બરગી બંધ

વિકિપીડિયામાંથી
બરગી બંધ
બરગી બંધનુંજળાશય
બરગી બંધ is located in Madhya Pradesh
બરગી બંધ
બરગી બંધનું Madhya Pradeshમાં સ્થાન
બરગી બંધ is located in ભારત
બરગી બંધ
બરગી બંધ (ભારત)
સ્થળબરગી, જબલપુર જિલ્લો, મધ્ય પ્રદેશ
અક્ષાંશ-રેખાંશ22°56′30″N 79°55′30″E / 22.94167°N 79.92500°E / 22.94167; 79.92500
બાંધકામ શરુઆત૧૯૭૫
ઉદ્ઘાટન તારીખ૧૯૮૮
સંચાલકોનર્મદા વેલી ડેવલપમેન્ટ વિભાગ, મધ્યપ્રદેશ
બંધ અને સ્પિલવે
નદીનર્મદા નદી
ઊંચાઇ૬૯.૮૦ મીટર
લંબાઈ૫૩૫૭ મીટર
સરોવર
નામબરગી જળાશય

બરગી બંધ (બરગી ડેમ) (અંગ્રેજી: Bargi Dam) ભારત દેશની નર્મદા નદીના સ્ત્રાવ વિસ્તારમાં બાંધવામાં આવનાર ૩૦ બંધોની શૃંખલા પૈકીનો સૌ પ્રથમ પૂર્ણ કરવામાં આવેલ બંધ છે. આ બંધ નર્મદા નદી પર મધ્ય પ્રદેશ, ભારત ખાતે આવેલ છે. બે મુખ્ય સિંચાઈ યોજનાઓ, જેને બરગી માર્ગાન્તર પ્રોજેક્ટ અને રાની અવન્તિબાઈ લોધી સાગર પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે, તે બરગી બંધ અંતર્ગત વિકસાવવામાં આવ્યા છે. નર્મદા મધ્ય પ્રદેશ રાજ્યની, પશ્ચિમ તરફ વહેતી સૌથી મોટી નદી અને અરબી સમુદ્ર ખાતે મળી જતી નદી છે. તેની કુલ લંબાઈ ૧૩૧૨ કિલોમીટર જેટલી છે, જેમાંથી ૧૦૭૨ કિલોમીટર જેટલી લંબાઈ મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલ છે.

કેન્દ્રીય જળ અને ઊર્જા આયોગ (સેન્ટ્રલ વોટર એન્ડ પાવર કમિશન) દ્વારા વિકસાવવામાં આવેલ ૨૯૮૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંચાઈ અને ૧૦૦ મેગાવોટ (૨x૪૫ મેગાવોટ + ૨x૫ મેગાવોટ) ક્ષમતાના જળવિદ્યુત ઉત્પાદન (હાઇડ્રોપાવર જનરેશન)ની પરિકલ્પના સાથે આ બંધની દરખાસ્ત વર્ષ ૧૯૬૮માં મૂકવામાં આવી હતી. (સ્ત્રોત: ડીપીઆર, મધ્ય પ્રદેશ સરકાર, ૧૯૬૮). પાછળથી બરગી માર્ગાન્તર યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ સિંચાઇ ક્ષમતા વધારીને ૪૩૭૦ ચોરસ કિલોમીટર કરવામાં આવી હતી. આ બંધના બાંધકામની શરૂઆત વર્ષ ૧૯૭૪માં થઈ હતી અને તે વર્ષ ૧૯૯૦માં પૂર્ણ થયું હતું, જ્યારે આ બંધ તેની સંપૂર્ણ ક્ષમતા મુજબ પૂર્ણપણે ભરવામાં આવ્યો હતો. તેમ છતાં ૧૦૫ મેગાવોટ સૂચિત જળવિદ્યુત ઉત્પાદનની સામે હાલમાં જળવિદ્યુત મથક ખાતે માત્ર ૯૦ મેગાવોટ જળવિદ્યુત ઉત્તપન્ન કરવામાં આવી રહી છે. ૪૫ મેગાવોટ ક્ષમતા ધરાવતા બે સ્વતંત્ર એકમો સુયોજિત કરવામાં આવેલ છે અને તેની માંગ મુખ્યત્વે સાંજના સમય દરમિયાન રહે છે.

બંધની ઊંચાઇ ૬૯ મીટર જેટલી છે અને લંબાઈ ૫.૪ કિલોમીટર જેટલી છે. બંધને કારણે સર્જાયેલ જળાશયની લંબાઈ ૭૫ કિલોમીટર અને પહોળાઈ ૪.૫ કિલોમીટર જેટલી છે, જેનો ફેલાવો ૨૬૭.૯૭ કિલોમીટર વિસ્તારમાં થાય છે. જ્યારે બંધનું જળસ્તર ૪૨૨.૭૬ મીટર પહોંચ્યું ત્યારે જબલપુર જિલ્લામાંથી મંડલા અને સિવની જિલ્લાની રચના કરવામાં આવી હતી છે.

સંદર્ભો[ફેરફાર કરો]