બાતુ ગુફાઓ (મલેશિયા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બાતુ ગુફાઓ ખાતે મુરુગન સ્વામીની વિશાળ કદની મૂર્તિ

બાતુ ગુફાઓ મલેશિયા દેશના ગોમ્બેક જિલ્લામાં આવેલ એક ધાર્મિક સ્થળ છે. અહીં ચૂનાના પથ્થરોની ટેકરીઓ આવેલી છે, જેમાં કોતરકામ કરી ગુફાઓ બનાવવામાં આવી છે. આ સ્થળ પહાડીઓમાં મલેશિયાની રાજધાનીના શહેર કુઆલાલમ્પુર થી ૧૩ કિલોમીટર (૮ માઈલ) દૂર આવેલ છે. અહીંની પહાડીઓમાંથી વહેતી બાતુ નદી પરથી આ સ્થળનું નામ પડ્યું છે. આ ગુફા મંદિરો ભારત દેશની બહાર આવેલાં હિંદુ ધર્મનાં પવિત્ર સ્થળો પૈકીનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે, વિશેષ રુપે દક્ષિણ ભારતીય તમિલ લોકો માટે તેનું મહત્વ વધુ છે. આ ગુફાઓમાં મુખ્ય મંદિર શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયને સમર્પિત છે, જે અહીં મુરુગન સ્વામી તરીકે ઓળખાય છે. આ સ્થળ મલેશિયામાં વસવાટ કરતા હિંદુ ધર્મના લોકો દ્વારા મનાવવામાં આવતા થાઈપુસમ તહેવારનું મુખ્ય કેંદ્ર છે[૧][૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "BATU CAVES, SELANGOR". tourism.gov.my. મલેશિયાઈ સરકાર. Retrieved ૨૪ જૂન ૨૦૧૨. 
  2. કૃષ્ણામૂર્તિ, એમ. (૨૩ નવેમ્બર ૨૦૦૬). "Batu Caves now on world map for Hindu pilgrims". ધ સ્ટાર ઓનલાઈન. Retrieved ૨૪ જૂન ૨૦૧૨. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]