બીરેન કોઠારી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બીરેન કોઠારી
જન્મની વિગત૬ એપ્રિલ ૧૯૬૫ Edit this on Wikidata
મહેમદાવાદ Edit this on Wikidata
વ્યવસાયલેખક&Nbsp;edit this on wikidata
કુટુંબઉર્વીશ કોઠારી Edit this on Wikidata

બીરેન કોઠારી ગુજરાતી લેખક છે. જેઓ જીવનચરિત્રો, જીવનચિત્રોના સ્વતંત્ર આલેખન ઉપરાંત હાસ્યવ્યંગ્ય લેખો લખે છે અને હાલમાં વડોદરામાં નિવાસ કરી રહ્યા છે. તેઓ રસાયણ ઇજનેર હોવાની સાથો સાથ સાહિત્ય અને સંગીતમાં રસ ધરાવે છે. તેમણે ઔદ્યોગિક વાતાવરણમાં રહેવા છતાં લેખનનો આરંભ કર્યો અને વરિષ્ઠ સાહિત્યકારોની સોબતથી મુખ્ય સહાયક તરીકે જીવનચરિત્રના ઘણા પ્રોજેક્ટમાં કાર્ય કર્યું.[૧]

કટાર લેખક ઉર્વીશ કોઠારી તેમના નાના ભાઈ છે.

સર્જન[ફેરફાર કરો]

 • ઓજસનો અવતાર (નડીઆદના ઇપ્કો ટૂથપેસ્ટના ઉદ્યોગપતિ ઇંદુભાઈ પટેલ વિષેનું પુસ્તક, સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા સાથે)
 • સૌના ભાઈ: રતિભાઈ (રાજકોટના લોકસેવક રતિભાઈ ગોંધીયાનું જીવનચરિત્ર, સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા સાથે)
 • રજનીકુમાર: આપણા સૌના (ઉર્વીશ કોઠારી સાથે)
 • પુરુષાર્થની પેલે પાર ( મુંબઇના વૈજ્ઞાનિક ઉદ્યોગપતિ નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથા, રજનીકુમાર પંડ્યા સાથે)
 • મારોય એક જમાનો હતો (રાજવી શાયર રુસ્વા મઝલૂમીની જીવનકથા, સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા સાથે)
 • ઉપેન્દ્ર ત્રિવેદી: આત્મકથન અને અન્ય આલેખ (ગુજરાતી ફિલ્મોના જાણીતાં કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની જીવનકથા, રજનીકુમાર પંડ્યા સાથે)
 • અમૃત સૌરભ (મુંબઇના સાહસિક વ્યવસાયવીર ચાંપશી દેવશી નંદુની જીવનકથા, રજનીકુમાર પંડ્યા સાથે)
 • સૌમ્ય સુગંધ (આચાર્ય રામપ્રસાદ જાનીની જીવનકથા)
 • પડકાર સામે પુરુષાર્થ ('આદર્શ પ્રકાશન'ના સ્થાપક અને દક્ષિણ ભારતની ચારેય ભાષાઓની સાઠેક કૃતિઓને સીધી ગુજરાતીમાં અનુવાદિત કરનાર શબ્દસેવી અને સ્વાતંત્ર્યવીર નવનીત મદ્રાસીની જીવનકથા)
 • 'ક્રાંતિકારી વિચારક' (વડોદરાના અનોખા વિચારક રાવજીભાઈ પટેલ 'મોટા'ની જીવનકિતાબનાં પૃષ્ઠો)
 • કર્મયોગી (કુશળ કર્મયોગી અરુણ બૂચની જીવનકથાના કેટલાક અંશો, રજનીકુમાર પંડ્યા સાથે)
 • ગુઝરા હુઆ ઝમાના (હિન્‍દી ફિલ્મોમાં છ દાયકા જેટલી અભિનય કારકિર્દી ધરાવનાર વિખ્યાત ચરિત્ર અભિનેતાનાં ફિલ્મી જીવનનાં સંભારણાંનું સંપાદન)
 • નાનુભાઇ ભોંસલે: એક સમર્પિત રાષ્ટ્રવાદીની જીવનકથાનાં કેટલાક પૃષ્ઠો (આર.એસ.એસ.માં પ્રચારક તરીકે કાર્ય કરીને અનેકોનાં જીવનઘડતર કરનાર સમર્પિત અને પાયાના કાર્યકર એવા આગેવાનની જીવનકથા)
અનુવાદ[ફેરફાર કરો]

(અંગ્રેજીમાંથી ગુજરાતી)

 • પ્રજ્ઞા (મૂ.લે.: ઓશો)
 • મુક્તિ (મૂ.લે.: ઓશો)
 • સાહસ (મૂ.લે.: ઓશો)
 • નર (મૂ.લે.: ઓશો)

(ગુજરાતીમાંથી અંગ્રેજી)

 • Beyond the horizons (Translation of પુરુષાર્થની પેલે પાર, compiled by: Biren Kothari, with Rajnikumar Pandya)
 • The Wonderful Divine Idol (Part 1) (Translation of અદ્‍ભુત દિવ્યમૂર્તિ, by Gurjar yogi Dinkarnath)
 • The Wonderful Divine Idol (Part 2) (Translation of અદ્‍ભુત દિવ્યમૂર્તિ, by Gurjar yogi Dinkarnath)

તેમણે આકાશવાણી, વડોદરા કેન્દ્ર દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મના ગીતકારો પર આધારીત સાપ્તાહિક કાર્યક્રમ 'ગીત તમારા હોઠો પર' માટે વિવિધ ગીતકારોનો પરીચય કરાવ્યો છે.(સંદર્ભ આપો) એપ્રિલ,૨૦૦૭ થી તેઓ ઇન્ડીઅન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ, વડોદરા જેવા વિશાળ ઔદ્યોગિક સાહસની નોકરી છોડી પૂરા સમયના વ્યાવસાયિક લેખક બન્યા છે.[૧]

કટાર[ફેરફાર કરો]

તેમણે જાન્યુઆરી, ૨૦૦૮ થી ઑગસ્ટ, ૨૦૧૧ સુધી 'અહા!જીંદગી' માસિકની 'ગુર્જરરત્ન' કોલમમાં પ્રતિભાશાળી ગુજરાતીઓનો પરિચય કરાવ્યો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]