બલેશ્વર મંદિર, ચંપાવત
બલેશ્વર મંદિર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | બલેશ્વર (શિવ) |
સ્થાન | |
સ્થાન | ચંપાવત |
રાજ્ય | ઉત્તરાખંડ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 29°20′12″N 80°05′25″E / 29.3366°N 80.0904°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | ચાંદ રાજવંશ |
પૂર્ણ તારીખ | ઇ.સ. ૧૦મી-૧૨મી સદી |
બલેશ્વર મંદિર એક પ્રાચીન મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર ઉત્તરાખંડમાં આવેલા ચંપાવત શહેરમાં છે.
આ મંદિર ચાંદ રાજવંશના શાસકો દ્વારા બાંધવામાં આવ્યું હતું. બલેશ્વર મંદિર પથ્થર કોતરકામનું એક શાનદાર પ્રતીક છે. મંદિર નિર્માણની સમયનોંધ કે ઐતિહાસિક હસ્તપ્રતોની કોઇ નોંધ ત્યાં નથી; જો કે એમ માનવામાં આવે છે કે તે ઇ.સ. ૧૦મી અને ૧૨મી સદી વચ્ચેના સમયકાળમાં બનાવવામાં આવેલ છે.
ઝાંખી
[ફેરફાર કરો]મુખ્ય બલેશ્વર મંદિર ભગવાન શિવ (જે બલેશ્વર તરીકે પણ ઓળખાય છે), તેમને સમર્પિત છે. આ સંકુલના બે અન્ય મંદિરોમાં, એક રત્નેશ્વરને સમર્પિત છે અને બીજું ચંપાવતી દુર્ગાને સમર્પિત છે. બલેશ્વર મંદિર નજીક "નૌલા" (તાજા પાણીનો સ્ત્રોત) છે. મહાશિવરાત્રિના દિવસે બલેશ્વર મંદિર ખાતે ખૂબ જ મોટો મેળો રાખવામાં આવે છે.
રત્નેશ્વર અને ચંપાવતી દુર્ગાના મંદિરના બાહ્ય ભાગમાં વિવિધ સ્થાનિક દેવતાઓના ચિત્રોની કોતરણી છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બલેશ્વર મંદિર ફોટા: હિમવન ડૉટકોમ ફોટો ગેલેરી સંગ્રહિત ૨૦૧૫-૧૧-૨૮ ના રોજ વેબેક મશિન
- બલેશ્વર મંદિર સચિત્ર અહેવાલ
- ચંપાવત સત્તાવાર વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૪-૦૧-૧૨ ના રોજ વેબેક મશિન