લખાણ પર જાઓ

બદરુદ્દીન શેખ

વિકિપીડિયામાંથી
બદરુદ્દીન શેખ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા
પદ પર
૨૦૧૦ – ૨૦૨૦
અંગત વિગતો
જન્મ૧૩ સપ્ટેમ્બર ૧૯૫૨
મૃત્યુ૨૬ એપ્રિલ ૨૦૨૦
અમદાવાદ, ગુજરાત, ભારત
અંતિમ સ્થાનગંજશહીદ કબ્રસ્તાન, દાણીલીમડા, અમદાવાદ
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીફરીદા ખાતુન

બદરુદ્દીન શેખ (૧૩ સપ્ટેમ્બર ૧૯૫૨ - ૨૬ એપ્રિલ ૨૦૨૦) એક ભારતીય રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા. તેઓ ૨૦૧૦થી ૨૦૨૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા હતા.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

શેખ અમદાવાદની ભક્ત વલ્લભ ધોળા કૉલેજમાંથી સ્નાતક થયા અને એચ. કે. આર્ટ્સ કૉલેજ[] માંથી અનુસ્નાતક થયા હતા. તેઓએ એલ. એ. શાહ લો કૉલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો.[સંદર્ભ આપો] રાજકારણમાં જોડાયા તે પહેલા તેઓ વકીલ હતા.[]

રાજકીય કારકિર્દી

[ફેરફાર કરો]

શેખે તેમની રાજકીય કારકિર્દી ૧૯૭૯માં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે શરૂ કરી હતી. તેમણે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (૧૯૮૪-૧૯૮૬)ના જનરલ સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી (૧૯૮૫-૧૯૯૦) તરીકે સેવા આપી હતી. બાદમાં તેઓ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હતા (૧૯૯૦-૧૯૯૩). તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લઘુમતી સેલના અધ્યક્ષ (૧૯૯૨–૧૯૯૫) અને પક્ષના લઘુમતી સેલ (૨૦૨૦)ના ઉપાધ્યક્ષ હતા.[][][] ભારતના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તેમને ખ્વાજા સાહેબ દરગાહ સમિતિ, અજમેર શરીફ દરગાહના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[]

તેઓ ૧૯૯૫માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ બહેરામપુરા વોર્ડમાંથી ચાર ટર્મ (૧૯૯૫-૨૦૦૦, ૨૦૦૦-૨૦૦૫, ૨૦૧૦-૨૦૧૫, ૨૦૧૫-૨૦૨૦) સેવા આપી હતી.[][][] આ સમયગાળા દરમિયાન, તેઓ સ્થાયી સમિતિના અધ્યક્ષ (૨૦૦૦-૨૦૦૩) તેમજ સ્થાયી સમિતિ, નગર આયોજન સમિતિ, કાનૂની સમિતિ અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના સભ્ય હતા.[][][] તેમણે પક્ષના પ્રવક્તા તરીકે પણ સેવા આપી હતી.[][] તેઓ 2010 થી 2020 માં તેમના મૃત્યુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા હતા [][]

કોવિડ-૧૯ મહામારી દરમિયાન ૨૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ તેમનું કોવિડ-૧૯થી અવસાન થયું હતું.[] બે દિવસ પછી અમદાવાદના દાણીલીમડામાં ગંજશહીદ કબ્રસ્તાન ખાતે તેમને દફનાવવામાં આવ્યા હતા. તેમની પત્ની ફરીદા ખાતુનને પણ કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હતો. [][૧૦]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું SVPમાં કોરોનાથી નિધન". vyaapaarsamachar. મૂળ માંથી 2023-08-17 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-13.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Patel, Lakshmi (2020-04-27). "Covid-19 claims life of Badruddin Shaikh". Ahmedabad Mirror. મૂળ સંગ્રહિત માંથી 27 April 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-13.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Gujarat: Senior Congress leader Badruddin Shaikh dies of coronavirus". Times Now News (અંગ્રેજીમાં). 2020-04-27. મૂળ સંગ્રહિત માંથી 2 May 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-13.
  4. "અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા વાઇસ ચેરમેન તરીકે બદરુદ્દીન શેખની નિમણુંક". Western Times News. 2020-03-13. મૂળ સંગ્રહિત માંથી 13 May 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-13.
  5. ૫.૦ ૫.૧ "Cong corporator laid to rest in Ahmedabad". The Indian Express (અંગ્રેજીમાં). 2020-04-28. મેળવેલ 2020-05-13.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "AMC corporator Badruddin Shaikh resigns as GPCC spokesperson". The Indian Express (અંગ્રેજીમાં). 2019-10-06. મેળવેલ 2020-05-13.
  7. "Bypolls: Dissent in Gujarat Congress". DNA India (અંગ્રેજીમાં). 2019-10-06. મેળવેલ 2020-05-13.
  8. "Gujarat Congress leader Badruddin Shaikh resigns from all party posts". Zee News (અંગ્રેજીમાં). 2019-10-05. મેળવેલ 2020-05-13.
  9. "Asit Vora unanimously elected new city mayor - Indian Express". Indian Express. 2010-11-01. મેળવેલ 2020-05-13.
  10. "Senior Congress leader Badruddin Shaikh given a silent send off". The Times of India. 2020-04-28. મેળવેલ 2020-05-13.