બ્રાઉનિંગ હાઇ-પાવર

વિકિપીડિયામાંથી

બ્રાઉનિંગ હાઇ-પાવર, ૯ મિ.મિ.ની,અર્ધ સ્વસંચાલિત,એકલ ક્રિયાત્મક નાની બંદુક (પિસ્તોલ) છે. આ શસ્ત્ર અમેરિકન શસ્ત્ર શોધક "જોન બ્રાઉનિંગ"ની બનાવેલી ડિઝાઇન પર આધારીત છે, જેમાં પછીથી બેલ્જિયમનાં 'ડ્યુડોન સૈવ' (Dieudonné Saive) અને 'ફેબ્રિક નેશનલ' (Fabrique Nationale) દ્વારા સુધારાઓ કરાયેલા. બ્રાઉનિંગનું ૧૯૨૬માં અવસાન થયું, તેના કેટલાક વર્ષો પહેલાં, તેની આ રચનાને અંતિમરૂપ અપાયેલું.

'હાઇ-પાવર' નામ પિસ્તોલનાં મેગેઝીનમાં ૧૩ ગોળીઓનાં સમાવેશની ક્ષમતા દર્શાવે છે; જે અન્ય લ્યુગર અને માઉઝર પિસ્તોલોની ક્ષમતા કરતાં લગભગ બમણી છે. આ પિસ્તોલ ક્યારેક HP તરીકે સુચવાય છે જે હાઇ-પાવર ("High-Power")નું ટુંકુંરૂપ છે,[૧] અથવા તો GP, જે ફ્રેન્ચ ભાષામાં ("Grande Puissance") હાઇ-પાવરનું ટુંકું રૂપ છે. ઓળખમાં વપરાતા પી-૩૫ (P-35) અક્ષરો આ પિસ્તોલનો સને.૧૯૩૫માં થયેલો પરિચય દર્શાવે છે. જોકે બેલ્જીયમમાં પણ આ શસ્ત્ર મોટાભાગે 'હાઇ-પાવર' તરીકેજ ઉલ્લેખાય છે. આયરિશ દળોમાં આ શસ્ત્ર BAP (બ્રાઉનિંગ ઓટોમેટિક પિસ્તોલ) તરીકે ઓળખાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "બ્રાઉનિંગ પરિચય પુસ્તિકા,બ્રાઉનિંગ.કોમ". મૂળ માંથી 2012-12-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-23.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

પરિચય પુસ્તિકા[ફેરફાર કરો]