પ્રાણલાલ પટેલ

વિકિપીડિયામાંથી
પ્રાણલાલ પટેલ
જન્મc. ૧૯૧૦  Edit this on Wikidata
મૃત્યુ૧૮ જાન્યુઆરી ૨૦૧૪ Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata
વ્યવસાયછબીકલાકાર Edit this on Wikidata
પ્રાણલાલ પટેલે અમદાવાદ મહાનગર પાલિકા ખાતે ઝડપેલી સરદાર વલ્લભભાઈ પટેલની તસ્વીર, ૧૯૩૫

પ્રાણલાલભાઇ પટેલ (જાન્યુઆરી ૧ ૧૯૧૦ - જાન્યુઆરી ૧૮, ૨૦૧૪), તસવીરકાર, ઈસ.૧૯૩૦થી ફોટોગ્રાફીનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ૧૯૩૭માં તેઓ આઝાદીની ચળવળમાં જોડાયેલા. આ સમય દરમિયાન તેમણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ પર ખૂબ સારી ફોટોગ્રાફી કરી હતી. ફોટોગ્રાફીમાં ખાસ પ્રદાન બદલ ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા તેમનું લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ આપીને સમ્માન કરવામાં આવ્યું હતું.[૧]

તેમનાં યોગદાન અને સુદીર્ઘ કારકિર્દીની રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ફોટોગ્રાફી અને શિક્ષણ સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત સંસ્થા ‘માનવ પ્રતિષ્ઠાન’ દ્વારા પ્રાણલાલ પટેલનાં જીવન-કવન પર આધારિત "તેનું સર્વસ્વ" નામક એક ૩૦ મીનીટનું દસ્તાવેજી ચલચિત્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે. હેમિલ્ટન વિશ્વવિદ્યાલય, ન્યુયોર્ક, (યુ.એસ.એ.) દ્વારા ઈ.સ. ૨૦૧૪ની શરૂઆતથી પાંચ માસ માટે તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

શિક્ષણ અને પ્રારંભિક કારકિર્દી[ફેરફાર કરો]

સાંપ્રત સમયને અનુરૂપ પ્રારંભિક વર્નાક્યુલર ફાઇનલ સુધીનો અભ્યાસ તેમણે અમદાવાદમાં કર્યો ત્યારબાદ કલાગુરુ શ્રી રવિશંકર રાવળ પાસે ચિત્રકળા અને શ્રી બળવંત ભટ્ટ પાસે ફોટોગ્રાફીની તાલીમ લીધી. થોડા સમય માટે અમદાવાદ મહાનગર પાલિકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ પણ બજાવી. પરંતુ મ્હાયલા કલાકારને જંપ ન હતો, તેથી પોતાના સ્વતંત્ર વ્યવસાયના ભાગ રૂપે "પટેલ સ્ટુડિયો"ના નામે ફોટોગ્રાફી શરૂ કરી. તેમની અનેક તસ્વીરો ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, ચિત્રલેખા, કલકત્તાના ઑરિયેન્ટલ વીકલી, મદ્રાસના હિંદુ જેવા પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં છપાતી હતી. પ્રાણલાલના ગમતા વિષયોમાં આઉટડોર અને પિક્ટોરીયલ ફોટોગ્રાફી હતી, જેમાં તેઓ નિપુણતા ધરાવતા હતા. તેમણે લીધેલી અમદાવાદના જુના દરવાજા, સાબરમતી નદીના તટ, કાંકરિયા તળાવ, એલિસબ્રિજ, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવોની તસ્વીરો અમદાવાદની એમ.જે.લાયબ્રેરી, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ વગેરે સ્થળોએ કાયમી ધોરણે પ્રદર્શિત થઈ છે. આમ પ્રાણલાલ માટે શોખ, વ્યવસાય, કારર્કિર્દી ફોટોગ્રાફી હતો. એમની પાસે જુની નૅગેટીવ અને વિદેશી કંપનીના બહોળો સંગ્રહ હતો.

અવસાન[ફેરફાર કરો]

૧૮ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ, અમદાવાદ ખાતે તેમનાં નિવાસ સ્થાને, વૃદ્ધાવસ્થાને કારણે[૨] ૧૦૪ વર્ષની આયુએ તેમનું અવસાન થયું હતું.[૧] એક સામયિક સાથે થયેલા સાક્ષાતકારમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓનું સાચું જન્મવર્ષ ૧૯૦૮ હોવાનું તેમને યાદ છે પણ ખાત્રી નથી, જો કે જન્મ પ્રમાણપત્રમાં વર્ષ ૧૯૧૦ લખાયું છે અને તે જ માન્ય ગણાયું છે અન્યથા એમની આયુ ૧૦૬ વર્ષ ગણી શકાય.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "તસવીરના 'પ્રાણ' ઈશ્વરના કેમેરામાં થયા કેદ". દિવ્ય ભાસ્કર. ૧૯ જાન્યુઆરી ૨૦૧૪. મેળવેલ ૯ ઓગસ્ટ ૨૦૧૭.
  2. "Veteran photographer Pranlal Patel dies". dna (અંગ્રેજીમાં). ૧૮ જાન્યુઆરી ૨૦૧૪. મેળવેલ ૯ ઓગસ્ટ ૨૦૧૭.
  3. "Pranlal Patel: A journey of 70 years through lights and shades | Estrade Magazine". ૨૬ જાન્યુઆરી ૨૦૧૩. મૂળમાંથી અહીં સંગ્રહિત 2013-12-26. મેળવેલ ૯ ઓગસ્ટ ૨૦૧૭.CS1 maint: bot: original URL status unknown (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]