લખાણ પર જાઓ

બહુચરાજી

વિકિપીડિયામાંથી
(બેચરાજી થી અહીં વાળેલું)
બેચરાજી
—  નગર  —
બહુચરાજી માતાનું મંદિર, બહુચરાજી
બહુચરાજી માતાનું મંદિર, બહુચરાજી
બેચરાજીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°29′53″N 72°02′35″E / 23.498°N 72.043°E / 23.498; 72.043
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
વસ્તી

• ગીચતા

૯૨,૦૯૬ (૨૦૦૧)

• 230/km2 (596/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૪૨૧૩
    વાહન • જીજે-૨

બહુચરાજી અથવા બેચરાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં આવેલુ શ્રી બહુચરાજી માતાનુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

બહુચરાજીનું નામ અહીં આવેલા બહુચરાજી માતાના મંદિર પરથી પડ્યું છે. અહીં આજુબાજુનો વિસ્તાર ચુવાલ તરીકે ઓળખાય છે. બેચર ગામ મંદિરની ૧ કિમી દક્ષિણે આવેલું છે, જ્યારે સંખલપુર ગામ મંદિરથી ઉત્તરમાં ૨ કિમી આવેલું છે. આધુનિક બહુચરાજી નગર આ બંને ગામની વચ્ચે વિકાસ પામ્યું છે.[]

નગરના વિકાસ માટે વડોદરાના શાસક સયાજીરાવ ગાયકવાડે ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે (GBSR)ને બહુચરાજી સુધી વિસ્તારી હતી.[]

અર્થતંત્ર

[ફેરફાર કરો]

બહુચરાજી તીર્થસ્થાન હોવાને કારણે એક વેપારી મથક પણ બની રહ્યું છે. અહીં આવેલા પેટા માર્કેટ-યાર્ડમાં અનાજ, કપાસ વગેરેનું વેચાણ થાય છે. નગરમાં ઑઇલ એન્જિનનાં સમારકામ માટેનાં ત્રણ કારખાનાં તથા ખેતીવાડીનાં સાધનો બનાવવાનું એક કારખાનું છે. અહીં પ્રાથમિક-માધ્યમિક શાળા, કૉલેજ, સાર્વજનિક પુસ્તકાલય, પોસ્ટઑફિસ, ટેલિફોન અને તાર-ઑફિસની સગવડો છે. માંડલ બેચરાજી સ્પેશિયલ ઇકોનોમિક ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં મારુતિ સુઝુકી સહિત ઓટોમોબાઇલ્સ ઉદ્યોગો આવેલા છે, જે દર વર્ષે ૧૦ લાખ કારની ઉત્પાદન કરે છે.[]

ગુજરાતનાં પવિત્ર યાત્રાધામોના વિકાસ માટે રાજ્યસરકારે યાત્રાધામ વિકાસ બૉર્ડની રચના કરી છે અને બહુચરાજીના વિકાસની સર્વગ્રાહી યોજના હાથ ધરવામાં આવી છે.

પરિવહન

[ફેરફાર કરો]

બહુચરાજી રેલમાર્ગ દ્વારા તથા રાજ્ય-પરિવહનની બસો દ્વારા નજીકનાં મુખ્ય શહેરો અને નગરો સાથે જોડાયેલું છે. બહુચરાજી રાજ્યમાર્ગે અમદાવાદ (૧૧૦ કિમી), મહેસાણા (૪૦ કિમી) અને વિરમગામ (૪૭ કિમી) સાથે જોડાયેલું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ S. B. Rajyagor, સંપાદક (1975). Gujarat State Gazetteers: Mehsana District. Gujarat State Gazetteers. 5. Directorate of Government Print., Stationery and Publications, Government of Gujarat. પૃષ્ઠ 783–785. OCLC 312721940.
  2. Yagnik, Bharat (5 November 2011). "Driving through the queer legends of Bahucharaji". The Times of India. મેળવેલ 2 July 2015.
  3. "Gujarat's Mandal Becharaji SIR is expected to emerge as India's largest automobile hub: official". The Economic Times. 2018-10-01. મેળવેલ 2019-09-22.