લખાણ પર જાઓ

ફરદુનજી મર્ઝબાન

વિકિપીડિયામાંથી

ફરદુનજી મર્ઝબાન (૧૭૮૭-૧૮૪૭) એક ગુજરાતી મુદ્રક, પત્રકાર અને તંત્રી હતા.[] તેમણે ભારતમાં સૌપ્રથમ ગુજરાતી છાપખાનું મુંબઈમાં શરૂ કર્યું હતું અને ભારતનું સૌથી જૂનું સમાચારપત્ર મુંબઇ સમાચાર શરૂ કર્યું હતું.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૭૮૭માં સુરતમાં રહેતાં પારસી પૂજારીઓના કુટુંબમાં થયો હતો; તેમને શરૂઆતમાં પૂજારી બનવા માટે જ તાલીમ આપવામાં આવી હતી.[] ૧૮૦૫માં તેઓ મુંબઈ ગયા અને ત્યાં ફારસી અને અરબી ભાષાનો અભ્યાસ મુલ્લા ફિરોઝ હેઠળ કર્યો.[] ૧૮૦૮માં તેમણે બૂક બાઇંડિંગની દુકાન શરૂ કરી જે દરમિયાન તેઓ જીજીભાઈ છાપઘરના સંપર્કમાં આવ્યા અને કદાચ તેથી તેમણે ભારતનું છાપખાનું શરૂ કર્યું.[]

૧૮૧૨માં તેમણે છાપખાનાની સ્થાપના કરી પરંતુ ૧૮૧૪ સુધી કોઈ પણ પુસ્તક છપાયું નહીં.[] સૌથી પહેલું પુસ્તક એ ગુજરાતી વિક્રમ સંવત ૧૮૭૧નું પંચાંગ હતું જેની કોઈ પણ નકલ અત્યારે બચી નથી.[] તેમણે પારસીઓના વિવિધ ધર્મગ્રંથોને અને ફારસી પુસ્તકોને ગુજરાતીમાં અનુવાદિત કર્યા તથા તેમને પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા. []

ફરદુનજીએ મુંબઇ સમાચારની શરૂઆત ૧લી જુલાઈ ૧૮૨૨ના રોજ મિત્રોની મદદથી કરી.[] તે ૧૮૨૩ સુધી અઠવાડિક હતું, ત્યારબાદ અઠવાડિયામાં બે વખત પ્રકાશિત થવા લાગ્યું અને ૧૮૫૫થી તે દૈનિક બની ગયું.[]

૧૮૩૨નું વર્ષ તેમના માટે હાનિકારક રહ્યું. આ જ વર્ષે તેમણે મુંબઇ સમાચારમાંથી પોતાની જાતને પાછી ખેંચવી પડી અને ત્યારબાર હિંદુસ્તાન નામના તેમના ચીન સાથે વ્યાપાર કરતાં જહાજને ગુમાવ્યું.[] કદાચ આ જ નુકસાનોને લીધે તેઓ મુંબઈ છોડીને દમણ ગયા, જ્યાં તેમનું ૨૩મી માર્ચ ૧૮૪૭ના રોજ અવસાન થયું.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ CE Buckland, Dictionary of Indian Biography, (New Delhi: Cosmo Publications, 1999), p. 278
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ AK Priolkar, The Printing Press in India: Its Beginnings and Early Development, (Mumbai: Marathi Samsodhana Mandala, 1958), p. 78
  3. Veena Naregal, Language Politics, Elites, and the Public Sphere, (New Delhi: Orient Blackswan, 2001), p. 178
  4. ૪.૦ ૪.૧ વ્યાસ, રજની. ગુજરાતની અસ્મિતા (૩જી આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃ: ૨૩૫
  5. ૫.૦ ૫.૧ In a footnote, Naregal, Language Politics, Elites, and the Public Sphere, p. 178