ભરવાડ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ

પરંપરાગત પાઘડી પહેરેલ ભરવાડ જ્ઞાતિનો એક સભ્ય.
ભરવાડ ભારતના ગુજરાત રાજ્યની એક હિંદુ જ્ઞાતિ છે. તે ગોપાલક પેટા સમૂહની જ્ઞાતિ છે.
નામ
'ભરવાડ' શબ્દ, 'ભરુ' શબ્દ ઉપરથી નિષ્પન્ન થયેલો જણાય છે. યદુવંશી યાદવ પ્રજા ભરુ પ્રદેશ (ભૃગૃકચ્છ-ભરૂચ)માં રહેવાથી ભરવાડ નામ પડયુ હશે તેમ માનવું છે.[સંદર્ભ આપો
]
પોશાક
ભરવાડ લોકોનો પરંપરાગત પોશાક બોરી(એક જાતનુ રંગીન વસ્ત્ર) અને કેડિયુ છે. ઘરડા અને પ્રોઢો ઓસાડ (ધોતી જેવુ વસ્ત્ર) પહેરે છે. આ સિવાય તે હિરાકંઠી (એક પ્રકારની માળા), કંદોરો (કેડે પહેરવાના પટ્ટા જેવુ ચાંદી), પોકરવા, કડિયા, ફૂલ (કાનમાં પહેરવાની વસ્તુઓ), કડુ, લકી વગેરે પહેરે છે. તેઓ માથામાં પાઘડી પહેરે છે અને ઘણીવાર ખભા પર મોટો રુમાલ રાખે છે.
સંદર્ભો
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |