્યુઅલ ઓરિન્ટેશન(Ego-dystonic sexual orientation)(F66.1)માં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ પોતાની કિશોરાવસ્થામાં ન પ્રવેશી હોય તેવી વ્યક્તિઓ માટેની લૈંગિક પસંદગીથી વાકેફ હોય છે, પણ તેની સાથે સંકળાયેલા મનોવૈજ્ઞાનિક અને વર્તણૂક સંબંધી વિકારોના કારણે તે જુદી હોત તો સારું એમ ઇચ્છે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દર્દીને પોતાના લૈંગિક અભિમુખમાં બદલાવ લાવવા માટે સારવાર માગવાની છૂટ આપે છે.

જીવવિજ્ઞાન સંબંધી બાબતો[ફેરફાર કરો]

2002થી શરૂ કરીને, સંશોધકોએ પીડોફિલિયાને મગજની રચના અને કાર્ય સાથે જોડતા તારણોની શૃંખલાનો અહેવાલ આપવો શરૂ કર્યોઃ પીડોફિલિક (અને હેબેફિલિક) પુરુષો નીચો IQ (બુદ્ધિઆંક) ધરાવતા હોય છે,[૩][૩૦][૩૧] સ્મૃતિ કસોટીઓમાં અતિશય ઓછા ગુણો મેળવે છે,[૩૦] જમણેરી ન હોય તેવા વધુ હોય છે,[૩][૩૦][૩૨][૩૩] IQ (બુદ્ધિઆંક) તફાવત ઉપરાંત શાળામાં નાપાસ થવાનો દર વધુ હોય છે,[૩૪] શારીરિક ઊંચાઈ ઓછી હોય છે,[૩૫] બાળપણમાં માથામાં વાગવાથી બેભાન થઈ ગયા હોય તેવા બનાવો તેમની સાથે ઘટ્યા હોવાની સંભાવનાઓ વધુ હોય છે,[૩૬][૩૭] અને એમઆરઆઈ(MRI) થકી નોંધાતી મગજની રચનામાં કેટલાક તફાવતો ધરાવતા હોય છે.[૩૮][૩૯][૪૦] તેમનાં તારણોનો અહેવાલ એવું સૂચવે છે કે તેમનામાં જન્મ સમયે એવી એક કે તેથી વધુ ચેતાકીય લાક્ષણિકતાઓ હાજર હોય છે જે તેમના પીડોફિલિક બનવા પાછળ કારણભૂત રહે છે અથવા તેમની પીડોફિલિક જેવા બનવાની સંભાવનાઓને વધારે છે. પીડોફિલિયાના વિકાસ માટે, વારસાગતતા કે કૌટુંબિક વાહકક્ષમતાના પુરાવાઓ "જનનિક પરિબળો જવાબદાર છે એમ સૂચવે છે, પણ સાબિત કરતા નથી."[૪૧]

બીજો એક અભ્યાસ, MRI બંધારણનો ઉપયોગ કરીને, દર્શાવે છે કે એક નિયંત્રિત જૂથ કરતાં પુરુષ પીડોફિલ્સ શ્વેત દ્રવ્યનો ઓછો જથ્થો ધરાવે છે.[૩૮]

ફંક્શનલ મૅગ્નેટીક રીસોનાન્સ ઈમેજિંગ(fMRI)માં એવું જોવા મળ્યું હતું કે વયસ્કોનાં કામોત્તેજના જગાવનારાં ચિત્રો જોતી વખતે, પીડોફિલિક ન હોય તેવી વ્યક્તિઓ કરતાં પીડોફિલિયાનું નિદાન થયું હોય તેવા બાળકોની છેડતી કરનારાઓમાં હાયપોથેલેમસની સક્રિયતા ઓછી હતી.[૪૨] 2008ના એક ફંક્શનલ ન્યુરોઈમેજિંગ અભ્યાસ નોંધે છે કે વિષમલિંગી "પીડોફિલે ફોરેન્સિક ઈનપેશન્ટ્સ"માં જાતીય ઉત્તેજનાની કેન્દ્રીય પ્રક્રિયા કદાચ પ્રિફ્રંટલ નેટવર્કોમાંના વિક્ષેપના કારણે બદલાઈ શકે છે, જેને "લૈંગિક વર્તણૂકની તીવ્ર ઇચ્છા જેવી, ઉત્તેજનાવશ વર્તણૂકો સાથે સાંકળી શકાય". આ તારણો "લૈંગિક ઉત્તેજનાના આગળ વધવાના સંજ્ઞાનાત્મક તબક્કા વખતે અપક્રિયા" પણ સૂચવે છે.[૪૩]

બ્લાનચાર્ડ, કૅન્ટર, અને રોબિચાઉડ(2006)એ પીડોફિલોના હોર્મોનનાં પાસાને ઓળખવાનો પ્રયાસ કરનાર સંશોધનનું ફેરઅવલોકન કર્યું.[૪૪] તેઓ એ નિષ્કર્ષ પર આવ્યા કે પીડોફિલક પુરુષો, નિયંત્રિતો કરતાં ઓછું ટેસ્ટોસ્ટેરોન ધરાવતા હોવાના કેટલાક પુરાવા છે ખરા, પણ એ સંશોધનની ગુણવત્તા નબળી છે અને તેથી તેના આધારે કોઈ સ્પષ્ટ તારણ કાઢવું મુશ્કેલ છે.

કોમોરબિડ(comorbid) માનસિક બીમારી – જેમ કે વ્યક્તિત્વ મનોરોગ અને માદક દ્રવ્યોનું સેવન – મૂળે તેના પોતાનામાં પીડોફિલિયા માટે કારણભૂત હોતી નથી, પણ પીડોફિલિક આવેગોને વશ થઈ વ્યવહાર કરી બેસવા માટેનાં જોખમી પરિબળો છે.[૬] બ્લાનચાર્ડ, કૅન્ટર અને રોબિચાઉડ(2006)એ કોમોરબિડ માનસિક બીમારી અંગે નોંધ્યું હતું કે, "તેના સૈદ્ધાન્તિક સૂચિતાર્થો બહુ સ્પષ્ટ નથી. શું જે-તે રંગસૂત્ર અથવા જન્મ પહેલાંના વાતાવરણમાંના અપકારક પરિબળો એક પુરુષને લાગણીના વિકારો અને પીડોફિલિયા, એમ બંને વિકસાવવા માટે ઉન્મુખ કરે છે, કે પછી અસ્વીકૃત લૈંગિક ઇચ્છાઓના કારણે પેદા થયેલી હતાશા, જોખમ અને અટૂલાપણું- અથવા ક્યારેક ક્યારેક ચોરછૂપીથી એ ઇચ્છાઓને સંતોષવું- એ અસ્વસ્થતા અને નિરાશા તરફ દોરી જાય છે?"[૪૪] અગાઉ તેમણે શોધ્યું હતું કે પીડોફિલ્સની માતાઓએ માનસિક સારવાર લીધી હોય તેવું બન્યું હોવાની સંભાવનાઓ વધુ હોવાથી, તેમના મતે, જનનિક સંભાવના હોય તેવું વધુ બનવાયોગ્ય છે.

મનોવિકૃતિવિજ્ઞાન અને વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ[ફેરફાર કરો]

કેટલાક સંશોધકોએ પીડોફિલિયા અને અમુક માનસિક લાક્ષણિકતાઓ, જેવી કે નીચું આત્મસન્માન[૪૫][૪૬] અને નબળું સામાજિક કૌશલ્ય, એકબીજા સાથે સંબંધ ધરાવતા હોવાના અહેવાલો આપ્યા હતા.[૪૭] બાળ સેક્સ અપરાધીઓનો અભ્યાસ કરતાં, કોહેન et al. (2002), લખે છે કે પીડોફિલ્સ બગડેલા અંતર્વૈયક્તિક સંબંધો અને ઊંચી ઉદાસીન-આક્રમકતા, તેમ જ પાંગળી સ્વ-કલ્પના ધરાવતા હોય છે. બિન-અવરોધાત્મક લાક્ષણિકતાઓમાં, પીડોફિલ્સ ઊંચી સોશિયોપથી (sociopathy) અને વિચારપૂર્વકની વિકૃતિઓ પ્રત્યે ઝોક દર્શાવે છે. લેખકો અનુસાર, પીડોફિલ્સમાંની રોગાત્મક વ્યક્તિત્વ લાક્ષણિકતાઓ એવી ધારણાને ટેકો આપે છે કે આવું રોગવિજ્ઞાન પીડોફિલિક વર્તણૂક પાછળના ચાલકબળ અને તેને અંકુશમાં રાખવાની નિષ્ફળતા એમ બંને સાથે સંબંધિત છે.[૪૮]

વિલ્સન અને કોક્સ (1983) મુજબ, "ઉંમર-સાથેના નિયંત્રણો કરતાં પીડોફિલ્સ માનસિક રોગીઓ, અંતર્મુખતા અને ન્યરોટોસિઝમમાં નોંધપાત્ર રીતે ઊંચા ઊભરી આવે છે. (પણ) અહીં કાર્ય-કારણનો સંબંધ ઉકેલવો કઠિન છે. આપણે એ કહી શકીએ તેમ નથી કે પીડોફિલ્સ અત્યંત અંતર્મુખ હોવાને કારણે, અને તેમને વયસ્કો કરતાં બાળકોની સોબત ઓછી ડરામણી લાગતી હોવાથી તેઓ બાળકો તરફ ખેંચાય છે કે પછી તેમની અંતર્મુખતા જે સામાજિક પીછેહટ વ્યક્ત કરે છે તે તેમની પસંદગીના કારણે (એટલે કે, "સામાજિક સ્વીકૃતિ વિશેની અને તેમની પસંદગી જે વિરોધ પેદા કરશે તે અંગેની જાગૃતિ"માંથી પેદા થયેલું અટૂલાપણું છે.(પૃ. 324).[૪૯]

બાળ સેક્સ આપરાધીઓનો અભ્યાસ કરતો, 1982થી 2001 દરમ્યાન પ્રકાશિત ગુણાત્મક સંશોધન અભ્યાસોનો રીવ્યૂ તારણ આપ્યું હતું કે પીડોફિલ્સ પોતાની અંગત જરૂરિયાતો પૂરી કરવા માટે સંજ્ઞાનાત્મક વિકૃતિઓનો ઉપયોગ કરે છે, બહાનાં આપીને દુર્વ્યવહારને વાજબી ઠેરવે છે, પોતાની વર્તણૂકના પ્રેમ અને પારસ્પરિકતા તરીકે ફરીથી સ્પષ્ટ કરે છે, અને દરેક વયસ્ક-બાળ સંબંધમાં સહજ એવા સત્તાના અસંતુલનનો દુરુપયોગ કરે છે.[૫૦] અન્ય સંજ્ઞાનાત્મક વિકૃતિઓમાં "બાળકને લૈંગિક વ્યકિત તરીકે જોવું," "અનિયંત્રિત લૈંગિકતા," અને "લૈંગિક અધિકાર અંગેનો પૂર્વગ્રહ" જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે.[૫૧]

આ સાહિત્યની એક સમાલોચનામાં નિષ્કર્ષ આપવામાં આવ્યો છે કે પીડોફિલ્સમાં વ્યક્તિત્વ સહસંબંધ અને મનોરોગવિજ્ઞાન પરનું સંશોધન ભાગ્યે જ પદ્ધતિસરતાની દૃષ્ટિએ સાચો છે, દા.ત. તે પીડોફિલ્સ અને બાળ લૈંગિક અપરાધીઓ વચ્ચે ભેળસેળ સર્જે છે, તેમ જ પીડોફિલ્સ સમુદાયના નમૂનારૂપ, કોઈ પ્રતિનિધિ મેળવવાની મુશ્કેલીના કારણે પણ તેની પદ્ધતિસરતા અંગે પ્રશ્નાર્થ રહે છે.[૫૨] સેટો (2004) ધ્યાન દોરે છે કે જે પીડોફિલ્સ ક્લિનિકલ સેટિંગમાંથી મળે છે તે તેમની લૈંગિક પસંદગીના કારણે ઊભા થયેલા માનસિક ત્રાસના કારણે અથવા અન્યોના દબાણના કારણે ત્યાં છે. એટલે તેઓ માનસિક સમસ્યાઓ દર્શાવે તેવી શક્યતાઓ વધી જાય છે. તેવી જ રીતે, કોઈ સુધારણા ગૃહમાંથી લાવવામાં આવેલા પીડોફિલ્સ કે જેમને કોઈ અપરાધ માટે દોષી ઠેરવાયા છે, તે સમાજ-વિરોધી લાક્ષણિકતાઓ દર્શાવે તેવી વધુ શક્યતાઓ છે.[૫૩]

વ્યાપકતા અને બાળ છેડતી[ફેરફાર કરો]

સામાન્ય વસતિમાં પીડોફિલિયાની વ્યાપકતા કેટલી છે તે નિશ્ચિત નથી,[૫૩] અને સતત બદલાતી વ્યાખ્યાઓ અને માનદંડોને કારણે સંશોધન પણ અત્યંત પરિવર્તનશીલ રહે છે. જેઓ નેદાનિક નિદાનનાં ધોરણોમાં બંધ બેસતાં ન હોય, તે સહિતના તમામ બાળ લૈંગિક દુર્વ્યવહાર અપરાધીઓને વર્ણવવા માટે પીડોફિલ શબ્દને પ્રચલિત રીતે વપરાય છે. કેટલાક લોકો આ શબ્દપ્રયોગને વાંધાજનક ગણે છે.[૮] હોવર્ડ ઈ. બાર્બારી જેવા, કેટલાક સંશોધકોએ,[૫૪] અમેરિકન સાઈક્યાટ્રિક એસોસિએશનનાં ધોરણોને "અસંતોષકારક" ઠેરવીને, વર્ગીકરણ સરળીકરણના ઉપાય તરીકે, માત્ર આચરણ કે વ્યવહારને જ પીડોફિલિયાના નિદાન માટેનો એક માત્ર માનદંડ ગણવાની તરફેણ કરી હતી.

બાળક સાથે લૈંગિક દુર્વ્યવહાર કરનારા અપરાધીને સામાન્ય રીત પીડોફિલ માની લેવામાં આવે છે અને તેનો એ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે; જો કે, અપરાધ પાછળ અન્ય ચાલકબળો પણ હોઈ શકે છે[૫૪] (જેમ કે તણાવ, વૈવાહિક સમસ્યાઓ, અથવા વયસ્ક ભાગીદારનું ઉપલબ્ધ ન હોવું).[૫૫] બાળક સાથેનો લૈંગિક દુર્વ્યવહાર એ અપરાધી એક પીડોફિલ છે તેનો સૂચક હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. અપરાઘઓને બે પ્રકારોમાં વહેંચી શકાયઃ માત્ર બાળકોને જ પસંદ કરનારા (એટલે કે, "સાચા પીડોફિલ") અને વિશેષ પસંદ ન ધરાવનારા (અથવા, કેટલાક કિસ્સામાં, "બિન-પીડોફિલિક"). 2429 વયસ્ક પુરુષ પીડોફિલ લૈંગિક અપરાધીઓ પરના એક યુ.એસ.ના અભ્યાસ અનુસાર, તેમાંથી માત્ર 7%એ પોતાની જાતને બાળકો માટેની વિશેષ પસંદગી ધરાવનારા તરીકે ઓળખાવી હતી; જે એમ દર્શાવતું હતું કે ઘણા અથવા મોટા ભાગના અપરાધીઓ વિશેષ લૈંગિક પસંદ ન ધરાવનારાઓના વર્ગમાં આવે છે.[૭] જો કે, મેયો ક્લિનિકના અભિપ્રાય મુજબ પીડોફિલિયાના નેદાનિક માનદંડો સાથે બંધબેસતા અપરાધીઓ, બિન-પીડોફિલ અપરાધીઓ કરતાં વધુ અપરાધ આચરે છે, અને વધુ સંખ્યામાં શિકાર બનાવે છે. તેઓ લખે છે કે લગભગ 95% જેટલા બાળ લૈંગિક દુર્વ્યવહારો, પીડોફિલિયાના નિદાનના માનદંડો સાથે બંધ બેસનારા 88% બાળકોની છેડતી કરનારા અપરાધીઓ દ્વારા થયેલા હોય છે.[૭] એફબીઆઈ(FBI)ના વર્તણૂકને લગતા વિશ્લેષણના અહેવાલમાં લખવામાં આવ્યું છે કે બાળ છેડતી કરનારા પરિચિતોમાંની ઊંચી ટકાવારી એ વિશેષ પસંદગી ધરાવનારા સેક્સ અપરાધીઓ છે, જેઓ બાળકો માટેની ખરેખરી લૈંગિક પસંદ ધરાવે છે (એટલે કે, પીડોફિલ્સ છે).[૧૪]

બ્રિટિશ જર્નલ ઓફ સાઈકાયટ્રિ માંનો એક સમાલોચના લેખ કુટુંબ બહારના અને કુટુંબની અંદરના અપરાધીઓ વચ્ચે અધિવ્યાપ હોવાનું નોંધે છે. એક અભ્યાસે તેના નમૂનામાં શોધ્યું હતું કે કુટુંબ બહારના તરીકે દુર્વ્યવહાર કરનારા પિતાઓ અને સાવકા પિતાઓમાંથી અડધોઅડધ તેમનાં પોતાનાં સંતાનો સાથે પણ એવો દુર્વ્યવહાર કરતા હતા.[૫૬]

ઍબેલ, મિટલમૅન, અને બેકરે[૫૭] (1985) તથા વાર્ડ et. al. (1995)એ નોંધ્યા મુજબ, સામાન્ય રીતે બે પ્રકારના અપરાધીઓની લાક્ષણિકતાઓમાં ઘણું અંતર હોય છે. પરિસ્થિતિજન્ય અપરાધીઓ મોટા ભાગે તણાવગ્રસ્ત સમયે અપરાધ કરતા હોય છે; અપરાધ કરવાની શરૂઆત મોડી ઉંમરે થતી હોય છે; તેમનો શિકાર બનનારા ઓછી સંખ્યામાં, અને મોટા ભાગે કુટુંબમાંના હોય છે; તથા તેમની સામાન્ય પસંદગી વયસ્ક સાથીદારોની હોય છે. જ્યારે, પીડોફિલિક અપરાધીઓ, મોટા ભાગે નાની વયે અપરાધ આચરવા શરૂ કરી દે છે; મોટા ભાગે તેમનો શિકાર બનનારાની સંખ્યા ઘણી મોટી હોય છે અને તે બહુધા કુટુંબ બહારના હોય છે; તેઓ અંદરખાનેથી અપરાધ તરફ વધુ વળેલા હોય છે; તથા અપરાધાત્મક જીવનશૈલીને પ્રબળપણે વાજબી ઠેરવતાં મૂલ્યો અથવા માન્યતાઓ ધરાવતા હોય છે. સંશોધકો સૂચવે છે કે કૌટુંબિક વ્યભિચાર આચરનારા અપરાધીઓ, બાળકોની છેડતી કરનારી કુટુંબ બહારની વ્યક્તિઓ કરતાં લગભગ અડધા દરે અપરાધ ચાલુ રાખતા હોય છે, અને એક અભ્યાસના અંદાજા મુજબ સારવાર માટે દાખલ થતાં પહેલાં, છોકરાઓની છેડછાડ કરનાર બિન-અગમ્યાગમનાત્મક (કુટુંબ સિવાયના શિકાર શોધનારા) પીડોફિલ્સે સરેરાશ 150 શિકારો પર 282 જુલમ ગુજાર્યા હતા.[૫૮]

કેટલાક બાળકોની છેડતી કરનારાઓ – પીડોફિલ્સ હોય કે ન હોય – તેમના શિકાર ક્યાંક તેમની વર્તણૂક જાહેર ન કરી દે તે માટે તેમને ડરાવે છે.[૪] બીજા કેટલાક, જેઓ વારંવાર બાળકોને શિકાર બનાવતા હોય છે તેઓ, બાળકો સુધી પહોંચવાના જટીલ રસ્તાઓ વિકસાવી લેતા હોય છે, જેમ કે બાળકનાં માતાપિતાનો વિશ્વાસ હાંસલ કરવો, અન્ય પીડોફિલ્સ સાથે બાળકોનો વેપાર કરવો અથવા, કવચિત, બિન-ઔદ્યોગિક દેશોમાંથી બાળકોને દત્તક લેતાં હોય છે કે અજાણ્યાઓનાં બાળકોનું અપહરણ કરી શિકાર બનાવતાં હોય છે.[૪] પીડોફિલ્સ મોટા ભાગે બાળકનું ધ્યાન ખેંચવા માટે, તેની વફાદારી અને પ્રેમ મેળવવા માટે તેનામાં રસ લેતા હોવાનો દેખાવ કરતા હોય છે, જેથી બાળક અન્યોને દુર્વ્યવહાર અંગે જણાવી ન દે.[૪]

સારવાર[ફેરફાર કરો]

પીડોફિલિયાનો કોઈ કાયમી ઉપચાર હજી સુધી શોધાયો નથી, પણ પીડોફિલિક વર્તણૂકની અભિવ્યક્તિને ઘટાડવા કે અટકાવવા માટે, અને તેમ કરીને બાળક પ્રત્યેના લૈંગિક દુર્વ્યવહારની વ્યાપકતાને ઘટાડવા તરફ લક્ષિત વિવિધ સારવારો ઉપલબ્ધ છે. [૨૧][૫૯] પીડોફિલિયાની સારવાર મોટા ભાગે કાયદાના અમલીકરણ અને આરોગ્ય સંભાળ, એમ બંનેનો સહયોગ માગી લે છે.[૬][૨૧] પીડોફિલિયાની સારવાર માટે અસંખ્ય પ્રસ્તાવિત ટેકનિકો વિકસાવવામાં આવી છે, છતાં આ થેરાપીઓનો સાફલ્ય આંક અત્યંત નીચો રહ્યો છે.[૬૦]

સંજ્ઞાનાત્મક વર્તણૂક થેરાપી ("ઊથલો અટકાવવો")[ફેરફાર કરો]

સેક્સ અપરાધીઓના સંદર્ભમાં સંજ્ઞાનાત્મક વર્તણૂક થેરાપી (કૉગ્નિટીવ બિહેવિયરલ થેરાપી) અપરાધ ચાલુ રાખવાની વૃત્તિમાં ઘટાડો કરતી હોવાનું જોવા મળ્યું હતું.[૬૧]

કૅનેડિયન સેક્સોલોજિસ્ટ (સેક્સ તજજ્ઞ) માઈકલ સેટો અનુસાર, સંજ્ઞાનાત્મક-વર્તણૂક સારવારો જે અભિગમો, માન્યતાઓ, અને વર્તણૂકો બાળકો સામેના લૈંગિક અપરાધોની શક્યતાને વધારતા હોવાનું માનવામાં આવે છે તેની પર કામ કરે છે, અને "ઊથલો અટકાવવો" તે સંજ્ઞાનાત્મક-વર્તણૂક સારવારનો સૌથી પ્રચલિત પ્રકાર છે.[૬૨] ઊથલો અટકાવવાની ટૅકનિકો વ્યસનોની સારવાર માટે ઉપયોગમાં લેવાતા સિદ્ધાંત પર આધારિત હોય છે.[૬૩] ડૉ. ઝોનાના કહે છે તેમ, બીજા વિજ્ઞાનીઓએ પણ કેટલુંક સંશોધન કર્યું છે જે સૂચવે છે કે થેરાપીથી દૂર ભાગતા પીડોફિલ્સ કરતાં, થેરાપીમાંથી પસાર થનારા પીડોફિલ્સમાં અપરાધ ચાલુ રાખવાની વૃત્તિનો દર ઓછો હોય છે.[૬૩]

વર્તણૂકલક્ષી હસ્તક્ષેપો[ફેરફાર કરો]

વર્તણૂકલક્ષી સારવારો બાળકો પ્રત્યેની લૈંગિક ઉત્તેજના પર કેન્દ્રિત હોય છે, તેમાં બાળકો પ્રત્યેની લૈંગિક ઉત્તેજનાને દબાવવા માટે પરિતૃપ્તિ આપવાની અને વિમુખતાની ટૅકનિકો અને વયસ્કો પ્રત્યેની લૈંગિક ઉત્તેજના વધારવા માટે અપ્રગટ સંવેદીકરણ(અથવા હસ્તમૈથુન અંગેનું ફેરઅનુકૂલન)ને વાપરવામાં આવે છે.[૬૨] ફાલોમેટ્રિક પરીક્ષણમાં વર્તણૂકલક્ષી સારવારો લૈંગિક ઉત્તેજનાની ભાત પર અસર નીપજાવતી હોવાનું જોવા મળ્યું છે, પણ એ ખાતરીપૂર્વક કહી શકાતું નથી કે પરીક્ષણમાં જોવા મળેલા બદલાવો તે લૈંગિક રસમાં આવેલા બદલાવો રજૂ કરે છે કે પછી પરીક્ષણ દરમ્યાન લૈંગિક ઉત્તેજના પર મેળવેલ નિયંત્રણની ક્ષમતામાં આવેલા બદલાવો રજૂ કરે છે.[૬૪][૬૫]

માનસિક ક્ષતિઓ ધરાવતા લૈંગિક અપરાધીઓને પ્રયોજિત વર્તણૂક વિશ્લેષણ લાગુ પાડવામાં આવ્યું હતું.[૬૬]

ઔષધિવિજ્ઞાન સંબંધી હસ્તક્ષેપો[ફેરફાર કરો]

ટેસ્ટોસ્ટિરોનની સક્રિયતામાં દમ્યાનગીરી કરીને પીડોફિલ્સના સેક્સ પ્રવાહને ધીમો કે શાંત પાડવા માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ડેપો-પ્રોવેરા (મિડ્રોક્સીપ્રોજેસ્ટિરોન ઍસિટેટ), એન્ડ્રોકુર (સાયપ્રોટિરોન ઍસિટેટ), અને લુપ્રોન (લ્યૂપ્રોલાઈડ ઍસિટેટ).

કામવાસના ઘટાડવા માટે ગોનાડોટ્રોપિન-મુક્ત કરનારા હોર્મોન અનુરૂપો પણ અસરકારક હોય છે, જે વધુ લાંબો સમય ટકે છે અને ઓછી આડઅસરો ધરાવે છે, તેમનો ઉપયોગ થઈ શકે છે.[૬૭]

સામાન્ય પણે "રાસાયણિક ખસીકરણ" તરીકે ઓળખાતી આ સારવારો, મોટા ભાગે ઉપર નોંધ્યા મુજબના બિન-તબીબી અભિગમો સાથે જોડીને વાપરવામાં આવે છે. એસોસિએશન ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ સેક્સ્યુઅલ એબ્યુઝર્સ મુજબ, "એન્ડ્રોજન-વિરોધી સારવાર વ્યાપક સારવાર ગોઠવણીના ભાગરૂપે યોગ્ય નિયમન-દેખરેખ અને કાઉન્સેલિંગ સાથે જ અપાવી જોઈએ."[૬૮]

નિયંત્રિત ડેપો-પ્રોવેરા સારવારમાં 40 સેક્સ અપરાધીઓ અંગેના અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો- જેમાં 23 પીડોફિલ્સ પણ હતા - જેમણે ડેપો-પ્રોવેરા લીધી હતી, અને 21 સેક્સ અપરાધીઓએ માત્ર મનોચિકિત્સા મેળવી હતી. સારવાર-નહીં પામેલા જૂથની સરખામણીમાં સારવાર પામેલા જૂથના પરિણામી ફોલ-અપે દર્શાવ્યું કે ડેપો-પ્રોવેરાથી ઉપચારિત જૂથમાં ફરીથી અપરાધનો દર નોંધપાત્ર રીતે ઓછો હતો. અઢાર ટકાઓ સારવાર ચાલુ હતી તે દરમ્યાન ફરીથી અપરાધ કર્યો હતો; 35 ટકાએ સારવાર પૂરી થયા બાદ ફરીથી અપરાધ કર્યો હતો. તેનાથી વિપરીત, માત્ર માનસિક સારવાર મેળવનારા, નિયંત્રિત દર્દીઓમાંથી 58 ટકાએ, ફરીથી અપરાધ આચર્યો હતો. થેરાપી બંધ હોય ત્યારે, સ્થિર કે સ્થાયી તરીકે સ્પષ્ટીકૃત કરાયેલા દર્દીઓ કરતાં, પ્રત્યાગમિત તરીકે સ્પષ્ટીકૃત કરાયેલા દર્દીઓ ફરીથી અપરાધ કરે તેવી વધુ શક્યતાઓ છે.[૬૯]

અન્ય થેરાપીઓ[ફેરફાર કરો]

બર્લિનમાંની યુનિવર્સિટી હૉસ્પિટલ, ચારીતે(Charité) ખાતેની, ઈન્સ્ટ્ટિયૂટ ઓફ સેક્સોલોજી અને સેક્સ્યુઅલ મેડિસનના ક્લાઉસ એમ. બેઈઅરે, પ્રાથમિક અભ્યાસમાં પીડોફિલ્સને કોઈ બાળક પર લૈંગિક હુમલો નહીં કરવા માટે મદદ કરવા રોલ-પ્લે થેરાપી અને "આવેગ-દબાવી દેતી દવાઓ"ના ઉપયોગને મળેલી સફળતાનો અહેવાલ આપ્યો હતો. સંશોધકો મુજબ, સ્પર્શ બાળ સેક્સ અપરાધીઓ એકવાર કિશોરાવસ્થામાં ન પ્રવેશેલા યુવાના દૃષ્ટિકોણને સમજી લે તે પછી પોતાના આવેગોને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકતા હતા.[૭૦][૭૧]

સારવારની મર્યાદાઓ[ફેરફાર કરો]

આ પરિણામો સંપર્કમાંના બાળ લૈંગિક અપરાધીઓને ફરીથી દુર્વ્યવહાર કરતાં અટકાવવા માટે પ્રસ્તુત હોવા છતાં, આવી થેરાપી પીડોફિલિયાનો ઈલાજ છે તેવું કોઈ આનુભવિક સૂચન તેમાં નથી. જ્હોન્સ હોપકિન્સ સેક્સ્યૂઅલ ડિસઓર્ડર્સ ક્લિનિકના સ્થાપક, ડૉ. ફ્રેડ બર્લિન માને છે કે જો તબીબી સમુદાય પીડોફિલિયા પ્રત્યે વધુ ધ્યાન આપે તો તેનો સફળતાપૂર્વક ઈલાજ જરૂર થઈ શકે.[૭૨] જ્યારે આ પ્રકારના લૈંગિક આવેગો, કામવાસનાથી પ્રેરિત હોય, ત્યારે તેને દૂર કરવામાં કાં તો શારીરિક કે રાસાયણિક ખસીકરણ ખૂબ અસરકારક રહે છે, પણ જ્યારે આ આવેગ ક્રોધ અથવા સત્તા અને નિયંત્રણની અભિવ્યક્તિ હોય (ઉદાહરણ તરીકે, હિંસાત્મક/જાતીય પરપીડન કરનારા અપરાધીઓ) ત્યારે આ પદ્ધતિ સલાહકારક નથી.[૭૩] દ્વિતીય વિશ્વયુદ્ધના વખતથી કેટલાક યુરોપીય દેશોમાં રાસાયણિક અથવા સર્જિકલ ખસીકરણનો ઉપયોગ થતો હતો, અલબત્ત રાષ્ટ્રીય સમાજવાદ હેઠળ નિયોજિત હોય તેટલી હદે નહીં. 2000 પછી હેમ્બર્ગમાંના કાર્યક્રમને અટકાવી દેવામાં આવ્યો હતો, જ્યારે પોલેન્ડ હવે અત્યારે રાસાયણિક ખસીકરણને શરૂ કરવા માગી રહ્યું છે.[૭૪] જ્યાં હજી પણ અદાલત થકી આ પ્રથા ચાલુ છે તે પૂર્વ યુરોપના દેશોમાં તેનો અંત આણવા માટે કાઉન્સિલ ઓફ યુરોપ પ્રયાસ કરી રહી છે.[૭૫]

કાયદાકીય અને સામાજિક પ્રશ્નો[ફેરફાર કરો]

પરિભાષાનો દુરુપયોગ[ફેરફાર કરો]

"પીડોફિલ" અને "પીડોફિલિયા" શબ્દોનો વારંવાર એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરવા માટે દુરુપયોગ કરવામાં આવે છે કે જેમાં એક વયસ્ક વ્યક્તિ, કાયદા મુજબની સંમતિની ઉંમર કરતાં નાની, પણ તરુણાવસ્થા માં પ્રવેશી ચૂકેલી અથવા કિશોરાવસ્થા વટાવી ચૂકેલી વ્યક્તિ સાથે લૈંગિક સંબંધો ધરાવે છે. આ કિસ્સાઓમાં, "હેબેફિલિયા" અથવા "ઈફેબોફિલિયા" શબ્દો વાપરવા વધુ ઉચિત છે,[૧૬] પણ ત્યારેપણ કદાચ તેના સાચા અર્થ કરતાં, એ કૃત્ય કરનારને (actus reus) ઉદ્દેશીને તેનો ઉપયોગ કરવો ભૂલભરેલો હશે, મોટી વ્યક્તિના એ વય-જૂથ માટેની પસંદગી ધરાવે એ તેનો સાચો અર્થ છે. જ્યારે નાની વ્યક્તિ કાયદાકીય રીતે પુખ્ત વયની તો હોય, પણ સામાજિક રીતે તેને તેના મોટા સાથી કરતાં ઘણી નાની જોવામાં આવતી હોય, અથવા જ્યારે મોટી વ્યક્તિ તેમના પર સત્તા ધરાવતી હોય, તેવા સંબંધોનો ઉલ્લેખ કરવા માટે જ્યારે આ શબ્દોનો દુરુપયોગ કરવામાં આવે છે ત્યારે તે વધુ સમસ્યારૂપ દુરુપયોગ હોય છે.[૭૬][૭૭]

પીડોફિલ સક્રિયતાવાદ[ફેરફાર કરો]

1950ના દાયકાના ઉત્તરાર્ધથી લઈને 1990ના દાયકાના પૂર્વાર્ધ દરમ્યાન, કેટલાક પીડોફિલ સદસ્યો ધરાવતાં સંગઠનોએ કાયદાકીય સંમતિની વયમાં સુધારો લાવી ઓછી કરવા અથવા સંમતિની ઉંમરને લગતા કાયદાઓને નાબૂદ કરવાની,[૭૮][૭૯][૮૦][૮૧] અને પીડોફિલિયાને એક મનોરોગ ગણવાની જગ્યાએ તેને એક લૈંગિક અભિમુખ ગણીને તેનો સ્વીકાર કરવાની,[૮૨] તેમ જ બાળ પોર્નોગ્રાફીને કાયદેસર બનાવવાની હિમાયત કરી હતી.[૮૧] પીડોફિલ હિમાયતી જૂથોના પ્રયાસોને લોકો તરફથી કોઈ પણ પ્રકારનો ટેકો મળ્યો નહોતો[૭૮][૮૧][૮૩][૮૪][૮૫] અને આજે પણ તેમાંનાં કેટલાંક હજી વિલિન ન થયેલાં જૂથો અસ્તિત્વ ધરાવે છે, પણ તેમના સદસ્યોની સંખ્યા અતિશય જૂજ છે અને તેમની પ્રવૃત્તિઓ ગણીગાંઠી વેબસાઈટો પૂરતી મર્યાદિત છે.[૮૧][૮૫][૮૬][૮૭]

પીડોફિલ-વિરોધી સક્રિયતાવાદ[ફેરફાર કરો]

પીડોફિલ-વિરોધી સક્રિયતાવાદમાં, પીડોફિલો સામેનો, પીડોફિલ હિમાયતી જૂથો સામેનો, તથા બાળ પોર્નોગ્રાફી અને બાળકો સાથેનો લૈંગિક દુર્વ્યવહાર જેવા પીડોફિલિયા સાથે સંબંધિત બાબતો સામેનો વિરોધ સામેલ છે.[૮૮] લૈંગિક અપરાધીઓ,[૮૯] વયસ્કો અને બાળકો વચ્ચે લૈંગિક સંબંધોની હિમાયત કરી તેની કાયદેસરતા માગતાં જૂથો,[૯૦] અને સગીર વયની વ્યક્તિઓ સામે અનૈતિક પ્રસ્તાવ મૂકતા ઈન્ટરનેટ વપરાશકર્તાઓ સામેના વિરોધ-પ્રદર્શનોને પીડોફિલ-વિરોધી સીધાં પગલાં તરીકે જોવામાં આવે છે.

નૈતિક આતંક અને તકેદારીવાદ[ફેરફાર કરો]

શેતાની કર્મકાંડ માટેનો દુર્વ્યવહાર અને દિવસના બાળસંભાળ કેન્દ્રોમાં લૈંગિક દુર્વ્યવહારના કિસ્સાઓ પણ જેમાં સામેલ હતા તે બાળ અપહરણ અને હત્યાના હાઈ-પ્રોફાઈલ કિસ્સાઓના પ્રેસ અહેવાલોના પગલે,[૯૧] 1990 અને 2000ના દાયકામાં લોકોમાં પીડોફિલિયા સાથે સંકળાયેલો નૈતિક આતંક ફેલાયો હતો. તકેદારી સભ્યોએ દોષી પુરવાર થયેલા સામે અથવા લોકોની નજરમાં આશંકિત એવા બાળ લૈંગિક અપરાધીઓ સામે ખુલ્લો વિરોધ દર્શાવ્યો હતો; ઉદાહરણ તરીકે, 2000ના દાયકાના આરંભમાં, યુકે(ઉક)માં ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ "નેમિંગ એન્ડ શેમિંગ" અભિયાન પછી હિંસાત્મક બનેલું ટોળું.[૮૯]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ વિશ્વ આરોગ્ય સંસ્થા, ઈન્ટરનેશનલ સ્ટેટિસ્ટિકલ ક્લાસિફિકેશન ઓફ ડિસિઝિસ એન્ડ રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ્સઃ ICD-10 વિભાગ F65.4: પીડોફિલિયા (ICD-10 સાઈટ મેપની ટેબલ ઓફ કન્ટેન્ટ્સમાંથી ઓનલાઈન જોઈ શકાય છે)
 2. ૨.૦ ૨.૧ ઢાંચો:PDF (જુઓ F65.4 - પૃષ્ઠ 166-167)
 3. ૩.૦ ૩.૧ ૩.૨ બ્લાન્ચાર્ડ, આર., કોલા, એન. જે., કૅન્ટોર, જે. એમ., ક્લાસેન, પી. ઈ., ડિકીય, આર., કુબાન, એમ. ઈ., અને બ્લાક, ટી.(2007). રેફરલ સ્રોત દ્વારા વયસ્ક પુરુષ દરદીઓની બુદ્ધિઆંક (), હસ્તઉપયોગ (ડાબેરી-જમણેરી), અને પીડોફિલિયા અનુસાર વહેંચણી. સેક્સ્યૂઅલ અબ્યુઝઃ અ જર્નલ ઓફ રિસર્ચ એન્ડ ટ્રીટમેન્ટ, 19, 285-309.
 4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ Diagnostic and Statistical Manual of Mental Disorders DSM-IV TR (Text Revision). Arlington, VA, USA: American Psychiatric Publishing, Inc. 2000-06. p. 943. ISBN 978-0890420249. doi:10.1176/appi.books.9780890423349. 
 5. Finkelhor, David; Sharon Araji (1986). A Sourcebook on Child Sexual Abuse: Sourcebook on Child Sexual Abuse. Sage Publications. p. 90. ISBN 0803927495.  Cite uses deprecated parameter |coauthors= (help); Check date values in: 1986 (help)
 6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ Fagan PJ, Wise TN, Schmidt CW, Berlin FS (2002). "Pedophilia". JAMA 288 (19): 2458–65. PMID 12435259. doi:10.1001/jama.288.19.2458.  Unknown parameter |month= ignored (help); Check date values in: 2002 (help)
 7. ૭.૦ ૭.૧ ૭.૨ Hall, MD, Ryan C. W.; Richard C. W. Hall, MD, PA. "A Profile of Pedophilia: Definition, Characteristics of Offenders, Recidivism, Treatment Outcomes, and Forensic Issues" (PDF). Mayo Clin Proc (MAYO Foundation for medical education and research). 82:457-471 2007.  Cite uses deprecated parameter |coauthors= (help)
 8. ૮.૦ ૮.૧ એડવર્ડ્સ, એમ. (1997) "ટ્રીટમેન્ટ ફોર પીડોફિલ્સ; ટ્રીટમેન્ટ ફોર સેક્સ ઓફેન્ડર્સ." પીડોફિલિયા નીતિ અને નિવારણ, ઓસ્ટ્રેલિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિમિનોલૉજી રિસર્ચ એન્ડ પબ્લિક પોલિસી સિરીઝિસ (12), 74-75.
 9. "Pedophilia". Psychology Today Diagnosis Dictionary. Sussex Publishers, LLC. 7 September 2006. Pedophilia is defined as the fantasy or act of sexual activity with prepubescent children.  Check date values in: 7 September 2006 (help)
 10. Burgess, Ann Wolbert; Ann Wolbert (1978). Sexual Assault of Children and Adolescents. Lexington Books. pp. 9–10,24,40. ISBN 0669018929. the sexual misuse and abuse of children constitutes pedophilia  Cite uses deprecated parameter |coauthors= (help); Check date values in: 1978 (help)
 11. ૧૧.૦ ૧૧.૧ "pedophilia". Encyclopædia Britannica. 
 12. ૧૨.૦ ૧૨.૧ ""pedophilia" (n.d.)". The American Heritage Stedman's Medical Dictionary. May 6, 2008. The act or fantasy on the part of an adult of engaging in sexual activity with a child or children.  Check date values in: May 6, 2008 (help)
 13. ૧૩.૦ ૧૩.૧ Ames MA, Houston DA (1990). "Legal, social, and biological definitions of pedophilia". Arch Sex Behav 19 (4): 333–42. PMID 2205170. doi:10.1007/BF01541928.  Unknown parameter |month= ignored (help); Check date values in: 1990 (help)
 14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ Lanning, Kenneth (2001). "Child Molesters: A Behavioral Analysis (Third Edition)" (PDF). National Center for Missing & Exploited Children. pp. 25, 27, 29.  Check date values in: 2001 (help)
 15. ""pedophile" (n.d.)". The American Heritage Dictionary of the English Language, Fourth Edition. May 6, 2008.  Check date values in: May 6, 2008 (help)
 16. ૧૬.૦ ૧૬.૧ S. Berlin, Frederick. "Interview with Frederick S. Berlin, M.D., Ph.D.". Office of Media Relations. Retrieved 2008-06-27.  સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "www.usccb.org" defined multiple times with different content
 17. "Pedophilia (Causes)". Psychology Today. Sussex Publishers, LLC. 7 September 2006.  Check date values in: 7 September 2006 (help)
 18. Goldman, Howard H. (2000). Review of General Psychiatry. McGraw-Hill Professional Psychiatry. p. 374. ISBN 0838584349.  Check date values in: 2000 (help)
 19. રાયન સી. ડબ્લ્યૂ. હોલ, એમ.ડી. અને રિચાર્ડ સી. ડબ્લ્યૂ. હોલ, એમ.ડી., પી.એ., મેયો ક્લિનિકની કાર્યવાહીઓ અ પ્રોફાઈલ ઓફ પીડોફિલિયા'.' સપ્ટેમ્બર 29, 2009ના મેળવેલ.
 20. "Are there women paedophiles?". BBC News. 2009-04-29. Retrieved 2010-05-22.  Check date values in: 2009-04-29 (help)
 21. ૨૧.૦ ૨૧.૧ ૨૧.૨ Fuller AK (1989). "Child molestation and pedophilia. An overview for the physician". JAMA 261 (4): 602–6. PMID 2642565. doi:10.1001/jama.261.4.602.  Unknown parameter |month= ignored (help); Check date values in: 1989 (help)
 22. ૨૨.૦ ૨૨.૧ ૨૨.૨ Von Krafft-Ebing, Richard (1922). Psychopathia Sexualis. Translated to English by Francis Joseph Rebman. Medical Art Agency. pp. 552–560.  Check date values in: 1922 (help)
 23. Forel, Auguste (1908). The Sexual Question: A scientific, psychological, hygienic and sociological study for the cultured classes. Translated to English by C.F. Marshall, MD. Rebman. pp. 254–255.  Check date values in: 1908 (help)
 24. American Psychiatric Association Committee on Nomenclature and Statistics (1952). Diagnostic and statistical manual of mental disorders (1st આવૃત્તિ). Washington, D.C: The Association. p. 39.  Check date values in: 1952 (help)
 25. American Psychiatric Association: Committee on Nomenclature and Statistics (1980). Diagnostic and statistical manual of mental disorders (3rd આવૃત્તિ). Washington, D.C: American Psychiatric Association. p. 271.  Check date values in: 1980 (help)
 26. Diagnostic and statistical manual of mental disorders: DSM-III-R. Washington, DC: American Psychiatric Association. 1987. ISBN 0-89042-018-1.  Check date values in: 1987 (help)
 27. Seto MC, Cantor JM, Blanchard R (2006). "Child pornography offenses are a valid diagnostic indicator of pedophilia". J Abnorm Psychol 115 (3): 610–5. PMID 16866601. doi:10.1037/0021-843X.115.3.610. The results suggest child pornography offending is a stronger diagnostic indicator of pedophilia than is sexually offending against child victims  Unknown parameter |month= ignored (help); Check date values in: 2006 (help)
 28. મેડેમ ઓનલાઈન મેડિકલ લાયબ્રેરી પર પીડોફિલિયા ડીએસએમ (DSM)
 29. Laws, D. Richard; William T. O'Donohue (2008). Sexual Deviance: Theory, Assessment, and Treatment. Guilford Press. p. 176. ISBN 1593856059.  Cite uses deprecated parameter |coauthors= (help); Check date values in: 2008 (help)
 30. ૩૦.૦ ૩૦.૧ ૩૦.૨ કૅન્ટોર, જે. એમ., બ્લાન્ચાર્ડ, આર., ક્રિસ્ટીનસન, બી. કે., ડિકીય, આર., ક્લાસેન, પી. ઈ., બેકસ્ટેડ, એ. એલ., બ્લાક, ટી., અને કુબાન, એમ. ઈ. (2004). પીડોફિલિયામાં બુદ્ધિશક્તિ, સ્મૃતિ, અને હસ્તઉપયોગ (ડાબેરી-જમણેરી). ન્યુરોસાયકોલૉજી, 18, 3-14.
 31. કૅન્ટોર, જે. એમ., બ્લાન્ચાર્ડ, આર., રોબિચાઉડ, એલ. કે., અને ક્રિસ્ટીનસન, બી. કે. (2005). જાતીય અપરાધીઓમાં બુદ્ધિઆંક પરની એકત્રિત માહિતીનું સંખ્યાત્મક પુનર્વિશ્લેષણ. સાયકોલૉજિકલ બુલેટિન, 131, ૫૫૫-568.
 32. કૅન્ટોર, જે. એમ., ક્લાસેન, પી. ઈ., ડિકીય, આર., ક્રિસ્ટીનસન, બી. કે., કુબાન, એમ. ઈ., બ્લાક, ટી., વિલિયમ્સ, એન. એસ., અને બ્લાનચાર્ડ, આર. (2005). પીડોફિલિયા અને હેબેફિલિયામાં હસ્તઉપયોગ. આર્કાઈવ્સ ઓફ સેક્સ્યુઅલ બિહેવિયર, 34, 447–459.
 33. બોગાર્ટ, એ. એફ. (2001). હસ્તઉપયોગ, ગુનાવૃત્તિ, અને લૈંગિક દુર્વ્યવહાર. ન્યુરોસાયકોલોજિયા, 39, 465–469.
 34. કૅન્ટોર, જે. એમ., કુબાન, એમ. ઈ., બ્લાક, ટી., ક્લાસેન, પી. ઈ., ડિકીય, આર., અને બ્લાનચાર્ડ, આર. (2006). લૈંગિક અપરાધીઓના શૈક્ષણિક ઇતિહાસમાં ગ્રેડ નિષ્ફળતા અને વિશેષ શિક્ષણ માટેની નિયુક્તિ. આર્કાઈવ્સ ઓફ સેક્સ્યુઅલ બિહેવિયર, 35, 743–751.
 35. કૅન્ટોર, જે. એમ., કુબાન, એમ. ઈ., બ્લાક, ટી., ક્લાસેન, પી. ઈ., ડિકીય, આર., અને બ્લાનચાર્ડ, આર. (2007). પીડોફિલિયા અને હેબેફિલિયામાં શારીરિક ઊંચાઈ. સેક્સ્યૂઅલ અબ્યુઝઃ અ જર્નલ ઓફ રિસર્ચ એન્ડ ટ્રીટમેન્ટ, 19, 395–407.
 36. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; Blanchard2002નામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી
 37. બ્લાનચાર્ડ, આર., કુબાન, એમ. ઈ., બ્લાક, ટી., ક્લાસેન, પી. ઈ., ડિકીય, આર., ક્રિસ્ટીનસન, બી. કે., કૅન્ટોર, જે. એમ., અને બ્લાક, ટી. (2003). નૈદાનિક મૂલ્યાંકન માટે સૂચવાયેલા પીડોફિલિક અને બિન-પીડોફિલિક માણસોમાં 13 વર્ષની ઉંમર પહેલાં અને પછી જાતે નોંધાવેલી ઈજાઓ. આર્કાઈવ્સ ઓફ સેક્સ્યૂઅલ બિહેવિયર, 32, 573–581.
 38. ૩૮.૦ ૩૮.૧ કૅન્ટોર, જે. એમ., કાબાની, એન., ક્રિસ્ટીનસન, બી. કે., ઝિપુરસ્કી, આર. બી., બાર્બારી, એચ. ઈ., ડિકીય, આર., ક્લાસેન, પી. ઈ., મિકુલિસ, ડી. જે., કુબાન, એમ. ઈ., બ્લાક, ટી., રિચાર્ડ્સ, બી. એ., હાન્રાટી, એમ. કે., અને બ્લાનચાર્ડ, આર. (2008). પીડોફિલિક પુરુષોમાં મસ્તિષ્કના શ્વેત દ્રવ્યની ઊણપ. જર્નલ ઓફ સાઈકિઍટ્રિક રિસર્ચ, 42, 167–183.
 39. શિફેર, બી., પેસ્ચેલ, ટી., પોલ, ટી., ગિઝેવસ્કી, ઈ., ફોર્સ્ટિંગ, એમ., લીગ્રાફ, એન., શીડલોવસ્કી, એમ., ક્રુગેર, ટી. એચ. સી. (2007). પીડોફિલિયામાં આગળના મગજ અને પાછળના મગજમાંની મસ્તિષ્કની બંધારણીય અસામાન્યતાઓ. 'જર્નલ ઓફ સાઈકિઍટ્રીક રિસર્ચ, 41, 753–762
 40. શિલ્ત્ઝ, કે., વિત્ઝેલ, જે., નોર્થોફ, જી., ઝિર્હુત, કે., ગુબ્કા, યુ., ફેલમૅન, એચ., કૌફમૅન, જે., ટેમ્પેલમૅન, સી., વિઈબ્કિંગ, સી., અને બોગાર્ટ્સ, બી. (2007). પીડોફિલિક અપરાધીઓમાં મસ્તિષ્ક રોગવિજ્ઞાનઃ જમણા એમીગ્ડાલા અને સંબંધિત અગ્ર મસ્તિષ્કના માળખાના કદમાં ઘટાડાનો પુરાવો. આર્કાઈવ્સ ઓફ જનરલ સાઈકિઍટ્રી, 64, 737–746.
 41. Gaffney GR, Lurie SF, Berlin FS (1984). "Is there familial transmission of pedophilia?". J. Nerv. Ment. Dis. 172 (9): 546–8. PMID 6470698.  Unknown parameter |month= ignored (help); Check date values in: 1984 (help)
 42. વૉલ્ટર et al. (2007). "પીડોફિલિયા ઈઝ લિંક્ડ ટુ રિડ્યુસ્ડ એક્ટીવેશન ઈન હાયપોથેલામસ એન્ડ લેટરલ પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ ડ્યુરિંગ વિઝયુઅલ ઈરોટિક સ્ટિમ્યુલેશન." બાયોલોજિકલ સાઈકિઍટ્રી. 62 .
 43. Schiffer B, Paul T, Gizewski E; et al. (2008). "Functional brain correlates of heterosexual paedophilia". Neuroimage 41 (1): 80–91. PMID 18358744. doi:10.1016/j.neuroimage.2008.02.008.  Unknown parameter |month= ignored (help); Check date values in: 2008 (help)
 44. ૪૪.૦ ૪૪.૧ બ્લાન્ચાર્ડ, આર., કૅન્ટોર, જે. એમ., અને રોબિચાઉડ, એલ. કે. (2006). પુરુષોમાં લૈંગિક વિચલન અને આક્રમકતા વિકસવામાં ફાળો આપતાં જીવવિજ્ઞાની પરિબળો. એચ. ઈ. બાર્બારી અને ડબ્લ્યૂ. એલ. માર્શલ (સંપાદકો), ધ જુવિનાઈલ સેક્સ ઓફેન્ડર્સ (2જી આવૃત્તિ, પૃ. 77-104)માં. ન્યૂ યોર્કઃ ગિલફોર્ડ.
 45. માર્શલ, ડબ્લ્યૂ. એલ. (1997). બાળકની છેડતી કરનારી પરિવાર બહારની વ્યક્તિઓમાં આત્મ-સન્માન અને વિચલિત લૈંગિક ઉત્તેજના વચ્ચેનો સંબંધ. બિહેવિયર મોડિફિકેશન, 21, 86–96.
 46. માર્શલ, ડબ્લ્યૂ., એલ., ક્રિપ્સ, ઈ., એન્ડરસન, જી., અને કોર્ટોની, એફ. એ. (1999). બાળ છેડતી કરનારાઓમાં આત્મ-સન્માન અને ઉપાયની યુક્તિઓ. જર્નલ ઓફ ઈન્ટરપર્સનલ વાયોલન્સ, 14, 955–962.
 47. ઈમર્સ-સોમર, ટી. એમ., એલેન, એમ., બૌર્હિસ, જે., સાહ્લસ્ટીન, ઈ., લોસ્કોવસ્કી, કે., ફાલાતો, ડબ્લ્યૂ. એલ., et al. (2004). સામાજિક કૌશલ્ય અને લૈંગિક અપરાધીઓ વચ્ચેના સંબંધનું અધિ-વિશ્લેષણ. કમ્યુનિકેશન રિપોર્ટ્સ, 17, 1–10.
 48. Cohen LJ, McGeoch PG, Watras-Gans S; et al. (2002). "Personality impairment in male pedophiles" (PDF). J Clin Psychiatry 63 (10): 912–9. PMID 12416601.  Unknown parameter |month= ignored (help); Check date values in: 2002 (help)
 49. વિલ્સન, જી. ડી., અને કોક્સ, ડી. એન. (1983). પીડોફિલ ક્લબ સદસ્યોનું વ્યક્તિત્વ. પર્સનાલિટી એન્ડ ઈન્ડીવિજ્યુઅલ ડિફરન્સિઝ, 4, 323-329.
 50. Lawson L. (2003 September-November;). "Isolation, gratification, justification: offenders' explanations of child molesting". Issues Ment Health Nurs. (6-7): (24): 695–705. PMID 12907384 : 12907384 Check |pmid= value (help). 
 51. Mihailides S, Devilly GJ, Ward T. (2004). "Implicit cognitive distortions and sexual offending". Sex Abuse 16 ((4):): 333–50. PMID 15560415 : 15560415 Check |pmid= value (help). doi:10.1177/107906320401600406.  Unknown parameter |month= ignored (help); Check date values in: 2004 (help)
 52. ઓકામી, પી. અને ગોલ્ડબર્ગ, એ. (1992). "પર્સનાલિટી કોરિલેટ્સ ઓફ પીડોફિલિયાઃ આર ધે રિલાયેબલ ઈન્ડીકેટર્સ?", જર્નલ ઓફ સેક્સ રિસર્ચ , ખંડ 29, ક્રમ. 3, પૃ. 297-328. "ઉદાહરણ તરીકે, સાચા પીડોફિલ્સની અણજાણીતી ટકાવારી કદાચ ક્યારેય તેમના આવેગોને વ્યવહારમાં મૂકતી નથી અથવા ક્યારેય પકડાતી નથી, એટલે સગીરો સાથે લૈંગિક દુર્વ્યવહાર આચરનારા અપરાધીઓના ફોરેન્સિક નમૂનાઓ સ્પષ્ટપણે "પીડોફિલ્સ"ની વસતિને રજૂ કરતા નથી, અને આવી ઘણી વ્યક્તિઓ દેખીતી રીતે "પીડોફિલ્સ"ની વસતિનો ભાગ પણ હોતા નથી."
 53. ૫૩.૦ ૫૩.૧ Seto MC (2004). "Pedophilia and sexual offenses against children". Annu Rev Sex Res 15: 321–61. PMID 16913283.  Check date values in: 2004 (help)
 54. ૫૪.૦ ૫૪.૧ બાર્બારી, એચ. ઈ., અને સેટો, એમ. સી. (1997). પીડોફિલિયાઃ મૂલ્યાંકન અને સારવાર. સેક્સ્યૂઅલ ડેવિઅન્સઃ થિયરી, અસેસમેન્ટ, અને ટ્રીટમૅન્ટ . 175-193.
 55. હોવેલ્સ, કે. (1981). "એડલ્ટ સેક્સ્યૂઅલ ઈન્ટરેસ્ટ ઈન ચિલ્ડ્રનઃ કન્સિડરેશન્સ રિલિવન્ટ ટુ થિયરીઝ ઓફ ઈટિઑલજી," એડલ્ટ સેક્સ્યૂઅલ ઈન્ટરેસ્ટ ઈન ચિલ્ડ્રન. 55-94.
 56. M. GLASSER, FRCPsych and I. KOLVIN, FRCPsych (2001). "Cycle of child sexual abuse: links between being a victim and becoming a perpetrator". British Journal of Psychiatry.  Check date values in: 2001 (help)
 57. અબેલ, જી. જી., મિટલમૅન, એમ. એસ., અને બેકર, જે. વી. (1985). "સેક્સ ઓફેન્ડર્સઃ રિસલ્ટ્સ ઓફ અસેસમેન્ટ એન્ડ રિકમાન્ડેશન્સ ફોર ટ્રીટમેન્ટ." એમ. એચ. બેન-આરોન, એસ. જે. હુકર, અને સી. ડી. વેબસ્ટર (સંપાદકો), ક્લિનિકલ ક્રિમિનોલૉજીઃ ધ અસેસમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ક્રિમિનલ બિહેવિયર માં (પૃ. 207–220). ટોરન્ટો, કૅનેડાઃ એમ. એમ. ગ્રાફિક્સ.
 58. Linda S. Grossman, Ph.D., Brian Martis, M.D. and Christopher G. Fichtner, M.D. (1 March 1999). "Are Sex Offenders Treatable? A Research Overview". Psychiatric Services 50 (3): 349–361work=Psychiatr Serv. PMID 10096639.  Check date values in: 1 March 1999 (help)
 59. જાહેર નીતિ
 60. ક્રૉફોર્ડ, ડૅવિડ (1981). "ટ્રીટમેન્ટ અપ્રોચિસ વિથ પીડોફિલ્સ." ઍડલ્ટ સેક્સ્યૂઅલ ઈન્ટરેસ્ટ ઈન ચિલ્ડ્રન . 181-217.
 61. માર્શલ, ડબ્લ્યૂ. એલ., જોનીસ, આર., વાર્ડ, ટી., જ્હોનસ્ટોન, પી. અને બામ્બારી, એચ. ઈ. (1991). લૈંગિક અપરાધીઓની સારવાર. ક્લિનિકલ સાયકોલૉજી રિવ્યૂ, 11 , 465-485
 62. ૬૨.૦ ૬૨.૧ સેટો, એસ. સી. (2008). પીડોફિલિયો એન્ડ સેક્સ્યૂઅલ ઓફેન્ડિંગ અગેઈન્સ્ટ ચિલ્ડ્રનઃ થિયરી, અસેસમેન્ટ, એન્ડ ઈન્ટરવેન્શન. વૉશિંગ્ટન, ડીસીઃ અમેરિકન સાયકોલૉજિકલ અસોસિએશન.
 63. ૬૩.૦ ૬૩.૧ હેડલાઈનોમાં પીડોફિલિયા ઘણી વાર દેખાય છે, પણ રિસર્ચ લેબોમાં નહીં – સાઈકિઍટ્રિક ન્યૂઝ
 64. બાર્બારી, એચ. ઈ., બોગાર્ટ, એ. એફ., અને સેટો, એમ. સી. (1995). પીડોફિલ્સ માટે લૈંગિક પુનર્અભિમુખ થેરાપીઃ પ્રેક્ટિસો અને વિવાદો. એલ. ડાયમાન્ટ અને આર. ડી. મૅકઅનુલ્ટી (સંપાદકો), ધ સાયકોલૉજી ઓફ સેક્સ્યૂઅલ ઓરિએન્ટેશન, બિહેવિયર, એન્ડ આઈડેન્ટિટિઃ અ હેન્ડબુક માં (પૃ. 357–383). વેસ્ટપોર્ટ, સીટી(CT): ગ્રીનવુડ પ્રેસ.
 65. બાર્બારી, એચ. સી., અને સેટો, એમ. સી. (1997). પીડોફિલિયાઃ મૂલ્યાંકન અને સારવાર. ડી. આર. લૉઝ અને ડબ્લ્યૂ. ટી. ઓ'ડોનોહુ (સંપાદકો), સેક્સ્યૂઅલ ડેવિઅન્સઃ થિયરી, અસેસમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ માં (પૃ. 175–193). ન્યૂ યોર્કઃ ગિલ્ડફોર્ડ પ્રેસ.
 66. માગુથ નેઝુ, સી., ફિઓરે, એ. એ. અને નેઝુ, એ. એમ (2006). બૌદ્ધિક રીતે અક્ષમ એવા લૈંગિક અપરાધીઓ માટે સમસ્યા ઉકેલની સારવાર. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ બિહેવિયરલ કન્સલ્ટેશન એન્ડ થેરાપી, 2, 266-275.
 67. કોહેન, એલ. જે. અને ગાલ્યેન્કર, આઈ. આઈ. (2002). પીડોફિલિયાની નૈદાનિક લાક્ષણિકતાઓ અને સારવાર માટેના સૂચિતાર્થો. જર્નલ ઓફ સાઈકિઍટ્રિક પ્રેક્ટિસ, 8, 276-289.
 68. "Ant-androgen therapy and surgical castration". Association for the Treatment of Sexual Abusers. 1997.  Check date values in: 1997 (help)
 69. Meyer WJ 3rd, Cole C, Emory E (1992 pmid=: 1421556). "Depo provera treatment for sex offending behavior: an evaluation of outcome". Bull Am Acad Psychiatry Law 20 ((3)): 249–59.  line feed character in |year= at position 5 (help)
 70. EUX.TV - બર્લિન હૉસ્પિટલ કહે છે કે થેરાપીથી 20 પીડોફિલ્સને મદદ થઈ
 71. જર્મન પીડોફિલિયા પ્રોજેક્ટ ટાઉટ્સ રિઝલ્ટ્સ, પ્લીડ્સ ફોર ફંડ્સ | જર્મની | ડ્યુટસ્ચ વેલે |31.05.2007
 72. Berlin, M.D., Ph.D., =Fred S. (2002). "Peer Commentaries on Green (2002) and Schmidt (2002) - Pedophilia: When Is a Difference a Disorder?" (PDF). Archives of Sexual Behavior 31 (6): 479–480. doi:10.1023/A:1020603214218. Retrieved 2009-12-17.  Unknown parameter |month= ignored (help); Check date values in: 2002 (help)
 73. Rondeaux, Candace. "Can Castration Be a Solution for Sex Offenders?". The Washington Post. Retrieved 2010-05-22. 
 74. DW-world.de
 75. DW-world.de
 76. "Andy Martin, GOP Senate Candidate, Calls Opponent Mark Kirk A "De Facto Pedophile"". Retrieved 15 January 2010. 
 77. સેલિગમૅન, એમ. (1993). વૉટ યૂ કૅન ચેન્જ એન્ડ વૉટ યૂ કાન્ટ , પૃષ્ઠ 235. ન્યૂ યોર્કઃ ફૉસેટ કોલમ્બાઈન.
 78. ૭૮.૦ ૭૮.૧ Jenkins, Philip (2006). Decade of Nightmares: The End of the Sixties and the Making of Eighties America. Oxford University Press. p. 120. ISBN 0-19-517866-1.  Check date values in: 2006 (help)
 79. Spiegel, Josef (2003). Sexual Abuse of Males: The Sam Model of Theory and Practice. Routledge. pp. 5, p9. ISBN 1-56032-403-1.  Check date values in: 2003 (help)
 80. "ધ કેસ ફોર અબોલિશિંગ ધ એજ ઓફ કન્સેન્ટ લૉઝ," નામ્બ્લા (NAMBLA) ન્યૂઝ નો તંત્રીલેખ (1980), વી આર એર્વીવેરઃ અ હિસ્ટોરિકલ સોર્સબુક ઓફ ગે એન્ડ લેસ્બિયન પોલિટિક્સ માં પુનર્પ્રકાશિત. માર્ક બ્લાસિયસ અને શાને ફેલાન દ્વારા સંપાદિત. લંડનઃ રાઉટલેજ, 1997. પૃષ્ઠ 459-67.
 81. ૮૧.૦ ૮૧.૧ ૮૧.૨ ૮૧.૩ Eichewald, Kurt (August 21, 2006). "From Their Own Online World, Pedophiles Extend Their Reach"". New York Times.  Check date values in: August 21, 2006 (help)
 82. Dr. Frits Bernard,. "The Dutch Paedophile Emancipation Movement". Paidika: the Journal of Paedophilia 1 (2, (Autumn 1987), p. 35-4). Heterosexuality, homosexuality, bisexuality and paedophilia should be considered equally valuable forms of human behavior. 
 83. Jenkins, Philip (1992). Intimate Enemies: Moral Panics in Contemporary Great Britain. Aldine Transaction. p. 75. ISBN 0202304361. In the 1970s, the pedophile movement was one of several fringe groups whose cause was to some extent espoused in the name of gay liberation.  Check date values in: 1992 (help)
 84. Stanton, Domna C. (1992). Discourses of Sexuality: From Aristotle to AIDS. University of Michigan Press. p. 405. ISBN 0-472-06513-0.  Check date values in: 1992 (help)
 85. ૮૫.૦ ૮૫.૧ Hagan, Domna C.; Marvin B. Sussman (1988). Deviance and the family. Haworth Press. p. 131. ISBN 0-86656-726-7.  Cite uses deprecated parameter |coauthors= (help); Check date values in: 1988 (help)
 86. બેનોઈટ ડેનિઝેટ-લેવિસ (2001). "Boy Crazy," બોસ્ટનનું સામયિક.
 87. ટ્રીમ્બાલ્ય, પિઅર.(2002) "સોશિયલ ઈન્ટરેક્શન્સ અમોંગ પીડોફિલ્સ."
 88. વૈશ્વિક ગુના અહેવાલ | તપાસ | બાળ પોર્ન અને સાયબરઅપરાધ કરાર ભાગ 2 | બીબીસી (BBC) વર્લ્ડ સર્વિસ
 89. ૮૯.૦ ૮૯.૧ ફેમિલિઝ ફ્લી પીડોફિલ પ્રોટેસ્ટ્સ ઑગસ્ટ 9, 2000. જાન્યુઆરી 24, 2008ના મેળવેલ.
 90. ડચ પીડોફિલ્સે રાજકીય પક્ષ બનાવ્યો, મે 30, 2006. જાન્યુ.2008ના મેળવેલ.
 91. Jewkes Y (2004). Media and crime. Thousand Oaks, Calif: Sage. pp. 76–77. ISBN 0-7619-4765-5.  Check date values in: 2004 (help)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]