લખાણ પર જાઓ

બી. કોડનાયકી

વિકિપીડિયામાંથી
બી. કોડનાયકી
બી. કોડનાયકી, ૨૦૧૭માં.
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણગવર્નમેન્ટ કૉલેજ ઑફ ટેક્નોલોજી, કોઈમ્બતૂર
વ્યવસાયએન્જીનીયર
નોકરી આપનારઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન
પ્રખ્યાત કાર્યઈસરોમાં પ્રદીર્ધ કારકિર્દી
મહિલા એન્જીનીયર

બી. કોડનાયકી ઈસરોના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર છે તેઓ રોકેટ લોંચમાં ઉપયોગમાં લેવાતા ઘન રોકેટ મોટરોની નિયંત્રણ પ્રણાલીઓના ઇન્સ્ટુમેન્ટેશન માટે જવાબદાર છે. તેમને ૨૦૧૭માં રાષ્ટ્રપતિ ભવનમાં ભારતની મહિલાઓ માટેનો સર્વોચ્ચ પુરસ્કાર, નારી શક્તિ પુરસ્કાર, આપવામાં આવ્યો હતો.

પ્રારંભિક વર્ષો

[ફેરફાર કરો]

તેઓ પુડુચેરીના વતની છે.[] તેણે ભારતનું પ્રથમ અવકાશ પ્રક્ષેપણ જોયા બાદ એન્જિનિયર બનવાનું નક્કી કર્યું. તેઓ ગવર્નમેન્ટ કૉલેજ ઑફ ટેકનોલોજી, કોઇમ્બતૂરમાંથી [] સ્નાતક થયા અને તેમની પ્રથમ નોકરી ૧૯૮૪માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થામાં હતી.[] ત્યાં તેમણે ઑગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પર કામ કર્યું.

કારકિર્દી

[ફેરફાર કરો]

તેઓ સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ સિસ્ટમ્સની સંભાળ રાખતા ગુણવત્તા વિભાગના પ્રમુખ બન્યા જ્યાં બળતણ અને ઇગ્નીટરનું પરીક્ષણ કરવામાં આવતું હતું.[]

સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં ત્રીસ વર્ષ કામ કર્યા પછી , તેમણે અને તેમની ટીમે PSLV C37 મિશન દરમિયાન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલમાં ઘન રોકેટ મોટર્સ પર કામ કરવાનું શરૂ કર્યું [] જેણે ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭ ના દિવસે ૧૦૪ ઉપગ્રહોને સૂર્ય-સમન્વિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તરતા મૂક્યા હતા.[]

તેમણે ટિપ્પણી કરી છે કે તે કામ પર મુક્તપણે પોતાની જાતને વ્યક્ત કરી શકતા હતા અને લૈંગિકવાદની કોઈ સમસ્યા નહોતી.[]

સન્માન

[ફેરફાર કરો]

માર્ચ ૨૦૧૭માં, તેઓ ભારતીય રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ મેળવવા માટે પસંદ કરાયેલા ત્રણ મહિલા વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમાં સુભા વરિયર, અનાટ્ટા સોન્ની અને કોડનાયકીનો સમાવેશ થાય છે.[]

૨૦૧૭માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર , તેમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Rai, Arpan (March 8, 2017). "International Women's Day: 33 unsung sheroes to be awarded Nari Shakti Puraskaar". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-06.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Srikanth, Manoj Joshi and B. R. (2017-02-26). "India's rocket women". Deccan Chronicle (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-06.
  3. admin (2017-03-10). "Nari Shakti Puraskar 2016". UPSCSuccess (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-06.
  4. "PSLV-C37 / Cartosat −2 Series Satellite – ISRO". www.isro.gov.in. મૂળ માંથી 2019-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-06.
  5. "Nari Shakti Awardees- | Ministry of Women & Child Development | GoI". wcd.nic.in. મેળવેલ 2020-04-06.