લખાણ પર જાઓ

બંબોઈ (સર્પ)

વિકિપીડિયામાંથી

બંબોઈ
બંબોઈ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: મેરૂદંડી
Class: સરિસૃપ
Order: સ્કુઆમાટા
Family: ટાઈફ્લોપીડેઈ
Species: Bhrahminy Blind Snake
દ્વિનામી નામ
Indotyphlops braminus

બંબોઈ કે આંધળો સર્પ કે અંધ સર્પ કે સાપનો કણો ( અંગ્રેજી: Bhrahminy Blind Snake કે Brahminy Work Snake; દ્વિપદ-નામ: Indotyphlops braminus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.

દેખાવમાં અળસીયા જેવો લાગતો આ સર્પ લંબાઈમાં ગુજરાતમાં થતા સર્પોમાં સૌથી નાનો છે[]. આ સર્પ દુનિયામાં જ્યાં જ્યાં સર્પોનો વસવાટ છે ત્યાં બધે જ જોવા મળે છે. આ સર્પનું શરીર ઉપરના ભાગે કાળાશ પડતું કથ્થાઈ હોય છે અને નિચેના ભાગે આ જ રંગ જરા ઝાંખો હોય છે. મોં અને પુછડી પાસે ધોળાશ પડતા રંગનો હોય છે. મોટાબાગે નિશાચર બિનચર્યા ધરાવે છે. આ સર્પની સરેરાશ લંબાઇ ૧૩ સેન્ટીમીટર જેટલી અને મહત્તમ લંબાઈ ૧૮ સેન્ટીમીટર જેટલી નોંધાઈ છે[].

ઢાંલીયા ન હોય એવા જીવડાં, અળસિયા, ઉધઈ, કીડી-મંકોડા અને એમના ઇંડા - આ બધુ આ સર્પનું મુખ્ય ભોજન છે[].

પ્રજનન

[ફેરફાર કરો]

પ્રજનન દરમ્યાન બાફેલા ચોખાના દાણાના કદનાં ૬ થી ૮ ઇંડા મુકે છે. ઈંડામાંથી બહાર નિકળવાના સમયે 3 સેન્ટીમીટર જેટલી હોય છે[].

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪૨.