બારા-લાચ ઘાટ

વિકિપીડિયામાંથી
બારા-લાચ ઘાટ

બારા-લાચ-લા અથવા બારા-લાચ ઘાટ (અંગ્રેજી: Bara-lacha-la) (દરિયાઈ સપાટીથી ઊંચાઈ - ૫૦૪૫ મીટર /૧૬,૪૦૦ ફૂટ) એ ઊંચો પહાડી ઘાટ માર્ગ છે, જે હિમાચલ પ્રદેશના લાહૌલ જિલ્લાને જમ્મુ અને કાશ્મીરના લડાખ પ્રદેશને જોડે છે. હિમાલય પર્વતશ્રેણીમાં આ એક સાંકડો ઘાટ છે, જે આશરે ૧૨૦૦ ફૂટ જેટલું ચઢાણ ચડીને પસાર કરી શકાય છે. આ માર્ગ શિયાળા દરમિયાન બરફ પડવાને કારણે વાહનવ્યવહાર માટે બંધ થઈ જાય છે.