બરવાસાગર
Appearance
બરવાસાગર Barua Sagar Tal | |
---|---|
બરવા સાગર - ૧૮૮૨ના વર્ષમાં | |
સ્થાન | બરવા સાગર, ઉત્તર પ્રદેશ |
અક્ષાંશ-રેખાંશ | 25°22′05″N 78°44′53″E / 25.368°N 78.748°ECoordinates: 25°22′05″N 78°44′53″E / 25.368°N 78.748°E |
પ્રકાર | કુત્રિમ તળાવ |
બેસિન દેશો | ભારત |
બરવાસાગર એક ઐતિહાસિક સ્થળ છે, જે ઉત્તર પ્રદેશના ઝાંસી થી ૧૨ માઇલ દક્ષિણ-પૂર્વ બાજુ માનિકપુર રેલમાર્ગ પર આવેલ છે. અહીં એક પ્રાચીન સરોવરના કિનારા પર અને તેની આસપાસ ચંદેલ રાજાઓના સમયની ઘણી સુંદર ઇમારતો છે.
બરવાસાગરમાં ઓરછાના રાજા ઉદિત સિંહ દ્વારા ૨૬૦ વર્ષ પહેલાં બાંધવામાં આવેલ સરોવર[૧]ની નજીક એક કિલ્લો પણ છે. ચંદેલનરેશો દ્વારા બાંધવામાં ખૂબ જ કલાત્મક મંદિર અથવા જરાયકા મઠ (આશ્રમ) પણ અહીંમા સુંદર સ્મારકો છે. મંદિરની બાહ્ય દિવાલો પર વિવિધ મૂર્તિકામ અને અલંકારણો પ્રદર્શિત કરવામાં આવેલ છે. હકીકતમાં ચંદેલ રાજપૂતોના સમયકાળનાં આ મંદિર સ્થાપ્ત્યની દૃષ્ટિએ ખૂબ જ ઉચ્ચ કોટિનાં છે.આ મંદિર ઉપરાંત વધારાના ઘુઘુજા મઠ અને અનેક મંદિરોના અવશેષો પણ ચંદેલકાલીન સ્થાપત્ય ધરોહર છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "ઝાંસીનું અધિકૃત જાળસ્થળ". Jhansi.nic.in. મેળવેલ ૨૫-૦૮-૨૦૧૫. Check date values in:
|access-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મધ્ય પ્રદેશના કિલ્લાઓ
- મસ્ટ સી ઈન્ડિયા સંગ્રહિત ૨૦૧૩-૦૧-૨૯ ના રોજ archive.today
- ઝાંસીનું અધિકૃત જાળસ્થળ