પ્રભાસ (અભિનેતા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પ્રભાસ
Baahubali movie hindi trailer launch in mumbai photos.jpg
બાહુબલીનો પ્રચાર કરતો પ્રભાસ, ૨૦૧૫
જન્મ૨૩ ઓક્ટોબર ૧૯૭૯[૧]
તમિલ નાડુ, ભારત
નિવાસસ્થાનફિલ્મ નગર, હૈદરાબાદ, તેલંગાણા, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયફિલ્મ અભિનેતા
સક્રિય વર્ષો૨૦૦૨ – હાલ પર્યંત
માતા-પિતા
 • ઉપ્પલપતિ સુર્યા નારાયણ રાજુ (પિતા)
 • શિવા કુમારી (માતા)
સંબંધીઓક્રિષ્નમ રાજુ ઉપ્પલપતિ (કાકા)
પુરસ્કારોIIFA, નંદી પુરસ્કાર, ફિલ્મફેર
વેબસાઇટprabhas.com

પ્રભાસ એક ભારતીય ફિલ્મ અભિનેતા છે, જે તેના તેલુગુ સિનેમાના કામ માટે જાણીતો છે.[૨] પ્રભાસની પ્રથમ ફિલ્મમાં ૨૦૦૨ની ફિલ્મ, ઇશ્વરનો સમાવેશ થાય છે. વર્ષમ (૨૦૦૪), છત્રપતિ (૨૦૦૫), ચક્રમ (૨૦૦૫), બિલ્લા (૨૦૦૯), ડાર્લિંગ (૨૦૧૦), શ્રી આદર્શ (૨૦૧૧), અને મિર્ચી (૨૦૧૩) તેની અન્ય ફિલ્મો છે. પ્રભાસને તેની મિર્ચીની ભૂમિકા માટે રાજ્યનો નંદી પુરસ્કાર એનાયત થયો હતો.[૩] તે પ્રભુદેવા સાથે ૨૦૧૪ની બોલીવુડ ફિલ્મ એક્શન જેક્સનના આઇટમ ગીતમાં દેખાયો હતો.[૪]

કારકિર્દી[ફેરફાર કરો]

૨૦૦૨માં પ્રભાસે ઇશ્વર ફિલ્મ સાથે પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. ૨૦૦૩માં, તે રાઘવેન્દ્ર ફિલ્મનો મુખ્ય અભિનેતા હતો. ૨૦૦૪માં, તે વર્શામ ફિલ્મમાં દેખાયો હતો. તેણે ફિલ્મો રામુદુ અને ચક્રમ સાથેની તેમની કારકિર્દી ચાલુ રાખી. ૨૦૦૫માં તેણે એસ. એસ. રાજમૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ "છત્રપતિ" તેમણે અભિનય કર્યો હતો. તેમાં તેણે એક શરણાર્થી તરીકેની ભૂમિકા ભજવી હતી.

બાદમાં તેમણે પૌરનામી યોગી અને ૨૦૦૭ માં આવેલ મુન્ના જે એક એકશન ડ્રામા ફિલ્મમાં અભિનય કર્યો હતો. ત્યારબાદ ૨૦૦૮ માં એક્શન-કોમેડી વાળી અને ૨૦૦૯ તેમની બે ફિલ્મો હતી, બિલ્લા અને એક નિરંજન. ઇન્ડિયા ગ્લીટ્ઝ તરફથી બિલ્લા ને સ્ટાઇલિશ અને દેખાવમાં શ્રેસ્ટ વર્ણવા માં આવી હતી.[૫]

૨૦૧૦ માં  રોમેન્ટિક કોમેડી ડાર્લિંગ અને પછી ૨૦૧૧ માં, બીજી રોમાન્ટિક ફિલ્મ મિસ્ટર પરફેક્ટ માં કામ કર્યું. ત્યારબાદ ૨૦૧૨ માં પ્રભાસે, શ્રી રાઘવન લૉરેન્સ દ્વારા દિગ્દર્શિત એકશન ફિલ્મ રેબેલ માં ભૂમિકા ભજવી હતી. તેમની આગામી ફિલ્મ હતી મિર્ચી . ત્યારબાદ તેમણે ફિલ્મ ડેનિકાઇના રેડી માં એક ટૂંકા પ્રસંગ માટે પોતાનો અવાજ આપ્યો.[૬]

૨૦૧૫માં પ્રભાસે એસ.એસ. રાજમૌલીની ફિલ્મ બાહુબલી: ધ બિગનીંગમાં અભિનય કર્યો, જે અત્યાર સુધીની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની હતી.[૭][૮][૯]

બાહુબલી: ધ બિગનીંગ પછીનો ભાગ બાહુબલી: ધ કનક્લુઝન ૨૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ રજૂ થયો હતો.[૧૦]

ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક ભૂમિકા ભાષા નૉૅધ
૨૦૦૨ ઈશ્વર ઈશ્વર તેલુગુ
૨૦૦૩  રાઘવેન્દ્ર રાઘવેન્દ્ર તેલુગુ
૨૦૦૪ વર્શામ વેંકટ  તેલુગુ
૨૦૦૪ અડાવી રામુદુ રામુદુ તેલુગુ
૨૦૦૫ ચક્રમ ચક્રમ તેલુગુ
૨૦૦૫ છત્રપાથી શિવ  / છત્રપાથી તેલુગુ
૨૦૦૬ પોઉરણમી શિવ  કેશવ તેલુગુ
૨૦૦૭  યોગી  ઈશ્વર  પ્રસાદ  / યોગી તેલુગુ
૨૦૦૭  મુન્ના મુન્ના તેલુગુ
૨૦૦૮ ભુજ્જીગાડું ભુજ્જી  / લિંગ  રજુ  / રાજનીકાંઠ તેલુગુ
૨૦૦૯  બિલ્લા બિલ્લા  / રંગ  તેલુગુ
૨૦૦૯ એક નિરંજન છોટુ તેલુગુ
૨૦૧૦  ડાર્લિંગ  પ્રભાસ  / પ્રભા તેલુગુ સિનેમાં એવોર્ડ  ફોર  શ્રેષ્ઠ અભિનેતા(જૂરી)
૨૦૧૧ મિસ્ટર પરફેક્ટ  વિકી તેલુગુ
૨૦૧૨ રેબેલ રિશી તેલુગુ
૨૦૧૨ ડેનિકાઇના રેડી તેલુગુ નેરેટર 
૨૦૧૩ મિર્ચી જય તેલુગુ નંદી એવોર્ડ ફોર શ્રેષ્ઠ અભિનેતા
૨૦૧૪  એકશન જેકસન પોતે હિન્દી  મહેમાન ભૂમિકા  "પંજાબ માસ્ટ" ગીતમાં[૧૧]
૨૦૧૫  બાહુબલી : ધ બિગનીંગ   મહેન્દ્ર   બાહુબલી /શિવુડુ 

અમરેન્દ્ર  બાહુબલી 

તેલુગુ  / તમિલ / હિન્દી  [૧૨][૧૩]
૨૦૧૭ બાહુબલી ૨: ધ કનક્લુઝન તેલુગુ  / તમિલ / હિન્દી 
૨૦૧૮ સાહો N/A તેલુગુ  / તમિલ  / હિન્દી  [૧૪]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Happy birthday Prabhas: Six lesser known facts about the Baahubali actor". ૨૩ ઓક્ટોબર ૨૦૧૬. Retrieved ૧૮ માર્ચ ૨૦૧૭. Actor Prabhas turned 37 on Sunday. Check date values in: |accessdate=, |date= (help)
 2. "Baahubali creates history with opening day collections". India Today. ૧૧ જુલાઇ ૨૦૧૫. Check date values in: |date= (help)
 3. "India's most expensive film?". Hindustan Times. ૧૫ જુલાઇ ૨૦૧૩. Check date values in: |date= (help)
 4. Bahubali wins national award for Best Film.
 5. "Billa review. Billa Telugu movie review, story, rating - IndiaGlitz.com". IndiaGlitz. Retrieved ૧૦ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (help)
 6. "Denikaina Ready audio on Sep 23 - Times of India". The Times of India. Retrieved ૧૦ મે ૨૦૧૭. Check date values in: |access-date= (help)
 7. Oops.
 8. "'Baahubali' Zooms Past 'Dhoom', Now India's All Time #3". Forbes.
 9. Mike McCahill (૧૨ જુલાઇ ૨૦૧૫). "Baahubali: The Beginning review – fantastic bang for your buck in most expensive Indian movie ever made". the Guardian. Check date values in: |date= (help)
 10. "It's official! Baahubali 2 to hit the screens on April 28, 2017". Hindustan Times. ૫ ઓગસ્ટ ૨૦૧૬. Retrieved ૧૬ ઓગસ્ટ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (help)
 11. Action Jackson, 2014-12-05, http://www.imdb.com/title/tt0403935/, retrieved 2017-05-11 
 12. "Prabhas-Rajamouli Movie Announced". IndiaGlitz. Retrieved ૧૧ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (help)
 13. "Rajamouli-Prabhas' film is titled Bahubali - Times of India". The Times of India. Retrieved ૧૧ મે ૨૦૧૭. Check date values in: |access-date= (help)
 14. "Baahubali Prabhas's next film is Saaho, will have action by Transformers' stuntman". http://www.hindustantimes.com/ (in અંગ્રેજી). ૨૩ એપ્રિલ ૨૦૧૭. Retrieved ૧૧ મે ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (help); External link in |newspaper= (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]