બિરલા પ્લેનેટોરિયમ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
એમ.પી.બિરલા પ્લેનેટોરિયમ
এম. পি. বিড়লা তারামণ্ডল
Birla Planetarium, Kolkata.jpg
એમ.પી.બિરલા પ્લેનેટોરિયમ, કલકત્તા
સ્થાપના૧૯૬૩
સ્થાન૯૬, જવાહરલાલ નહેરુ રોડ, કલકત્તા, ભારત
પ્રકારપ્લેનેટોરિયમ

બિરલા પ્લેનિટોરિયમ કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત, ખાતે એક મજલાવિહીન ઈમારત છે, જેનું સ્થાપ્ત્ય  લાક્ષણિક ભારતીય શૈલીમાં સાંચીના બૌદ્ધ સ્તૂપ પર આધારિત છે.[૧] ચૌરંઘી રોડ પર વિક્ટોરિયા મેમોરિયલ, સેન્ટ પોલ કેથેડ્રલ તેમ જ દક્ષિણ કોલકાતાના મેદાનને અડીને આવેલું છે. તે એશિયાનું સૌથી મોટું પ્લેનિટોરિયમ[૨] અને વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું પ્લેનિટોરિયમ છે.[૩] ભારતમાં બે અન્ય બિરલા પ્લેનેટોરિયમ આવેલ છે: ચેન્નાઇ ખાતે બી. એમ. બિરલા પ્લેનિટોરિયમ અને હૈદરાબાદ ખાતે બિરલા પ્લેનિટોરિયમ.

તારામંડળ  જેવા હુલામણા નામથી ઓળખાતા પ્લેનિટોરિયમનું ઉદ્ઘાટન જુલાઈ ૨, ૧૯૬૩ના દિવસે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું[૪] . અહિંયાં એક ઇલેક્ટ્રોનિક્સ લેબોરેટરી છે, જે ડિઝાઇન અને ફેબ્રિકેશનના વૈજ્ઞાનિક સાધનો વડે સજ્જ છે. અહીં એક ખગોળશાસ્ત્ર ગેલેરી છે કે જ્યાં આકાશી મોડેલો તથા પ્રખ્યાત ખગોળશાસ્ત્રીઓનાં ચિત્રોનો વિશાળ સંગ્રહ છે. આ પ્લેનિટોરિયમ ખાતે એક ખગોળીય વેધશાળા છે, જે સજ્જ છે સેલેસ્ટ્રોન C-14 ટેલિસ્કોપ ST6 CCD કેમેરા અને સૌર ફિલ્ટર જેવી એક્સેસરીઝ સાથે. અહીં જનતા અને વિદ્યાર્થીઓ ૧૦૦ કરતાં વધુ ખગોળીય પ્રોજેક્ટ માટે ખગોળશાસ્ત્ર, ખગોળ-ભૌતિકી, અવકાશ વિજ્ઞાન તેમજ તારા અને ગ્રહો અંગેની માન્યતાઓ વિષયક વિવિધ હકીકતો મેળવી તેના પર કાર્ય કરી શકે એવી સવલત મળે છે. તે ૬૮૦ માણસોની ક્ષમતા ધરાવે છે.

અહીં ૧૨:૦૦ થી ૧૯:૦૦ કલાક દરમિયાન દૈનિક કાર્યક્રમો અંગ્રેજી, બંગાળી અને હિન્દી ભાષામાં રજુ કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક ઉડિયા, તમિલ, ગુજરાતી, જેવી અન્ય ભાષાઓમાં પણ કાર્યક્રમો રજુ કરવામાં આવે છે. રજાઓના દિવસોમાં વધારાના કાર્યક્રમો પણ રજુ કરવામાં આવે છે. આ પ્લેનિટોરિયમ એમ એલ દાલમીયાં એન્ડ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેના માલિક બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ જગમોહન દાલમીયાં હતા.

હાલમાં અહીં નવીનીકરણ ચાલી રહ્યું છે. આ નવીનીકરણ ઓગસ્ટ, ૨૦૨૯ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Kolkata Click India સંગ્રહિત ૨૦૧૨-૦૪-૧૮ ના રોજ વેબેક મશિન
  2. "Birla Planetarium plans show for students to mark its golden jubilee". મૂળ માંથી 2011-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-11.
  3. M P Birla Planetarium
  4. 50 Glorious years of M.P. Birla Planetarium Kolkata સંગ્રહિત ૨૦૧૩-૦૭-૨૧ ના રોજ વેબેક મશિન

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • Birla Planetarium, Kolkata સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર

Kolkata/Maidan પ્રવાસન માહિતી વિકિવોયજ પર