પુસ્તક પરબ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગુજરાતી ભાષામાં પરબ શબ્દનો એક અર્થ તરસ્યાને પાણી આપવા માટે ઉભો કરેલી વ્યવસ્થા એવો થાય છે. અહીં "પુસ્તક પરબ" એટલે જ્ઞાનપિપાસા, વાચન, પુસ્તકોની તૃપ્તિ કરાવતું અભિયાન. પુસ્તકાલયોમાંથી પુસ્તકો પ્રાપ્ત કરવા એ બધાને માટે સહજ કામ નથી હોતું. પુસ્તક પરબ બધાને એક સરખી રીતે આવકારે છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના આ પુસ્તક પરબમાંથી પુસ્તકો લઇ જઈ શકાય છે.

ગુજરાતના ઘણા પ્રદેશોમાં પુસ્તકની પરબો ચાલે છે. એક તો અમદાવાદમાં માતૃભાષા અભિયાનના મધ્યસ્થ કાર્યાલયમાં અને અમદાવાદમાં દસ સ્થળે અને અમદાવાદ બહારના વિસ્તારોમાં આણંદ, ખેડબ્રહ્મા, થરા, નડિયાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગોંડલ, પ્રાંતિજ, સુરેન્દ્રનગર, મોડાસા, હિંમતનગર, ગાંધીનગર, ભુજ, મુન્દ્રા, લુણાવાડા, કલોલ આટલા સ્થળો પર પુસ્તક પરબ મહિનાના પહેલા રવિવારે નિયમિત થાય છે. માતૃભાષા અભિયાને આગળ ધપાવેલો આ મહત્વનો પ્રકલ્પ છે.

માતૃભાષા અભિયાનના મધ્યસ્થ કાર્યાલય, સમુદાય શિક્ષણ ભવન, નવજીવન પ્રેસની પાસે, નિત્ય પુસ્તક પરબ ચાલે છે. પુસ્તક પરબમાં પુસ્તકો ભેટ આપવામાં આવે છે. પુસ્તક પરબને લોકો તરફથી પુસ્તકો અન્યને વાચવા માટે ભેટ મળે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]