બઘેલી ભાષા
Appearance
બઘેલી ભાષા કે બાઘેલી ભાષા, હિંદી ભાષાની એક બોલી એટલે કે ઉપભાષા છે. આ ભાષા ભારત દેશના બઘેલખંડ ક્ષેત્રમાં સામાન્ય વહેવારમાં વપરાતી ભાષા છે. આ ભાષા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવતા રીવા, સતના, સીધી, ઉમરિયા, અને નૂપપુરમાં; ઉત્તર પ્રદેશમાં આવતા અલ્હાબાદ અને મિર્જાપુર જિલ્લાઓમાં તથા ચત્તગઢના બિલાસપુર અને કોરિયા જનપદોના લોકો બોલે છે. આ ભાષાને "બઘેલખંડી", "રિમહી" અથવા "રિવઈ" પણ કહેવામાં આવે છે.