ભરૂચ (INA)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભરૂચ આઈએનએ
ભરૂચ (INA)
ઔદ્યોગિક વિસ્તાર
ભરૂચ આઈએનએ is located in ગુજરાત
ભરૂચ આઈએનએ
ભરૂચ આઈએનએ
ગુજરાતમાં સ્થાન
Coordinates: 21°42′00″N 72°58′00″E / 21.7°N 72.9667°E / 21.7; 72.9667
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોભરૂચ
વસ્તી (૨૦૧૧)
સમય વિસ્તારIST (UTC+૫:૩૦)
વાહન નોંધણીGJ
વેબસાઇટgujaratindia.com

ભરૂચ આઈએનએ (Bharuch INA) એ એક ઔદ્યોગિક સૂચિત વિસ્તાર છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ભરૂચ જીલ્લાના મુખ્ય શહેર ભરૂચ ખાતે આવેલ છે. આ વિસ્તાર દુધધારા ડેરી અને જી.એન.એફ.સી.ની વચ્ચે આવેલ છે. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૫ના દિવસે જાહેર કરવામાં આવેલ આ ઔદ્યોગિક વિસ્તાર ૫૫૭.૦૦ હેકટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે[૧].

વસ્તી[ફેરફાર કરો]

ભારત દેશની વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી[૨] મુજબ ભરૂચ ઈન્ડસ્ટ્રીઅલ નોટિફાઇડ એરિયાની વસતી ૩૩૩૨ હતી. જેમાં પુરુષોની વસ્તી ૧૭૮૦ અને સ્ત્રીઓની વસ્તી ૧૫૫૨ છે. અહીંનો સરેરાશ સાક્ષરતા દર ૯૬.૨% છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે; જેમાં પુરુષ સાક્ષરતા દર ૯૭.૩૪% અને સ્ત્રી સાક્ષરતા દર ૯૪.૮૨% છે. ૭% વસ્તી ૬ વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Notified Areas". Gujarat Industrial Development Corporation. Retrieved ૧૭-૦૬-૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
  2. "Bharuch Population, Caste Data Bharuch Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૧૮ જૂન ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)